SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧-૧૯૭૧ પ્રભુ વન સન્યા સ ના એ ક ન વા ઢગ ર [મુંબઇના જીવન જાગૃતિ કેન્દ્ર તરફથી પ્રક્ટ થતા ત્રિમાસિક જ્યોતિ શિખાના વિગત ડિસેમ્બર માસના અંકમાં ‘સંન્યાસ : નઇ દિશા; નયા બાધ’ એ મથાળા નીચે આચાર્ય રજનીશજીના પ્રસ્તુત વિષય ઉપરના એક વ્યાખ્યાનનું સંકલન પ્રગટ કરવામાં આવ્યું છે તેમાંથી તારવીને તૈયાર કરેલા સાર નીચે આપવામાં આવે છે. આચાર્ય રજનીશજી દ્વારા એક નવા પ્રકારના સંન્યાસની કલ્પના રજૂ કરવામાં આવી છે અને તેને અમલી રૂપ પણ આપવાનું શરૂ થઇ ચૂકયું છે. આ સંન્યાસ પાછળ કોઇ ત્યાગ કે વૈરાગ્યની ભૂમિકા, ક્રિયાકાંડનું પાલન અથવા તે! યમનિયમની ઉપાસનાના ખ્યાલ નથી. આ માત્ર વસ્રપરિવર્તન એટલે કે ચાલુ કપડાંની જગ્યાએ ભગવાગેરુઆ રંગે રંગાયલાં - વસ્રો પહેરવાનાં, રૂદ્રાક્ષની માળા ગળામાં પહેરવાની અને પોતાનું નામ બદલવાનું – આટલું જ કરવાનું રહે છે. આવા વેશપલટો કરનારે ઘર છેડવાનું નથી, વ્યવસાય છેાડવાન નથી, ચાલુ વ્યવહારનો ત્યાગ કરવાનો નથી, પેઢી ઉપર બેસીને તે પોતાના વ્યાપાર ચલાવી શકે છે, ક્લાર્ક તરીકે ઓફિસમાં નોકરી કરી શકે છે. આના માટે ખાનપાનનું કોઇ બંધન નથી કે બ્રહ્મચર્યપાલન અનિવાર્ય નથી. આવા સંન્યાસ ધારણ કરવા પાછળ એવી ધારણા છે કે, સંન્યાસસૂચક ભગવા વસ્ત્રોનું ધારણ જ નવા સંન્યાસીમાં પાયાનું પરિવર્તન કરવા માંડશે. આ સાર આટલા વિસ્તારથી અને જરૂરી અવતરણપૂર્વક એટલા માટે આપવામાં આવ્યો છે કે આજ સુધી આચાર્ય રજનીશજીની પ્રવૃત્તિ વ્યાખ્યાન – પ્રવચનો પૂરતી સીમિત હતી. હવે તેમના કાર્યની દિશા વધારે વ્યાપક રૂપ ધારણ કરતી રહી છે, અને તે એક પંથનું સ્વરૂપ ધારણ કરી રહેલ છે અને પોતાને અનુસરનારા સંન્યાસીઓનું એક મોટું દળ તેઓ ઊભું કરવા માગે છે. સંન્યાસને લગતી આજ સુધીની આપણી કલ્પનાથી તેમણે પ્રરૂપેલી કલ્પના એકદમ જૂદા પ્રકારની છે. આ સંન્યાસ પાછળ કોઇ ગુણવત્તાના આગ્રહ નથી. આગ્રહ છે માત્ર થોડા સરખા બાહ્ય પરિવર્તનનો અને સંખ્યા વૃદ્ધિનો. આશા અને શ્રદ્ધા છે કે ‘પ્રબુદ્ધ જીવન'નાં સુજ્ઞ વાચકો પાતાની મેળે તેમાંના તારતમ્યની તારવણી કરી લેશે અને તેમાંથી નીપજનારાં ચિત્રવિચિત્ર સામાજિક પરિણામેાની પણ કલ્પના કરી લેશે. પરમાનંદ] છે. આ બાબતમાં મારી કોઇ જવાબદારી નથી કે ન હું એને પૂછી શકીશ કે તમે આમ કેમ કર્યું? એ પૂરા અર્થમાં માત્ર પેાતાને જવાબદાર છે. આવા સંન્યાસ સ્વીકારનારૂં નામ બદલવાનું એટલા માટે રહેશે કે રજનીશજીની એવી અપેક્ષા મુજબ આવું નવું જીવન સ્વીકારનારની આગળના જીવન સાથેની Identity–એકરૂપતા– તૂટવી જોઈએ - નાબૂદ થવી જોઇએ. ભગવાં પહેર્યા, માળા પહેરી અને નામ બદલ્યું એટલે હવે તે મૂળ વ્યકિત ન રહી. આવેશ સંન્યાસ કોઇ પણ સ્ત્રી કે પુરુષ ધારણ કરી શકે છે; કોઇ પણ યુવક કે યુવતી આ રીતે પેાતાનું જીવન પલટી શકે છે. આ સંન્યાસગ્રહણ હંમેશાને માટે હોય એ આવકારપાત્ર છે, એમ છતાં બે મહિના.- ચાર મહિના વરસ—બે વરસ—એમ મુદતી સંન્યાસ પણ હોઇ શકે છે. મુદત પૂરી થયે તે વ્યકિત મૂળ વસ્ત્રો ધારણ કરી શકે છે. એવા વૃદ્ધો હોય અથવા તે યુવકો હોય જેમના માથે કોઇ જવાબદારી ન હાય અને સંન્યાસી થવા ઇચ્છતાં હોય એવા લોકો માટે એક આશ્રામ કાઢવામાં આવશે. તેમાં જોડાનારે ત્રણ કલાક કામ કરવું જ પડશે, અને એ આશ્રમને એ રીતે self-sufficient–આત્મનિર્ભરબનાવવાના રહેશે. આવા આશ્રમમાં ધ્યાન ઉપર ખૂબ ભાર મૂકવામાં આવશે. ઉપર જણાવેલ ગૃહવાસી-સંન્યાસી પણ વિશેષ તાલીમ લેવા માટે આવા આશ્રમમાં આવીને બે ચાર મહિના રહી શકશે. ما ઉપર જણાવેલ આશ્રામમાં કોઇ ઊંચું–નીચું નહિ હોય, તેમાં પૈસાની લેણદેણ નહિ હાય, તેમાં રહેનારને તેની બધી જ જરૂરિયાતો પૂરી પાડવામાં આવશે. તેને બહારગામ મેકલવામાં આવશે તે તેના ખર્ચની વ્યવસ્થા કરવામાં આવશે. એવા પણ કેટલાક હશે કે જેમણે આજીવન સંન્યાસ ધારણ કર્યો હશે. એમ છતાં જ્યારે પણ તેમને લાગશે કે સંન્યાસના જીવનમાં પેાતે ટકી શકે તેમ નથી ત્યારે કોઇ પણ ઘડિયે વિના સંકોચે અને વિના બદનામીએ તે સંન્યાસ છેાડીને ચાણુ ગૃહસ્થજીવનમાં જોડાઇ શકશે. આ સંન્યાસધારણ વિશે અચાર્ય રજનીશજી સ્પષ્ટ કરે છે કે આવા સંન્યાસી કોઇનો શિષ્ય નથી; મારો શિષ્ય નથી. હું તે માત્ર સાક્ષી બનું કે અમુક વ્યકિત સંન્યાસના માર્ગ ઉપર ચાલે ૨૦૯ એ ભગવા કપડાં પહેરવાનું ચત્મ-કારિક તે આપણે રજનીશજીના શબ્દોમાં જ છે કે, “ભગવા કપડાં પહેરવાનું પરિણામ જે કોઇ મળવા આવશે તે તરત જ આ કપડાં સંબંધે પ્રશ્ન કરશે. અને લોકોને કહેશે કે પેલા સન્યાસી છે કે જે દુકાન ઉપર બેઠા છે. ઓફિસમાં તે કામ કરતા હશે તે લોકો પૂછવા માંડશે કે આ માત્ર ગેરુઆ કપડાં પહેરીને કેમ બેઠો છે. ? તે કદી પણ ભૂલવાના નહિ કે પોતે સંન્યાસી છે. તેના ભગવા કપડાં અને તેની વચ્ચે નિરન્તર તેના નવા જીવનની ઘોષણા ચાલતી રહેશે. અને જિંદગી તે ભારે અદ્ભુત છે. તેમાં નાના સરખા ફરક એટલું મોટું પરિણામ લાવે છે કે તેનો હિસાબ આંકવા મુશ્કેલ છે. વળી જો ચાવીશે કલાક એવું સ્મરણ ચાલતું રહે કે, હું સંન્યાસી છું તે એ સ્મરણ જ તેના વ્યકિતત્વની ઘણી ખરી બાબતામાં એવા ફેરફાર કરશે કે જે ફેરફાર બીજી રીતે લાખ કોશિષ કરતાં પણ પેદા થઇ નહિ શકે. ગઇ કાલે આપ જે કરતા હતા તે આજે કરવામાં આપને સાવધાની રાખવી પડશે. ગઇ કાલે આપ જે બાલ્યા હતા તે આજે બાલવામાં સાવધાની રાખવી પડશે. એ સાવધાની આપની અંદર ફરક પેદા કરવાનું શરૂ કરી દેશે. આમ હોવાથી આપની ઉપર હું કોઇ નિયમ લાદવા માંગતા નથી. આપના વિવેક એ જ આપના નિયમ બનશે. માત્ર આપનામાં એ સ્મરણ સતત જાગતું રાખવાનું હું ઇચ્છું છું કે આપ સંન્યાસી છે. માત્ર એટલું જ હું ઇચ્છું છું કે એ સ્મૃતિ આપનાથી કદી વિખૂટી ન પડે.” પરિણામ કેવું હશે જોઇએ. તેઓ જણાવે આવશે કે તેને કપડાં જાશે અને આચાર્ય રજનીશજી આ બદલી સંબંધમાં આગળ વધતા જણાવે છે કે “ એક વખત ચાર છ મહિના, આઠ મહિના, એક વર્ષ પણ આ કોન્સન્ટ રીમેમ્બરિંગ રહી જાય તો આપમાં પછી ફરક પડી જ જવાનો. પછી કપડાંનું તો કોઇ મૂલ્ય જ નહિ રહે. પછી ભગવાં કપડાં છેડી દેવામાં આવે તે પણ કોઇ વાંધો નથી. વર્ષભરની નિરન્તર સ્મૃતિ આપને નાખશે, બદલવાની જ છે. આપની જિન્દગીમાં મારી તરફથી કોઇ ભીતરી અન્તરફેરફાર હું કરવા ચાહતા નથી. ભીતરી અન્તરની બાબત માત્ર આપની ઉપર હું છેાડવા માંગું છું. આવા સંન્યાસ એક સતત બનતી પ્રક્રિયાનું રૂપ ધારણ કરશે અને ભીતરી અંતર હંમેશા થતું જ રહેવાનું. ન તે આપની સેક્સ લાઇફને બદલવાનું હું કહું છું; કશું પણ બદલવાનું કહેતો નથી. કેવળ ઉપરનું પરિવર્તન કરવાનું છે; અંદરનું પરિવર્તન કેવળ સ્મૃતિદ્રારા શરૂ થવાનું છે અને એ અંદરનું જીવન બદલનું કહેવાનું છે. અને કદાચ ન બદલાય તે પણ તેની કોઇ ચિન્તા નથી.” આવા સંન્યાસીઓ અંગે રજનીશજી જણાવે છે કે “આ સંન્યાસીઓના વર્ગ, ઇચ્છું છું કે, દિનપ્રતિદિન ઘણા મોટો
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy