________________
પ્રભુ
જીવન
તા. ૧૯-૭-૧૯૯૧
-
ગાંધીજીએ સલાહ આપી હતી. પણ મિનિસ્ટર પતે તેમ ન કરે તે રાજભવનના ખરચા કેવી રીતે ઘટાડે?
પણ મિનિસ્ટર અને ગવર્નરને જ શા માટે દેશ દેવે? આપણા ધનવાને લગ્ન, વેવિશાળ વિગેરે સમારંભમાં મેટા ખરચા કરે છે તે કણ અટકાવે છે? રેટરી કે લાયન્સ કલબ જેવી સેવાની સંસ્થાઓના પ્રમુખને પ્રમુખસ્થાને નિયુકત કરવા જેવા સામાન્ય પ્રસંગે પણ હજાર રૂપિયાનું ખર્ચ થાય છે. પ્રજાજીવનને આ રોગ છે. યુવાને કાંઈક કરીને તેને અટકાવે અને સમજદાર વ્યકિતઓ આવા સમારંભેને બહિષ્કાર કરે.
ચીમનલાલ ચકુભાઈ 5 સર્વોદય સંમેલન =
[સર્વોદય સંમેલનની સમાલોચના મેં કરી હતી. તે સંબંધે બે પત્ર માગ્યા છે જે નીચે પ્રક્ટ કરવામાં આવે છે. એક પત્ર છે સંમેલનના પ્રમુખ શ્રી સિદ્ધરાજજી ઢટ્ટાને અને બીજે છે રામદાવાદથી ડૉ. કાન્તિલાલ એ. શાહને. બન્ને પત્રો મારી સમાલોચનાના કેટલાક મુદ્દાઓને સ્પષ્ટ કરે છે, ખાસ કરી શ્રી ઢટ્ટાજીનો પત્ર. આ સ્પષ્ટતાને હું આવકારું છું. પણ સંમેલનમાં ઉપસ્થિત થયેલ કેટલાક પાયાના પ્રશ્ન જેને નિર્દેશ મેં સમાજનામાં કર્યો છે, તે વધારે ગહન વિચારણા માગે છે એમ મને લાગે છે – તંત્રી શ્રી. સિદ્ધરાજ ઠઠ્ઠાને પત્ર
જયપુર તા. ૨૫-૬-૭૧ પ્રિય શ્રી ચીમનલાલભાઈ, - તા. ૧૬મી જુનનું ‘પ્રબુદ્ધ જીવન’ મેં જોયું. સર્વોદય સંમેલન અંગે આપે જે વિવેચન કર્યું છે તે મેં વાંચ્યું. આપ સંમેલનમાં હાજર રહ્યા ન હતા, તેમ છતાં બહુ સરસ રીતે ત્યાં ચર્ચાયેલી કેટલીક બાબતેનું વિશ્લેષણ કર્યું છે. આપે દર્શાવેલી કેટલીક વાતો પર હું મારે અભિપ્રાય જણાવી રહ્યો છું.
આપે રાજસત્તા અને સેક્સત્તાને પ્રશ્ન ઉઠાવ્યો છે. આપની એક વાત સાચી છે કે લોકશાહીમાં પણ નેતૃત્વની આવશ્યકતા છે અને રહેશે. પરંતુ સવાલ એ છે કે નેતૃત્વ કેવું હોય? સત્તાધારીઓનું નેતૃત્વ કે સમાજના નિ:સ્વાર્થ રોવકોનું નૈતિક નેતૃત્વ? મારાં માનવા મુજબ સત્તા અને નેતૃત્વ બે જુદી જુદી ચીજો છે. બંનેને એકજ સમજી લેવાથી એવી સમસ્યા ઊભી થઈ જાય છે, જેવીકે આજે આપણે સૌ જોઈ રહ્યાં છીએ. આપણે ઈચ્છીએ છીએ કે રાજસત્તા પર સંગઠિત ક્ષત્તાનો કાબુ હોય. લોકો માને છે કે રાજકીય પક્ષોના માધ્યમ વડે આ કાબુ રહી શકે. આ માન્યતા પણ ભ્રામક છે. રાજસત્તા અને પક્ષો બંને લોકોની શકિતને ઉત્તરોત્તર કમજોર કરી રહ્યાં છે અને બધી શકિત પોતાની પાસે કેન્દ્રિત કરી રહ્યાં છે. લોકશકિતના અભાવને લઈને આ બંને રસ્થા કેટલી નિરંકુશ બની ગઈ છે તે આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યાં છીએ.
રાજસત્તાને સદંતર અભાવ એક આદર્શ પરિસ્થિતિ છે. આદર્શ હમેશાં મનુષ્યને માટે દિશા-સૂચક હોય છે. આપે લખ્યું છે કે આજના યુગમાં રાજસત્તાથી મુકિતની કલ્પના કરવી રને વાસ્તવિકતાની ઉપેક્ષા કરવા બરાબર છે, કારણકે રાજાને જીવનના તમામશેત્રો પર છવાઈ ગઈ છે. પરંતુ આજના યુગમાં પણ, કારણકે વિજ્ઞાનને એટલે વિકાસ ગ છે અને દુનિયા એટલી નજીક આવી ગઈ છે, તેથી જ રાજસત્તા અને અસત્તાનાં વિકેન્દ્રીકરણની આવશ્યકતા છે. વિજ્ઞાને એ શક્ય બનાવેલ છે. આજે તો વિજ્ઞાન પણ ચેડાંક પૂંજીપતીને અથવા સત્તાધારીઓના હાથમાં ઠપુતળી જેવું બની
ગયું છે અને આ લોકોને વિજ્ઞાનને એવું રૂપ આપી દીધું છે કે જેથી એમ લાગે કે વિજ્ઞાનને ઉપયોગ કેન્દ્રીકરણ દ્વારા જ થઈ શકે છે. આ એક મોટો ભ્રમ છે. આર્થિક વિકેન્દ્રીક્રણ એટલે કેવળ ખાદી, ઘાણી કે તાડગોળ એમ કઈ કહેતું નથી. ગાંધીજીએ, વિનોબાજીરને અને અમે બધાએ વારંવાર આ વાત સ્પષ્ટ રીતે કહી છે.
વિકેન્દ્રીકરણ અને નાનાં નાનાં ગ્રામસમૂહોનાં આધાર પર સમાજવ્યવસ્થાની રચના આજના યુગને માટે જરૂરી અને અનિવાર્ય છે એવું માત્ર ગાંધી-વિનેગારને કહ્યું છે એમ નથી; આજના સમર્થ વિચારકો પણ એમજ માનવા લાગ્યાં છે. પ્રસિદ્ધ ઈતિહાસકાર નોંડ ટોયલ્મીરએ હમણાં થોડાં સમય ઉપર આ વિશે એક લેખ લખ્યો હતો.
વિજ્ઞાનના વિકાસના પરિણામે માનવીના હાથમાં એટલી શકિત આવી ગઈ છે કે જો રાજસત્તા પણ કેન્દ્રિત થઇ જાય, તે માનવજાતને માથે મટું જોખમ છે. આગળના જમાનામાં તે વિકેન્દ્રીકરણ સ્વાભાવિક હતું કારણકે તે વખતે મુસાફરીનાં સાધને આજના જેટલાં હતાં નહીં. પરંતુ આજના યુગમાં તે રને જ સાધના વિકાસને કારણે વિકેન્દ્રીકરણ અનિવાર્ય બની ગયું છે. અન્યથા વિકલ્પ શેષણ અને અન્યાયને ગુણાકા: થશે.
આપે લખ્યું છે કે મુખ્ય સવાલ મનુષ્યની સ્વાર્થવૃત્તિ અને પરિગ્રહમેહને ઓછા કરવા અને ત્યાગ વગેરેને વધારવાને છે. આપની આ વાત તદ્દન સાચી છે. પરંતુ તેને માટે પણ વિકેન્દ્રિત સમાજરચના જ અનુકૂળ છે. કેન્દ્રિત સમાજરચના આપણને જબરદરતીપૂર્વક સ્વાર્થ અને પરિગ્રહ તરફ લઈ જાય છે.
હું આશા રાખું છું કે આ વિચાર સર્વોદયના લક્ષ્યને સમજવામાં કદાચ મદદરૂપ થશે.
લી. આપને
સિદ્ધરાજ ઠઠ્ઠા . કાન્તિલાલ શાહને પત્ર તંત્રીશ્રી, પ્રબુદ્ધજીવન,
તા. ૧૬૬૭૧ ના પ્ર. ન. માં સર્વોદય સંમેલનની આપે કરેલી સમાલોચના બદલ ધન્યવાદ. આપે આ સમાચના મુકતવિચારણા માટે કરી છે, તેથી પ્રેરાઈ થોડું લખવા પ્રેરાયો છું. લેખના અંતમાં આપે ગ્ય જ કહ્યું છે કે, “પાયાને સવાલ, માણસની સ્વાર્થ વૃત્તિ અને પરિગ્રહ મેહ એછા થાય અને સમાજકલ્યાણની ભાવના, ત્યાગ અને અપરિગ્રહની દષ્ટિ સબળ થાય એ છે.” વળી લેખના મધ્યભાગમાં કહ્યું છે, “પાયાને પ્રશ્ન એ છે માનવીય કઠિનાઈ– Human મદદkness or selfishness માત્ર સમજવટથી દૂર કરી શકાય કે કોઈ અહિંસક પ્રતિકાર અથવા દબાણની જરૂર ખરી?”
હું આપને એવો જ પાયાને પ્રશ્ન પુછું છું કે અપરિગ્રહ, નિ:સ્વાર્થતા, સમાજકલ્યાણની ભાવના વગેરે માનવહૃદયમાં અંદરથી ઊગે છે કે બહારથી લદાય છે? બહારથી લાદી શકાતી હોય તે બહારથી લદાયેલી આ વૃત્તિએ વધારે ટકાઉ નિવડે છે કે અંદરથી ઊગેલી? એક વ્યકિત તરીકે, એક પિતા તરીકે, એક શોધક તરીકે મારા અનુભવ તે એ છે કે જે અંદરથી ઊગે છે તે જ સાચું હોય છે ને તે જ ટકે છે અને તેથી જ સમજાવટને– હૃદયપરિવર્તનને માર્ગ ગમે તેટલો લાંબો લાગે તો પણ ટૂંકામાં ટૂંકે છે.
શ્રી વસંતરાવ નારગોલકર જેવા ગાંધીજીને નામે વિનેબાની જે ટીકા કરે છે તે ગાંધીજીની ફિલસૂફી બરાબર સમજતા નથી એ મારો નમ્ર મત છે. એ બધાની દષ્ટિ ફળ પર હોય છે. પિતાનું ધાર્યું પરિણામ ન આવે એટલે એ લોકો નિરાશ થાય છે. ગાંધીજીને મુખ્ય ભાર ફળત્યાગ પર હતે. આપણે પ્રયત્ન કરવાને, ફળ ભગવાનના હાથમાં; અને માટે જ સાધનશુદ્ધિને આગ્રહ ડગલે ને પગલે