SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ - પ્રબુદ્ધ જીવન તા. ૧-૮-૧૯૭૧ શ્રી મુંબઈ જૈન યુવક સંઘને વાર્ષિક વૃત્તાંત–૧૯૭૦ ૪ - શ્રી મુંબઈ જૈન યુવક સંઘને ૧૯૭૦ના વર્ષને વૃત્તાંત આપની સમક્ષ રજૂ કરતાં જ સૌથી પ્રથમ યુવક સંઘના પ્રાણસમાન સ્વ. પરમાનંદભાઈનું સ્મરણ થાય છે. આજે, આ વર્ષે, આપણી વચ્ચે તેઓ નથી એથી આપણે સૌ ભારે દુ:ખ અને આઘાત અનુભવીએ છીએ. સ્વપ્ન પણ ખ્યાલ ન હતો કે તેઓ આ વખતે આપણી વચ્ચે નહિ હશે. એપ્રીલ ૧૭, ૧૯૭૧–એ આપણા યુવક સંઘના ઈતિહાસમાં એક કારમે દિન ગણાશે, જયારે પરમાનંદભાઈએ ચિરવિદાય લીધી. એમના અવસાનથી યુવક સંધને ન પૂરાય એવી ખોટ પડી છે. પરમાત્મા એમના આત્માને શાંતિ આપે અને યુવક સંઘમાં તેમણે જે વર્ષો સુધી પ્રાણ રેડો અને યુવક સંઘને ચેતનવંત રાખ્યો એવી શકિત પરમકૃપાળુ પરમાત્મા આપણને સૌને પણ આપે એવી પ્રાર્થના સાથે હવે અમે વૃત્તાંત ઉપર આવીએ છીએ. આ અહેવાલ વહીવટની દષ્ટિએ તા. ૧-૧-૭૦થી ૩૧-૧૨-૭૦ સુધીનો અને કાર્યવાહીની દષ્ટિએ છેલ્લી વાર્ષિક સભા તા. ૧૧-૭-૭૦ ના રોજ મળી ત્યારથી આજ સુધી તા. ૧૭-૭-૭૧ સુધી છે. સંધનું કાર્યાલય સંઘના કાર્યાલય સાથે શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહની જે રચના કરવામાં આવી છે તે સભાગૃહનો લાભ અનેક ભિન્ન ભિન્ન સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિ અંગે લેવાતો હોય છે અને જેમ જેમ લોકોની આ વિશેની જાણકારી વધશે તેમ તેમ વધારે લાભ લેવાશે એવી આશા બંધાય છે. આપણા સંધની પણ નાનીમોટી સભાઓ આ સભાગૃહમાં જ યોજાય છે એ પણ સંઘને માટે લાભપ્રદ બીના ગણાય. પ્રબુદ્ધ જીવન ગત વર્ષ દરમિયાન પ્રબુદ્ધ જીવનને રૂા. ૧૧૩૨૫-૩૫ની આવક થઈ છે, જયારે રૂા. ૧૩૨૩૬-૪૯ ને ખર્ચ થયો છે, પરિણામે રૂા. ૧૯૧૧-૧૪ ની ખોટ આવી છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી આ આપણા પ્રકાશનને દર વર્ષે રૂ. ૨૫૦૦ ભેટ મળે છે તે માટે આપણે ખરેખર તેમના આભારી છીએ. શ્રી. મ. એ. શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય ગત વર્ષ દરમિયાન રૂા. ૨૧૯૧-૭૮ નાં નવા પુસ્તકો ઉમેરવામાં આવ્યા છે. વાચનાલય અને પુસ્તકાલયના સંચાલન પાછળ ગત વર્ષ દરમિયાન રૂા. ૧૨૦૨૯૬ ને ખર્ચ થયું છે, જયારે આવક રૂા. ૧૦૨૫૯-૦૦ની થઈ છે. જેમાં મ્યુનિસિપાલિટીની રૂ. ૨૦૦૦ની ગ્રાન્ટને સમાવેશ થાય છે.) એટલે રૂા. ૧૭૬૧-૯૬ની ખોટ આવી છે. આગલા વર્ષની ભેટ રૂા. ૧૫૮૧૨-૭૬ની ઊભી છે તેમાં તે રકમ ઉમેરતાં વર્ષની આખરે ખેટની રકમ રૂ. ૧૭૫૭૪-૭૨ની ઉભી રહે છે. પર્યુષણ વ્યાખ્યાનમાળા આ વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળા તા. ૨૯ ઑગસ્ટથી તા. ૬ સપ્ટેમ્બર સુધી એમનવ દિવસની પ્રાધ્યાપક શ્રી ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલાના પ્રમુખપણા નીચે યોજવામાં આવી હતી. આ વખતના નવ દિવસના અઢારે વ્યાખ્યાને ભારતીય વિદ્યાભવનમાં યોજવામાં આવ્યા હતા, જેમાં નીચે મુજબ વકતાઓએ ભાગ લીધો હતો: શ્રી કિશનસિંહ ચાવડા ' મુનિશ્રી પૂણ્યવિજયજી શ્રી સુરેશ દલાલ શ્રી લીનાબહેન મંગળદાસ શ્રી દેવેન્દ્ર એન. દીક્ષિત શ્રી શ્રીદેવી મહેતા શ્રી મંજુલાબહેન ત્રિવેદી શ્રી રોહિત મહેતા પ્રા. સુસ્મિતાબહેન મેઢ. પ્રિન્સિપાલ રામજોષી શ્રી પાર્થસારથી શ્રી મૃણાલિની દેસાઈ રેવન્ડ ફાધર લેસર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ શ્રી પ્રતિભાબહેન સાહુ મેડક ડૉ. જગદીશચન્દ્ર જૈન આચાર્ય દામુભાઈ શુકલ શ્રી હરિશ ભટ્ટ (સુગમ સંગીત) શ્રી ઉમાશંકર જોશીનું શનિવાર તા. ૫-૯-૭૦ ના રોજ વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું, પરંતુ અનિવાર્ય કારણને લીધે તેઓ આવી શકયા નહોતા એટલે તા. ૬ઠીનું શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું વ્યાખ્યાન તેમની જગ્યાએ તા. ૫-૯ ૭૦ના રોજ રાખવામાં આવ્યું હતું અને તા. ૬ ના રોજ શ્રી હરિશ ભટ્ટનો સુગમ સંગીતને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો–આટલા ફેરફાર સિવાય પ્રસ્તુત કાર્યકમ સળંગ જળવાઈ રહ્યો હતે. આ વખતે બહારગામથી આઠ વ્યાખ્યાતાઓને બેલાવવામાં આવ્યા હતા. દર વર્ષની માફક હાજરી પણ સારી રહી હતી. આ રીતે આ વ્યાખ્યાનમાળા વધારે ને વધારે લોકપ્રિય બની રહી છે. વસંત વ્યાખ્યાનમાળા છેલ્લા ત્રણ વર્ષથી સંઘ તરફથી શરૂ કરવામાં આવેલ વસંત વ્યાખ્યાનમાળા આ વર્ષે પણ એપ્રિલ માસની ૧૨ થી ૧૫ તારીખ સુધી - એમ ચાર દિવસ માટે “ચૂંટણીએ ગઈ : હવે શું ?” એ વિષય ઉપર ક્લેરા ફાઉન્ટન ઉપર આવેલા તાતા ઓડિટોરિયમમાં, સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે યોજવામાં આવી હતી. આ વ્યાખ્યાનમાળાના વકતાઓમાં શ્રી મીનુ મસાણી, શ્રી પ્રાણ ચેપરા, શ્રી એસ. એમ. જોશી તથા ડૉ. પી. બી. ગજેન્દ્રગડકરને બોલાવવામાં આવ્યા હતા. આ ચારેય દિવસ હોલ શ્રોતાએથી ભરેલો રહ્યો હતો. એટલે સંઘની આ બીજી વ્યાખ્યાનમાળાની પ્રવૃત્તિને પણ આ રીતે સફળતા સાંપડી રહી છે એમ કહી શકાય. આપણુ ગિારવા આપણા સંઘની કાર્યવાહક સમિતિના સભ્ય ડો. રમણલાલ ચી. શાહની મુંબઈ યુનિવર્સિટીએ ગુજરાતી વિભાગના રીડર તરીકે નિમણુંક કરી તે માટે અને યુવક સંઘના પાયાના સાથી શ્રી રતિભાઈ કોઠારી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રીપદે નિયુકત થયા એ માટે અમે આનંદ અનુભવીએ છીએ. વળી આપણા સંઘના એક અગ્રગણ્ય સભ્ય શ્રી શાદીલાલજી જૈનને મહારાષ્ટ્ર સરકારે શેરીફ તરીકે આ વર્ષે નિયુકત કર્યા તે માટે પણ અમે અમારો આનંદ વ્યકત કરીએ છીએ. વૈદ્યકીય રાહત સંઘના કાર્યાલયમાં વૈદ્યકીય સારવાર માટેનાં નીચે પ્રમાણેના સાધને રાખવામાં આવ્યા છે: (૧) ગરમ પાણીની થેલી , (૬) મેઝરગ્લાસ (૨) ગ્લિસરીન સીરીંજ (૭) બરફની થેલી (૩) થરમોમીટર (૮) પેશાબનું સાધન (૪) મીણ-કાપડ (૯) ચેમ્બરપોટ (૫) બેડપેન (૧૦) ફીડીંગ કપ કાર્યાલય તરફથી જરૂરિયાતવાળા ભાઈબહેનને નાતજાતને કશે પણ ભેદભાવ રાખ્યા સિવાય વૈદ્યકીય રાહત માટે ઈંજેકશને તથા પેટંટ દવાઓ આપવામાં આવે છે. જૈન કલીનીકવાળા ડૉ. સાંઘાણી ત્યાંના ખૂબ જ જરૂરિયાતવાળા દર્દીઓને પસંદ કરીને આપે એવી વ્યવસ્થા ઊભી કરી છે. આ ગેઠવણને પરિણામે આ પ્રવૃત્તિ સંતોષકારક રીતે ચાલી રહી છે. ' આ ખાતામાં ચાલુ વર્ષમાં રૂા. ૧૪૧૧-૪૭ ચુકવાયા છે અને રૂા. ૮૬૨-૦૦ આ ખાતામાં ભેટ આવી છે, તે બાદ કરતાં રૂા. ૫૪૯-૪૭ લેણા રહે–તેમાં આગલા વર્ષની ઊભી રહેલી ખેટ રૂા. ૧૬૨૪-૩૮
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy