________________
પ્રભુ જીવન
તા. ૧-૭-૧૯૧
વી અર
તેથી વિશેષ નૈતિક હાનિ થઈ તેનું માપ કાઢી શકાય તેમ નથી. અમેરિકાના પ્રજાજીવનમાં આ યુદ્ધથી ઝેર રેડાયું છે. પ્રજાને વિરોધ વધતો રહ્યો છે પણ સરકાર યુદ્ધનો બચાવ કરતી રહી છે. આ યુદ્ધમાં અમેરિકા કેમ સંડોવાયું અને પ્રજા સમક્ષ કેટલા જૂઠાણાંઓને આધારે આ યુદ્ધ અત્યાર સુધી ચાલુ રહ્યું છે તેને ઘડો હવે ફૂટ છે. લશ્કરી ખાતાએ તાર કરેલ એક અતિ ખાનગી અહેવાલ અમેરિકાના સૌથી પ્રતિષ્ઠિત ન્યુયોર્ક ટાઈરસે પ્રગટ કર્યો છે અને સનસનાટી ફેલાવી છે. સરકારે તુરત જ કોર્ટ મારફત પગલાં લઈ આ અહેવાલને વિશેષ ભાગ પ્રગટ થતું અટકાવવા પ્રયત્ન કર્યો છે. આ અહેવાલ પ્રગટ થવાથી દેશની સલામતી જોખમાશે તેમ સરકારની દલીલ છે. એક તરફ વાણીસ્વાતંત્ર્ય અને બીજી તરફ દેશની સલામતીને કહેવાનું જોખમ. નીચલી કોર્ટે સરકારની અરજી રદ કરી છે. અપીલમાં શું થાય છે તેની દુનિયા આતુરતાથી રાહ જોઈ રહી છે. ટાઈમ્સ ઑફ ઇન્ડિયાએ તંત્રીસ્થાનેથી વ્યાજબી કહ્યું છે:
"The courage shown by the New York Times in publishing a detailed secret Puntgon study into the manner in which the United States became involved in the VietNam War highlights the true role of a free press in a democratic Society." - ટૂંકી દૃષ્ટિથી જોઈએ તો આ અહેવાલ પ્રગટ થવાથી, અમે રિકાની પ્રતિષ્ઠાને અને વિયેટનામના યુધ્ધમાં અમેરિકાના હિતોને હાનિ પહોંચે એમ લાગે. ખરી રીતે સત્ય કોઈ દિવસ હાનિ કરતું નથી. અંતે પ્રજાને લાભ જ થાય છે, તેની પ્રતિષ્ઠા વધે છે, નૈતિક બળ વધે છે. રાજદ્વારી પુરુષે ખેટા ખ્યાલથી અથવા મહત્વાકાંક્ષાથી સત્તાને દુરૂપયોગ કરી પ્રજાને યુદ્ધમાં સંડોવી અને પછી જૂઠો પ્રચાર કરી પ્રજાને ભ્રમમાં નાખી, તે ઉઘાડું પાડવાથી અંતે પ્રજાનું હિત છે, દુનિયાનું હિત છે. ન્યુયૉર્ક ટાઈમ્સ નીડર પત્રકારિત્વ નું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે.
ચીમનલાલ ચકુભાઈ વિવિધતા જાળવવા જેવી છે
ડા દિવસ પહેલાં ભાવનગરના બે મિત્રો મને મળવા આવ્યા. બન્ને મિત્રો એક એક સરસ શાળાનું સંચાલન કરે છે. એક ભાઈએ વાતચીત દરમિયાન મને કહ્યું: “એક દિવસ હું એક વર્ગમાં ગયે. શિક્ષકને કહ્યું કે આપણા ઘરમાં આપણે બેઠા હોઈએ અને ઉપર બાવા બાઝેલા જોઈએ તે સાફ કરી નાખીએ કે નહિ? તે પછી તમે અહીં વર્ગમાં ભણાવતા હો અને ઉપર બાવા બાઝેલા હોય તે તે સાફ કરવાનું તમને કેમ ન સૂઝે?”
એ ભાઈને કહ્યું: “તમારી વાતમાં રહેલો મુદ્દો હું સમપે. તમારે સ્વરછતાને આગ્રહ મને મંજૂર છે પણ મને લાગે છે કે આ બાબતને એક જુદી રીતે પણ જોઈ શકાય. એવું પણ બને કે નહિ કે એ માણસને ત્યાં બાઝેલા બાવાની જરાયે પડી ન હોય, એ તરફ એનું પાન પણ ગયું ન હોય, પણ વિદ્યાર્થીએને ભણાવવામાં એ કદાચ તમારે ઉત્તમ શિક્ષક હશે. હું તમને એક દાખલો આપું. સ્વ. મડિયા અને હું યુસિસમાં કામ કરતા ત્યારે મારુ ટેબલ તમને સ્વચ્છ, સુઘડ, બરાબર ગોઠવેલું દેખાય. મડિયાના ટેબલ પર કાગળિયા, છાપ, ચોપડીઓના ઢગલા, સિગારેટની રાખ બધું વેરણછેરણ પડયું હોય. છતાં મડિયા જે સર્જનકાર્ય કરી ગયા તેને નાનો અંશ પણ મારાથી થવાનું હતું? મારા કહેવાને આશય તમે સમજ્યા હશે. વ્યકિતએ વ્યકિતએ રહેણીકરણીની જુદી ટેવ હોવાની. શિક્ષક તરીકે કામ કરવા આવનાર મારા વિદ્યાર્થીઓ સમતા ઊભે રહે ત્યારે બાકીનું બધું ભૂલી જતો હોય.
તો એ છત પર બાઝેલા બાવા પણ ભૂલી જાય એની બહુ પરવા ન કરવી. એને શિક્ષક તરીકે પાયે પાકે છે.”
સૃષ્ટિના સર્જન વિશે એક તર્ક એવો છે કે ઈશ્વરને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. એને થયું “એકે હું બહુસ્યામ” (હું એક છું, અનેક થાઉં). વ્યકિતરૂપ ઈશ્વરમાં મને શ્રદ્ધા નથી છતાં ઉપરની ઉકિતનો અર્થ કરવાનું હોય તે હું બહુને અર્થ બહુવિધ કરું. એટલે ઈશ્વરે માત્ર માણસની સંખ્યા જ સર્જી એમ નહિ, પણ એ દરેકમાં ભિન્નતા સર્જી, વ્યકિતએ વ્યકિતએ વિવિધતા સર્જી. જગતની પ્રત્યેક વ્યકિત અન્ય દરેક વ્યકિત કરતાં કોઈ ને કોઈ રીતે જુદી છે. આ જુદાપણું દરેક માણસે સહી લેવું એ તો ખરું જ, પણ એથી આગળ વધીને એ જુદાપણું જળવાય એવો આગ્રહ પણ રાખવો એ જરૂરી છે. કારણ કે એ જુદાપણું, એ વિવિધતા જ વિશ્વની સુંદરતા છે અને એ વિવિધતા જ લોકશાહીનું હાર્દ છે.
સરમુખત્યારો (અને કયારેક સંતે પણ) આ વિવિધતા ટાળી સર્વ મનુષ્યોને એકસરખાં કરવા પ્રયત્ન કરે છે. એમની રહેણીકરણી, રીતભાત, પહેરવેશ, ફેશને, વિચાર કરવાની રીત એ બધું એક સરખું થાય એમ સરમુખત્યારને વધુ રસ. માણસ યંત્ર જેવા થાય એવું જ એ ઈચ્છ. (આથી જ હું યુનિફોર્મને, શાળાના યુનિફોર્મને સુદ્ધાં, હંમેશાં વિરોધ કરું છું.)
લેકશાહીમાં આપણે વિરોધ પનને જરૂરી માન્ય છે, તેને તાવિક (ફિલેસેફિક ) પાયે મનુષ્યમાં રહેલું વૈવિધ્ય છે. એમાં વિચારનું વૈવિધ્ય પણ છે અને પસંદગીનું એટલે કે ગમા - અણ ગમાનું વૈવિધ્ય પણ છે. ઘણી વાર વર્ષોથી સt પર રહેલા પક્ષ પ્રત્યે કોઈ ચોક્કસ નક્કર કારણ સિવાય અણગમે થઈ આવે એ સંભવ પણ આપણે સ્વીકારીએ છીએ. વિચાર અને પસંદગીના વૈવિધ્યને જેટલે અંશે કુંઠિત કરવામાં આવે એટલે અંશે લોકશાહી પાતળી પડે. આથી જ લોકશાહીમાં સર્વાનુમતિને આગ્રહ મને યોગ્ય નથી લાગતો.
મને બે વ્યકિતએ ઘાદ આવે છે. આજની મુંબઈની કૅલેજના કોઈ પ્રાધ્યાપક કૅલેજમાં અને યુનિવર્સિટીમાં ઈસ્વી વિનાનાં લેંઘો-કફની પહેરીને જાય એ માનવા કોઈ ઝટ તૈયાર ન થાય. અને છતાં એવા એક પ્રાધ્યાપકને હું ઓળખું છું. એમના વિષયમાં એ અત્યંત પારંગત ગણાય છે અને વિદ્વાનોમાં એમનું માન છે. બીજો દાખલ શ્રી ઝીણાભાઈ દેસાઈએ વર્ષો પહેલાં આપેલ તે યાદ આવે છે. ગાંધીવાદી વિદ્યાપીઠના એક આચાર્ય (ઘણું કરીને શ્રી ગિદવાણી) નું ચિત્ર આપતાં એમણે કહેલું કે ‘સવારના પહોરમાં એક હાથમાં ટુથબ્રશ હોય, એક હાથમાં સિગારેટ હોય અને ટેબલ ઉપર પડેલા કોઈ થથામાંથી કંઈક વાંચતા હોય.' બન્ને જણ પોતપોતાના સ્થળની રહેણીકરણીથી સાવ ભિન્ન અને છતાં અસાધારણ વિદ્વાન. આવા માણસનું શું કરવું? એમની રહેણીકણીથી સૂગાવું કે એમની વિદ્વતાથી ખુશ થવું?
૧૯૪૨ ના જુનમાં મારા એક મિત્ર તાજા બી એ. થયેલા. ઇતિહાસ-રાજકારણનો વિષય લઈ ફર્સ્ટ કલાસ આવેલા. અમદાવાદની એક ખૂબ પ્રસિદ્ધ શાળાના આચાર્યને મળવા ગયા. આચાર્ય એમની શકિતથી ખુશ થયા પણ ‘તમે ટોપી પહેરતા નથી એ મારી શાળામાં ન ચાલે.' એમ કહી નોકરી આપવાની ના પાડી દીધી.
સંસ્થાઓના સંચાલકોએ આ વિચારવા જેવું છે. તમારે જોઈતો માણસ એના મુખ્ય કામમાં અત્યંત પાવરધો છે. તે પછી એની બાકીની ટેવ, રહેણીકરણી, રીતભાત, વિચારસરણી, ગમાઅણગમાં એ બધામાં એને તમારી જે જ બનાવવાને આગ્રહ જરૂરી છે? તેમ મુખ્ય કામ બરાબર કરતે હોય તે બીજી ઝીણી ઝીણી બાબતમાં એ બરાબર નથી એવી ફરિયાદ જરૂરી છે? અમારી સંસ્થામાં બધા શિક્ષકો કે બધા માણસે સરખા છે એ ગૌરવ લેવા જેવી વાત છે કે અમારી રસ્થામાં તે જાતજાતનાં ભેજા, જાતજાતની ખોપરીઓ ભેગી થયેલી છે એ ગૌરવ લેવા જેવી વાત છે?
યશવંત દોશી
નું હિત છે જખી, તે