________________
૧૦૨
પ્રભુ
જીવન
તા. ૧-૮-૧૯૭૧
ભાષા વિશેની શુદ્ધિના, અને શિષ્ટ સંસ્કૃત સાહિત્યની પદ્ધતિ પ્રત્યેના તેમના પક્ષપાતને અંગે, શુદ્ધિ અને શિષ્ટતાની ઠેકડી ઉડાવતા અર્વાચીન કવિઓ જોડે તેમને સંઘર્ષ રહે છે અને એમ છતાં પણ છેલ્લાં પચીસ વર્ષમાં આંધ્રપ્રદેશે સર્જેલા મહાનમાં મહાન સાહિત્યિક સર્જક તરીકેનું તેમનું સ્થાન અવિચળ રહ્યું છે.
‘કિન્નરે સાનિ પાટલુ' નામના સંગ્રહમાંનાં એમનાં કાવ્યો અને ગીતે અત્યંત પ્રસિદ્ધિ પામ્યાં છે. એ જ પ્રમાણે એની પહેલાં પ્રસિદ્ધ થયેલાં “આંધ્ર પ્રશસ્તિ'નાં કાવ્યોએ પણ તેમને સારી લેકચાહના મેળવી આપી છે.
નર્તન શાળા” (કીચકવધ પ્રસંગ) નામનું તેમનું નાટક અત્યંત પ્રખ્યાત છે. તેમણે પૌરાણિક અને સામાજિક અને પ્રકારનાં નાટકો લખ્યાં છે. ' - ત્રીસીના દાયકામાં તેમણે તેમની સહુથી પહેલી નવલકથા ‘વવી પડગલુ' લખી. તેણે તેમને ખૂબ જ કીર્તિ અને એક પારિતોષિક અપાવ્યાં. સામાજિક ઉત્કાંતિ શી રીતે થઈ, શાતિપ્રથાએ તેમાં સ્થાન શું, વગેરે વાતો તેમાં સમાયેલી છે અને તેને દષ્ટિકોણ બહુધા પરંપરાવાદી છે. પણ તોયે એ એક ઉત્તમ નવલકથા છે, કેમકે તેની પાત્રસૃષ્ટિ ખૂબજ આકર્ષક છે અને તેની ભાષા કાવ્યથી ભરી ભરી છે. એ ભાષા વિધવિધ મરડ પકડે છે એ એમની અન્ય નવલકથાએ પણ સિદ્ધ કરે છે. આમ, પદ્ય પરત્વે સંસ્કૃત પદ્ધતિને એમને આગ્રહ એમને ઘણી વાર સમજવા મુશ્કેલ બનાવે છે, તે છતાં ગદ્ય પરત્વે તો તેમનામાં વિવિધ ભંગીઓનાં દર્શન થયા વિના રહેતાં નથી.
એમને માન અકરામો તે અસંખ્ય મળ્યાં છે. આંધ્ર યુનિવર્સિટીએ એમને ‘કલા પ્રસન્ન’ કહો તે આંધ્રની પ્રજાએ એમને ‘કલા સમ્રાટ' કહ્યા. એમના કાવ્યગ્રંથ “વિશ્વનાથ મધ્યકકરુલુ’ માટે દસ વર્ષ પહેલાં તેમને સાહિત્ય એકેડેમીનું પારિતોષિક અને “પાભૂષણ’ નો શિરપાવા મળ્યા હતા. *
બે દાયકાઓ સુધી તે “શ્રીમદ્ રામાયણ કલ્પવૃક્ષબુ લખવામાં રોકાયેલા હતા. એ મહાન કાવ્યને આ જ્ઞાનપીઠ પારિતોષિક આપવામાં આવ્યું છે.
આ મહાન ગ્રંથ ઉપર તેમણે પોતાની સર્વે સાહિત્યિક શકિત, ભકિતભાવ, શ્રદ્ધા અને વિદ્રા રેડી દીધાં છે. એ ઉત્તમ સર્જન બન્યું છે. અને તેના ઘણા ભાગો અત્યંત મૌલિક છે. અમુક અમુક જગ્યાએ એમની વિદ્રત્તા એમની કાવ્યશકિત ઉપર વિજય પ્રાપ્ત કરતી દેખાઈ આવતી હોવા છતાં એ ખૂબજ વાચનક્ષમ પણ છે. સીતા રામને હરણને પીછો કરવા લલચાવે છે તે પ્રસંગ અને વિભીષણની શરણાગતિ વાળો પ્રસંગ તેમની સર્વોચ્ચ કાવ્યશકિતના દ્યોતક છે.
તેઓ આ પરિપકવ ઉમરે પણ લખતા રહ્યા છે. તેમની આજુબાજુ વાદવિવાદ ખૂબ જ ખેલાય છે, અને અમુક માણસે તેમની પ્રતિષ્ઠાને નીચી લાવવા પણ પ્રવૃત્ત બને છે, તેમ છતાં તેમના પ્રશંસકોની સંખ્યા એટલી મોટી છે કે તેમની કીર્તિને જરી પણ આંચ આવતી નથી. તેમને સૂર્ય હજી આજે પણ સોળે કળાએ ઝળહળે છે.
વર્ષો સુધી તેમણે અધ્યાપનના ક્ષેત્રમાં કામ કર્યું છે. એક કોલેજના આચાર્ય તરીકે તેઓ નિવૃત્ત થયા હતા. વિદ્યાર્થીઓની તેમણે એ સમય દરમિયાન અનહદ પ્રીતિ પ્રાપ્ત કરી હતી.
ગમે તે દષ્ટિએ જોતાં તેઓ તેલુગુ ભાષાના અત્યંત સુપ્રતિષ્ઠિત કવિ છે અને અત્યંત માનાર્હ વ્યકિત છે.
ગુલાબદાસ બ્રોકર
તત્ત્વજ્ઞાન વિરૂદ્ધ સત્ત્વજ્ઞાન
(ગત પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન શ્રી. દામુભાઈ શુક્લ આપેલ વ્યાખ્યાન નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી)
હું તત્ત્વજ્ઞાન અને તત્વનિષ્ઠાને વિરોધી નથી. તત્ત્વજ્ઞાન તે આપણને ગળથૂથીમાં મળે છે. દુનિયામાં સત અને તત બંનેની જરૂર છે. તત એ નિગૂઢ, અગમ્ય, અદશ્ય તત્ત્વ છે. તેને આત્મસાત કરવું એ જીવનનો હેતુ છે. એ માટે સત ની જરૂર છે. ધર્મ કહે છે કે છેલ્લું ધ્યેય એ તત છે અને એનું મોટું સાધન સત્ છે.
આપણી પરંપરાએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર અર્થે પ્રબોધ્યા છે. પણ કોણ જાણે કેમ, આપણે એક્ષપરાયણ થઈ ગયા છીએ અને અર્થકામની વિરુદ્ધ થઈ ગયા છીએ! અર્થકામને આપણે, ન જાણે શા માટે, બૂરા માની બેઠા છીએ!
તત્ત્વની પાછળ પડીને, આમ, આપણે ખાસ કરીને હિંદુસમાજે સત્ત્વની અવગણના કરી છે.
દુનિયાના મુખ્ય પ્રવાહની બહાર નીકળી ગયેલા સાધુ તપસ્વીએએ આપણી આગળ તત્વજ્ઞાનની જ વાતે સૈકાઓથી કર્યે રાખી છે.
પરંતુ મને દેહ ગમે છે છતાં હું તેની વૃત્તિ અને પ્રવૃત્તિ પ્રત્યે S૩nse of Sin રાખીને ફર્યા કરું એ વાત બરાબર નથી. જેના વિના ઘડી ચાલતું નથી એવા દેહ પરત્વે, કામ-અર્થ પરત્વે આપણે શા માટે આટલી બધી સૂગ કેળવી છે એ જ મને સમજાતું નથી!
ધર્મ આપણે પહેલે અને મુખ્ય પુરુષાર્થ છે. તે, આવે, આપણે તેના મુખ્ય સુચિતાર્થો સમજીએ. ધર્મ જાત પ્રત્યે પણ છે. મારું
હું” એક યુનિટ છે. “હું” એ આત્મા, મન અને શરીરને બનેલ છે. આ “હું” ને સમજે એને હું સત્ત્વજ્ઞાન કહું છું..
આપણા ભાવ - અભાવ, Likes-dislikes, શકિત - અશકિત, ક્ષોભ - શાંતિ વગેરે બધું એ સર્વ ઉપર અવલંબે છે.
જિંદગીની કરુણતા એ છે કે આપણને સફળતા મળે છે તે ભોગવવાનો વખત આવે ત્યારે જ તેને માણી શકતા નથી. ઝઘડા અને ટેન્શન, કૌટુંબિક કલહ અને અરુચિ, ધિક્કાર, ક્રોધ, નિરાશા, આપણને સમૃદ્ધિ જોગવવા દેતા નથી. દેહ બરાબર ન હોય તો આપણે ખેરાક પણ ભેગવી શકતા નથી. મને બરાબર ન હોય તે વાચન - મનન - આનંદ થઈ શકતા નથી, અને આત્માની તે સમજણ કોને છે? તેથી જ આપણે આ સત્ત્વને સમજવું જોઇએ અને એનું બને તેટલું જ્ઞાન મેળવવું જોઇએ. ધનવાન ધન માટેની બધી કરામતે જાણે છે, પણ “હું ને કેમ કાર્યક્ષમ ને આજ્ઞાંકિત રાખવું એ સમજતા નથી. રાજપુરુષ, એક નાનું નિવેદન કરવું હોય તે કાળજીથી કેટલા વિચારે કરે છે! પણ કાયાની કરામત પ્રત્યે કેવી ઉપેક્ષા સેવે છે!
એક પ્રજા તરીકે આપણે આ સત્ત્વને ભૂલી ગયા છીએ. ભાગક્ષમ શરીર - મન બનાવી જગતના વિષયો શોખથી ભોગવવા અને પછી એમાંથી છૂટા થઇ આત્માને ઓળખો એ પરંપરાને આપણે ભૂલી ગયા છીએ. અમેરિકનો સમૃદ્ધ અને મેજીલા છે. તેઓ આનંદ-પ્રમોદ કરે છે, અને કેટલીકવાર તેમાં અતિશયતા કરતા આપણને લાગે છે, પણ તેમની ટીકા શા માટે? આપણે યુગે પૂર્વે
જ્યારે affluent હતા, સમૃદ્ધ હતા ત્યારે એ બધું કરતા હતા. ભોગવિલાસ અને આનંદ-પ્રમોદની પરાકાષ્ટાએ પહોંચ્યા હતા. અને એના અનુભવમાંથી આપણા પૂર્વજોએ પ્રબોધ્યું હતું, “સંતાને, આનંદ કરે, પણ સંયમને ન ભૂલો, ભેગો પણ ત્યાગને ન ભૂલો.” - આપણા તત્વદર્શનને હજારો વર્ષ થયાં, છતાં આજેય પશ્ચિમ બુદ્ધિશાળી વર્ગ તેની ઉપર ખુશ થઈ જાય છે, અને જીવનની વધતી જતી વિડંબનામાંથી મુકિતને માર્ગ મેળવવા એની તરફ વધારે ને વધારે વળે છે. કારણ એ તત્ત્વદર્શન સત્ત્વને પૂર્ણ વિકાસ અને ઉપભેગ પછી લાધેલું છે. અને એથી યે વિશેષ તેઓ ખુશ થાય છે આપણી erotic side ની વિશિષ્ટ દષ્ટિ ઉપર. આપણાં