________________
2_
૧૦૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૮-૧૯૭૧
વળ
જ ધર્મ વ્યવહાર
કંઈક જેક
મનુષ્ય
જોડી કયાં સુધી બેસી રહી શકશે? યાહ્યાખાને યુદ્ધની ધમકી આપી છે. શ્રી જ્યપ્રકાશ નારાયણે તાજેતરની મુંબઈની મુલાકાતમાં ભારપૂર્વક માગણી કરી કે ભારત સરકારે બાંગલા દેશને માન્યતા આપી ખુલ્લી રીતે, આર્થિક અને લશ્કરી સહાય કરવી જોઈએ. તેમણે સાફ કહ્યું કે કોઈ લશ્કરી પગલાની તેઓ હિમાયત કરતા નથી. ભારતનું લશ્કર બાંગલા દેશ ઉપર આક્રમણ કરે એવી કોઈ તેમની સૂચના નથી. તેમના મત મુજબ તેની જરૂર પણ નથી. બાંગલા દેશના લાખે યુવાને સમર્પણ માટે તૈયાર છે - તેને જોઈએ છે આર્થિક અને લશ્કરી સહાય. છૂપી રીતે તે આપવાથી અર્થ સરશે નહિ. બાંગલા દેશને માન્યતા આપી ઉઘાડી રીતે આ સહાય આપવી - બાંગલા દેશના હિતમાં જ નહિ પરંતુ ભારતના રાષ્ટ્રીય હિતમાં આ અનિવાર્ય છે. ભારત કાંઈ સક્રિય પગલું નહિ ભરે તો બીજા દેશોને શું પડી છે? ભારત આવું પગલું લેશે તે કદાચ બીજા દેશે તેનું અને કરણ કરે. આવું પગલું લેતા, પાકિસ્તાન યુદ્ધ કરે તો તેને માટે તૈયાર રહેવું. જે અમાનુષી ભીષણ અત્યાચાર બાંગલા દેશમાં થયા છે તે જોતાં, બાંગલા દેશ પાકિસ્તાનને ભાગ તરીકે રહે તે અશકય છે. એશિયામાં સત્તાનું સંતુલન જાળવવા અમેરિકા અથવા બીજા દેશોને આ જરૂરનું લાગતું હોય તો પણ સાડા સાત કરોડની પ્રજાને પશ્ચિમ પાકિસ્તાન ગુલામ રાખી ન શકે. બાંગલા દેશની પ્રજાને ભારત તરફથી સક્રિય સહાય નહિ મળે તે, ત્યાં એવા પરિબળે છે જે ચીનની સહાય લેવા તૈયાર થાય, જે ભારત માટે ભયરૂપ છે. ૭૦-૮૦. લાખ અને કદાચ એક કરોડ જેટલા નિરાશ્રિતોને સલામતીપૂર્વક બંગાલ પાછા મોકલી ન શકીયે તો, પશ્ચિમ બંગાલ, આસામ, મેઘાલય અને પૂર્વના બધા વિસ્તાર મોટા ભયમાં મૂકાય એવા સંજોગો ઊભા થાય. કોઈપણ પગલું લઈએ અથવા કાંઈ પગલું ન લઈએ, બધામાં જોખમ રહ્યું છે. અલબત્ત, કેન્દ્ર સરકારને વધારે માહિતી હોય એટલે કોઈ પણ પગલું લેવાને યોગ્ય સમય તે જ નક્કી કરી શકે. પણ એમ લાગે છે કે, તે ઘડી હવે આવી પહોંચી છે. કટેકટીની આ પળે સમગ્ર પ્રજાએ ભગીરથ પુરુષાર્થ અને ત્યાગ કરવો પડશે. ૨૩-૭-૭૧
ચીમનલાલ ચકુભાઇ શ્રી જૈન મહિલા સમાજના પ્રાણસમા મેનાબહેનની ચિરવિદાય - શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો અને “પ્રબુદ્ધ જીવન’નાં વાચકોને જાણીને ભારે આઘાત થશે કે જૈન યુવક સંઘના વર્ષોજૂના સભ્ય અને જેમનાં હિંદી અને અંગ્રેજી લેખોનાં અનુવાદો “પ્રબુદ્ધ જીવનમાં અવારનવાર પ્રગટ થતાં હતાં તે-અને જૈન મહિલા સમાજનાં પ્રાણસમે શ્રીમતી મેનાબહેન શેઠનું બુધવાર તા. ૨૧-૭-૭૧ ના રોજ દુ:ખદ અવસાન થયું છે.
શ્રી મેનાબહેનને પગે તકલીફ હોવા છતાં યુવક સંઘ દ્વારા જાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વર્ષોથી તેઓ નિયમિત આવતાં હાથમાં લાકડી, બેસવા માટે એક નાની ગાદી અને હંમેશા હસતે ચહેરો-આ હતો મેનાબહેનનાં હંમેશા સાથી.
શ્રી મેનાબહેનની જીવનઝરમર જોઈએ તે, પોતાને સાત વર્ષને સંસાર ભેગવી નાનપણમાં જ વૈધવ્ય પ્રાપ્ત થયું. જૂનવાણી અને રૂઢિચુસ્ત સમાજમાં રહી પોતાના જીવનને વધુ પ્રકાશમાં લાવવા તેમણે ધીમે ધીમે સમજણપૂર્વક લડત જગાવી સામાજિક સેવાની દીક્ષા લીધી. છેલ્લાં ૪૦ વર્ષોથી શ્રી જૈન મહિલા સમાજમાં સક્રિય કામ કર્યું અને ‘વિકાસ’ ના તંત્રીપદે રહ્યા. પોતાના જીવનની સંધ્યાએ રૂ. ૨૫૦૦૦ નું સુંદર દાન તેમણે જૈન મહિલા સમાજમાં આદર્શ બાલમંદિર બનાવવા માટે એમનાં સ્વ. પતિશ્રી નરોત્તમદાસ જગજીવનદાસ શેઠના નામ સાથે જોડીને કર્યું. મેનાબહેનને ધાર્મિક અભ્યાસ પણ સારે હતે, આમ છતાંય તેઓ સુધારક અને પ્રગતિશીલ વિચારોને આવકારતાં રહ્યા. શ્રી મેનાબહેન એક સેવામૂર્તિ હતાં. સાદું અને સાત્ત્વિક એમનું જીવન હતું. એમના દેહાવસાનથી, જૈન સમાજને એક આગેવાન સત્ત્વશીલ નારીની ખેટ પડી છે. અને જૈન મહિલા સમાજને તે ન પૂરી શકાય એવી ખેટ પડી છે. પરમાત્મા સદગતના આત્માને શાશ્વત શાંતિ આપે એવી આપણા સૌની પ્રાર્થના હો.
ભાનુમતિ દલાલ
ગીતા અને જૈન ધર્મ
શ્રી મંત્રીશ્રી પ્રબુદ્ધ જીવન હમણાં હું ગાંધીજીનું અનાસકિતયોગ” પુસ્તક વાંચું છું..પૂ. ગાંધીજીએ ઉતારેલી શ્રીમદ્ ભગવદ્ગીતાની આ “અનાસકિતયોગ ની ૮૬૦૦૦ પ્રતે અત્યાર સુધીમાં છપાઈ ગઈ છે. આજે પણ આ નાનકડી પુસ્તિકા વાંચતાં આનંદ આવે છે, એટલું જ નહિ આત્મશાંતિની અનુભૂતિ થાય છે. ગાંધીજી આ પુસ્તકની પ્રસ્તાવનામાં એક સુંદર કથન કરે છે - લખે છે.
એક તરફથી કર્મ માત્ર બંધનરૂપ છે- એ નિર્વિવાદ છે. બીજી તરફથી દેહ ઈચ્છા અનિચ્છાએ પણ કર્મ કર્યા કરે છે. શારીરિક કે માનસિક ચેષ્ટામાત્ર કર્મ છે. ત્યારે કર્મ કરતો છતો મનુષ્ય બંધન મુકત કેમ રહે? આ કોયડાને ઉકેલ ગીતાએ જેવી રીતે કર્યો છે તે બીજો એક પણ ધર્મગ્રંથે કર્યો મારી જાણમાં નથી. ગીતા કહે છે, ફલાસકિત છોડો ને કર્મ કરો. કર્મ છોડે તે પડે. કર્મ કરતાં છતાં તેનાં ફળ છોડે તે ચડે.”
વળી, આગળ ચાલતાં તેઓ લખે છે - “ગીતાએ વ્યવહારમાં ધર્મ ઉતાર્યો છે. જે ધર્મ વ્યવહારમાં ન લાવી શકાય તે ધર્મ નથી.” જૈન ધર્મને વિચાર કરતાં આથી કંઈક જુદું જ સમજાય છે, સમજાવવામાં આવે છે. જૈન ધર્મ પ્રમાણે કર્મ કરતે છતો મનુષ્ય બંધનમુકત થતો નથી. મેક્ષ પામતું નથી. જૈન ધર્મ તે કર્મ, વ્યવહાર, આરંભ, સમારંભ, અરે સંસારની સેવાનાં કર્તવ્યમાત્ર છોડવાનું સૂચવે છે, અને માત્ર દીક્ષા, સંસાર ત્યાગ આ એકજ મેક્ષને - શાંતિને - ભવમુકત થવાને માર્ગ છે એમ કહે છે! તો, પ્રશ્ન એ થાય છે કે આપણે શું માત્ર વીતરાગપ્રભુની વાણીમાં શ્રદ્ધા રાખી, સ્વતંત્ર રીતે કશું જ ન વિચારતાં નિવૃત્તિ લઈ લેવી? અને આપણાં શાસ્ત્રો, તથા સાધુ સાધ્વીઓ જે કહે એમાં ‘જી - પ્રભુ કહેવું? હા, જ્ઞાન-દર્શન અને ચારિત્ર્ય એનું અસાધારણ મૂલ્ય છે. પણ પહેલાં જ્ઞાન અને શાનનું ગળે ઉતરવું, મનની બધી બારીઓ ઉઘાડી રાખવી- એ તો ખરું કે નહિ? કે પછી મોક્ષની માળા જપી દીક્ષા લઈ લેવી? અને વળી, દરેક જૈન સંપ્રદાય એમ માનતાં દેખાય છે કે, જો મેક્ષમાર્ગી થવું હોય, મોક્ષગામી થવું હોય તો માત્ર જૈન ધર્મમાંથી નહિ પરંતુ એમને જે પેટા સંપ્રદાય છે એ સંપ્રદાયની સીડી એ જ સ્વર્ગ છે, મેક્ષ છે. આ ખરેખર જ હાસ્યાસ્પદ લાગે છે અને આપણે જેને કેટલી બધી સંકુચિત વિચારધારા ધરાવીએ છીએ એનું સૂચક છે. આ ઉપરથી લાગે છે કે - ગીતાને જ ઉપદેશ સર્વકોષ્ઠ છે. ફલ - આસકિત છોડવી. કર્મ કર્યા કરવું. જીવનને સત્વશીલ બનાવવું અને અપરિગ્રહ - અનાસકિત કેળવી જીવનને જે ઉચ્ચ આનંદ છે તે માણ.
મારાં ઉપરનાં વિચારે ઉપર આપના વાંચન - ચિંતન – મનનને લાભ મળશે તે આનંદ થશે. પ્રબુદ્ધ જીવન’ ના વાંચકોને ય. એક નવી જીવન દષ્ટિ મળશે. આ અપેક્ષાએ આપને ઉદેશીને આ થોડું લખ્યું છે. યોગ્ય લાગે તે “પ્રબુદ્ધ જીવન માં જ જવાબ આપશે.
ચીમનલાલ જે. શાહ ભાઈ ચીમનલાલ શાહે જે મુદો ઉપસ્થિત કર્યો છે તે નવો નથી. તેની ચર્ચા ઘણા વિદ્વાનોએ કરી છે. નિવૃત્તિ - પ્રવૃત્તિને વિવાદ હજારો વર્ષથી ચાલ્યો આવે છે. દરેક સાધક અથવા શ્રેયાથી મનુષ્યને આ વિચારવાનું રહે જ છે. તેમના પ્રશ્નનો જવાબ કોઈ વિદ્વાન જૈન મુનિ અથવા આધ્યાત્મિક જીવનની અનુભૂતિ હોય એવી વ્યકિત આપે તે ઉચિત થશે. મારી અલ્પ સમજણ પ્રમાણે અતિ સંક્ષેપમાં મારા વિચારો હું જણાવું છું.
બધા ભારતીય ધર્મો - હિન્દુ, બૌદ્ધ અને જૈન-મોક્ષમાગી છે. તત્વજ્ઞાનના ક્ષેત્રે મતભેદ હોવા છતાં આચારધર્મમાં મહદંશે આ ત્રણે ધર્મની એકતા છે. ભવચક્રના ફેરામાંથી સદાકાળની મુકિત મેળવવી એ અંતિમ લક્ષ્ય છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને સદાચાર અથવા સમ્યક ચારિત્રના પાયા તરીકે બધા સ્વીકારે છે. આત્માને કર્મનું વળગણ છે. તે રાગદ્વેષ અથવા આસકિત અથવા તૃષ્ણાનું પરિણામ છે. આ કષાયથી મુકત થવું, અનાસકત થવું, આત્માના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું, એ