SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ પ્રભુ જ જીવન તા. ૧-૮-૧૯૭૧ મેં નિક ભરવા જાણ સુધરીએ તો થવું જોઇએ. નહિ તે, after Forty men put on Fat in the Front and women at the back જેવા હાલ થાય છે. 1. શરીર સાજું હશે તે આનંદથી જીવન જીવી શકશે, કામ પણ એક પુરુષાર્થ છે. કામ પછી જ મેક્ષ આવે છે. પણ જીવનના આનંદો ભેગવવા માટે શરીર અને મનની તંદુરસ્તી આવશ્યક છે. " આપણે વચ્ચેનાં પગથિયાં વટાવી જઈએ છીએ. સર્વ સ્વલિવ૬ બ્રહ્મની વાત કરીએ છીએ. પણ મેટ્રિકના વિધાર્થી પાસે શંકરની અને અદ્વૈતની વાત ન થાય. એને તો એ સમજે તેવી રીતે મન અને તનની તંદુરસ્તની જ સત્ત્વની જ વાત કરાય. . આપણે બુદ્ધિથી વિચાર કરતાં શીખવું જોઈએ, પણ અન્યના વિચારોથી દોરવાઈ જવું ન જોઈએ. અન્યના દોષ પણ ન જોવા જોઇએ. અહમને ભૂલવાને પણ પ્રયાસ કરવો જોઇએ. આજે પશ્ચિમમાં અહમ ને ભૂલવા કેફી ઔષધો લેવામાં આવે છે. અમે સરજેલા પ્રશ્નમાંથી છૂટવા તેઓ ડૂઝને આશરે લે છે, પણ એને ખરે ઉકેલ યોગમાં રહેલો છે. આત્માને ઓળખતાં શીખવું જોઇએ. આપણે અનંતના ભાગરૂપ છીએ એમ સમજીને ધ્યાનમાં બેસવું જોઇએ. મેટા સરોવરમાં ડૂબી ગયા હોઇએ એમ પ્રાણની ધારણા કરીને બેસે. શ્વાસની પ્રશાન્તવાહિતા સાધે અને તંગદિલીઓને સ્વસ્થતા તથા શાંતિથી, મુકાબલો કરો. યુદ્ધરે દાત્મનાત્યાનમ! નિરાશા, હતાશા, રોગ કે સંતાપને દવાની ગળીએથી નહિ જીતાય, એને જીતવા આત્મવાન, પ્રાણવાન થવું પડશે અને એ યોગની સામાન્ય કિયાઓથી સાધી શકાશે. આમ, સત્વને નહિ સમજો તો મેક્ષ પણ નહિ મળે અને જીવનના આનંદ પણ ગુમાવશે. પેલા ફરસી કવિએ કહ્યું છે તેમ થશે: ન ખૂદા ભી મીલે, ન વિલાસી સનમ; ન ઇધર કે રહે, ન ઉધરકે રહે. જે આપણે શરીરને ભેગમ નહિ બનાવીએ તે ભેગ ભેગવતાં રોગ થશે. આપણે લહેર કરવી છે, ફરવું છે, મેજ કરવી છે. પણ એને માટે ક્ષમતા મેળવવી નથી. એમ કરવાથી તે આપણે ભેગને નથી ભેગવતા, ભેગ આપણને ભેગવે છે. મોr 7 મુંગા સ્વયમેવ મું : એમ નિરાશ થઈને કહેવાનો વારો આવે છે. ભાગને આપણે ભોગવવા જોઇએ; ભેગ આપણને ભગવે એવું ન થવું જોઇએ. વધુ ખાવાને શેખ હોય તો પ્રથમ પાચનશકિત વધારવી જોઇએ, ' માનવીના ત્રણ પ્રકાર ગણવામાં આવ્યા છે. (૧) કેટલાક લોકોને સારું સારું ખાવાનું અને ખવડાવવાનું ગમે છે, ઉજાણી અને આનંદપ્રદ ગમે છે. રાજકારણની ચર્ચાની કડાકૂટમાં તેઓ પડતા નથી. (૨) કેટલાક લોક મેટા સ્નાયુવાળા હોય છે. તેમને નેતૃત્વ ગમે છે, બીજા ઉપર dominate કરવાનું ગમે છે. તેઓ વાઘ જેવા હોય છે. તેમને નમ્રતા કે ઉપદેશ નથી રુચતા. (૩) જ્યારે બીજા કેટલાક લોકો એવા હોય છે કે જે બૌદ્ધિક . કાર્યોમાં અને કલ્પનામાં રાચે છે. તેઓ વિચારે, એકાંત અને કાવ્યમાં જ મસ્ત રહે છે. આપણે આમાંથી કયા ખાનામાં બંધબેસતા થઇએ છીએ તે નક્કી કરીને એ ખાનાને ભેગક્ષમ અને યોગક્ષમ કરવાને પુરુ ષાર્થ કરવો જોઇએ. આપણે Psycho-physical constitution બદલી શકીએ નહિ, પણ એનું ખમીર જરૂર સુધારી શકીએ. Denceથી માંડીને genius સુધીની સીડીમાં આપણું કયું પગથિયું છે તે આપણે નક્કી કરી લેવું જોઇએ. એ પછી આપણા સવના મુખ્ય અંશને વિકસાવવો જોઇએ. આમ, જાતને સમજવાનો પ્રયાસ કરીએ. સત્વને સમજી વિકાસ કરીએ તે જ આપણે સુખમય, આનંદમય અને શાંતિમય જીવન જીવી શકીએ. કહે છે, વિશ્વમાં ૯૩ જાતના વાંદરા છે. આમાંથી ૯૨ જાતના વાંદરા ( ચિમ્પાન્ઝી, ઉરાંગઉટાંગ, વગેરે, વગેરે) તે આરંભકાળમાં હતા તેવા જ રહ્યા છે. પરંતુ એક વાંદરો સંસ્કારી બની ગમે છે. તેણે મગજને ગજબનું વિકસાવ્યું છે અને તે પિતાને માણસ કહેવડાવે છે. આમ છતાં, વારંવાર તેનામાં રહેલા વાનર સળવળી ઊઠે છે ત્યારે તે જાત ઉપર જાય છે અને સર્જનને તોડીને વિસર્જનમાં લાગી જાય છે. માનવ જાતને આજ સુધીના ઇતિહાસ એટલે આવા ચક્રાવાને ઈતિહાસ, સર્જન અને વિનાશ. રચના અને સંહાર. હજારો વર્ષ પહેલાં મહાભારતના પેલા પાત્રની હતી તેવી આજે આપણી દશા છે: जानामि धमर्म न च मे प्रवृत्तिः । जानाम्यधर्मम् न च मे निवृत्ति : ।। આપણે સુધરીએ તો છીએ, પણ કયારેક ફરી અવળાં પગલાં ભરવા લાગીએ છીએ. તેણે કે, केनापि देवेन हृदि स्थितेन । यथा नियुक्त्तोस्मि तथा करोमि ।। આપણા હૃદયમાં વાંદરો પણ છે, દેવ પણ છે; તેજ પણ છે, તિમિર પણ છે. કોને આપણે પ્રાધાન્ય આપીએ છીએ અને કોને સમજણપૂર્વક વિકાસ સાધીએ છીએ એ જ મહત્ત્વનું છે. અને એના ઉપર જ આપણાં સુખશાંતિને આધાર છે. આપણે ભેગ ભેગવીએ એમાં કશું ખોટું નથી. પણ ત્યાગીને ભોગવીએ, સંયમની પાળ રાખીને ભેગવીએ તે સુખી થઇશું. આ માટે મન-મર્કટને કાબૂમાં લેવું જોઇએ. તમામ ભારતીય વિચાર કહે છે : મનને સમજીને, અભ્યાસથી અને વૈરાગ્યથી એને જીતીને પછી ભેગ પણ ભેગ. અને યથાસમય અપવર્ગને મેક્ષને, પણ મેળવો. | આનંદ આપવાની સમૃદ્ધિની બહારનાં સાધનાની તાકાત કરતાં, આનંદ લેવાની શરીરની તાકાત વધુ મહત્ત્વની છે. મન અને શરીરને અખંડિત રાખે. યાદ રાખે : રોગમાંથી મુક્તિ, ગરીબીમાંથી મુકિત, ચિતામાંથી મુકિત, ટેન્શનમાંથી મુકિત-આ જ મેલ છે. પરંતુ, ઇચ્છા કર્યોથી આ દુનિયામાં કાંઈ મળતું નથી. એ માટે મંડી પડવું જોઇએ. દિવસના ૨૪ કલાકમાંથી અડધો ક્લાક શરીર, મન અને આત્માને આપે તે સ્વસ્થતા મેળવી શકશે. પછી મૂડ પણ નહિ જાય, તંગદિલી પણ નહિ થાય અને આનંદથી જીવી શકશે. સત્ત્વજ્ઞાન, આમ, તત્ત્વજ્ઞાનનું વિરોધી નથી, પણ તેનું પ્રથમ પગથિયું છે. - ગીતામાં કહ્યું છે : सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति, भारत ।। જેવી શ્રદ્ધા, એવું ફળ. જેવું તમારું સત્ત્વ, એવી તમારી sleal. orci being del belief oral belief aal behaviour, યુવાનેના વર્તનમાં પરિવર્તન લાવવું હોય, મોટાઓના જીવનમાં ફેરફાર કરવો હોય, જીવનને દુ:ખપ્રધાન નહિ પણ સુખપ્રધાન કરવું હોય તે આ જ રાજમાર્ગ છે, આ જ ઉપાય છે. સત્ત્વને સમજો, સત્વને પાળે, સત્ત્વને સાચવે. દામુભાઈ શુક્લ
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy