________________
પ્રભુ વન
તા. ૧૬૭૧૯૭૧
હોવા જોઇએ. અને માટે જ સત્યાગ્રહ સૌમ્ય, સૌમ્યતર અને સૌમ્યતમ થતો જાય – થતા જવા જોઇએ.
નારગોલકર જેવા વિચાર ધરાવનારાઓમાં એક વિચારાય એ રહેલા છે કે તેઓ એમ માની લે છે કે સમજાવટથી જે પરિણામ ન આવે તે સીધાં પગલાંથી આવી શકે. આ એક ભ્રાંતિ છે. સમજાવટથી ભૂદાનપત્ર પર સહી કરી ફરી જનાર આદમી અહિંસક સત્યાગ્રહને પરિણામે સહી કરીને ફરી નહિ જાય? એને ફરી જતાં કોણ રોકશે? બહિષ્કારના ભય ? કાયદાના ભય? શિક્ષાના ભય? તો તે આપણે ભયમંડિત સમાજ- ગુંડાગીરીનો પોષાક સમાજ જ સ્થાપીશું. આપણે ધીરેન બાબુના શબ્દો યાદ રાખીએ: “ઇતિહાસના પ્રારંભથી જ જનતાએ કયારેય પોતે થઇને પોતાનું કામ કર્યું નથી, હંમેશાં કોઇ રાજા, ગુરુ, પુરોહિત, સેવાસંસ્થા, સંત-મહાપુરુષ, જનતાના પ્રશ્નોને ઉકેલતા રહ્યા છે. જનતાએ બહુ કર્યું તો તેમની પાછળ ચાલી છે. આજે આપણે કહીએ છીએ કે જનતા પોતાની મેળે કાર્ય કરે. આપણે બહા૨ની નેતાગીરી અને જમાતનું નિરાકરણ કરવા માંગીએ છીએ એટલે કૈં જે વાત ઇતિહાસમાં કદી થઇ નથી તે આપણૅ કરવા ઇચ્છીએ છીએ.”
"
પાયાના આવા મહાભારતકામ માટે વખત તો લાગે જ, અને અખૂટ ધીરજ જોઈએ; પણ તેથી એ કામના મૂળભૂત પાયો ખોટો છે એવું ઠરતું નથી. આપના જેવા વિચક્ષણ પુરુષ પૂછે છે, “પણ ઇતિહાસમાં જે કોઈ દિવસ બન્યું નથી તે હવે બનશે?” તે જોઈ નવાઈ લાગે છે. ઇતિહાસ તે કહે છે કે કોઈ માનવીએ પહેલાં ચંદ્ર પર પગ મૂકયો નહાતા; છતાં આપણા જીવન દરમ્યાન તે શક્ય બન્યું છે. આપ પણ શ્રી ઢઢ્ઢાજીની વાત સાથે સંમત છે કે, “આ કામમાં જે સફળતાઓ અત્યાર સુધી મળી છે, તે અભૂતપૂર્વ છે. એક હાથમાંથી બીજા હાથમાં આટલી જમીન સ્વેચ્છાપૂર્વક ગઇ હાય એવા જગતના ઈતિહાસમાં બીજો એકેય દાખલા નથી. ’ ઈતિહાસમાં ન બન્યું હોય એવું બની શકે છે એ શ્રદ્ધા જ વિનાબાજીના કાર્યક્રમનું પ્રેરક બળ છે.
શ્રી રામચંદ્રરાવ ગારા જેવું માનનારા કે, “આપણા તાત્કાલિક કાર્યક્રમ રાજનીતિમાં સક્રિય રસ લેવાના હોવા જોઈએ. ઈમાનદાર અને સારા નાગરિકોએ રાજનીતિમાં સક્રિય રસ લઈ રાજકારણને શુદ્ધ અને ઉપયોગી બનાવવું જોઈએ.” તેઓ ભૂલી જાય છે કે આ અતિ લપસણા માર્ગ છે અને એ માર્ગે ગયેલા લગભગ બધા જ પોતાના આદર્શથી સ્મુત થયા છે. આપ લખા છે, “સાભૂખ્યા, સ્વાર્થી ધંધાદારી રાજકીય વ્યકિતઓને સ્થાને કોઈક નિસ્વાર્થ સેવાભાવી
વ્યકિતઓના હાથમાં રાજ્યની ધુરા હાય તેમ કરવું પડશે, ” પરંતુ આ કેવી રીતે થશે ? માનો કે એક રવિશંકર મહારાજ કે એક જયપ્રકાશજી આમ કરવા ધારે તો એમણે ચૂંટણીની મલિન પ્રક્રિયામાં પડવું પડે; ડગલે ને પગલે આદર્શ વિષે તડજોડ કરવી પડે અને અંતે પણ એવી એક વ્યકિત ચુંટાઈને ય શું કરી શકે? આપ જે ઈચ્છે છે તેવું કરવા માટૅ પણ ગ્રામસભાઓ હોવી આવશ્યક છે; એ સ્તરેથી આરંભ થશે. ત્યારે ઘણા સારા માણસે રાજકારણને મળશેતે પહેલાં નહિ. માટે અત્યારે જયપ્રકાશજી જે કરી રહ્યા છે તે જ પાયાનું કામ છે; એની ગતિ ભલે ધીમી હોય; પણ તે સિવાય ઉદ્ધાર નથી. એ જ રીતે જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં કામ શરૂ કરવું જોઈએ અને આપના જેવા પત્રકારોએ-ખાસ કરીને અંગ્રેજી ગુજરાતી દૈનિકોએ વિનોબા-જયપ્રકાશના કામને અગ્રતા આપી ખૂબ જોસથી પ્રચાર કરવા જોઈએ અને પ્રસિદ્ધિ આપવી જોઈએ. એ આપણુ દુર્ભાગ્ય છે કે આપણાં છાપાંઓ ક્ષુલ્લક બાબતોથી પાનાં ભરે છે, ને જે પાયાનું કામ છે, જેનાં વિના દેશને ઉદ્ધાર થવાનો નથી, તેવાં કામેાની ઉપેક્ષા કરે છે!
અમદાવાદ, ૨૨-૬-૭૧
કાન્તિલાલ શાહ
И
૯૩
શ્રી સ ંયુક્ત જૈન વિદ્યાથીગૃહ નવા મકાનના ઉદ્ઘાટનસમારંભ
રવિવાર તા. ૧૧-૭-૭૧ ને દિવસે, વિદ્યાર્થીગૃહના સાયન ખાતે બંધાયેલા નવા મકાનના ઉદ્ઘાટનસમારંભ, શ્રીયુત સી. યુ. શાહના શુભ હસ્તે થયા હતા. આ પ્રસંગે જૈન સમાજના બધા ફીરકાઓના આગેવાનોની સારી સંખ્યામાં હાજરી હતી. પ્રાર્થના બાદ, સંસ્થાના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે સૌનું સ્વાગત કર્યું હતું. શ્રી સી. યુ. શાહની સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનો ખ્યાલ આપતા, તેમણે જણાવ્યું હતું કે શ્રી. સી. યુ. શાહ આપણી જ સંસ્થાના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને તેમણે શ્રી મેઘજી પેથરાજ ટ્રસ્ટ તરફથી તથા પોતાના તરફથી શિક્ષણની સંસ્થાઓ માટે લાખા રૂપિયાના દાન આપ્યા છે. વિદ્યાર્થીગૃહના ઉત્તરોત્તર થતા વિકાસના ઇતિહાસ આપતાં તેમણે જણાવ્યું કે અત્યારે ૧૭૦ વિદ્યાર્થીની સગવડ થઇ શકે એવા વિશાળ મકાનનું નિર્માણ થયું છે. હજારો વિદ્યાર્થીઓને આ સંસ્થાના લાભ મળ્યો છે અને જીવનમાંસુખી છે. જૈન સમાજના બધા ફીરકાઓની આ એકજ એવી સંસ્થા છે જેમાં જૈનેતર વિદ્યાર્થીઓને પણ દાખલ કરવામાં આવે છે. આ પ્રસંગે ૧૪ ફ઼ી લોન - સ્કૉલર માટૅ સંસ્થાને લગભગ ણ.- ૧,૭૦,૦૦૦ના દાન મળ્યા છે તેના ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, આવા દાતાઓએ, યુનિવર્સિટી શિક્ષણ માટે ખરેખર લાયક હોય તેવા વિદ્યાર્થીઓની જ નિયુકિત કરવી જોઇએ. મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી શ્રી જે. આર. શાહે સંસ્થાની પ્રગતિ માટે શુભેચ્છા વ્યકત કરતાં જણાવ્યું કે મુંબઇમાં જુદા જુદા ફીરકાઓના વિદ્યાલયોમાં લગભગ ૮૦૦ વિદ્યાર્થીઓને લાભ મળે એટલી સગવડ થઇ છે. આવી સંસ્થાઓના સંચાલકો અને વિદ્યાર્થીઓ વચ્ચે સહકાર રહે તે માટે એક સંગઠન સમિતિની રચના માટે તેમણે સૂચના કરી હતી.
શ્રી ખીમજી માડણ ભુજપુરીયાએ જૈન કન્યા છાત્રાલય પણ હોવું જોઇએ તે માટે આગ્રહપૂર્વક જૈન સમાજને વિનંતિ કરી હતી. શ્રીમતી કુસુમબહેન મીચંદ શાહે કહ્યું કે આવી સંસ્થાઓમાં ધાર્મિક સંસ્કાર સિંચાય તે માટે જૈન ધર્મ અને અન્ય ધર્મોના મૂળ તત્ત્વોનું વિદ્યાર્થીઓને શિક્ષણ મળવું જોઇએ.
સંસ્થાના ઉપપ્રમુખ શ્રી ચીમનલાલ પી. શાહ, ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. કાન્તિલાલ કામદાર, શ્રી જયન્તિલાલ પારેખ, શ્રી રતિલાલ કોઠારીએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.
પ્રમુખસ્થાનેથી બોલતાં, શ્રી સી. યુ. શાહે સંસ્થામાં પોતાના નિવાસ દરમ્યાનના સ્મરણો તાજાં કર્યાં હતાં અને પોતે સંસ્થાના કેટલા ૠણી છે તેના ઉલ્લેખ કર્યો હતો. વિશેષમાં તેમણે સૂચન કર્યું હતું કે શિક્ષિત જૈન યુવાના, મુંબઇમાં વ્યવસાય માટે આવે ત્યારે શરૂઆતમાં તેમને રહેવાની સગવડ મળે તે માટે Y. M, C, A. જેવા નિવાસસ્થાનો બાંધવા જોઇએ.
સંસ્થાના મંત્રી શ્રી ગિજુભાઇ મહેતાએ આભારવિધ કર્યાં હતા. આ પ્રસંગે સંસ્થાને ૮ ફ઼ી લોન-સ્કોલર માટે રૂપિયા એક લાખનુંદાન મહેતા ચેરીટી ટ્રસ્ટ તરફથી મળ્યું તે માટે તેના ટ્રસ્ટી શ્રી કપુરરાંદભાઈ તથા શ્રી કેવળચંદભાઇ હાજર રહી શક્યા નહોતા પરંતુ એક ટ્રસ્ટી શ્રી ઝવેરચંદ નેમચંદ મહેતા તથા બે ભાઈઓના બે પુત્રા ભાઈ બાબુભાઇ તથા ભાઈ દીનેશભાઇનું સન્માન કર્યું હતું.
ત્યારબાદ, ઉત્સાહના વાતાવરણમાં, પ્રમુખશ્રીએ નવા મકાનનુ ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે સંસ્થાના સંક્ષિપ્ત ઇતિહાસ આપતી પત્રિકા પ્રટ કરવામાં આવી હતી, જેના સારભાગ નીચે આપવામાં આવે છે.