________________
- Regd. No. MH. 117
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન'નું નવસ’કરણ વર્ષ ૩૩: 'ક ረ
મુંબઇ આગષ્ટ ૧૬, ૧૯૭૧ સામવા૨ વાર્ષિક લવાજમ રૂા. ૭, પરદેશ માટે શીલિંગ ૧૫
શ્રી મુબઇ જૈન યુવક સૌંઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૦-૪૦ પૈસા
}
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
બંધારણમાં ફેરફાર વિષે ગુજરાત સંસ્થાકાગ્રેસ
*
[આ વિષયમાં ગુજરાત સંસ્થા કોંગ્રેસે, શ્રી મોરારજીભાઈના લેખ ટાંકીને, પેાતાનું વલણ સ્પષ્ટ કરતું. એક નિવેદન કોંગ્રેસ ત્રિકાના તા. ૩૦-૭-૭૧ના અંકમાં કર્યું છે. તે ઉપયોગી હોઈ, શ્રી મારારજીભાઈના લેખ સાથે, નીચે પ્રકટ કરવામાં આવે છે.
શ્રી મોરારજીભાઈએ વ્યાજબી કહ્યું છે કે “મૂળભૂત હકો સહિત બંધારણના કોઈપણ ભાગમાં ફેરફાર કરવાનો અધિકાર સંસદને હોવા જોઈએ. તેમણે એ પણ વ્યાજબી કહ્યું છે કે ગાલકનાથના ચુકાદો છે ત્યાંસુધી મૂળભૂત હકોમાં પાર્લામેટ કોઈ ફેરફાર કરી શકતી નથી. ગાલકનાથના ચુકાદા રદ કરાવવા તેમણે બે માર્ગો સૂચવ્યા છે: (૧) તેની પુનર્વિચારણા કરવા અને પાર્લામેન્ટની સત્તા પાછી મળે તે રીતે બંધારણનું અર્થઘટન કરવા, સુપ્રીમ કોર્ટ સમક્ષ જવું (૨) જો સુપ્રીમ કોર્ટ તેમ કરવું મુનાસિબ ન સમજે તે બંધારણમાં સૂચવેલી રીતિ પ્રમાણે યોગ્ય બંધારણીય પગલાં લઈને સંસદે પેલાં બે સંબંધિત આર્ટિકલામાંની (૩૬૮ અને ૧૩) ખામી દૂર કરવી જોઈએ.''
પાર્લામે≥ બીજો માર્ગ લીધો છે. સુપ્રીમ કોર્ટ પોતાના ચૂકાદાની પુનવિચારણા એવી તક કે પ્રસંગ આવે - જરૂર પડે તો જ કરે છે, માત્ર નવું અર્થઘટન કરવા નહિ, વળી સુપ્રીમ કોર્ટને પુનર્વિચારણા માટે વિનંતિ કરીએ અને ન કરે, અથવા પુનવિચારણામાં ગેાલકનાથના ચુકાદાને વળગી રહે તો પરિસ્થિતિ વધારે વિકટ થાય. પાર્લામે ટે પેાતાનું કર્તવ્ય બજાવ્યું છે. હવે સુપ્રીમ કોર્ટને યોગ્ય લાગે તેમ કરશે. તંત્રી
સંસ્થા કોંગ્રેસના ૨૨ મુદ્દાના કાર્યક્રમમાંના ૧૭મો મુદ્દો આ પ્રમાણે છે: “ગેાલકનાથ કેસના ચુકાદા પહેલાં બંધારણના કોઈ પણ ભાગમાં સુધારો કરવાની સત્તા સંસદને હતી તેવી સત્તા ફરીથી પ્રાપ્ત થાય તે માટેનાં પગલાં લેવાવાં જોઈએ."
આ મુદ્દા અંગેની વિસ્તૃત સમજૂતી પ્રજાને અને કાર્યકરોને શ્રી મેારારજીભાઈના લેખમાંથી મળી રહેશે.
ઘણા કાર્યકરો તરફથી એવા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે કે મૂળભૂત અધિકારો પર કાપ મૂકવાની વાતને આપણે ટૂંકા આપીએ છીએ કે શું ?
આ અંગે શ્રી મોરારજીભાઈના લેખમાંથી નીચેનાં વિધાન વાંચતા તે સંદેહ દૂર થશે.
“બંધારણના કોઈ પણ આર્ટિકલમાં સુધારો કરવાની સંસદને ફરીથી સત્તા પ્રાપ્ત થાય (જેમાં મૂળભૂત અધિકારને લગતા આર્ટિકલમાં સુધારો કરવાની સત્તા આવી જાય છે) તેના અર્થ એવા નથી થતો કે તેનાથી મૂળભૂત અધિકારોમાં આપેાઆપ સુધારો થઈ જાય છે. અને જે લોકો બંધારણના કોઈ પણ ભાગમાં સંસદ સુધારો કરી શકે તે બાબતનું સમર્થન કરે છે તે લોકો મૂળભૂત અધિકારો ઓછા કરવાની બાબતનું પણ જાણે આપેઆપ સમર્થન કરતા હોય તેવા પણ તેના અર્થ થતા નથી.
*
બે બાબત સ્પષ્ટ અને સાફ છે
૦ વ્યકિત-સ્વાતંત્ર્ય, ધાર્મિક-સ્વાતંત્ર્ય અને લઘુમતીઓના શૈક્ષણિક અને સાંસ્કૃતિક સ્વાતંત્ર્યને લગતા મૂળભૂત અધિકારો પર શાસક કોંગ્રેસ કાપ મૂકશે તે સંસ્થાકોંગ્રેસ તેના કટ્ટર વિરોધ કરશે અને આ અધિકારોની રક્ષા કરવા તેનાથી બનતું બધું કરશે. કારણ કે સંસ્થા કોંગ્રેસ બિનસાંપ્રદાયિક લાકશાહીની વિચારસરણીને વરેલી છે.
૦ બંધારણમાંથી મિલકતનો મૂળભૂત અધિકાર સમૂળગા રદ કરવાના પ્રયાસના સંસ્થા કોંગ્રેસ વિશેધ કરશે.
પરંતુ
૦ આર્થિક અસમાનતા ઘટાડવા કે જમીનસુધારણાના કાયદા કરવા માટેના કે ગરીબી કે બેકારી મીટાવવા માટેનાં પગલાં લેવામાં અથવા રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ કરવામાં જો બંધારણના આર્ટિકલ ૧૯ કે ૩૧ની ભાષા બરાબર ના હોવાને કારણે અવરોધ થતા હાય અને તેવાં સમાજવાદી પગલાં આર્ટિકલની ભાષાને કારણે ન ભરી શકાતાં હોય તે કરોડોની દરિદ્રનારાયણ જનતાના હિતમાં તે આર્ટિકલામાં ફેરફાર જરૂરી બને છે. લોકોની લોકશાહી સમાજવાદની અભિલાષા પૂરી કરવા માટે થતા આવા ફેરફારને સંસ્થા કોંગ્રેસ ટેકો આપશે.
૦ મિલકત માલિકી અને મિલકતને અંકુશ મૂઠીભર લોકોના હાથમાં કેન્દ્રિત ના થાય અને મિલકતવિહાણા અગણિત લોકો મિલકતના માલિક બને તે માટે બંધારણમાં જરૂરી ફેરફારને સંસ્થા કોંગ્રેસના ટેંકો હશે કારણ કે સંસ્થા કોંગ્રેસ લેાકશાહી સમાજવાદની વિચારધારાને વરેલી છે.
૦ બંધારણમાં જરૂરી ફેરફારો કરવાના પ્રયાસે સુપ્રીમ કોર્ટના અર્થઘટનને કારણે પાછા ના પડે તે માટે પાણી પહેલા પાળ બાંધવા સુપ્રીમ કોર્ટની સલાહ લેવાનું ઉપયોગી સૂચન આ લેખમાં શ્રી મોરારજીભાઈએ કર્યું છે અને તે સાથે જ સંસદની ૨/૩ બહુમતી જે બંધારણમાં ઈચ્છે તે સુધારો કરે તેવા બંધારણ. સુધારાની લેાકશાહી રીતને તેઓએ સાફ ટેકો આપ્યો છે.
શ્રી મારારજીભાઇ દેસાઇના લેખ
કોંગ્રેસ ર્કિંગ કમિટીની તા. ૧૬ અને ૧૭ જૂનની બેઠકમા અપનાવાયેલા ૨૨ મુદ્દાના કાર્યક્રમમાંના એક મુદ્દો, ભારતના બંધારણમાંના કોઈ પણ ભાગમાં સુધારો કરવાની સંસદની રા ગાલકનાથ કેસની પહેલાંની સ્થિતિ મુજબ સંસદને પાછી સોંપવા
માટેનો ઉપાય કરવા સંબંધમાં છે.
આ કાર્યક્રમ પ્રસિદ્ધ થયો તે પછીથી આ મુદ્દા વિષે કેટલાક પ્રશ્નો ઊઠાવવામાં આવ્યા છે. આથી આપણા કાર્યક્રમના આ મુદ્દાને સવિસ્તર સ્પષ્ટ કરવાનું જરૂરી બન્યું છે.
ગાલકનાથ કેસના ચુકાદામાં એમ ઠરાવાયું હતું કે સંસદને