SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ બબુ જીવન તા. ૧૬-૮-૧૯૭ જોઈએ છે સાર્વભૌમ, સાર્વકાલિક જેનધર્મ 57 છે.' પ્રામા ) રપરાનો છું. વેદપરંપરા મને મારા અને હવે યૂરોપ-અમેરિકાના ગોરા લોકોમાંથી કેટલા છે મારે મન બૌદ્ધધર્મ અને જૈનધર્મ વ્યાપક હિંદુધર્મની જ છે સ્વતંત્ર શાખા છે. અને બંનેએ પોતાની હસ્તીનું સમર્થન કર્યું છે. એમાં બૌદ્ધધર્મ ભારત બહાર ખૂબ ફેલાયે. અને હવે યૂરોપ-અમેરિકાના ગોરા લોકોમાંથી કેટલાક મનીષીઓ ઉપર પોતાને પ્રભાવ જમાવે છે. જૈનધર્મે જાણે સોગંદ ખાધા છે કે ભારત બહાર જવું જ નહિ. જૈનધર્મના સાધુ વાહનમાં બેસે નહિ. પગે ચાલીને મુસાફરી કરે. અહિંસક ખેરાકની પ્રતિકૂળતા હોય એવા પ્રદેશમાં જવાય જ કેમ? એટલે તેઓ ભારત બહાર ગયા જ નહિ. આજે પણ વાહનમાં બેસવા અથવા વિદેશયાત્રા કરવા જૈન સાધુઓને લોકોત્તર હિંમત કેળવવી પડે છે. સાધુ સમાજ ઉપર આશ્રિત; અને સમાજ, પતે ગમે તેવું જીવન ગાળે તે પણ, જુની રૂઢિઓને માન્યતા આપવાને બંધા- થેલે.” એટલે જીવનનું મુખ્ય વ્યાકરણ જે વિકાસ, તે જ જાણે બંનેએ મળીને કરે મૂકી દીધું. જે ધર્મમાં નિત્ય-વિકાસને અવકાશ ન હોય તે ધર્મ પિતાના સમાજને જીવન્ત પ્રેરણા આપી શકતો નથી, ખરેખર એનું સ્થાન જીવનમાં નહિ પણ મ્યુઝિયમમાં જ હોઈ શકે. ખરું જોતાં જનાધર્મ અને તીર્થકરોનાં વચનને અર્થ કર્યા કરે, એટલું જ કામ સાધુઓનું નથી. એમણે પોતાનું ચિંતન વધારી, ધર્મ સેવાના પુરુષાર્થો કરી, સમયાનુકૂલ અને ખાસ કરીને ભવિષ્યના વિકાસને ધર્માનુકુલ બનાવવા માટે, નવા નવા શાસ્ત્રો સમાજને આપવા જોઈએ. અને એથીયે વિશેષ સમાજને સત્યના ઉપાસક, જીવનના પ્રયોગ કરનાર, પુરુષાર્થી અને અનુભવ-પરાયણ બનાવવો જોઈએ. એના બદલામાં એમની આંધળી શ્રદ્ધા સમાજને ગ્રંથ-પરાયણ, વચન-પરાયણ અને ગુરુ-પરાયણ બનાવે છે. આ દેષ જૈન અને બૌદ્ધસમાજ કરતાં હિંદુસમાજમાં વધારે છે. હું માનું છું કે બૌદ્ધધર્મ અને જૈનધર્મ બંનેએ વેદપ્રામાણ્ય સ્વીકારવાની ના પાડી. તેથી તેઓ સનાતન ધર્મથી નોખા પડયા. એ જ એમની મોટી હિંમત અને તેથી આ બે ધમેને હિંદુસમાજ ઉપર અસર પાડવાની અને એને સાચે રસ્તો બતાવવાની તક મળી છે. - અહીં આપણે વેદપ્રામાયને જરા વિચાર કરીએ – આમાં પહેલાં મારી ભૂમિકા સ્પષ્ટ કર્યું. હું સનાતનધર્મમાં માનનારો, એક નમ્ર હિંદુ છું. જન્મ બ્રાહ્મણ, ધર્મસાહિત્ય ઠીક ઠીક વાંચ્યું છે. વેદો વિષે હું કહું છું કે સનાતની બ્રાહ્મણ હોઈ આપણા આદિગ્રંથો વેદ વિષે મારામાં અત્યંત આદર છે. એ ગ્રંમાં શું કહ્યું છે એ જાણવા માટે આદરપૂર્વક પ્રયત્ન કરીશ. એમાંથી જે વસ્તુઓ ગળે ઉતરે તેને કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરીશ. (બાળપણથી વૈદિક સંસ્કૃતિમાં ઉછરેલ હોઈ ઘણીખરી વસ્તુઓ ગળે ઉતરતા વાર નથી લાગતી, એ તો સ્વાભાવિક છે) પણ જે વસ્તુ ગળે ન ઊતરે તે કેવળ પૂર્વ એ કહી છે એટલા માટે વગરવિચાર્યું, આંધળો થઈ, તે માની લેવા હું બંધાયેલ નથી. જે વાત ગળે ન ઊતરે તેમાં મારી નબળાઈ જ મુખ્ય કારણ હશે. (આચરણની નબળાઈ નેખી અને ધર્મબુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરવામાં નડતી નબળાઈ નોખી. હું જતે આ, બીજીને નબળાઈ ન પણ ગણું) અને છતાં ગળે ન ઉતરતી વસ્તુને એકદમ વિરોધ ન કરું. “નિર્ણય મોકૂફ રાખવાની suspended Judgeme..t ની સગવડ માણસ પાસે છે. એટલે વાત ગળે ઊતર્યા વગર કોઈ પણ વસ્તુનું પ્રામાણ્ય હું ન સ્વીકારું, અને છતાં એનો વિરોધ ન કરતા એ વસ્તુ પ્રત્યે સામાન્ય આદરયુકત જિજ્ઞાસા સેવીશ. - વેદકાળની રૂઢિઓમાં કેટલીક રૂઢિઓ મને અમાન્ય હોય, અધા- ર્મિક લાગતી હોય, તો તેમ કહેતાં હું સંકોચ ન કરું. આજે મને કોઈ છે કે તે નું પ્રમાણ્ય સ્વીકારવા. તમે ફાંશુએ છે કે હિ? તે કહીશ “બિલકુલ નહિ. હું એટલું જ કબૂલ કરવા બંધાયેલું છે કે જન્મ અને સંસ્કારે હું વેદપરંપરાનું છું. વેદપરંપરા અને માન્ય છે.' પ્રામાણ્ય સ્વીકારવાને બોજો મારા પર નહિ નાંખતા. જૂના વખતેમાં જે આપણે બૌદ્ધોને અને જૈનેને પૂછf હોત કે વેદની પરંપરા તમને માન્ય છે કે નહિ? તે તેઓ પ્રસન્નતાથી કહેત, “અમે વેદપરંપરાના જ છીએ. એની ના અમારાથી કહેવાય જ કેમ? પરંપરામાં રહી, રૂઢિઓમાં, સંસ્કારમાં, અને માન્યતાઓમાં અમુક ઢબે સુધારા કે ફેરફારો કરવાની છૂટ માણસમાત્રને હોવી જ જોઈએ. તે જ અધિકાર અમે ભેગવવા માંગીએ છીએ. એ અમાણ અધિકાર અમને ઘરમાં રહૈ મળતા હતા તે ધરબહાર જવાની, અમને જરૂર નથી. ઈચ્છા પણ નથી.” બૌદ્ધ અને જૈન જેવા પુરુષાર્થી અને તેજસ્વી બે સમાજને ખાવાની હિંદુધર્મને કશી જરૂર ન હતી. આંધળાપણે, વગર સમજે, પ્રામાણમાન્ય કરવાનો આગ્રહ ઊભું કરી આપણે બૌદ્ધને અને જૈનીઓને નાહક બેયા, અને છતાં આપણે જોઈએ છીએ કે જેને મોટેભાગે સનાતની પરંપરાથી દૂર ગયા જ નથી. ઉલ્યુ ધર્મની બાબતમાં સાધુઓની આણ સ્વીકારી તેઆ ઠીક ઠીક રૂઢિવાદી રહ્યા છે. જે જૈન દષ્ટિ, જૈન સંસ્કૃતિ અને જૈનધર્મ મૂળમાં આખા વિશ્વમાં ફેલાવવા જેવા હતા, તેમણે હિંદુસ્તાનમાં વસતા સનાતન સંસ્કૃતિની રૂઢિવાદી સંસ્થાનું જ સ્વરૂપ પકડયું છે. હું જાતે સનાતની હિંદુ હોઈ જૈન સમાજને સલાહ આપવાને મારા વિશેષ અધિકાર માની શકતો નથી. છતાં એટલું કહીશ કે જેનેધર્મ પૂર્ણપણે જાણનારા અને પાળનારા લોકોએ પોતાના ધર્મના બે વિભાગ કરવા જોઈએ. (૧) તાત્ત્વિક દષ્ટિએ જેને જૈનધર્મ અથવા જૈન તત્ત્વજ્ઞાન કહી શકાય તેને સાર્વભૌમ, સાર્વકાલિક પ્રધાન જૈન, ધર્મ તરીકે વિસ્તારથી સમજાવો અને સાથે સાથે (૨), આજે હિંદુ સ્તાનમાં જૈન સમાજમાં પળાતા જૈનધર્મને ‘ભારતીય આવૃત્તિ' અથવા ‘હિંદુ આવૃત્તિ તરીકે અલગ બતાવવી. હિંદુસ્તાનમાં રહેલા અને વંશપરંપરાગત જૈનધર્મમાં માનનારા લોકો જૈનધર્મની આ ભારતીય આવૃત્તિ પ્રમાણે ચાલે. (અને તેમાં વખતોવખત સુધારાવધારા કરતા જાય.) અને જે વ્યાપક, સાર્વભૌમ, મૌલિકપ્રધાન જૈન દષ્ટિ આપણે અલગ પાડી છે. તેને પ્રચાર આખી દુનિયાના ભિન્ન ભિન્ન દેશમાં જોરથી કરી શકાય. પછી ત્યાંના લોકો પોતપોતાની રૂઢ, સંસ્કૃતિને અનુકૂળ એવી સાર્વભૌમ સ્વદેશી આવૃત્તિ તૈયાર કરે છે. તેમને એની છૂટ હોવી જોઈએ. અહીંના જૈનીની ભારતીય સંસ્કૃતિ ભારત બહારના સમાજો પર લાદવાના પ્રયત્ન આપણે ન કરી શકીએ. એમાંથી જે ભાગ બહારના લોકોને ગમે તે સ્વીકારતા તો મને કોણે રોકી શકે? - આ જ નિયમ આજે બૌદ્ધધર્મને જાણે અજાણે લાગુ કરાયો છે. સિન (હાંકા) ને બૌદ્ધધર્મ નાખે છે. અને તિબેટને નાખે છે. બ્રહ્મદેશને નાખી છે અને જાપાનના વળી એથીયે નોખ. બૌદ્ધધર્મના હીનયાન’ અને ‘મહાથાન” એ બે મુખ્ય ભેદે તે છે જ, મહાયાનમાં શાકઅ પિતાના સંસ્કાર ઉમેર્યા. એને સ્વીકાર તિબેટના લોકોએ કર્યો, એમાં સ્થાનિક વિચારો, માન્યતાઓ અને. રૂઢિઓ ઉમેરી એવો ‘તિબેટી બૌદ્ધધર્મી ચીનમાં ફેલાયે. મંગોલિયામાં . --~ાંથી એ ખ્યિામાં ફેલા.
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy