SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૮-૧૯૭૧ પ્રભુ જીવન ૧૯૫ આ નવી પેઢી બગડી ગઈ છે? આજની યુવાન પેઢી વિશે પ્રૌઢ-વૃદ્ધ–પેઢીનાં એટલાં બધાં પર છાપાનાં ચર્ચાપત્રોમાં, કટામાં અને લેખમાં લખવા માંડયું છે કે માત્ર એ લખાણો પરથી નિર્ણય કરનારને આજની યુવાન પેઢી બિલકુલ ચારિત્ર્ય વિનાની, શકિત વિનાની અને લાગણી વિનાની લાગે. પણ આવાં બધાં લખાણો સો ઉંદર મારનારી બિલાડીના ઉપદેશ જેવાં છે. આ વિષયની ચર્ચા ઉપર આવતાં પહેલાં હું થોડાક સંવાદોથી કેટલીક હકીકતો દર્શાવું. આજના વિદ્યાર્થીને શિક્ષક પ્રત્યે બિલકુલ માન નથી. અમારા વખતમાં તો શિક્ષકને પૂજ્ય ગણીને વિદ્યાર્થીઓ એનું માન રાખતા.” “ તમે સરદારનું જીવનચરિત્ર વાંચ્યું છે? ‘બસો પાડા લખી લાવજે' એવી સજ કરનાર શિક્ષકને એમણે “બસે પાડા તો લાવ્યો હતે પણ તેમાંથી એક મારકણા નીકળે તેનાથી ભડકીને બધા દરવાજા આગળથી નાસી ગયા” એમ કહીને બનાવેલા. અને આ શિક્ષક પણ જેવા તેવા નહિ, શ્રેય:સાધક અધિકારી વર્ગના પ્રસિદ્ધ છોટાલાલ માસ્તર, તમારી પેઢીએ સરદારની આ હિંમતને વખાણી છે કે વખોડી છે?” આજનો વિદ્યાર્થી વાતવાતમાં હડતાળ પાડવા સુધી પહોંચી જાય છે. જરાક કારણ મળ્યું કે હડતાળ પાડી જ છે.” ત્રીસીના દાયકામાં હું હાઈસ્કૂલમાં હતો. અર્જનાલાલા પકડાય એની રજા અને લાલાકાકા છુટે એની ય રજા અમે પાડતા. ફરી સરદારની વાત કરું. નડિયાદની હાઈસ્કૂલમાં શિફાકે એક છોકરાનો દંડ કર્યો. એ દંડ ન લાવ્યો એટલે એને વર્ગબહાર કાઢો. એ વર્ગમાં ભણતા વલ્લભભાઈએ આખી શાળાના છોકરાઓને એકઠા કરી હડતાળ પડાવી. સરદારના કોઈ જીવનચરિત્ર લેખકે આ વાતની ટીકા નથી કરી.” ગાંધીયુગમાં કેવું સરસ સાહિત્ય લખાતું હતું? આજે કેવું કચરા જેવું સાહિત્ય બહાર પડે છે? રમણલાલની નવલકથાઓ જેવી આજે કોઈ લખી શકે છે?” ' “તમને સાહિત્યની દુનિયાની કંઈ ખબર જ નથી. સાહિત્યમાં તો આજે ગાંધીયુગ ખરીખોટી રીતે બદનામ થઈ રહ્યો છે. એ યુગમાં સાચું સાહિત્ય રચાતું જ નહોતું અને કેવળ પ્રચારાત્મક સાહિત્ય જ રચાતું હતું એવું પણ આજના સંખ્યાબંધ અભ્યાસીઓ માને છે. પણ એ તો એક છેડાને મત થયો. પણ તમે રમણલાલની વાત કરી. એમની પછી તો એમને ટપી જાય એવા સંખ્યાબંધ નવલકથાકાર થયા છે. પન્નાલાલની બે જ કૃતિઓ સામે રમણલાલનો આખો ખડકલે મૂકો તો તે ઊતરતા લાગશે. મડિયા પણ કેટલીક સમૃદ્ધ નવલો આપી ગયા. શિવકુમાર તે બીજા રમણલાલ જ જોઈ લે. શિવકમારની ઘણીખરી મર્યાદાઓ રમણલાલમાં હતી, ત્યારે શિવકુમારનાં કેટલાંક સારાં તે રમણલાલમાં નહોતાં. ર૫વીર લે. એમના જેટલી સૂક્ષ્મતા રમણલાલમાં કયાં હતી?” ઉપરનાં દષ્ટાંતો એટલું બતાવવા માટે આપ્યાં છે કે, આપણે ઘણી વાર એક વર્ગ માટે એક ધારણ અને બીજા વર્ગ માટે બીજે ધોરણ અપનાવીએ છીએ. આજની પેઢીને બદનામ કરવા માટે વપરાતાં મોટા ભાગનાં ધોરણ આવાં છે. - સૌ જાણે છે અને છતાં અનુકૂળતાએ ભૂલી જાય છે એ મહત્ત્વની વાત એ છે કે એક પેઢી અને એની પછીની પેઢી વચ્ચે તફાવત રહેવાનો જ. એ સ્વાભાવિક છે એટલું જ નહિ, જરૂરી પણ છે. જે એ ફેર ન થાય તે જગતની સાંસ્કૃતિક ઉત્કાનિત થાય જ નહિ અને તફાવત રહે છે તેને લીધે ઘણી વાર સંઘર્ષ પણ થાય છે. આવા પેઢીઓ વચ્ચેના સંઘર્ષને જ સ્વ. બ.ક. ઠાકોરે સેરાબ–પુસ્તમી નામ આપ્યું છે. જગતની કઈ બે પેઢી સેરાબ-રૂસ્તમીથી મુકત રહી શકી નહિ હોય. પેઢીએ વચ્ચેના રૂચિભેદનો એક સરસ દાખલો મેં જોયે.. હું એક ફિલ્મ સોસાયટીના સભ્ય છું. એ સોસાયટી માત્ર જાની ફિલ્મ, ખાસ કરીને ત્રીસેક વર્ષ પહેલાંની ફિલ્મો, બતાવે છે. સોસાયટી દાવો તો એ કરે છે કે, એ વખતની ફિલ્મ અમુક મૂલ્યો ધરાવતી હતી એટલે અમે એ બતાવીએ છીએ. આ વાત સાવ ગલત છે. હું એ જ ફિલ્મો ત્રીસ વર્ષ પહેલાં જોતો હતો ત્યારે મારા વડીલે એમના જમાનાનાં નાટકોમાં જ મૂલ્યોની વાત હતી એમ કહેતા હતા અને ‘જેવી કરે જે કરણી તેવી તરત ફળે છે, બદલ ભલાબૂરાને અહીંને અહીં મળે છે એવી ગઝલને મુલ્ય સ્થાપક ગણાવતા હતા, પણ મારો મુદ્દો તો હવે આવે છે. આ ફિલ્મ સોસાયટીની ફિલ્મ જોવા હું જાઉં છું ત્યારે ત્યાં જોવા આવનારાં ઘણાં ખરાં સ્ત્રીપુરુષો પ્રૌઢ વયનાં જણાય છે. બધાજ વિશ્વયુદ્ધ પહેલાંની પેદાશ છે. ઘણાંખરાંએ મારી જેમ એ જની ફિલ્મો પહેલી વાર આવેલી ત્યારે જોઈ હશે. આ ફિલ્મ જોવા કોઈ જુવાન છોકરા - છોકરીઓ નથી આવતાં. આનું કારણ રુચિભેદ સિવાય બીજું કોઈ નથી એમ મને લાગે છે. પેઢીભેદ સાથે ' રૂચિભેદ અનિવાર્ય છે. એમાં મૂલ્યોબૂલ્યોની વાત ખોટી રીતે ખેંચી આણેલી છે. પણ તો પછી આટલાં બધાં પ્રૌઢ ને વૃદ્ધ સ્ત્રીપુરુષ નવી પેઢીને વડવા કેમ નીકળી પડયાં છે? એનું ખરું કારણ એ છે કે, આજની પેઢીમાં થયેલા ફેરફારોને વેગ એમનાથી સમજાતું નથી અને જીરવાતું નથી. અન્ય બે પેઢી કરતાં અત્યારની બે પેઢી વચ્ચેની ખાઈ વધુ મોટી છે. અને એનાં સમજી શકાય તેવાં કારણો છે. જગતમાં જ્યારે અસાધારણ બનાવ બને છે ત્યારે બે પેઢી વચ્ચેની ખાઈ વધુ પહોળી થાય છે. આ લેખ પૂરતું હું બે પેઢી એટલે બીજા વિશ્વયુદ્ધ પૂર્વેની અને તે પછીની એમ બે પેઢી ગણુ છું. વિશ્વયુદ્ધ પોતે જગતને એટલો મેંટો બનાવ હતો અને તેનાં પરિણામે એટલાં બધાં દૂરગામી હતાં કે જગતભરનાં અનેક ક્ષેત્રોની રૂખ એનાથી બદલાઈ ગઈ. વિશ્વયુદ્ધને પરિણામે એક બીજો જબરજસ્ત ફેરફાર થયો તે વિજ્ઞાનની ઝડપી પ્રગતિ. આ પ્રગતિનાં પરિણામ ફકત અણુશકિતના ઉપયોગ અને ચંદ્રપ્રવાસમાં જ નહિ પણ આપણા ખોરાક, વસ્ત્રો, આરોગ્ય, મનોરંજન અને બીજી અસંખ્ય બાબતમાં દેખાય છે. એને લીધે રહેણીકરણી, ખાણીપીણી, ફેશનો બધું બદલાયું છે. સ્ત્રીઓનાં વસ્ત્રોમાં તે ફેશને બદલાય એ કહેવતરૂપ વાત થઈ પણ છેલી પચીસીમાં પુરુષોનાં વસ્ત્રોમાં જેટલી ફેશને બદલાઈ તેટલી આગળની કોઈ એક પચીસીમાં નહિ બદલાઈ હોય અને આપણા પ્રદેશમાં સ્ત્રીઓનાં વસ્ત્રોની બાબતમાં પણ જે પાયાને ફેરફાર, જેને હું સ્ટ્રકચરલ ફેરફાર કર્યું તે ફેરફાર થયો છે, તે અગાઉ આપણે ક્યારેય જોયો નથી. સાડીનાં રંગ, ડિઝાઈન, પાત, પહેરવાની છટા પેઢીએ - પેઢીએ બદલાયાં હશે પણ સમૂળ પિશાક જ બદલાઈ જાય અને બદલાતો રહે એ આ પેઢીમાં જ બન્યું છે. આરોગ્યની વાત કરું તે મુંબઈમાં તે મને એવું દેખાય છે કે છોકરીઓની સરેરાશ ઊંચાઈ વધી છે. આ વાત બીજે પણ કદાચ સાચી હશે. આ બધા ફેરફારો પાછળ યુદ્ધોત્તર પરિસ્થિતિ અને વૈજ્ઞાનિક પ્રગતિના પરિણામે પડેલાં છે એમ પૃથક્કરણ કરનારને જણાઈ આવશે. 1 ભારતમાં તે વિશ્વના આ બે મોટા ફેરફારો ઉપરાંત ત્રીજો પાયાને ફેરફાર થયો તે દેશની સ્વતંત્રતા. આગળની પેઢીની આંખ પરતંત્રતા, સ્વાતંત્રયજંગ અને ગાંધીવાદના ચશમામાંથી જ કોઈ પણ પ્રશ્નને જેવા ટેવાઈ છે. આજની પેઢી એ ચશ્મા શા માટે પહેરે? એને નંબર જુદો છે. એને આગલી પેઢીનાં ચશ્મા બંધબેસતાં નહિ થાય. એણે પરતંત્ર દેશોને અનુભવ કર્યો નથી, ગાંધીને જોયા નથી, ગાંધીયુગને આદર્શવાદઃ જોયો નથી. એ એના પ્રશ્નોને આજની દષ્ટિએ જ જેશે. જેમ રશિયાની આજની પેઢી બિનસામ્યવાદી રશિયાની કલ્પના જ નહિ કરી શકે અને તેના પ્રશ્નોને સામ્યવાદના માળખામાં રહીને જ ઉકેલવાનું વિચારી શકશે તેમ આપણી આજની પેઢી પણ હવે ગાંધીયુગ તરફ પાછળ નજર નહિ કરી શકે. પ્રૌઢ અને વૃદ્ધોએ દોષદર્શન અને ઉપદેશાત્મક વૃત્તિને ટાળી પૃથક્કરણ અને સમાજને માર્ગ લેવાની જરૂર છે. તો એમને જણાઈ આવશે કે દરેક પેઢી આગલી પેઢી કરતાં થોડીક જુદી હોય જ. કેટલાક સંજોગે બે પેઢીને તફાવત વધારે ઝડપી બનાવે, આપણી બે પેઢી વચ્ચેનો તફાવત સંજોગેએ વધુ ઝડપી બનાવ્યો છે. અને એમને જે મૂંઝવણ થાય છે તે આ ઝડપને લીધે થાય છે. યશવંત દોશી
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy