________________
તા. ૧-૭-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
>
સર્વ ધર્મ સમભાવ એક દષ્ટિબિન્દુ
?
વિચારના ક્ષેત્રમાં, આપણે ત્યાં, ઘણી વાર એક પ્રકારની શિથિલતા પ્રવર્તતી દેખાયા વિના રહેતી નથી. ભાષાના બંધારણને કારણે તેમ થતું નથી, કેમકે આપણી ભાષા અનેક સમર્થ માણસેએ સુસ્પષ્ઠ સાધક રીતે અનેકવાર વાપરી જ છે. પરિભાષાને અંગે થોડું ઘણું તેમ થતું હોય તેમ બને, પણ ખરું કારણ તે જે વિચાર રજૂ કરતા હોય તેને, તે જ્યાં સુધી લઈ જતે હોય ત્યાં સુધી તેની સાથે સાથે થઈને અંત સુધી તેને તપાસી લીધા વિના, તેના પ્રાથમિક આકર્ષણથી આકર્ષાઈને તેને રજૂ કરી દેવાને તેના રજૂ કરનાસ્ને લોભ જ જણાય છે. એ રજૂ કરનાર
જ્યારે વિચારક, વિદ્વાન, ચિન્તક એવી નામના પામેલ હોય ત્યારે તે વળી એની વાત ચલણી બની જાય છે, અને ભાષામાં એ પ્રચલિત બની જાય છે અને એને બંધ દઢ છે કે નહિ તે તપાસવાની પણ ભાગ્યે જ કોઈ જરૂર સમજતું હોય છે.
સર્વ ધર્મ સમભાવ' મને એક એ જાતને શિથિલબંધવાળે પ્રયોગ લાગે છે. એને જરા તપાસવાનો પ્રયત્ન કરીએ.
સમભાવ' શબ્દને વહારમાં આપણે ઘણી વાર sympaty ના અર્થમાં વાપરીએ છીએ. એ પ્રમાણે આ પ્રયોગને અર્થ સર્વધર્મો પ્રત્યે sympathetic વલણ રાખવું એ થાય. એ થાપ તે એ બરોબર છે, પણ ‘સર્વ ધર્મ સમભાવ મને ‘ સમભાવ' શદ sympathy ના જ અર્થમાં નથી વપરાતે એ રાસ્પષ્ટ છે. એ તે સમાનતા અર્થમાં પણ વપરાય છે. ' એટલે એનો અર્થ રોમ થયું કે સર્વે ધર્મો તરફ માણસે સમાનભાવ રાખવો, સર્વે ધર્મો સમાન છે એ દષ્ટિએ એમના તરફ જોવું. જ્યારે એમ થાય ત્યારે સહિષ્ણુતા- tolerance - તેમાં આપોઆપ આવી જાય. એમ થતાં માણસ ઘણા અનર્થોમાંથી બચી જાય, કેમકે એમ માનનારો માણસ પંાતાને ધર્મ બીજના ધર્મથી ચડિયાત છે એમ ન માની શકે, અને એ કે એવા કારણે આકળે થઈ બીજા ધર્મ પાળનાર ઉપર આક્રમક ન થઈ શકે. એવો ભાવ જ એના હૃદયમાં પેદા ન થાય. આપણા જેવા અનેક ધર્મો ધરાવતા રાષ્ટ્રમાં આ જાતને ભાવ હોય એ ઘણું જરૂરી છે, કેમકે તે જ પ્રજમાં શાંતિ જળવાય અને બધા એકબીજા સાથે સુમેનથી રહી શકે.
ત્યાં સુધી તે વાત જાણે બરોબર છે, પણ તેને અઈ તે વાપરનારાના મનમાં ત્યાં જ થઈને અટકતો નથી. તેને સાદો, સીધો અને સરળ અર્થ એ લોકો એ કરતા દેખાય છે, અને એમ એ કહે છે પણ ખરા, કે બધા જ ધર્મો સમાન છે. એમાં કોઈ ઉચ્ચાવચતા નથી, અને એ કશેક ખ્યાલ કરવો તેમાં સાંપ્રદાયિકતા આવી જાય છે. “મારા પિતાના મહાલયમાં ઘણાયે દરવાજા છે” અને તેમના ગમે તેમાંથી પણ પ્રવેશ કરનાર માણસ આખરે તે એ પિતાના ઘરમાં જ દાખલ થઈ જાય છે, એમ એ લોકો માને છે અને કહે છે.
નૈતિકતાની દષ્ટિએ જોઈએ તે એ વાત બહુ ખાટી નહિ પણ હોય–ો કે હિંસાને સ્પષ્ટ રીતે ન નકારી કાઢતા અને અહિં સાને સર્વોપરિ નૈતિક મૂલ્ય ગણતા ધર્મો વિશે એ જાતની સમાનતા શી રીતે ગણી શકાય એ પણ વિવાદાસ્પદ પ્રશ્ન થઈ શકે. પણ છતાં એટલું ને એવું એવું થતું જતું કરીએ તે એ વાત સ્વીકાર્ય બને ખરી. પણ શું નૈતિકતા, અને એ નૈતિકતા પ્રેરે એ આચાર, એને ધર્મ કહેવાય?કે આધ્યાત્મિકતાના ફળસ્વરૂપ પમાયેલા તાત્ત્વિક સ્વરૂપને ધર્મ કહેવાય?
નૈતિકતા સર્વે ધર્મોમાં લગભગ સમાન સ્વરૂપે પ્રચાર પામતી જોવામાં આવે છે એને અંગે આ જાતને ભાવ ઊભું થયું હોય તેવો ઘણો સંભવ છે, પણ એ નૈતિકતા તો આખરે ગૌણ વસ્તુ છે, અને એના પ્રેરક બળ જેવી આધ્યાત્મિકતા છે એ જ એને પાવે છે. એ આધ્યાત્મિકતાને અંગે જ, થતી હોય તે, કશીક અનુભૂતિ થાય છે જે આ વિશ્વના સંચાલક તત્વની ઝાંખી કરાવે
છે. એ તત્ત્વને પામવું અને પૂરેપૂરું તે જે છે તે સ્વરૂપે, તેને જવું અને જાણવું એ જ ધર્મને પાય હોઈ શકે. એ આધ્યાત્મિકતા સિદ્ધ કરવાના ઉપાય તરીકે નૈતિક મૂલ્યોનું આવિષ્કરણ થયું છે અને એમનું મૂલ્ય પણ એ પૂરતું જ છે.
તો એ આધ્યાત્મિકતાનો આવિષ્કાર અને તેના ફલસ્વરૂપે થયેલી ભિન્ન ભિન્ન અનુભૂતિ એ જ જગતના મહાન ધન પાયો રહેલો છે. પાયાની એ વાત દરેક ધર્મે પિતાની આગવી રીતે, અને તેના પ્રરૂપકોની અનુભૂતિ અને સમજણ પ્રમાણે સ્પષ્ટ સ્વરૂપે કરી પણ છે અને તે વાતથી એ વિષયમાં રસ લેનાર કોઈ અજાણ નથી. તે વાત ભિન્ન ભિન્ન હોય છે કેમકે તે કરનાર મૂળ પુરુષની અનુભૂતિ–તેમનું દર્શન ભિન્ન ભિન્ન પ્રકારનું હોય છે.
આ વાત જો બરોબર હોય તે દરેક ધર્મ સમાન શી રીતે હોઇ શકે? પુનરપિજનનમ પુનરપિ મરણની પ્રક્રિયામાંથી પસાર થતાં થતાં, અનુભવને અને એ અંગે પમતી સાચી દષ્ટિને યોગ પામતાં પામતાં આત્મા અંતે એ સ્થિતિ પ્રાપ્ત કરે કે આખરે તે હના આવિર્ભાવના બંધનમાંથી મુકત થઈ જાય અને ફરી પાછી જન્મમરણની શૃંખલામાં આવે જ નહિ એમ કહેનાર ધર્મ, અને એક જ વાર જન્મ પામ્યા પછી અકપ્ય એવા કાળપર્યત અમુક જગ્યાએ પડયા રહેવું પડે અને એ પછી છેક ક્યામતને દિવસે ભગવાન બધાના પાપપુણ્યને લમાં લઈ આખરે નિવેડ કરે એમ માનનાર ધર્મ એક જ કક્ષાએ વિચરે છે એમ શી રીતે કહી શકાય? આત્મા નામનું અવિનાશી તત્ત્વ વિકાસની ઉત્તરોત્તર અવસ્થાઓ સ્વપુરુષાર્થથી પ્રાપ્ત કરતું જાય અને અંતે પૂર્ણજ્ઞાનની પ્રાપ્તિ થતાં પૂર્ણકશાને પામે એમ કહેનાર ધર્મ, અને એના વિકાસની જેમાં પૂર્ણ શકયતા ન હોય તેવા ભગવાનના આખરી ન્યાય ઉપર આધાર રાખનારા ધર્મ વચ્ચે સમાનતા શી રીતે સંભવે?
ને આ તો માત્ર જેમાં તત્ત્વની વાત આટલી બધી સ્પષ્ટ રીતે અલગ પડે છે એ ધર્મોની વાત થઇ. પણ જેમાં અનેક વસ્તુઓ સમાન છે તે ભારતના ધર્મો પણ એમના અભ્યાસીની દષ્ટિએ એક સમાન સ્વરૂપની ગણાશે ખરા ? એક જ અને અદ્રિતીય એવું તત્ત્વ સચરાચરમાં વ્યાપી રહ્યું છે અને એમાં વિલીન થઇ જવું એ જ પરમ પુરુષાર્થ છે એમ કહેનાર દર્શન, અને જેડ અને ચેતન રૂપી બે તદ્દન ભિન્નભિન્ન ગુણધર્મોવાળાં તે અનાદિથી અનંતકાળ સુધી જગતમાં પ્રવર્તમાન રહે છે અને એ બન્નેને એકબીજાથી ભિન્ન જાણી ચેતનતત્ત્વને એના મૂળ સ્વરૂપે જાણી લઈ મોક્ષ પામવો એમ કહેનાર દર્શન ભિન્ન જ ગણાય. એમાં ચઢિયાતું કોણ છે કે ઊતરતું કોણ છે એ કહેવાનો મુદ્દો નથી પણ બને ભિન્ન છે અને સમાન નથી એટલું જ કહેવાનું તાત્પર્ય છે. આ અગાઉ આમાં કહ્યું છે તેમ જ સમભાવને અર્થ માત્ર sympathy અને સહિષ્ણુતાને થતો હોય તે તેમાં કશે વાંધો નથી, પણ એથી વિશેષ, સમાનતાને જો અર્થ કરવામાં આવતું હોય તો જ આ બધી વિચારણાને સ્થાન મળે છે. એ તદૃન અસ્થાને નથી, કેમકે “સમભાવ' ને આગળ વધારીને આ વાકયપ્રયોગ–કે વિચાર – સર્વ ધર્મ મમ ભાવ” સુધી વિસ્તારવામાં આવ્યા છે. તેને ન્યાય પણ ચેકો છે, કેમકે જો સર્વધર્મ ‘સમ' એટલે “સમાન' હેય તે એ “મમ' એટલે મારા બની શકે અને તેમાં કશો વાંધો ન હોય. પરંતુ છેક સાંપ્રદાયિક ન હોય, અને તત્ત્વદર્શનમાં અને સ્વરૂપ પ્રાપ્તિમાં જેમને રસ હોય તેવા માણસો આ “મમ ભાવ” વાળી વાત કબૂલ કરી શકે ખરા?
વિચારણામાં અમુક જગ્યાએ શિથિલતા પ્રવેશે પછી અને વર્તુલ વિસ્તર્યા કરે છે, અને એ આપણે ધાર્યું હોય તેનાથી આપણને બહુ દૂર સુધી લઇ જાય છે. એટલા માટે આ વિષયનું આટલું વિવરણ કરવું યોગ્ય ધાર્યું છે.
ગુલાબદાસ બ્રોકર