________________
આ પ્રણવ જીવન
તા. ૧૯-૭-૧૯૭૧
શ્રી વાડીલાલ મોતીલાલ શાહ અને શ્રી મણિલાલ મેહકમચાંદ શાહે સર્વ ફીરકારોના સમન્વયની દષ્ટિથી આ સંસ્થાની સ્થાપના તા. ૨૪ જૂન, ૧૯૧૭ રવિવારના રોજ કરી. જેને ગયા માસની ૨૪ મી તારીખે ચેપન વર્ષ પૂરા થયાં છે.
આ શુભકાર્ય માટે શ્રી વાડીલાલ મોતીલાલ શાહ તથા શ્રી. મણિલાલ મોહકમચંદ શાહે ૩૧,000 રૂપિયાની રકમ આપી અને પ્રિન્સેસ સ્ટ્રીટમાં આવેલા પીરભાઈ બિલ્ડીંગમાં આ સંસ્થાની ઉ ઘાટનવિધિ ઝાલાવાડનરેશ સર ભવાનીસિંહજીના શુભ હસ્તે થઈ. આ પ્રસંગે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, શ્રી. પોલાક, શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી તથા ગુજરાતના મહાકવિ શ્રી નાનાલાલ વગેરેએ હાજર રહી આ સંસ્થાને આશિર્વાદ આપ્યા હતા. આ રસ્થાની ત્યારની સલાહકાર સમિતિના સભ્ય તરીકે સમર્થ સાહિત્યકારો, સમાજસુધારો અને વિચારકો હતા–જેમાં શ્રી. કનૈયાલાલ મુનશી, શ્રી રણજીતરામ વાવાભાઈ, શ્રી અમૃતલાલ ઠકકર, સર રમણભાઈ નીલકંઠ, આચાર્ય શ્રી આનંદશંકર ધ્રુવ, સર હક્ષ્મીચંદજી વગેરેને મુખ્ય ગણાવી શકાય.
સંસ્થા પાસે મૂડીમાં માત્ર છપ્પન હજારની લેન હતી, અને તેના વ્યાજમાંથી જ સંસ્થા નિભાવવાની હોઈ વિદ્યાર્થીઓને માત્ર રહેવા સિવાય અન્ય કોઈ સગવડ આપી શકે તેમ નહોતી. આમ હવા છતાં આ સંસ્થામાં રહેવા માટે ઉત્નાક વિદ્યાર્થીઓને જગ્યાને અભાવે નારાજ પણ કરવા પડતા હતા.
. ત્યારબાદ વિદ્યાર્થીઓની સંખ્યા વધતી ગઈ, પણ વધુ વિદ્યાર્થીએને સગવડ આપવાનું અશક્ય બન્યું. તા. ૧૦ જૂલાઈ, ૧૯૪૬ ના રોજ શ્રી મણિલાલ મેહકમચંદ શાહે પિતાના તરફથી રૂપિયા દસ હજાર આપીને મકાનફંડ શરૂ કર્યું, અને સમાજ પાસે રૂપિયા બે લાખની રકમ માટે વિનંતી કરી. આ રસ્મને માટે શ્રી મણિલાલલાઈમે ખૂબ ખૂબ જહેમત ઉઠાવી છે એ કોઈથી અજાયું નથી.
૧૯૪૮ની સાલમાં દાદર સ્ટેશન નજીક ૧૭૫૫ વારને પ્લેટ પાંસઠ હજાર રૂપિયાની કિંમત આપીને ખરીદ્યો. પરંતુ આ જમીન ટાઉન પ્લાનીંગના વિસ્તારમાં આવી એટલે ત્યાં બાંધકામ ન થઈ શક્યું. ૧૯૫૦ માં શિવના મુખ્ય રસ્તાની બાજુએ આવેલ લગભગ ૧૫૦૦ વાર જગ્યા પંચાવન હજાર રૂપિયાની કિંમતે ખરીદી. ૨ મકાનને માટે પાયો નાંખવાની વિધિ તા. ૨૧-૫–૫૧ ના રોજ સાધુચરિત શ્રી કેદારનાથજીના પ્રમુખપદે શ્રી મણિલાલ મેહકમચંદ શાહના શુભ હસ્તે કરવામાં આવી. મકાનનું કામ આગળ વધતું ગયું, તેમ તેમ વિદ્યાર્થીઓની સગવડોને ખ્યાલ વધતે ગયો, અને પ્રમાણમાં અંદાજ પણ વધતું ગયું. નાણાંની મુશ્કેલી જણાતી હતી.
આ અરસામાં સંસ્થાના પ્રાણસમાં શ્રી મણિલાલભાઈનું તા. ૨૫-૭-૫૨ ના રોજ અવસાન થયું. તે સમયે શોક પ્રદર્શીત કરવા એકત્રિત થયેલી સભાએ “મણિલાલ મોહકમચંદ શાહ સ્મૃતિફંડ” એકઠું કરવાનો નિર્ણય કર્યો, અને એ ફંડને શ્રી સંયુકત જૈન વિદ્યાર્થી ગૃહના ચાલુ ફંડમાં આપવાનું નક્કી કર્યું. આમ રૂપિયા ૨૫૩૧૧/એકઠા થયા. ત્યાર બાદ જેમ જેમ મકાનનું કામ આગળ વધતું ગયું તેમ તેમ પૈસાની અગવડતા વધતી ગઈ. એવામાં શ્રી કપૂરદ નેમચંદ મહેતા તરફથી પાંચ પેઈંગ વિદ્યાથી રાખવાની શરતથી * ૨૫૦૦૦ રૂપિયાની રક્ષ્મ ભેટ મળી અને તાત્કાલીક મુશ્કેલી દૂર થઈ. ધીમે ધીમે કામ આગળ ચાલ્યું અને મકાન પૂરું થયું, ૭૫ વિદ્યાર્થીઓ માટે સગવડ થઈ.
તા. ૨૫-૭-૫૪ના રોજ મકાનનું ઉદ્ઘાટન પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી કનૈયાલાલ મુનશીના શુભહસ્તે કરવામાં આવ્યું.
બાકી રહેલા રાધ પ્લેટ ઉપર મકાન બાંધવા માટે વિચાર કર્યો. ફેબ્રુઆરી ૧૯૭૦ માં કામ ચાલુ કર્યું અને જણાવતાં આનંદ થાય છે કે આ માન પૂર, થઈ ગયું અને ૧૭૦ વિદ્યાર્થીઓ રહી શકે
એવી સગવડતા કરી. નવા મકાનના બાંધકામ તથા ફર્નીચર પાછળ રૂપિયા ત્રણ લાખનો ખર્ચ કરવામાં આવ્યા છે.
એક નોંધ લેવા જેવી છે કે આ અગાઉ શ્રી. કપુરચંદ નેમચંદ મહેતા, શ્રી. ઝવેરચંદ નેમચંદ મહેતા, તથા શ્રી કેવળચંદ નેમચંદ , મહેતાએ શ્રી. નેમચંદ કચરાભાઈ તથા બાઈ લાડકીબાઈ નેમચંદ ચેરીટી ટ્રસ્ટમાંથી રૂપિયા ત્રણ લાખની મૂળકિમતના યુ. પી ગવર્નમેન્ટ જમીનદારી એબેલીશન બેડના મુદ્દલ તથા વ્યાજની અાવક્યાંથી પંદર વિદ્યાર્થીઓને આ ટ્રસ્ટના લેન - વિદ્યાર્થી ઓ તરીકે રાખવાની શરતે આપ્યા. તા. ૨૫-૬-૭૧ના રોજ આ ત્રણ ભાઈને સંચાલિત મહેતા ચેરીટી ટ્રસ્ટ તરફથી રૂપિયા એક લાખ આઠ વિદ્યાથીઓને લોન-વિદ્યાર્થી તરીકે રાખવાની શરતે મળ્યા.
આ ઉપરાંત શ્રી બાબુભાઈ ગુલાબચંદ શાહ, સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ મંત્રી તરફથી, કોઈપણ જાતની શરત વગર રૂપિયા એકાવન હજાર ભેટ મળ્યા અને રૂપિયા ત્રીસ હજારની તેમની વિમાની પોલીસીઓ મળી. (જેની હાલની બેનસ સાથેની કિંમત રૂપિયા પીસ્તાલીસ હજારની થાય છે.)
આમ રાંછીની નાણાકીય રિથતિ ધીમે ધીમે સદ્ધર પાયા પર મૂકાતી જાય છે. નીચેના સદ ગૃહસ્થો તરફથી લોન સ્કોલર ટ્રસ્ટને માટે રકમ મળી છે.
(૧) શ્રી નાનચંદ મૂળચંદ શાહ એક વિદ્યાર્થી (૨) શ્રી, તારાચંદ ધનજી શાહ એક વિદ્યાર્થી (૩) શ્રી દીપચંદ લક્ષ્મીચંદ સંઘવી બે વિદ્યાર્થી (૪) શ્રી જીવણલાલ વીરચંદ મહેતા બે વિદ્યાર્થી
આ સંસ્થામાં અભ્યાસ કરી ગયેલા અનેક વિદ્યાર્થીને અત્યારે સમાજ અને રાષ્ટ્રમાં ઊંચું સ્થાન મેળવે છે એ સંસ્થાને માટે ગૌર- વની વાત છે.
એક વિશેષ ગૌરવ લેવા જેવી હકીકત એ છે કે આ વિદ્યાર્થી ગૃહમાં મર્યાદિત રાંખ્યામાં જૈનેતર વિદ્યાર્થીઓને પણ દાખલ કરવામાં આવે છે.
સંસ્થામાં ભણી ગયેલા વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ ચલાવી સંસ્થાને દરેક રીતે મદદરૂપ થવાને પ્રયત્ન કરે છે. આ વિદ્યાર્થીઓના પ્રયત્નથી સંસ્થાને ૧૯૫૯માં રૂપિયા બાર હજારની રક્ત ભેટ મળી છે. તેમજ મકાન ફંડ ઊભું કર્યું ત્યારે આ મંડળે પુરા દિલથી સેવા આપી, લગભગ રૂપિયા પાંત્રીસ હજારની રકમ એકઠી કરી આપી છે. રામા મંડળના બે પ્રતિનિધિઓ આપણી કાર્યવાહક સમિતિમાં નિયુકત થયેલા છે. અમે પણ આનંદ લેવા જેવી વાત છે કે સંસ્થાના બને કે ટરીઓ આપણા જ વિદ્યાર્થીઓ છે.
જેનેના જુદા જુદા સંપ્રદાયના વિદ્યાલય પ્રત્યે સમાજનું જેટલું આકર્ષણ છે તેટલું જૈન સમાજની એકતાની દષ્ટિએ અજોડ ગણાય એવી આ અપ્રતિમ સંસ્થા પ્રત્યે પણ આકર્ષણ હોય તે જરૂરનું છે. જૈન સમાજને આગ્રહભરી નૃમ વિનંતિ છે કે આ સંસ્થાને સમૃદ્ધ બનાવવા પિતાથી બનતી બધી સહાય કરે. આ સંસ્થાને અપાતા દાન કરમુકત છે.
ચીમનલાલ ચકુભાઈ શાહ
ગૃહના ચાર બાદ જ "ધ છે.
આવાની
.
વિષયસૂચિ બાંગલા દેશની સમસ્યા જયપ્રકાશ નારાયણ પ્રકીર્ણ નેધ રાજસ્થાન, ચીમનલાલ ચકુભાઈ પશ્ચિમ બંગાળ, વિશ્વાસ ગુમાવ્ય, રાજ્યભવને. સર્વોદય સંમેલન
[ સિદ્ધરાજ ઢઠ્ઠા
1 3. કાતિલાલ શાહ શ્રી સંયુકત જૈન વિદ્યાગૃહ. ચીમનલાલ ચકુભાઈ શાહ રાજ્યપાલ શ્રી. શ્રીમનારાયણ
ચીમનલાલ ચકુભાઈ આચાર વિચાર : રાજયપાલકની ઘંટીએ દળે છે ઈશ્વર પેટલીકર બંદી અને બજારુ રેડીએ વાડીલાલ ડગલી સર્વધર્મ સમભાવ અને મમભાવ-વ્યાપક અર્થમાં મોહનલાલ મહેતા (સોપાન)