________________
૧૨૮
પ્રમુદ્ધ જીવન
રે કેટ—કેન્ડેલ” યુગ
છેલ્લા થોડાંક વખતમાં આપણા દેશના સમાજજીવનને નૈતિકસ્તરે નીચે લઈ જનારી કેટલીક ચોંકાવનારી ઘટનાઓ પ્રકાશમાં આવવા પામી છે. સામાન્ય પરિભાષામાં આવી ઘટનાઓને આપણે, જો એક વ્યકિત સંકળાયેલી હોય તે ‘સ્કેન્ડેલ' અને એકથી વધુ વ્યકિતઓ હાય તા રેકેટ' તરીકે ઓળખીયે છીએ.
થાડા સમય પહેલાં મુંબઈમાં શિવસેનાવાળા એક આગેવાને પોતાની લાગતાવળગતા પ્રધાન પરની લાગવગના જોરે, પોતાની ત્રિશાળાના કેટલાક એસ. એસ. સી. ના વિદ્યાર્થીઓનાં પરીક્ષાનાં ફોર્મ ગેરકાયદેસર રીતે મંજૂર કરાવ્યાનું બહાર આવ્યું હતું. દિલ્હીના પોલીસખાતામાં અમુક અમુક વિભાગાની પાઘડીએ બોલાતી હોવાનું છાપામાં આવ્યું હતું. પેાલીસ ઓફિસરો પેતાની બદલીઓ ઉપરી અધિકારીઓને પૈસા ખવરાવીને પોતાને ફાયદા થાય તેવા વેપારી લત્તાઓમાં કરાવી શકે છે એમ જાણવા મળ્યું હતું. અકલૂજમાં મહારાષ્ટ્રના વિધાન સભ્ય શ્રી શંકરરાવ માહિતએ-અને ત્યારબાદ આંધ્ર પ્રદેશના એક પ્રધાને પણ-પેાતાના દીકરા દીકરીનાં લગ્નપ્રસંગે જે ધામધૂમ ને ધમાલ કરી હતી તેની આશ્ચર્ય પમાડે તેવી વિગતો પણ બહાર આવી હતી.
આ બધા કિસ્સાઓ અંગે જે વિગતો જાહેરમાં આવી છે તેમાં સંભવ છે કે ઓછી-વત્તી અતિશયોકિત પણ હોય. અકલૂજના બનાવમાં તો ખૂદ વડાપ્રધાનને પણ લોકસભામાં પાછળથી સદરહુ ધારાસભ્યના બચાવ કરવા પડયા હતા. પરંતુ જાહેરજીવનનું નૈતિક સ્તર કેટલું ભયાનક રીતે નીચે ઊતરી ગયું છે ને હજી જઈ રહ્યું છે તેના પુરાવા આવા કિસ્સાઓ પૂરા પાડે છે. લાંચ રુશ્વત અને અનૈતિક વ્યવહારો આગળના સમયમાં પણ હતાં તેની ના નથી. પણ જે હદે આજે આ અનૈતિકતા વિકસી છે, એથી કોઈપણ સમજુ અને વિચારશીલ મનુષ્યનું દિલ દુ:ખ અને ચિંતા અનુભવ્યા વિના રહેશે નહીં. આજે તો કોઈપણ વિદ્યાર્થી પુસ્તકનું માં પણ જોયા વિના આખા વર્ષની હાજરી પુરાવી શકે છે અને પરીક્ષામાં બેઠા વિનાજ ડિગ્રી અને જોઈએ તે ‘કલાસ’ પણ મેળવી શકે છે. આજે કોઈપણ જાતની બિમારીવાળા માણસ પોતાની દાકતરી પરીક્ષા કરાવ્યા વિના પાતાની જિંદગીના વીમે પાસ કરાવી શકે છે. એક્ષ-રે, કાર્ડિયોગ્રામ વગેરે જરૂરી દસ્તાવેજો કોઈ ભળતાજ માણસના કરાવીને એનાં નામથી દાખલ થઈ જાય છે અને વિના તકલીફે ઘેરબેઠાં રજીસ્ટર્ડ ટપાલથી પેૉલિસી મળી જાય છે. આવકવેરા અંગેના કોઈ પણ ગેરકાયદેસર કામ માટે આવકવેરાના અધિકારીના સહકાર પણ ખરીદી શકાય છે. અત્યાર સુધી વેચાણવેરાના ખાતામાં અને કસ્ટમના દરેક વિભાગેામાં ભ્રષ્ટાચાર ચાલતા હતા અને લેનાર-આપનાર બંને માટે આ વ્યવહાર એકદમ સામાન્ય અને લગભગ ‘સત્તાવાર’ કહેવાય એવે! થઈ ગયા હતા. સિનેમાની ટિકિ ટાના કાળાંબજારની જેમ કેટલીક આવી વસ્તુઓ આપણને કોઠે પડી ગઈ હતી. પણ હવે તો આ અનૈતિકતાને વિસ્તાર જીવનવ્યવહારના એવા એવા ક્ષેત્ર સુધી ફેલાય છે કે જેની આપણે કલ્પના પણ કરી ન શકીએ. શિક્ષણ, વીમા અને જનતાનું રક્ષણ કરનારી પોલીસ વ્યવસ્થામાં પણ આવું બનતું હશે એવી કદી આપણે કલ્પના કરી હતી ખરી ? આ સિવાય બીજા કેટલાંયે એવા ક્ષેત્રમાં આજે અનૈતિક વ્યવહાર ચાલતે હશે, જેની આપણને જાણ પણ નથી.
સવાલ એ થાય છે કે ફેલાઈ રહેલા આ દૂષણને કેમ રોકી શકાય?
મૂળભૂત રીતે જોઈએ તે પ્રજાનાં બહુમેટા સમુદાયની ગરીબી અને એની સાથે સાથેજ ફાલી ફૂલી રહેલા અને દોમદોમ સાહ્યબીમાં
આળોટી રહેલા એક નાનકડો પૈસાવાળાના વર્ગ–બંને પ્રકારના
લોકો વચ્ચે પડેલી અને વધુ મોટી થતી જતી ખાઈમાંથી આ પરિસ્થિતિ સર્જાઈ છે ભારતના કરોડો લોકો જેમની પાસે જીવનની પ્રાથ
તા. ૧૯–૧૯૭૧
મિક જરૂરિયાતો પૂરી પાડવા જેટલી આવક નથી અને બીજા અનેક લોકો જે માંડમાંડ પેાતાની આવક અને ખર્ચના બે છેડા મેળવી શકે છે પણ કંઈક સુઘડ અને સ્વચ્છ કહેવાય એવું જીવન જીવવાની આકાંક્ષા રાખે છે છતાં જેમની એ આકાંક્ષા કદી ફળતી નથી—તેવાં લોકોની નજર સામેજ પેલા મૂઠીભર માણસ મોટા મહાલયામાં રહે છે, નાઈટ કલબામાં ને પાર્ટીઓમાં જાય છે અને ખૂબ મેાજ માણે છે.
આ સંજોગામાં ગરીબીના કારણે જે લોકો નીતિ-અનીતિના વિચાર કરી શકતાંજ નથી તેમની વાત તો જવા દઈએ. પણ જે લાકો પૈસેટકે સુખી છે તેવાં લોકો પણ પેાતાના જીવનના વ્યવહારમાં નૈતિક મૂલ્યો વિશે બેદરકાર રહેતા હેાય તે તેનું શું સમજવું? આજે તે માણસની તૃષ્ણાની કોઈ સીમા જણાતી નથી. માણસ જેમ જરૂરિયાત વધારતા જાય છે, તેમ એની તૃષ્ણા પણ વધતી જાય છે. એ તા ઠીક; પણ પેાતાને જરા જેટલા સ્વાર્થ સધાતા હોય તો નૈતિક મૂલ્યોની જાળવણી થાય છે કે નહીં તે જોવાની એને કાળજી રહેતી નથી.
બીજી બાજુ આપણે ત્યાં પુષ્કળ કાયદાકાનૂનો છે, સરકારી અંકુશા છે. એમાંથી મેલ્ટા પાયા પરના ભ્રષ્ટાચારને ઉત્તેજન મળે છે એ વાત સાચી છે. પણ જે દેશમાં ઉત્પાદન ઓછું અને વધતી જતી વસ્તીના કારણે માંગ ઘણી વધારે હોય, ત્યાં જો જીવનનિર્વાહની ચીજ વસ્તુઓના વિતરણ પર અને ભાવસપાટી પર સરકારી અંકુશ ન હેાય તે શું પરિસ્થિતિ સર્જાય ? ગરીબાને તે એવી કેટલીયે વસ્તુઓ જોવા પણ ન મળે અને પૈસા ખરચી શકે તે જ એ મેળવી શકે. આવી પરિસ્થિતિમાં શું કરવું?
જાણે એક ભયંકર દુશ્ચક્ર ચાલી રહ્યું છે, જેનો કયાંય છેડોજ જણાતો નથી. પણ કોઈકે તો એને કયાંક તોડવુંજ પડશે અને એની શરૂઆત આજે જ, અત્યારે જ કરવી રહી. હવે મેાડું ફરીશું તે નહીં ચાલે.
સરકારે આમાં ઘણુ કરવાનું છે અને પ્રજાના સહકાર મળે એવી પરિસ્થિતિ નિર્માણ કરવાની છે. સામાન્ય રીતે સરકારો પાસે ઊંઘતી પ્રજાને બેઠી કરવા માટેની ઘણી શકિત હાય છે, પરંતુ સરકારોને ચલાવનારા આપણા નેતાઓ નિર્વીર્ય બની બેઠેલાં છે. ખરેખરી નિષ્ઠાવાળા અને શકિતશાળી લોકો સરકારોમાં, ધારાસભાઓમાં, મ્યુનિસિપાલિટીએમાં વગેરે વહીવટી તંત્રામાં જોડાતા નથી, કારણકે તેઓ એકલા પડી જાય છે. તેમ છતાં પણ આજની પરિસ્થિતિમાં સરકારે ત્રણ ચીજો War foctin) પર હાથમાં લેવાની જરૂર છે. એક, ખેતી અને ઔદ્યોગીક ઉત્પાદન વધારવા માટે જરૂરી એવા તમામ પગલાં લેવાં જોઈએ અને એની સામે રુકાવટ પેદા કરે એવાં તમામે તમામ તત્ત્વોનો નાશ કરવા જોઈએ. બીજું, વસ્તીવધારાને રોકવા માટે જે કાંઈ કરવું ઘટે તે કરવું જોઈએ. અને ત્રીજું, બિનજરૂરી નિયંત્રણા અને નિવારી શકાય તેવા અંકુશો નાબુદ કરવાની હિંમત દાખવવી જોઈએ. લાંચ લેનાર ને આપનાર બંનેને કડકમાં કડક શિક્ષા કરવા સરકારે કટિબદ્ધ થવું જોઈએ.
સરકાર આટલું કરે અને પ્રજાને એમાં સહકાર સાંપડે તો જ આ સાંકળ તૂટે. પ્રજાને તૈયાર કરવામાં સરકાર ઉપરાંત શિક્ષણના ક્ષેત્રમાં પડેલા માણસોની જવાબદારી ઘણી વિશેષ છે. જો આપણે નિષ્ઠાવાળી અને ચારિત્ર્યસંપન્ન પ્રજાનું ઘડતર કરવું હશે તે તે આ લોકોજ કરી શકશે; અને તા જ આજે નહીં તો છેવટે એકવીસમી સદીના જન્મ અગાઉ આજના યુવાનોને અજંપો ટળ્યો હશે, દેશ સમૃદ્ધ અને તાકાતવંત બન્યા હશે. દુનિયામાં બીજા અનેક ગરીબ દેશેામાં ભ્રષ્ટાચાર ઓછાવત્તા પ્રમાણમાં ચાલે છે એમ સાંભળીએ છીએ. પણ આપણે જો આપણા દેશને સ્કેન્ડલ-રૅકેટ યુગના તોફાનથી બચાવવા હશે તો તે માટેના પ્રયત્નો આજથી જ–અત્યારથી જ−કરવા જોઈશે અને સરકારની સાથે પ્રજાએ પણ એક તાલથી કૂચકદમ કરવી સુબોધભાઈ એમ. શાહ
જોઈશે.
h