________________
તા. ૧-૭-૧૯૭૧
પાસેથી અપેક્ષા રાખી હોય તેથી લાગે, પણ તેઓ તે પૂર્ણતાના જ ઉપાસક હતા, અને પોતાનાં કાર્યો પૂર્ણ કરીને જ ગયા છે. છે
જીવનમાં સમભાવની સાધના એ જ ભ્રામણનું લક્ષણ છે અને તેની તાદશ મૂર્તિના દર્શન મને સ્વ. પૂ. પુણ્યવિજયજીમાં થયા છે. છેક ઈ. ૧૯૩૫ થી સંગ્રહણીના દરદી છતાં તેમના સ્વભાવમાં જે શાંતિ દેખાતી તે દુર્લભ હતી. છેલ્લા દિવસેામાં બન્ને ઓપરેશન વેળા પણ તેમણે દુ:ખ સહન કરવાની જે તાકાત દાખવી છે તેના દર્શન પણ દુર્લભ છે. બાળક કે મેટા ધનિક તે બન્નેની સમક્ષ મહારાજશ્રીનું એક જ રૂપ. તે તેમની નિખાલસવૃત્તિના દર્શન કરાવે છે. મોટા મેટા શેઠા ભકત છતાં, અભિમાનનો છાંટો મળે નહિ. આવી આત્મ પરિણતિ અન્યત્ર દુર્લભ જ છે. મહારાજ પાસે સાહિત્યિક સામગ્રી કે અન્ય સામગ્રી હોય અને કોઈ ખપીને ન આપી હોય તેવું બન્યું નથી. આવી નિર્માહી કે અપરિગ્રહવૃત્તિ જેઆત્મામાં હોય તે સાચા શ્રમણ ન હાય તો પછી બીજો કોણ હોય? અને છતાં આપણા રામાજમાં એવા સાધુ પડયા છે જે તેમને કામણ માનવા પણ તૈયાર ન હતા. તેમના દર્શન કરવામાં તેમને મિથ્યાત્વ લાગી જવાનો ડર હતો. આ જૈન ધર્મના હાસનું કારણ ન હોય તે બીજુ શું હોય? ‘બાહ્ય આડંબર વધારો અને સાચા સાધુમાં ખપેા- આ આજે સાધુતાનું ધારણ થયું છે. અને છતાં એ ધારણના અસ્વીકાર કરી સદૈવ માન અપમાનની પરવા કર્યા વિના પોતાની રીતે સાધુજીવન ગાળીને પૂ. મુનિશ્રી પોતાનું જીવન ધન્ય કરી ગ્યા અને સાધુતા શું હોઈ શકે તેનું નિદર્શન પણ કરી ગયા છે. તે આપણા માટે સદૈવ ધ્રૂવતારક બની રહે એ જ અભ્યર્થના.
છે
દલસુખ માલવણિયા
પ્રભુ જીવન
.
બંગલાદેશ અને સાધુ સન્યાસીએ
બંગલાદેશમાં જે ભયંકર હત્યા અને અત્યાચાર થઈ રહ્યા છે અને લાખો નિરાશ્રિતો પોતાનું સર્વસ્વ ગુમાવી ભારત આવ્યા છે, અને આવતા રહે છે તેમની યાતનાઓથી વ્યથિત થઈ, એક ભાઈએ જૈન પ્રકાશમાં લખ્યું કે આપણા દેશમાં આટલા બધા ધર્મ છે - ધર્માત્મા છે, ત્યાગી - તપસ્વી પુરુષો છે, શાંતિ અહિસામાં માનવાવાળા છે, તેઓ કોઈ કેમ ાંગલાદેશની શાંતિ માટે કાંઈ કરતા નથી? મહાત્મા ગાંધીજી જેમ નોઆખલીના હત્યાકાંડ વખતે ત્યાં જઈ આવેલા, તેવું કોઈ સાહસ કરવા કોઈ સમર્થ નથી?
તેરાપંથી મુનિરૂપદજીએ કહ્યું કે હિંસાના વિરોધમાં અહિંસાના સમર્થ અવાજ બુલંદ કરવાનો આ યાગ્ય અવસર છે. ભગવાન મહાવીરના સમાનતા અને સ્વતંત્રતાના સિદ્ધાંતોને ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે સમસ્ત સાધુસમાજે પૂર્વબંગાળ ઉપર ગુજરી રહેલ પાકિસ્તાની અત્યાચારોની સ્પષ્ટરૂપે નિંદા કરવી જાઈએ.
જૈન સાપ્તાહિકે પણ આવા જ અવાજ ઉઠાવ્યો છે અને ઉપર જણાવેલ બન્ને કથનના ઉલ્લેખ કરી કહ્યું છે કે “બંગલા દેશના પ્રકરણમાં સમાજ અને સામાન્ય પ્રજા ધર્મગુરૂઓ પાસેથી સક્રિય અને કરુણાપ્રેરિત કામગીરીની આશા-અપેક્ષા રાખે છે અને આપણા સાધુસમાજે દરેક રીતે પૂરા સાથ અને ઉપદેશ આપીને પોતાની અહિંસા અને કરુણાની ભાવનાને ચરિતાર્થ કરવી જોઈએ.
આવું કાંઈ બન્યું નથી. શા માટે નથી બનતું તે સમજવાની
જરૂર છે.
જૈન સાધુસમાજ, બૌદ્ધભિખ્ખુ અને હિન્દુધર્મના લાખા સન્યાસીઓ ધારે તે આવી મહાન આપત્તિના સમયે અદભુત કામ કરી શકે. આમ નથી બનતું કારણકે શ્રમણપરંપરા અને સંન્યાસપરપરામાં આવા સક્રિય કરુણાપ્રેરિત સેવાના કાર્યને સ્થાન નથી. સમાજકલ્યાણ માટે સેવાના કાર્યો આત્મસાધનાનું અંગ બની શકે તેમ માન્યું નથી. સાધુ અથવા ર્સન્યાસી થયા એટલે સંસારનાબધા સંબંધોનો વિચ્છેદ કર્યો અને માત્ર આત્મચિન્તનમાં લીન થયા. સાંસ્કારિક પ્રવૃત્તિ, શુભ પ્રવૃત્તિ હોય તે પણ કર્મબંધનું કારણ છે અને મોક્ષાર્થી ભવભ્રમણમાંથી મુકિત મેળવવા ઈચ્છે તેથી કર્મ બન્ધનું નિમિત્તા થાય એવી કોઈ પ્રવૃત્તિ ન કરે. શ્રમણ અને સંન્યાસપરંપરા તેથી સર્વથા નિવૃત્તિલક્ષી રહી છે. જૈન ધર્મમાં અહિંસાની જે સમજણ સ્વીકારી છે તે મુજબ બધી પ્રવૃત્તિમાં આરંભ સમારંભ અને હિંસા હોવાથી, નકારાત્મક વલણ રહ્યું છે. આ સમજણથી અંતિમ કોટિ તેરાપંથ છે. આચાર્ય તુલસી તેમાં પરિવર્તન કરવાનો પ્રયત્ન કરે છે, પણ પાયાની માન્યતામાં જાહેર રીતે ફેર કરી શકયા નથી. જૈન ધર્મના અન્ય સંપ્રદાયોની પણ, વધતે ઓછે અંશે, આ જ માન્યતા છે. કરૂણાપ્રેરિત સક્રિય સમાજકલ્યાણની પ્રવૃત્તિને સાધુજીવનમાં અવકાશ નથી. સાધુ - સંન્યાસી, કોઈ ધ્યાનમાં, કોઇ જ્ઞાનમાં, કોઈ ભકિતમાં તો કોઈ
૮૩
તપશ્ચર્યા અને દેહદમનમાં મગ્ન રહેશે પણ કર્મ યોગમાં નહિ, આ પાયાની માન્યતામાં ધરમૂળથી ફેરફાર ન થાય ત્યાં સુધી સાધુ - સંયાસી પાસેથી સમાજકલ્યાણની પ્રવૃત્તિઓની આશા રાખી ન શકાય.
આ માન્યતામાં અસરકારક ફેરફાર સ્વામી વિવેકાનંદ કર્યો અને સંન્યાસ અને સેવાને સાથે જોડયા, દક્ષિણ આફ્રિકામાં ખ્રિસ્તી મિશનરીઓના સમર્પણ અને સેવાથી ગાંધીજી આકર્ષાયા. સદ્ભાગ્યે તેમણે જોયું કે પોતાને જોઈએ તે બધું હિન્દુધર્મમાં પણ મળી રહે તેમ છે અને તે મળ્યું ગીતાના અનાસકત કર્મયાગમાં. ગાંધીજીએ કહ્યું કે તેમની બધી પ્રવૃત્તિ મેાક્ષ માટે જ છે, બીજા અર્થમાં કહ્યું કે પૂર્ણ સત્યના દર્શન માટે અથવા ઈશ્વરના સાક્ષાત્કાર માટે. ગીતાના અનાસકત યાગને જીવનમાં કોઈએ બરાબર જીવી બતાવ્યો હાય તો ગાંધીજીએ. ડા. સ્ટેન્લી જોન્સે ગાંધીજી વિષે કહ્યું છે:
He was an ascetic and a servant. The Combination is a new phenomenon in India. The ascetic in general does not serve.... It was with a sigh of relief that India saw in her Greatest Son the combination of two things that gripped her deeply. India has always respected the man who could renounce.. And here was Mahatma Gandhi, the leader of the new India, an ascetic. It gripped the Soul of ancint India. But he also gripped the Soul of modern India. for modern India feels that to renounce and not to relate that renunciation to the needs around one is worse than useless it is a drain. In the Mahatma the two came together. Gandhiji was the ascetic who served."
સંન્યાસ અને સેવાના આ સંગમ જૈન સમાજ કે હિન્દુ સમાજ સ્વીકારવા તૈયાર છે? અત્યારે સંન્યાસીની સેવા વધુમાં વધુ હાય તા ઉપદેશમાં—તે ખટકે છે. પોતાના વર્તન વિનાના ઉપદેશ કેટલી અસર કરે? ચીમનલાલ ચકુભાઈ
શ્રી મુંબઇ જૈન યુવક સંધની વાર્ષિક સભા
*
· શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા જુલાઈ માસની તા. ૧૭ શનિવાર સાંજના પાંચ વાગ્યે સંઘના કાર્યાલયમાં મળશે, જે વખતે નીચે મુજબનું કામકાજ, હાથ ધરવામાં આવશે.
(૧) ગત વર્ષના વૃત્તાન્તને તથા સંઘ તેમ જ શ્રી મણિલાલ માકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના આડિટ થયેલા હિસાબોને મંજૂરી આપવી. (૨) નવા વર્ષનું અંદાજપત્ર મંજૂર કરવું. (૩) સંઘના અધિકારીઓ તેમ જ કાર્યવાહક સમિતિના ૧૫ સભ્યોની ચૂંટણી કરવી.
(૪) સંઘના તથા વાચનાલય અને પુસ્તકાલયના ઑડિટરોની નિમણુંક કરવી.
ઉપર જણાવેલ વાર્ષિક સામાન્ય સભાના અનુસંધાનમાં સવિશેષ સૂચના કરવામાં આવે છે કે ઉપર જણાવેલ સંઘનો વૃ ંત તથા સંઘના તેમ જ વાચનાલય અને પુસ્તકાલયના ઑડિટ થયેલા હિસાબો તેમ જ ચેપડા સંઘના કાર્યાલયમાં ખુલ્લા રાખવામાં આવ્યા છે. સમવારથી શનિવાર સુધીના દિવસોમાં બપારના ૨-૦૦ થી ૫-૦૦ સુધીમાં કોઇ પણ સભ્ય તેનું નિરીક્ષણ કરી
શકશે.
વાર્ષિક સામાન્ય સભાના ઉપર જણાવેલા સમયે વખતસર ઉપસ્થિત થવા સર્વે સભ્યોને વિનંતિ છે
*
સભાસ્થળ : સંઘનું કાર્યાલય, ૩૮૫, સરદાર વી. પી. રોડ, વનિતા વિશ્રામ સામે, મુંબઇ-૪
ચીમનલાલ જે. શાહ સુબોધભાઈ એમ. શાહ મંત્રીઓ: મુંબઇ જૈન યુવક સંઘ