________________
૧૦૮
પ્રબુદ્ધ જીવન
સમુદાય અને પ્રશંસકો તરફથી પુષ્કળ આદર અંજલિએ પ્રાપ્ત થતાં શ્રી પરમાનંદભાઈને શ્રાદ્ધાંજલિ રૂપે ‘પ્રબુદ્ધ જીવન’ ના એક ખાસ અંક (૬૪ પાનાના) “સ્વ. પરમાનંદભાઈ કાપડિયા સ્મૃતિ અંક” કાઢવામાં આવ્યા હતા. આ અંકમાં ૮૮ લેખોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શ્રી પરમાનંદભાઈને શ્રદ્ધાંજલિ આપવા એક શેકસભા પણ તા. ૨૩ મી એપ્રિલના રોજ ગીતા હાલમાં તેત્રીશ સંસ્થાઓનાં ઉપક્રમે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપદે યોજવામાં આવી હતી.
શ્રી પરમાનંદ કાપડિયા સ્મારકનિધિ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિને તેમજ શ્રી પરમાનંદભાઈનાં સગાં - સ્નેહીઓને શ્રી પરમાનંદભાઈના નામ સાથે એક ટ્રસ્ટ શ્રી પરમાનંદભાઈના સ્મારક રૂપે કરવું એમ લાગતાં એવું એક ટ્રસ્ટ ઊભું કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં આ ટસ્ટમાં રૂપિયા સવા લાખ ભેગા થઈ ગયા છે. આ ટ્રસ્ટના વિશેષ ઉપયોગ સંઘની પ્રવૃત્તિ જેવી કે, ‘પ્રબુદ્ધ - જીવન’, ‘પર્યુષણ વ્યાખ્યાનમાળા - ચલાવવામાં અને તેના વિકાસ કરવામાં રહેશે. અત્યારે આ ટ્રસ્ટનાં ત્રણ ટ્રસ્ટીઓ - શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રી રસિકલાલ મોહનલાલ ઝવેરી અને શ્રી મનુભાઈ ગુલાબચંદ કાપડિયા - નિયુકત થયા છે. બીજા ચાર ટ્રસ્ટી હવે પછી નિયુકત
કરવામાં આવશે.
અંતમાં, આપણાં સંઘે ૪૨ વર્ષ પૂરાં કર્યા છે. વાચનાલય અને પુસ્તકાલયે ૩૧ વર્ષ પૂરાં કર્યા છે. પ્રબુદ્ધ જીવને ૩૨ વર્ષ પૂરાં કર્યા છે.
શ્રી પરમાનંદભાઈ હંમેશાં કહેતાં, થોડુંક પણ સારુ અને સક્રિય કાર્ય કરીએ. આપણે મોટા ખ્યાલા ન સેવીએ. આપણે કોઈ મોટા મનોરથી ન કરીએ - આપણે હંમેશ નાના અને નમ્ર રહીએ અને એ રીતે જે ચાલે છે, જે ચાલતું આવ્યું છે, એને ચાલુ રાખીએ, એ રીતે અમને શ્રદ્ધા છે કે, આપણું વર્ષોથી ચાલતું કાર્ય અખંડ અનિશ ચાલ્યા જ કરશે.
શ્રી પરમાનંદભાઈ પછી ‘પ્રબુદ્ધ જીવન’નું શું એ ચિન્તા હતી તે - આપણા પ્રમુખશ્રીએ એની જવાબદારી ઉપાડી લઈ આપણને ચિન્તામુકત કર્યા છે. અલબત્ત, એમની જવાબદારીમાં આપણા સૌની જવાબદારી આવી જ જાય છે અને અમને વિશ્વાસ છે કે, પરમાનંદભાઈએ ‘પ્રબુદ્ધ જીવન’નું જે ઉચ્ચ ધેારણ રાખેલું એ જ ઉંચ્ચ ધારણે શ્રી ચીમનભાઈના તંત્રીપદે ‘પ્રબુદ્ધ જીવન’ ચાલુ રહેશે. પરમાનંદભાઈએ એક વાર કહેલું કે, મારા ગયા પછી શ્રી ચીમનભાઈ ‘પ્રબુદ્ધ જીવન’ સંભાળવાનાં જ છે અને ખરેખર આજે પરમાનંદભાઈનાં આ શબ્દો સાચા પડે છે.
ગત વર્ષ દરમિયાન, કારોબારીના સભ્યોએ, તથા અન્ય સંસ્થાઓએ અને અન્ય મિત્રએ જે સહકાર આપ્યો છે એ માટે અમે એમનાં ઋણી છીએ. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં કેટલાક વર્ષોથી પ્રમુખસ્થાન લઈ માર્ગદર્શન આપતાં વિદ્રર્ય શ્રી ઝાલાસાહેબના પણ અમે આ સ્થળેથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ – સ્ટેટ્સ પીપલ પ્રાઈવેટ લિ., મુંબઈ મ્યુ. કોર્પોરેશન તથા ભારતીય વિદ્યાભવનના પણ આભાર માનીએ છીએ - અને છેલ્લે આપણા સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ કે જેઓનું સ્થાન જૈન સમાજમાં અજોડ છે અને જેમની નેતાગીરી Dynamic છે એમના માર્ગદર્શન માટે-એમના કિંમતી સમયના ભાગ માટે અમે એમના અંત:કરણથી આભાર માનીએ છીએ,
તા. ૧૭–૭-૭૧
ચીમનલાલ જે. શાહ સુબોધભાઈ એમ. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
10
તા. ૧-૪-૧૯૦૧
* સંઘની વાર્ષિક સામાન્ય સભા
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા તા. ૧૭-૭-૭૧ શનિવારના રોજ સાંજના પાંચ વાગ્યે સંઘના કાર્યાલયમાં – શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે મળી હતી. સભાની કાર્યવાહી શરૂ કરતાં પહેલાં સ્વ. પરમાનંદભાઈને હાજર સભ્યો તરફથી ભાવભરી શ્રાદ્ધાંજલિ આપવામાં આવી હતી અને તેમના આત્માને શાંતિ ઈચ્છવા બધા સભ્યોએ બે મિનિટ મૌન પાળી મૂક પ્રાર્થના કરી હતી.
ત્યારબાદ, ગત વાર્ષિક સભાનો તા. ૧૧-૭-૭૦ ના વૃત્તાંત વાંચવામાં આવ્યો હતો અને તે સર્વાનુમતે મંજુર રહ્યા બાદ નીચે પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
શરૂઆતમાં સંઘના વાર્ષિક વૃત્તાંત તથા સંઘ તેમજ શ્રી મ, મા, શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના ૧૯૭૦ ના વર્ષના ઓડિટ થયેલા હિસાબા રજૂ કરવામાં આવ્યાં હતાં. આ વાર્ષિક વૃત્તાંત તથા હિસાબો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યાં હતાં. અને ૧૯૭૧ ના વર્ષનાં અંદાજપત્રો પણ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યાં હતાં.
ત્યાર બાદ સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે ‘પ્રબુદ્ધ જીવન’ નું પોતે તંત્રીપદ સ્વીકાર્યું અને અત્યારે તેનું સંચાલન સંભાળી રહ્યા છે તે અંગે જણાવતાં કહ્યું કે આવું વૈચારિક પત્ર ચલાવવું એમાં વ્યકિતની શકિત ઉપરાંત સમયનો તે મોટો ભાગ માગે છે, જ્યારે મારા વ્યવસાયી અને સામાજિક કાર્યોમાંથી વધારે સમય કેમ કાઢવા તે મારે માટે મોટો પ્રશ્ન હતો અને છે. આમ છતાં પણ વૈચારિક મિત્રાનો - લેખકોનો - મને જે રીતે સહકાર મળ્યો છે અને સહકાર આપવાના વચના મળ્યાં છે તેને લીધે હું ત્રણ અંક પ્રગટ કરી શકયો છું. ‘પ્રબુદ્ધ જીવન’નું ધારણ સાચવી રાખવાના તે! તેમાં ખ્યાલ રાખ્યો જ છે અને રાખતો રહીશ. એટલે મારી શકય તેટલી શકિત હું આમાં ખચીશ અને આ પત્ર એ રીતે આપણે ચાલુ રાખીશું જ. પર ંતુ આમાં સૌના સહકારની હું અપેક્ષા સેવું છું.
ત્યારબાદ વ્યાંખ્યાનમાળા વિષે ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે મને ખાસ ચિન્તા તો પ્રબુદ્ધ જીવન અંગે હતી. વ્યાખ્યાનમાળાના આયોજન વિષે હું એટલા ચિંન્તિત નહોતા, કેમકે આપણી વસન્ત વ્યાખ્યાનમાળાના આયોજનના તે અનુભવ હતો જ - તેણે સારી એવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે અને આ વખતની વ્યાખ્યાનમાળાનું પણ પૂરેપૂરૂ આયોજન થઈ ગયું છે. એટલે આપણા સંઘની મહત્વની આ બે પ્રવૃત્તિઓ તેનું ધારણ સાચવીને આપણે ચાલુ રાખી શકીશું એવા વિશ્વાસ બેસે છે.
શ્રી પરમાનંદભાઈ કાપડિયા સ્મારક ફંડનો ઉલ્લેખ કરતાં શ્રીયુત ચીમનભાઈએ જણાવ્યું કે, આપણી અઢીલાખની ટહેલમાંથી આપણે હજુ ૧,૨૭,૦૦૦ સુધી જ પહોંચ્યા છીએ. આ અંગે દરેક સભ્ય તથા પરમાનંદભાઈ પ્રત્યે જેમને સદ્ભાવ છે એવા બધા ભાઈઓ અને બહેનોને પોતપોતાનો ફાળો સત્વર માકલી આપવા તેમણે વિનંતિ કરી હતી.
ત્યાર બાદ સંઘ તેમ જ વાચનાલય અને પુસ્તકાલયના એડિટરો તરીકે મે. શાહ મહેતા એન્ડ કાં, ને ચાલુ મહેનતાણાથી ૧૯૭૧ ના વર્ષ માટે ચાલુ રાખવા એમ ઠરાવવામાં આવ્યું અને ગત વર્ષ ૧૯૭૦ ના ચાપડા એડિટ કરી આપવા માટે તેમનો આભાર માનવામાં આવ્યા.
ત્યારબાદ ચાલુ વર્ષ માટે સંઘની અધિકારીઓ અને પંદર સભ્યોની આવ્યું હતું. શરૂમાં પાંચ અધિકારીએ
કાર્યવાહક સમિતિના પાંચ ચૂંટણીનું કાર્ય હાથ ધરવામાં સર્વાનુમતે ચૂંટાયા બાદ