________________
તા. ૧-૮-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
૧૦૭
ઉમેરતાં આખરે આ ખાતે રૂા. ૨૧૭૩-૮૫ લેણા રહે. આ કારણે જનરલ ફંડમાંથી આ ખાતે રૂ. ૩૦૦૦ ને હવાલે નાંખતા હવે આ ખાતે રૂા. ૮૨૬-૧૫ જમાં રહે છે.
વર્ષ દરમિયાન જાયેલાં સંમેલને તા. ૧૬ જુલાઈના રોજ બાલ્યકાળથી બન્ને પગે અપંગ એવી બહેન અરૂણા ઝવેરી તેમની તેત્રીશ વર્ષની ઉમ્મરે, જાપાનમાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું તે જોવા જાપાન સરકારના નિમંત્રણથી જાપાન જતા હોઈ, સંધ તરફથી તેમને શુભવિદાય ઈચ્છવા માટે પૂર્ણિમાબહેન પકવાસાના પ્રમુખપણા નીચે એક સીમિત આકારનું સ્નેહસંમેલન યોજવામાં આવ્યું હતું. - તા. ૮ ઓગસ્ટના રોજ સાંજના સમયે સ્વ. કુન્દનલાલ સાયગલના કલાશિષ્ય શ્રી હરીશ ભટ્ટનો સંગીતને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતે. .
તા. ૧૨ સપ્ટેમ્બરના રોજ, પર્યુષણ વ્યાખ્યાનમાળાની સફળ પૂર્ણાહુતિ નિમિત્તે તથા તેના પ્રમુખ વિદ્વવર્ય શ્રી ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલા પ્રત્યે સંઘની કૃતજ્ઞતા વ્યકત કરવાને લગતું એક પરિમિત આકા૨નું સ્નેહસંમેલન, શ્રી. પરમાનંદ કાપડિયા સભાગૃહમાં જવામાં આવ્યું હતું. આ સ્નેહસંમેલનનો બધો ખર આપણા સાથી કાર્યકર શ્રી. ટોકરશીભાઈએ ઉપાડયા હતા, જેમને અમે આભાર માનીએ છીએ.
તા. ૩ ઓકટોબરના રોજ “પશ્ચિમ બંગાળના વિશિષ્ટ સંદર્ભમાં દેશની અદ્યતન પરિસ્થિતિ” વિષે કલકત્તાનિવાસી શ્રી ભંવરમલ સિંધીનું એક જાહેર વ્યાખ્યાન શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે રાખવામાં આવ્યું હતું. - તા. ૨૪ ઑકટોબરના રોજ, એ દિવસ, સંયુકત રાષ્ટ્રસંસ્થા દિન તરીકે ઊજવાઈ રહ્યો હોઈ, એના અનુસંધાનમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે શ્રી ગગનવિહારી લલ્લુભાઈ મહેતાનું “સંયુકત રાષ્ટ્રસંસ્થા” એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું.
તા. ૯મી ડીસેમ્બરના રોજ, “રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય અદ્યતન પરિસ્થિતિ” એ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું.
તા. ૭ મી જાન્યુઆરી ૧૯૭૧ ના રોજ “અદ્યતન રાજકીય પરિસ્થિતિ” એ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે પાર્લામેન્ટના ભૂતપૂર્વ સભ્ય શ્રી. શાન્તિલાલ હ. શાહનું જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું.
તા. ૧૪ મી જાન્યુઆરીના રોજ, કાવ્યવ્યાખ્યાને અને કવિસંમેલનના વિશિષ્ટ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વ્યાખ્યાનને વિષય કવિતાને આનંદ' રાખવામાં આવ્યો હતો જેના પ્રમુખ શ્રી રામપ્રસાદ બક્ષી હતા અને કવિ-સંમેલનના પ્રમુખ શ્રી જ્યોતિન્દ્ર દવે હતા.
તા. ૮ મે ના રોજ, જાણીતા સાહિત્યકાર શ્રી શિવકુમાર જોષીને, “બંગાળની કાલ, આજ અને આવતી કાલ” એ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે એક જાહેર વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ‘બિરાદરી સંસ્થા આપણા સંઘ સાથે જોડાઈ હતી. | ગુજરાત રેલ રાહત ફંડ
ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનને ધ્યાનમાં લઈને બંઘ તરફથી ‘ગુજરાત રેલરાહત ફંડ' શરૂ કરવામાં આવ્યું હતું અને તેમાં એકઠી થયેલી રૂપિયા ૨૧૮૭ ની રકમ, ફ લપાંખડી રૂપે ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્રને સેંપવામાં આવી હતી.
સંધની કાર્યવાહી તેમ જ આર્થિક પરિસ્થિતિ
વર્ષ દરમિયાન સંઘની કાર્યવાહક સમિતિની ૧૧ સભાઓ બેલાવવામાં આવી હતી. સંઘને ગત વર્ષમાં રૂ. ૨૪૦૭૩-૭૨ ની આવક થઈ હતી અને ખર્ચ રૂા. ૧૬૬૩૬-૩૪ ન થયા હતા-સરવાળે રૂા. ૭૪૩૭-૩૮ ને વધારો રહ્યો હતે.
આપણું જનરલ ફંડ રૂા. ૨૨૩૯૪-૩૫ નું ગયા વર્ષે હતું. તેમાં સંઘની આવકજાવકની વધારાની રકમ રૂા. ૭૪૩૭-૩૮ ઉમેરતાં તે રૂા. ૨૯૮૩૧-૭૩નું થયું. તેમાંથી પ્રબુદ્ધ જીવનની ખોટ રૂા. ૧૯૧૧-૧૪, હોમિયોપથી ઉપચાર કેન્દ્રની ખોટ રૂા. ૭૨૭-૫૦ અને વૈદ્યકીય રાહત ખાતે જે-તેના ખર્ચ પેટે હવાલે નાંખ્યો-તે રૂ. ૩૦૦૦ આમ એકંદર રૂ. ૫૬૩૮-૬૪ બાદ જતાં વર્ષની આખરે આપણું જનરલ ફંડ રૂ. ૨૪૧૯૩-૦૯ નું રહે છે.
આપણું રીઝર્વ ફંડ રૂા. ૨૬૭૦૪-૮૯ નું છે.
આપણું મકાનફંડ આગલા વર્ષે જે રીવેશન ખર્ચ થયેલું તે આપણા મકાન ફંડમાંથી બાદ કરતાં એ ખાતે રૂા. ૩૧૩૪૭-૨૪ ની રકમ જમા હતી. તેમાં આ વર્ષમાં મળેલી રૂ. ૨૪૫૩-૦ ની રકમ ઉમેરતાં રૂા. ૩૩૮૦૦-૨૪ થાય, તેમાંથી આ વર્ષમાં રીવેશન ખર્ચ અંગેના રૂ. ૮૩૩૨-૬૭ બાદ કરતાં આ ખાતામાં વર્ષની આખરે રૂ. ૨૫૪૬૭-૫૭ની રકમ જમા રહે છે..
આપણું પુસ્તકપ્રકાશન ફંડ ગયા વર્ષે રૂા. ૨૧૬૩-૭૫ નું હતું, તેમાં પુસ્તકોના વેચાણના રૂા. ૧૯-૨૫ આ વર્ષે આવ્યા તે ઉમેરતાં વર્ષની આખરે પુસ્તકપ્રકાશન ફંડ રૂ. ૨૧૮૩નું રહે છે. કાર્યાલયનું મકાન સંધની માલિકીનું બને છે.
આપણું કાર્યાલય જે મકાનમાં છે, તેની કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટી ઊભી કરવામાં આવી છે અને તેમાં આપણે પણ જોડાયા છીએ. તેમાં આપણે નીચેની વિગતે રકમ આપવાની છે. તેને પ્રથમ હપ્તો જે ચુકવવાનો હતો તે ચુકવાઈ ગયો છે અને બાકીના ચાર હપ્તા ક્રમે ક્રમે ચુકવવાના રહેશે. એટલે આ રીતે આ સંઘની જગ્યા હવે સંધની માલિકીની બને છે.
આ રકમની વિગત નીચે મુજબ છે: રૂ. ૨૫૬૪ હમણાં ચુકવાયા તે. રૂ. ૧૧૫૨૦ એંસી મહીનાના ભાડાના રૂા. ૧૪૪ પ્રમાણે (જૂનું ભાડું) હવે પછીના ચાર વર્ષમાં ચૂકવવાના- દર વર્ષે રૂ. ૨૮૮૦ પ્રમાણે. (નવ ટકાના વ્યાજ સાથે)
દુઃખદ અવસાન ગત વર્ષ દરમિયાન આપણી સ્વજન સમી બે વ્યકિતઓનાં નિપજેલાં અવસાનની અમે ભારે દુ:ખ સાથે નેધ લઈએ છીએ. એક તે આપણી કાર્યવાહક સમિતિના સભ્ય અને સાથી કાર્યકર શ્રી કાંતિલાલ ઉમેદચંદ બરોડિયા અને બીજા સંધની સ્થાપનાથી સંકળાયેલા પેટના મેમ્બર . શ્રી ભવાનજી અરજણ ખીમજી. આ બન્ને સદ્ગતના આત્માને પરમાત્મા શાંતિ અર્પે એવી આપણી અંતરની પ્રાર્થના છે.
હોમિયોપથી ઉપચારકેન્દ્ર આપણે આપણા કાર્યાલયમાં આપણા ઉત્સાહી સાથી કાર્યકર શ્રી દામજીભાઈની પ્રેરણા અને આર્થિક સહાયથી જે હોમિયોપથી ઉપચારકેન્દ્ર શરૂ કરેલ અને જેને પાછળથી ચાલુ રાખવા આપણા એવા જ બીજા ઉત્સાહી સાથી કાર્યકર શ્રી બાબુભાઈ જી. શાહે આર્થિક સહાય કરી એ ઉપચાર કેન્દ્ર-એને ખાસ લાભ ન લેવાતાંઅંતે તા. ૧લી જૂન, ૧૯૭૧થી આપણે બંધ કર્યું છે અને હવે આ જ જગ્યામાં બીજી કોઈ સાંસ્કારીક, શૈક્ષણિક પ્રવૃત્તિ કરવાનો વિચાર છે. આ માટે અમે મિત્રેનાં સૂચને અને સહકાર માગીએ છીએ.
સ્વ. શ્રી પરમાનંદ કાપડિયા સ્મૃતિ અંક શ્રી પરમાનંદ કાપડિયાના અવસાન બાદ તેમના વિશાળ મિત્ર