SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ પ્રભુપ્ત જીવન પરં પાતળી માન્યતાઓ અસ્પષ્ટપણે હોય છે, મોટા ભાગના લોકો પરાગત માન્યતાઓ-જ્ઞાનની અને આચારની સ્વીકારી, જીવન ગાળે છે. ધર્મગુરુઓ, શાસ્ત્રો, સમાજ, રાજય,માણસના મનનો કબજો લઈ, પેાતાને અનુકૂળ હાય તેવી માન્યતાઓ તેના મન ઉપર ઠસાવે છે અને પોતાને ગમતું આચરણ માણસ ઉપર લાદે છે. સ્વાઈ ત્ઝરની માટી ફરીયાદ એ છે કે આપણે સૌ પ્રમાદી (Thoughtless) જીવન ગુજારીએ છીએ. વ્યવહારિક જીવનમાં (Thoughtless) છીએ એમ નહિ. ત્યાં તા કાંઈક ગણતરીઓ કરીએ છીએ. પણ જીવનના પાયાના પ્રશ્નોની બાબતમાં આપણે સ્વતંત્રપણે વિચારતા નથી. ઉપર, જ્ઞાન અને આચારના પાયાના પ્રશ્નોના કે નિર્દેશ કર્યો તે સંબંધે સ્વાઈત્ઝરના મંતવ્યો અતિ સંક્ષેપમાં જણાવીશ. જ્ઞાનની દષ્ટિએ સ્વાઈત્ઝર એમ માને છે કે આ વિશ્વના રહસ્યનો તાગ આપણે પામી શકીશું નહિ. (The World is inexplicably noysterious) બીજું, આ જગત દુ:ખથી ભરપૂર છે. (Full of suffering) ત્રીજું, જગતમાં અનિષ્ટ (evil) છે. તેના સમાધાનકારી કોઈ ખુલાસા મળતા નથી, તેથી આ વિશ્વમાં કોઈ ઈશ્વરી સંકેત કે આધ્યાત્મિક અથવા નૈતિક શકિત સર્વોપરિ હોય તેવી શ્રાદ્ધા તેમને નથી. આ વિશ્વમાં કોઈ હેતુ તેમને દેખાતા નથી. એટલે જ્ઞાનની દષ્ટિએ સ્વાઈત્ઝર નિરાશાવાદી છે. તેમની આત્મકથામાંથી નીચેના કરાઓ આપું છું. Two perceptions have cast their shadows over my existence. Ono consists in my realisation that the world is inexplicably mysterious and full of suffering; the ether in the fact that I have been born into a period of spiritual decs.lence in mankind. Even while I was a boy at school, it was clear to me that no explanation of the evil in the world could ever satisfac My knowledge is possimistic. I experience in ts full weight what we conceive to be the absence of pu posce the cou so of world happi nings. જ્ઞાનની દ્રષ્ટિએ આવી નિરાશા છે તોપણ કર્મ-કર્તવ્યની દષ્ટિએ આશાવાદી છે-My willing and hoping are opimistic:આ કેવી રીતે? જ્ઞાનને છેાડી, સ્વાઈત્ઝર અનુભવની ભૂમિકા ઉપર જાય છે. અનુભવ શું કહે છે? હું એક જીવ છું અને જીવવા ઇચ્છું છું. મને સુખ ગમે છે, દુ:ખ ગમતું નથી. મારી આસપાસ જીવવા ઈચ્છતા અસંખ્યાત જીવા હું નિહાળું છું. તે બધા જીવવા ઈચ્છે છે. તે બધાને સુખ ગમે છે, દુ:ખ ગમતું નથી. તે મારું કર્તવ્ય શું? મારો ધર્મ શું? મારી માનવતા શેમાં? આ બધા જીવો પ્રત્યે મારે આદર અને પ્રેમ રાખવા, કોઈને દુ:ખ ન આપવું, તેમનું દુ:ખ ઓછું કરવા મારાથી થાય તેટલા બધા પ્રયત્નો કરવા, તેમને સુખ ઉપજે તેમ કરવું.-દુ:ખથી ભરેલા આ જગતમાં સુખના આ જ માર્ગ છે, આ જ ધર્મ છે. આ અનુભૂતિને સ્વાઈત્ઝર Revorone for life કહે છે. મનુષ્યના વર્તુનનો આ મૂળભૂત સિદ્ધાંત કે પાયા હોવા જોઈએ. Fundamental Principlc of Ethical Conduct. આ સિદ્ધાંત માત્ર અહિંસા – એટલે કે કોઈ જીવની હિંસા ન કરવી—નથી; સ્વાઈત્ઝરના મત મુજબ અહિંસા નકારાત્મક છે. તે કરુણામાં પરિણમવી જોઈએ, Active othic–Compassion. પ્રેમ. સ્વાઈત્ઝરમાં આ કરુણા માનવ પૂરતી સીમિત નથી પણ સમસ્ત જીવસૃષ્ટિ પ્રત્યે વિસ્તરતી છે. સ્વાઈત્ઝર કહે છે કે જીવ-જીવ વચ્ચે ભેદ પાડવાના આપણને કોઈ અધિકાર નથી. Unity of life. કીડી, કીટક, વનસ્પતિ અને પાણીમાં જીવ છે. તેની પણ હિંસા ન થાય. ઝૂંપડું બાંધવા પાયો તા. ૧-૯-૧૯૯૧ ખોદે તો તેમાં જીવજંતુ છે કે નહિ તે જોઈને માટી ભરે, છાપરું કરવા ઝાડની ડાળીઓ જોઈએ. તે એકથી કામ થાય તો બે ન કાપે. સર્વ જીવ પ્રત્યે આવી કરૂણાથી જીવનના નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો સચવાય છે, માનવતા વિકસે છે. માનવસંસ્કૃતિ (Civilis.tion)નું અધ:પતન થયું છે, કારણકે જીવ પ્રત્યેની કરુણા ગુમાવી દીધી છે. We have lost Reverence for life. પણ, આ સિદ્ધાંતમાં, સ્વાઈત્ઝરને એક મહામુસીબત લાગી. કુદરત બતાવે છે કે જીવન ટકાવવા કેટલીક હિંસા અનિવાર્ય છે. નીવો નીવચ નીવમ્ Life lives at the cost of life. સ્વાઈત્ઝરે કહ્યું This is a ho rible dileinna—તેના માર્ગએ કે ઓછામાં ઓછી હિંસા કરવી, અને અનિવાર્ય હોય ત્યાં પણ અંતર પ્રેમ અને કરુણા કેળવવા. Will to live should be converted into will to love. દુ:ખ અને હિંસાથી ભરપૂર આ જગતમાં સર્વ જીવ પ્રત્યે આદર, પ્રેમ અને કરુણા કેળવવી એ કેટલું વિકટ છે તેના સ્વાઈત્ઝરને પૂરો અનુભવ છે. Only at quite rare moments have I felt really glad to be alive. I could not but feel with a sympathy full of regret, all the pain that I saw around me, not cply of men but that of the whole croation. From this. community of suffering, I never tried to withdraw myself. આ હકીકત સ્વાઈત્ઝરના જીવનના એક બીન સિદ્ધાંત ઉપર આપણને લઈ જાય છે. દુ:ખથી નિરાશ થઈ સંસાર ત્યજી દેવાના માર્ગના સ્વાઈત્ઝર દઢપણે વિરોધી છે. આવા માર્ગને સ્વાઈત્ઝર Lif॰ ન negation કહે છે. પેાતે Life – affirmationમાંજ માને છે. આપણે આને સંન્યાસ અને કર્મયોગ, નિવૃત્તિ અને પ્રવૃત્તિ એમ કહીયે. સેવાના જીવનમાં રહેલ કષ્ટને સ્વાઈત્ઝરને પૂરો અનુભવ છે. Existence will thereby become harder in every rospect than it would be if man lived for himself, but at the same time, it will be reacher mere beautiful and happier આ Will-to-live, to love, life affrmftion - તેમાં આધ્યાત્મિક અને નૈતિક મૂલ્ય જળવાય છે. પણ સાથે સાથે સ્વાઈત્ઝર ભૌતિક પ્રગતિ m.toria progres માં પણ માને છે. માત્ર ભૌતિક પ્રગતિ, જે વર્તમાન જગતનું લક્ષ્ય છે, તે વિનાશક છે. તેથી સ્વાઈત્ઝરે કહ્યું કે there is spiritual decadnce in mankind, પણ એકાંતે આધ્યાત્મિકતા, શારીરિક સુખ કે ભૌતિક સંપત્તિ પ્રત્યે સર્વથા અરુચિ, સ્વાઈન્ડરને માન્ય નથી. He believes in will to progress, both material and ethical. આવું જીવન—દર્શન સ્વાઈત્ઝરે પોતાના અનેક ગ્રંથામાં નિરૂપ્યું છે. તેમ કરતાં તેમણે દુનિયાનાં ધર્મો, સંસ્કૃતિએ અને તત્ત્વજ્ઞાના ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો છે. ભારતીય સંસ્કૃતિ અને દર્શનાનું પણ ગહન અધ્યયન કર્યું છે અને વૈદિક કાળથી માંડી, ગાંધીજી, ટાગાર અને અરવિંદūાષ સુધીની વિચારધારાઓનું દોહન પેાતાના એક ગ્રન્થ Indian Thought and i s Developnnont માં આપ્યું છે. તેમાં ગાંધીજી અને તેમના વિચારોની પણ તલસ્પર્શી મીમાંસા છે. ગાંધીજી વિશેનું સ્વાઈત્ઝરનું વિવેચન બરાબર સમજાય તે માટે સ્વાઈત્ઝર જીવન અને વિચાર સૃષ્ટિ મેં કાંઈક વિગતથી આપ્યા છે. હવે સ્વાઈત્ઝરે ગાંધીજી વિશે શું લખ્યું છે તે જોઈએ. અંતમાં બન્નેના જીવનદર્શનની સંક્ષેપમાં તુલના કરીશ. (ચાલુ) ચીમનલાલ ચકુભાઈ 2
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy