________________
તા. ૧-૯-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
૧૨૭
વફાદાર રહેતો નર્યા કર્મયોગને પ્રબોધતો એ ગ્રંથ છે. કર્મરત રહ્યાં છતાં ચિત્તની અનાસકત સ્થિતિ રાખવી – દાખવવી એ એનો વ્યકિત પરત્વે પ્રધાન ઉપદેશ છે.
અર્જુન, યુદ્ધ વિશે પિતાની વિરકિત પ્રગટ કરી બીજી બાજુ પિતાનાં સગાં – સ્નેહી બાંધવો અને વડીલો પ્રત્યેની અનુરકિત પણ પ્રગટ કરે છે, તે વખતે કૃષ્ણ તેને સાવધ કરે છે. અર્જુનના તર્કનું નિરસન એ ગીતાના પ્રાદુર્ભાવનું નિમિત્ત છે. * કોઈ પણ ગ્રંથ જળાશય સમાન ગણીએ તે તેમાંથી અર્થ તાર- વનાર ઘટ સમાન છે. ઘડાના એટલે કે પાત્રના આકાર પ્રમાણે તેમાંનું પાણી આકાર ધારણ કરે છે તેમ દરેક અર્થકાર પિતાના જીવનદર્શન પ્રમાણે જ તેમાંથી અર્થ તારવે છે.
ગીતા જેમ વૈરાગ્યને ગ્રંથ નથી તેમ સુખોપભેગની તરફેણ કરતો ગ્રંથ પણ નથી. ચિત્તવિજ્ઞાનમાં અવગાહન કરી કઈ સ્થિતિએ કર્મરત રહ્યા છતાં નિર્લેપ–નિર્મોહ ભાવ જાળવી શકાય એ તેણે બતાવ્યું છે. માનવ માટે સમાજપરાયણ રહી ઉચ્ચકોટિએ પહોંચવાની શકયતા વિશે ગીતા જેટલો કોઈ ગ્રંથ નિ:શંક નથી.
ગીતામાંથી હિંસા તારવી શકાતી હોય તે તે મહાભારતના સંદર્ભમાં છે. મહાભારતથી વેગળી રાખી ગીતાને મૂલવીએ તો તે હિંસાને બોધ આપવા નિર્માઈ છે એમ નહિ લાગે. ગીતા જીવનદષ્ટિ બક્ષે છે. હિંસા કે અહિંસાને પ્રશ્ન જ તેની સામે નથી. કર્મભ્રષ્ટ કે કર્મયુત થવા સામે તે આપણને સાવચેત કરે છે. એ કર્મરતિમાં પણ મુકત દશા માણી શકાય છે અને એ માટે ચિત્તનિરોધ કેટલે અંશે જરૂરી છે અને મહમૂઢ યા અત્મિસંમૂઢ દશામાંથી યુથકમ સમાજનિષ્ઠ કર્તવ્યકર્મ વડે મુકિતપરાયણ થઈ શકાય છે એ એણે નિર્દયું છે.
ચિત્તની આવી સ્થિતિ પ્રાપ્ત થવી અથવા ચિત્તની એ પ્રાપ્ત સ્થિતિ વડે કર્મયોગ સાધવો એ ગીતાને મુખ્ય ઉપદેશ છે. પાપ-પુણ્યની, હિંસા-અહિંસાની વિવેચના એની પાસે નથી. જેને આપણે સંકટ ગમ્યું તેને સામને કેમ કે એ આપણે નક્કી કરવાનું છે. પરંતુ એમ કરતા છતાં ચિત્તને તેમાં કેમ નિવડાવવું - નિપટવું અને તેમાં કઈ દષ્ટિ રાખી ચિત્તની કઈ દશા જાળવવી - હાંસલ કરવી તેને જ તેમાં નિર્દેશ છે.
મહાભારત યુદ્ધના સંદર્ભમાં ગીતાનું પ્રાગટય થયું હોવા છતાં એવા સંજોગના અભાવમાં કે અન્ય નાની મોટી તમામ જીવનઘટનાઓમાં ગીતાને સંદેશ આપણને આજે પણ પ્રેરક થઈ પડે તેમ છે, અહિસક લોકશાહી ચૂંટણીના જે સંગ્રામ ખેડે છે તેમાં પણ અને આપણી દૈનિક કાર્યવાહન ગતિમાં પણ.
અનાસકિત સંસારનું મિથ્યાત્વ સ્વીકારતી નથી. આત્માનું સ્વામિત્વ તે સ્થાપે છે અને નિડરપણે વિકટ પ્રશ્નમાંથી પસાર થઈ આત્મતેજ વધારવાનું તે પ્રબોધે છે. સંસાર છે તો તેના વિકટ પ્રશ્ન, સમસ્યાઓ અને દુ:ખ પણ છે. તેનાથી ભાગતા કે ડરતા રહેવાની જરૂર નથી. તે વિશે હતાશ કે નિરાશ બનવું પણ ગ્ય નથી. પરિણામની મર્યાદા આંકી આત્માને બદ્ધ કરવાની પણ જરૂર નથી. વિકટ પ્રશ્ન સામે કર્મયોગ આદરનારને આત્મા કશાથી ય વાંધા નથી, તેમ કશાયમાં તે આસકત નથી. એટલે કે એવી રીતે કર્મનિષ્ઠ બનનાર વીર પુરુષને ચિત્તનિરોધ સ્વયમેવ સાધવ રહે છે. - વૈરાગ્યની અને અનાસકિતની જીવનદષ્ટિ એકબીજીથી તદન નિરાળી છે. આત્મબીજ પોતાના નિર્મિત જીવ-ભાવ વડે બેમાંથી એક માર્ગે પ્રયાણ આદરે છે. બેમાંથી કઈ દષ્ટિ સત્યની વધુ નજીક છે તે કોણ નક્કી કરી શકે ? કેમ કે સત્યનું પરિપૂર્ણ આકલન આપણી પાસે નથી, સંખ્યા કે સરળતા એને માપવાને ગજ નથી. દરેકે દરેક જણ બેમાંથી કોઈ એક માર્ગે વહેંચાઈ જાય એમ પણ નથી. જેનામાં જે ચિત્તભાવ છે, જેવી સંકલ્પ દશા છે તે પ્રમાણે તે વ્યકિત તે તે માર્ગે વળે છે. એ રીતે વળે છે કે પિતાની શ્રદ્ધા વડે અન્યમાં પણ તેવી શ્રદ્ધા પ્રગટાવે છે. આમ અનાસકિતભાવ કે વૈરાગ્યભાવ દઢમૂલ છે. શકિતમતિ પ્રમાણે ગ્ય વ્યકિત યોગ્ય માર્ગે પોતાનું પ્રયાણ કરે જ છે.
વૈરાગ્ય એટલે આ સંસારમાંથી રસ ઊડી જ . આ સંસાર સાથે આપણે માન - મમતા જેવા માનસિક સુખોપભોગ વડે અને આહાર - નિદ્રા, ભય - મૈથુન જેવા શારીરિક સુખપગ વડે જકડાયેલા છીએ. એ સઘળું વ્યર્થ છે, અસાર છે, નિ:સાર છે. આમ જાણવું અને માનવું એ એક વાત છે અને જ્ઞાન - દર્શન - ચારિત્ર્યબળથી પ્રતીતિપૂર્વક સંસાર ત્યજ અને વૈરાગ્ય પ્રેરિત. તમય જીવન ગાળવું એ અનેખી બાબત છે. વૈરાગ્ય આત્મકેન્દ્રિત છે.
અનાસકિત છે આત્મકેન્દ્રિત, પણ સામાજિક સંગ્રામને અનુબંધ તે ચાલુ રાખે છે. વીરચિત જીવનને પડકાર ફેંકે તેવા વિકટ પ્રશ્નોના નિરસન અને ઉકેલ માટે ચિત્તવૃત્તિઓને નિરોધ કરવા અને તેવા ઉન્નત ચિત્ત વડે કર્તવ્ય કર્મને આરંભ સમારંભ કરવા અને તેવા સંગ્રામ વચ્ચે પણ ચિત્તાને અનાસકિત વડે સતેજ, જાગૃત, નિર્લે પ રાખવું એ આવી જીવનપદ્ધતિનો મુખ્ય સૂર છે.
આસકિત આંતર - બાહ્ય, બંને પ્રકારની હોઈ શકે. મેહમય જીવન યા જીવનની મૂઢતાનું બીજું નામ છે આસકિત. ચિત્તવૃત્તિનાં જે સ્થૂળ આકર્ષણા છે તેમાં પશુવત રમમાણ રહેવું એ અજ્ઞાનાં જીવને સહજ ભાવ-સ્વભાવ છે. એવાં આકર્ષણો સિદ્ધ કરવા પાછળ જ શકિત રેડવી અને જીવનને ભેગમય રાખવા સિવાય કંઈ વિચારવું નહિ એવી
આ પ્રકારના જીવોની સહજ ગતિ છે. વિજ્ઞાનની સિદ્ધિઓ પર પણ પિતાને દોર જમાવી શકે અને વિજ્ઞાનને પોતાને દાસ બનાવી શકે.
સંસારમાં રમમાણ રહેવું એ એક વાત છે, સમાજપરાયણ બનવું એ એથી અનેરી વાત છે; અને એમાં ય સમાજને પોતાના આત્મબળ વડે ગતિ આપવી, વેગ આપવો, ચાલુ પ્રશ્ન,-ચાલુ સમસ્યાઓને ઉકેલ આણવો અને નવા પ્રશ્ન - નવી સમસ્યાઓ માટે માર્ગ મોકળા કરો એ વાત એથી ય આગળની વાત છે. આ બધું કરતાં છતાં, આત્મવિલોપનભાવ જાળવ, જાતને શૂન્યતવત ગણી સમાજમય બનાવી દેવી, માનવ સમૂહના એક અંશ રૂપ લેખી જાતને કઈ ઉચ્ચત્તમ હેતુ માટે જોતરવી અને તે માટે આવશ્યક કર્તવ્ય-કમેનિ નેતરવા, પરિણામ. ભાવિના ગર્ભમાં અવ્યકત રહેવા દઈ માત્ર પુરુષાર્થને વિચાર કરવો એ આ અનાસકિતયોગની જીવનપદ્ધતિ છે.
સંભવ છે આપણું જીવન પૂર્ણપણે અનાસકત ન હોય. પણ કેટલીક એવી ધન્ય પળ જરૂર હોય કે જેમાં અનાસકિતની લૂટક છૂટક પ્રતીતિ સાંપડી હોય. એવી ક્ષણોને નજરમાં રાખી વધુ ને વધુ તેવો જ આગ્રહ સેવતા રહી આ પ્રકારના જીવન તરફ પ્રયાણ કરી શકાય.
જે માર્ગ આપણે અપનાવીએ તે માર્ગ વિશેની આપણને પ્રતીતિ થઈ છે માટે અપનાવીએ છીએ. આપણે તેને શ્રેષ્ઠ ગણવાની અને બીજાને તે જ માર્ગ સાચે છે એમ મનાવવાની જરૂર નથી. આપણું પિતાનું જીવન આપોઆપ તેવી પ્રતીતિ અન્યને કરાવશે. સુરેન્દ્રનગર
લલિત શાહ
વિષયસૂચિ
પૃષ્ઠ 3. આલ્બર્ટ સ્વાઈન્ડર અને ગાંધીજી. ચીમનલાલ ચકુભાઈ ૧૨૩ પ્રકીર્ણ નોંધ : શાપિત સંપત્તિ, શરાબ ચીમનલાલ ચકુભાઈ ૧૨૫ અને જુગાર, ડુક્કરનાં માંસને લોકપ્રિય બનાવવા સરકારી ઝુંબેશ, કોમોરોજક સાહિત્ય અને સાધને. અનાસકિત અને વૈરાગ્ય : લલિત શાહ ૧૨૬ બે વિભિન્ન જીવનદષ્ટિ. “રેકેટ-સ્કેન્ડલ” યુગ
સુબોધ એમ. શાહ ૧૨૮ ઍપલો-૧૫: સૈદ્ધાંતિક અને વૈજ્ઞાનિક ચર્ચા.
મનુભાઈ મહેતા ૧૨૯ જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ પંડિત બેચરદાસ દોશી ૧૩૧ આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળા
૧૩૩ માનવતાને સાદ
ચીમનલાલ ચકુભાઈ ૧૩૪