________________
૮૧
પ્રમુદ્ધ જીવન
સ્વ. પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી
આગમ પ્રભાકર
ઈ. સ. ૧૯૩૫થી પૂ. મહારાજશ્રી પૂણ્યવિજયજીના પરિચયમાં આવ્યો ત્યારથી મારા ઉપર તેમના નમ્ર અને વિદ્યાનિષ્ઠ જીવનની જે છાપ પડી છે તે છેલ્લી ઘડી સુધી ઉત્તરોત્તર પ્રબળ બનતી ગઈ છે.
તેમણે પાતે અનેક ઉચ્ચ કોટિના ગ્રંથા, જેવા કે વસુદેવ હિન્દી, અંગવિજ્જા ગૃહત્કલ્પ આદિનું સંપાદન કર્યું છે, અને તે એવા છે જે અન્ય દ્વારા સંપાદિત થવાનો સંભવ ઓછા જ હતા. કેવળ વિદ્યાને વરેલા જ એ ગ્રંથોનું સંશાધન કરી શકે, અન્ય નહિ. તેમણે જયારે છંદસૂત્રમાંના બૃહત્કલ્પનું સંપાદન શરૂ કર્યું ત્યારે ઘણા આગમજ્ઞોના વિરોધ હતો, છતાં પણ ભારતીય વિદ્યાના એક અંગરૂપ એવા મહાન ગ્રન્થા પ્રકાશિત ન થાય તે તેમને ગમ્યું ન હતું અને વિરોધ છતાં તેમણે બૃહત્કલ્પનું સંપાદન કર્યું. અને તેમણે જે રૂપે એનું સંપાદન કર્યું છે તે ગ્રુપને પોંચવાની અન્યમાં તાકાત દુર્લભ છે. તે તો ત્યાર પછી એવું સંપાદન હજી સુધી થઈ શકશું નથી તે જ બતાવી આપે છે.
છેલ્લાં પચાસ વર્ષથી તેમના મુખ્ય બે કામેા રહ્યાં છે. આપણા જૂના હસ્તલિખિત પુસ્તકોનું સંરક્ષણ અને આગમગ્રંથાની વિશુદ્ધ વાચના તૈયાર કરવી તે. તેમણે લીંબડી, પાટણ, ભાવનગર, જેસલમેર જેવા જાણીતા ભંડારોની હસ્તપ્રતોના ઉદ્ધાર કરી સૂચી બનાવી આપી છે અને આવશ્યક એવી સંરક્ષણની વ્યવસ્થા પણ કરી આપી છે અને તે ઉપરાંત જયાં પણ તે ગયા ત્યાંના ભંડારની સુવ્યવસ્થા થાય તેની ચિંતા હંમેશા તેમણે સેવી છે. પરિણામ એ છે કે આજે જે પશ્ચિમના વિદ્રાના એમ કહેતા હતા કે જૈન ભંડારમાંથી પુસ્તક તે મળી જ ન શકેતેએ હવે કહેતા થયા છે કે જૈન ભંડારમાંથી પુસ્તક મેળવવું હોય તે શ્રી પુષ્કવિજયજી જ એક માત્ર સહાયક છે. આજે જયારે તેમના સ્વર્ગવાસ થયો ત્યારે વિાનાની એક જ ચિંતા છે કે હવે આ બધા ભંડારામાંથી હસ્તપ્રત કોણ ઉપલબ્ધ કરી આપશે? હા, એક ઉપાય તેઓ કરતા જ ગયા છે અને તે એ કે અમદાવાદમાં લાલભાઈ. દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યા મંદિરની સ્થાપના શ્રી. કસ્તુરભાઈ લાલભાઈને પ્રેરણા આપીને કરાવી. અને તેમાં પૂ. મુનિશ્રી પુણ્યવિજયજીને પોતાના સંગ્રહ જે દશ હજાર પ્રતોનો છે તે ઉપરાંત તેમણે બીજી જે ૨૭૦૦૦ હસ્તપ્રતો મેળવી આપી છે, તે દ્વારા વિદ્રાનાને હસ્તપ્રતો સુલભ કરી આપી છે. પરંતુ એ પણ પર્યાપ્ત નથી. અન્ય ભંડારના સંચાલકો જો વિદ્યામંદિરને સહકાર આપે અને તેના દ્વારા વિદ્વાનોને હસ્તપ્રતો સુલભ કરી આપે તો જ પૂ. મુનિશ્રીની આ પ્રવૃત્તિ ચાલુ રહી શકશે. અને તેના યયાર્થરૂપમાં ચાલુ રહી શકશે. ગ્રંથભંડારો માત્ર સાચવી રાખવા એ પર્યાપ્ત નથી. પણ તેના પુસ્તકોનો વધારેમાં વધારે ઉપયોગ કેમ થાય એવી વ્યવસ્થા પણ કરવી જોઈએ. અન્યથા એ ભંડારના કશા જ ઉપયોગ નથી. માત્ર ઉધઈનો ખોરાક બની જશે.
પૂ. મુનિશ્રી જયાં પણ જતાં ત્યાં આગમોની કોઈ પણ પ્રાચીન હસ્તપ્રત જોતાં તે તેને આધારે પેાતાની મુદ્રિત આગમની આલુત્તિમાં પાઠાંતર નોંધી લેતા. આમ છેલ્લા પચાસ વર્ષથી તેમણે આગમેાની વિશુદ્ધ આવૃત્તિ તૈયાર કરવાના પ્રયત્ન કર્યો છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે તેમના દ્વારા સંપાદિત વિશુદ્ધ આગમગ્રંથોના પ્રકાશનનું કાર્ય હાથ ધર્યું છે, અને ત્રણ આગમાં પ્રકાશિત પણ થઈ ગયા છે. શેષ આગમે તેમણે જે રીતે વિશુદ્ધ કરી રાખ્યા છે તેના સંપાદન-પ્રકાશનની જવાબદારી એ મેાટી જ્વાબદારી છે. તે કેમ પાર પડશે તે આજે સૌની ચિ ંતાનો વિષય થઈ પડયો છે.
0
તા. ૧૭–૧૯૭૧
વિદ્યાની મહત્ત્વની પ્રવૃત્તિમાં રોકાયેલા છતાં તેમણે પેાતાનો સમય શ્રાવકના નાના બાળકથી માંડીને અનેક સાધુ-સાધ્વી અને શ્રાવકોને આપવામાં જરા પણ સંકોચ રાખ્યા નથી. એક બાળકની સાથે બાળક બની વાત કરતા તેમને જમણે જોયા હશે તેઓને ખ્યાલ હશે કે આ ખરેખર ધર્મની પરિણતિવાળા મહાત્મા છે. અમે હંમેશા ફરિયાદ કરતા કે મહારાજ આપ આપની વિદ્યા ઉપરાંતની પ્રવૃત્તિમાં કાપ મૂકો. પણ તેમને તે એક જ જવાબ હતા કે કોણ કયારે ધર્મ પામશે એની શી ખાતરી? માટે મારે તે મારી પાસે આવનારને નિરાશ કરવા નથી. મુંબઈમાં તેમના ઘણા સમય વાસક્ષેપ નાખવામાં જતો. તે બાબતમાં પણ તેમના એક જ ખુલાસા હતા કે ભાઈ, શ્રાદ્ધાથી લેનારને શાંતિ મળતી હાય ! મારો સમય ભલે તેમાં જતો. આ દિવસે નિરાંત નહિ એટલે તેમનું શાસ્ત્રીય વિદ્યાનું કામ યારે સૌ ઊંધી જાય ત્યારે ચાલતું અને છતાં જીવનમાં સદૈવ અપ્રમત્ન હોઈ તેઓ જે પ્રકારના અને જેટલા વિશિષ્ટ ગ્રંથા સંપાદન કરી શકયા છે તે આશ્ચર્ય ઉપજાવે તેવા છે. અને વિદ્બેજગતમાં તેથી તેમનું નામ થયું છે. હજી ગયા જ વર્ષે અમેરિકાની ઓરિએન્ટલ સેાસાયટીએ તેમને પોતાના માનદ સભ્ય ચૂંટી કાઢયા હતા. કદાચ આવું માન મેળવનાર એ પ્રથમ ભારતીય હતા.
જેને કયાંય આકાય નહિ એવા કોઈ સાધુ કે સાધ્વીના એ આધાર હતા. તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખતા, શ્રાયની વ્યવસ્થા કરતા અને બીજી જરૂરિયાતો પણ પૂરી થાય તેની ચિન્તા સેવતા. જ્યારે તેઓ હવે આપણી વચ્ચે નથી ત્યારે રડી રહેલા એવા સાધુ - સાધ્વીની ચિંતા સેવવી એ પૂ. મહારાજશ્રી પ્રત્યેનું ઋણ અદા કરવાના એક પ્રકાર બની રહેવા જોઈએ.
ઘણા ધનિકો પૂ. મહારાજશ્રીને કહેતા કે મહારાજ કાંઈ જરૂર હાય તો કહેજો. પણ તેઓ તો કોઈએ કહ્યું માટે કાંઈ માગી લેવું એમ માનનારા હતા નિહ. જયારે પણ જરૂર ઊભી થાય ત્યારે જ તેઓ કોઈને કાંઈ કહેતા.
વિદ્યામંદિરમાં આવીને તેઓ રહે કે નહિ તેની ચર્ચા પ્રસંગે તેમણે જણાવ્યું કે મને તો મારા આ શ્રાવકભકતોની વચ્ચે જ રહેવું ગમે છે. તેમની મને હૂંફ છે, મારી તેમને છે.
જૈન આચાર–વિચારમાં દઢ. છતાં જયાં અપવાદ જરૂરી જણાય ત્યાં તે કરતા સંકોચ અનુભવતા નહિ. પરમાર્થ ચારિત્ર્યના એ આરાધક હતા. ખોટા આડંબરમાં કદી રાચ્યા નથી. તેમનાથી ઓછી યોગ્યતાવાળા અનેક આચાર્ય બની ગયા. અને અનેકવાર વિનંતિ છતાં મુનિશ્રી પુણ્યવિજયજી એ મુનિશ્રી જ રહ્યા. આચાર્ય થવાનું પસંદ કર્યું નહિ. આગમના પરિશીલન દ્વારા એમને જ્ઞાન હતું કે આચાર્ય થવું એટલે કેટલી મેટી જવાબદારી ઉપાડવી. આવી મેટી જવાબદારીથી મુકત રહેવામાં જ તેમણે પોતાનું શ્રેય જોયું હતું. આચાર્ય તે નહિ પણ વિદ્રત્તાના પ્રતિક રૂપે અપાતી પંન્યાસ પદવી પણ તેમણે સ્વીકારી નહિ તે તેમની કેટલી નમ્રતા હતી તે સૂચવે છે.
છેલ્લે તેમને હરસનું દર્દ હતું તેનું ઓપરેશન થયું, તેમાંથી વળી પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવવું પડયું. તેમાં તેમના જીવનના ૭૬ વર્ષની ઉંમરે અંત થયો. પરંતુ મહારાજશ્રીને પોતાને તે વિશ્વાસ હતો કે તેઓ ૮૪ વર્ષ તે જીવવાના જ છે અને અધૂરાં કામે પૂરાં કરવાના જ છે. પણ કુદરતે બીજું ધાર્યું હતું. તેમના અધૂરાં કામા અધૂરાં જ રહ્યા. પણ ખરેખર જ તે અધૂરાં રહ્યા છે? જે કાંઈ તેમણે જયારે કર્યું છે તે પૂર્ણ રૂપમાં જ કરવાનો આગ્રહ સેવ્યો છે. એટલે તે જે કાંઈ કરી ગયા છે તે પૂર્ણ જ છે. અધૂરાં તો આપણે તેમની