SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૧૯૭૧ પ્રબુદ્ધ જીવન ૨૭૭ લેવામાં આવે તો જેનપરંપરાથી પૂરી જ્ઞાત ન હોય એવી વ્યકિત એ બે શબ્દોને આ અર્થ કરે તે સ્વાભાવિક છે. પણ “સ્થાનકવાસી’ શબ્દને રૂઢ અર્થ બીજો છે. જેના મૂળ ત્રણ સંપ્રદાય: ૧. શ્વેતામ્બર મૂર્તિપૂજક, ૨. દિગમ્બર મૂર્તિપૂજક અને ૩. શ્વેતામ્બર અમૂર્તિપૂજક. આ ત્રીજો સંપ્રદાય આગળના સમયમાં ટૂંઢક સંપ્રદાય અથવા તે ટૂંઢીયાઓને સંપ્રદાય એ રીતે ઓળખાતો હતો. પણ મારી સમજણ મુજબ સમય જતાં એ શબ્દને ઉપયોગ એ સમાજ પ્રત્યે કાંઈક અવમાનના અથવા તિરસ્કારદાખવવા માટે થઈ રહ્યો છે એમ સમજીને એ સમુદાયના લોકો પિતાને સ્થાનકવાસી તરીકે ઓળખાવવા લાગ્યા છે અને આ પ્રયોગ કોઈ સ્થાનકમાં વસનાર એવી વ્યકિત અથવા વ્યકિતએ સૂચવવા માટે નહિ પણ મંદિરમાર્ગી સમુદાયથી પિતાને સમુદાય અલગ છે કે જેને માત્ર સ્થાનક એટલે કે ઉપાશ્રય સાથે જ ધાર્મિક સંબંધ છે એ સૂચવવા માટે શરૂ થયો છે અને તેમનાથી અલગ એવા વર્ગ માટે દેરાવાસી એ શબ્દપ્રયોગ કરવાનું તેમણે શરૂ કર્યું છે, જો કે આ દેરાવાસીઓને પણ પિતાના મંદિર ઉપરાંત પોતાને ઉપાશ્રય અથવા સ્થાનક તે હોય જ છે. આટલી સ્પષ્ટતા ઉપરથી આ નોંધની શરૂઆતમાં આપેલા અવતરણથી વિનેબાજી સ્થાનકવાસી નહિ પણ કોઇ અમુક જગ્યાએ સ્થિરવાસી બનવાના છે એમ સમજવાનું રહે છે.. એ આશ્ચર્યની વાત તો એ છે કે શ્રી અ. ભા. શ્વે. સ્થાનકવાસી જૈન કન્ફરન્સના મુખપત્ર જૈન પ્રકાશના તા. ૮-૧-૭૧ ના અંકમાં “સ્થાનકવાસી બનતા વિનોબા ભાવે એ મથાળા નીચે સ્થાનકવાસી એટલે સ્થિરવાસી એ અર્થ સૂચવતી શ્રી શાન્તિલાલ ટી. શેઠની એક નેધ પ્રગટ થઈ છે અને તે પત્રના તંત્રીનું ધ્યાન સ્થાનકવાસી શબ્દના આ ભૂલભરેલા અર્થ તરફ ગયું નથી અથવા તે એ બાબતની તેમણે ઉપેક્ષા કરી છે. એક સ્મરણનોંધ તા. ૧૬-૧૨-૭૦ના પ્રબુદ્ધ જીવનમાં મુંબઈના જૈન છાત્રાલયની ઉદભવકથા: જૈન કેળવણી મંડળની વિકાસકથા” એ મથાળા નીચે પ્રગટ થયેલા મારા લખાણમાં ૧૯૧૦ થી ૧૯૧૭ સુધી મુંબઇમાં ચાલતી જેના સ્થાનકવાસી બેડીંગને ઉલ્લેખ છે. તે બેડીંગમાં પોતે આશરે ત્રણ વર્ષ રહેલા હોઈને નિવૃત પ્રાધ્યાપક શ્રી કેશવલાલ હીંમતલાલ કામદારે તેને લગતાં થોડાંક સ્મરણો લખી મોકલ્યા છે. તેઓ જણાવે છે કે “એ સંસ્થામાં હું ઇ. સ. ૧૯૧૪-૧૬ દરમિયાન એમ. એ. અને એલ. એલ. બી. ના અભ્યાસ માટે રહેતા હતા. તેના વ્યવસ્થાપક મંડળમાં ઝવેરી રેવાશંકર જગજીવનનું નામ મૂક્યુ છે. તેમની સાથે બીજા જે કાર્યવાહકો હતા તેમના નામે હું અહિં પ્ર. જી. ના વાચકો માટે આપું છું (૧) શેઠ મેઘજી થોભણ (૨) શ્રી વ્રજલાલ ખીમચંદ સેલીસીટર (૩) શ્રી મણિલાલ હાકેમચંદ ઉદાણી એમ. એ., એલ. એલ. બી. જે હયાત છે અને એ હાલ રાજકોટમાં રહે છે. તેમનું કુટુંબ જેતપુરનું છે. આ વ્યવસ્થાપક કાર્યકુશળ, વ્યવહારકુશળ, દિલસેઝ અને કર્તવ્યનિષ્ઠ હતા. અમે વિદ્યાર્થીઓ કોઈ કોઈ વાર ગૃહપતિના વિષયમાં કાંઈક ધીમે અને વિવેકશીલ વિરોધ દર્શાવતા ત્યારે તેઓ અમને નમ્રભાવે સદ્ભાવથી વર્તવા સલાહ આપતા હતા. વિરોધ કરવાવાળા એમાં એક તું હતું.' હું એમાંના ત્રણ કાર્યવાહકોને સારી પેઠે જાણતો હતો. રેવાશંકરભાઇ મારા નજીકના કુટુંબી હતા. હું, મણિલાલ ઉદાણી કુટુંબને જેતપુરથી સારી રીતે જાણતા હતા. શ્રી મણિલાલ ઉદાણીની એક જૈન વિદ્યાપીઠ ઊભી કરવાની અભિલાષા હતી. “આ સ્થાનકવાસી સંસ્થામાં નિયમ પ્રમાણે તે સ્થાનકવાસીને જગ્યા મળી શકતી પણ શ્વેતાંબર મૂર્તિપૂજક ભાઈઓ તેને લાભ તે લેતા હતા.” આ સ્મરણો સાથે મારાં સ્મરણોને મેળવીને જણાવું તે આ પત્ર લખનાર મુરબ્બી કેશુભાઇ કામદારને એ દિવસમાં પરિચય થયાનું મને આજે યાદ આવે છે અને તેના વ્યવસ્થાપકમંડળના ઉપર જણાવેલ ત્રણ સભ્યોના પણ પ્રત્યક્ષ પરિચયમાં આવવાનું બનેલું. એમાં પણ મુ. રેવાશંકરભાઇ સાથે તે, ગાંધીજી તેમને ત્યાં ઊતરતા હતા તેમને અનેકવાર મળવા જવાનું બનતાં મારે સારો સમાગમ હતું. ' શું આ શબ્દો ખરેખર વિનોબાજીના છે? તા. ૬-૧-૭૧ના ભૂમિપુત્રમાં બિહારના શ્રી વિદ્યાસાગરભાઇ સાથે વાર્તાલાપ પ્રગટ કરવામાં આવ્યો છે. આ વાર્તાલાપ દરમિયાન વિનોબાજીએ એમ કહ્યાનું જણાવવામાં આવ્યું છે કે “પૈસા નથી તે લૂંટે. અહમદશાહ અબદલી સાથે મરાઠા સૈન્ય લડતું હતું. સરદારે પેશ્વાને કહ્યું, “પૈસા નથી, માટે મોકલાવે.” ત્યારે પેશ્વાએ કહ્યું: “તૂટે. ત્યાં બુદેલખંડમાં લૂંટે.’ સરદારે કહ્યું, ‘લૂંટશું તે બુંદેલખંડના લોકો આપણી વિરુદ્ધ થઇ જશે, ને અહમદશાહના પક્ષે જશે.' નાના ફડનવીસે કહ્યું, ‘થવા દો, પછી દેખ્યું જશે.' એમ જ, હું યે તમને કહું છું, કે “તૂટે.’ Beg, borrow and steal-માગે, ઉછીના લો અને ચેરી કરો એમાંથી borrow નહિ કહું. કરજ કરવું ઉચિત નથી – ધાડ પાડવી ઉચિત છે.” શું આ વિનોબાજીના શબ્દો છે? શું આ અહેવાલ આધારભૂત છે? વિનેબાજી અંગેની મને ગત પ્રતિમા સાથે આ તેમના ઉદ્ગારે જરા પણ બંધબેસતા નથી. આ બાબતને સત્વર ખુલાસે કરવા ભૂમિપુત્રના તંત્રી શ્રી કાનિતભાઇને અને જો આ પિકાર વિનેબાજી સુધી પહોંચે તે તેમને નમ્ર વિનંતિ છે. પરમાનંદ કવિશ્રી બટાદકર શતાબ્દીનાં અલ્પમૂલ્ય ત્રણ પ્રકાશને જે કવિએ ગુજરાતને સપ્રણય, સંસ્કાર અને સ્નેહભાવનાનાં ઉચ્ચતમ કાવ્યો આપ્યાં છે અને જેમના રાસેએ ગુજરાતણ બહેનને ઘેલી કરી છે એ કવિશ્રી બેટાદકરની જન્મશતાબ્દી તા. ૨૭ નવે બર’ ૭૦ ના રોજ એમના વતન બેટાદમાં ભવ્ય અને સુંદર રીતે ઉજવાઇ ગઇ. શતાબ્દીના આ પ્રસંગે, મહોત્સવ સમિતિએ ચાર ગ્રંથની, પ્રચારજના હાથ ધરી હતી. આમાંનાં ત્રણ પ્રકાશને પ્રગટ થઈ ગયાં છે અને સાહિત્યપ્રચારની દષ્ટિથી અલ્પમૂલ્ય વેચવામાં આવે છે. એ ત્રણ પ્રકાશને નીચે મુજબ છે: અક્ષર વિવેચક શ્રી અનંતરાય રાવળ | કવિના પાંચ કાવ્ય ગ્રંથમાંથી ‘કાવ્ય સરિતા દહન કરેલ, સવિવરણ સંગ્રહ કવિશ્રીને લોકપ્રિય રાસસંગ્રહ તેરમી આવૃતિ “રાસતરંગિણી' કવિશ્રીનું રંગભર્યું જીવનચરિત્ર – ‘સત્પણયના ગાયક' મૂળ રૂપિયા ૮-૨૫ના મૂલ્યનાં આ ત્રણ પ્રકાશનેને સેટ રૂપિયા પાંચમાં આપવામાં આવશે. ચાલુ આવૃત્તિની નો શિલકમાં હશે ત્યાં સુધી આ અલ્પમૂલ્ય ચાલુ રહેશે. પચીસ જેટલાં સાહિત્યકારે અને કવિઓના લેખેને “કવિ બોટાદકર અંજલિગ્રંથ' જૂનમાં પ્રગટ થશે. ઉપરનાં પ્રકાશનો શ્રી એન. એમ. ત્રિપાઠી એન્ડ ક. પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ - ૨, પાસેથી મળી શકશે. ક
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy