________________
તા. ૧-૭-૧૯૭૧
ગણુઈ જીવન
અંતરનો અવાજ પત્રકારની સરખામણી શિક્ષક સાથે કરી છે. શિક્ષક કરતાં પણ કાંઈક વિશેષ છે. શિક્ષક મર્યાદિત સંખ્યાના વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે. પત્રકારનું લખાણ હજારો-લાખ માણસે વાંચે છે અને તેનાથી દોરવાય છે. પત્રકાર સમાજને શિક્ષક છે. પત્રકારિત્વ માત્ર આજીવિકા કમાવાને એક વ્યવસાય જ નથી-પ્રજાને સારુ માર્ગદર્શન આપવાને તેને ધર્મ છે. મેટા ભાગના માણસો રવતત્રપણે વિચારતા નથી. વર્તમાનપત્રમાં આવે તેને આધારે અભિપ્રાય બાંધે છે અને વર્તે છે. મહાન પત્રકારો આ ધર્મ સમજે છે. તેવા પત્રકારોએ પ્રજામત ઘડવામાં મહત્ત્વને ફળો આપ્યો છે. Journalism is a mission પણ આ ધર્મ બહુ ઓછા પત્રકારો આચરે છે અથવા તેને લાયક હોય છે. પત્રકારિત્વ એક વ્યવસાય થઈ પડયો છે અને વર્તમાનપત્રો ચલાવવા એક ધધ અથવા ઉદ્યોગ થયો છે. પત્રકારના બે મહાન ગુણ–સત્યની ઉપાસના અને નીડરતા–વિરલ છે. વર્તમાનપત્રો ધનપ્રાપ્તિ માટે અથવા કોઈ એક પક્ષ કે વર્ગના હીતમાં ચલાવવામાં આવે છે. આવા સંજોગોમાં જયારે સાચા પત્રકારિત્વના દ્રષ્ટાંત મળે ત્યારે એવા બનાવ નોંધપાત્ર છે. તેવા બે બનાવની ટૂંકી નધિ લેતા આનંદ થાય છે.
- હવે તે સાહિત્યના ક્ષેત્રે અને સામાજિક કાર્યમાં વિશેષ રસ લેતા થયા. તેમની સુપ્ત પલી શકિતને ખીલવાની તક મળી. જુદા જુદા માસિકમાં લેખ આવવા લાગ્યા. ગુજરાતી સ્ટી. સહકારી મંડળીના માનદ્ મંત્રી તરીકે કામ કર્યું. ભગિની સમાજ તારવ કેન્દ્રના મંત્રીપદે હતા. શ્રી જૈન મહિલા સમાજના મુખપત્ર “વિકાસ” ના તંત્રી તરીકે તેમણે એકધારું ૨૧ વર્ષ કામ કર્યું અને પત્રિકાનું ધોરણ ઊંચું લાવવા ઉત્કટ પ્રયત્ન કરતા. આમ જાહેર જીવનમાં પરેવાયેલા છતાં તેમનું ગૃહજીવન પણ એટલું જ પ્રેમાળ, લાગણીવશ અને મમતાભર્યું હતું. સાસરીયાના દરેક કુટુંબીજનો પ્રત્યે તેમને માન અને ભાવ બન્ને હતા. જેમ પોતાનું બૌદ્ધિક ધન તેમણે સમાજને ચરણે ધરી દીધું તેમ ભૌતિક ધન પણ પિતાની શકિત પ્રમાણે ખર્ચ જાણવું છે. ભઝિની સમાજ અને જૈન મહિલા સમાજ એ બે તેમની પ્રિય રસ્થાઓ. પહેલીને તેના સેવામંદિરના કાર્ય માટે રૂ. ૧૦,૦૦૦ અને હોસ્ટેલમાં એક રૂમ માટે રૂા. ૫,૦૦૦ એમ રૂ. ૧૫,૦૦૦ નાખ્યા છે, તો જૈન મહિલા સમાજને તેના હિરક મહોત્સવ પ્રસંગે ર્કોલરશિપ માટે રૂ. ૧૦,૦૦૦ આપ્યા છે.
કર્મસંયોગે છ વર્ષ પહેલાં તેમને લકવાને હુમલે આવ્યો ને પથારીવશ થયાં. છતાં લખવાની ધગશ એટલી ને એટલી જ, ચાલ્યું ત્યાં સુધી બીજા પાસે પણ તેમણે લખાવ્યા કર્યું. પહેલાં બેથી ત્રણ વખત હૉસ્પિટલમાં ગયેલા ને જરા સુધારો થતાં પાછાં ઘેર આવેલા. આ વખતે પણ તેમને શનિવારે હોસ્પિટલમાં લઈ ગયાં અને સૌને આશા હતી કે આ વખતે પણ જરા સુધારે લાગતાં પાછાં ઘેર લાવશું. પણ આ વખતની માંદગી જીવલેણ નીવડી અને સેમવારે સવારે ૬-૩૦ વાગ્યે તેમણે દેહ છોડ. એક સ્વયં વિકસેલ વિલ વિલીન થઈ ગઈ. જ્યાં હો ત્યાં તે આત્મા શાંતિ પામે.
મેનાબહેન ન. શેઠ વીરમભને ૨૫મો શતાબ્દી–મહોત્સવ
કેવી રીતે ઉજવા? આ મહોત્સવ નિમિત્તે જૈનશાસ્ત્રના પરદેશી અભ્યાસીઓને દેશમાં નોતરવા, બધા ધર્મના અનુયાયીઓને ભેગા કરવા, જ્યાં ત્યાં સભા ભરવી એવી એવી સુચના થઈ છે તે ઠીક છે, પણ તેથી કરીને બહુ લાભ થાય એમ નથી.
* ખરી વાત તો એ છે કે આપણા ઘરમાં આગ લાગી છે, પણ આપણને એનું ભાન નથી.
જૈનધર્મ એટલે દયાધર્મ, પણ જેનમાં જ દયાધર્મ લેપ પામતો જાય છે. ભલભલા શ્રાવકના ઘરમાં માંસાહાર તથા મઘપાનને પ્રવેશ થઈ રહ્યો છે, પણ આપણે એ વિશે કાંઈ વિચાર કરતા હોઈએ એમ જણાતું નથી. - પહેલું કામ તો આપણે એ કરવાનું છે કે ગામે ગામ સંઘ હોય છે તે બધાએ વિલાયતમાં ઠેકઠેકાણે વેજિટેરિયન સેસાયટી જેમ કરે છે તેમ શાકાહારને પ્રચાર કરવું જોઈએ, અને સૌને સમજાવવું જોઈએ કે ૨નાધુનિક પાશ્ચાત્ય આહારશાસ્ત્ર પ્રમાણે આપણે આહાર માંસાહાર કરતાં બધી રીતે ચડિયાત છે.
એ જ પ્રમાણે સંઘ સમસ્ત મદ્યપાનના વિરોધનું કામ વિલાયતમાં બેંક ઓફ હોપ કરે છે એવી જ રીતે કરતા થઈ જાય.
વલટીન વગેરેમાં જ નહિ પણ ઘણીખરી બિરિટમાં ઈંડાં હોય છે, એટલે ઈંડાં રહિત પણ સ્વાદિષ્ટ એવાં બિસ્કિટનાં કારખાનાં જૈનેને ઊભાં કરવાં જોઈએ.
ઘણાખરા જૈન ભેંસનું દૂધ ખાય છે, એણે સમજવું જોઈએ કે તેથી કરીને એ બેવડી હિંસા કરે છે. એક તે ગાયનું દૂધ ન ખપે એટલે ગાયનો નાશ થાય, અને બીજું ભેંસના પાડાને જ નહિ પણ પાડીને પણ દુધના વેપારી ભૂખે મારી નાખે છે.
કતલ કરેલી ગાયનું એક જણ માંસ ખાય, અને બીજો જણ એના ચામડાના જોડા પહેરે એ બેયને સરખું પાપ લાગે છે, કેમ કે બેય જણ ખાટકીના ઘરાક છે. એટલે જેને અહિંસક જોડા પહેરે. - સાબુમાં મોટે ભાગે ચરબી જ વપરાય છે, એટલે કેકે ચરબીરહિત પણ સાંધા સાબુનું કારખાનું કાઢવું જોઈએ.
આપણા સાધુઓને સેન્ટ ઝેવિયર્સ કૉલેજ અને મહાસતીઓને વિલા થેરેસા જેવી શાળા બતાવવી જોઈએ, અને એ સૌને કહેવું જોઈએ કે તમે પણ જાતજાતની વિદ્યા શીખે, ને એ વિદ્યા શ્રાવકનાં છોકરાંને શ્રાવકે સ્થાપેલી સંસ્થામાં જ ભણાવે. સુયુ કિં બહુના
દેસાઈ વાલજી ગોવિન્દજી.
એન્થની માસ્કર ન્સ ગોવાના ખ્રિસ્તી છે. ઘણાં વર્ષોથી પાકિસ્તાનમાં રહે છે. પીઢ પત્રકાર છે. કરાંચીના દૈનિક મેનીંગ ન્યુઝના મદદનીશ તંત્રી છે. તે સાથે લંડનના સન્ડે ટાઈસના પાકિસ્તાન ખાતેના ખબરપત્રી છે. માની આખરે પાકિસ્તાન લશ્કરે પૂર્વાંગાળમાં ભયંકર સંહાર અને કલેઆમ શરૂ કરી. લગભગ એક મહિના પછી, પૂબંગાળમાં હવે શાંતિ થઈ ગઈ છે અને થથાવત સ્થિતિ સ્થપાઈ છે તેવી ખાત્રી, પશ્ચિમ પાકિસતાનની પ્રજાને થાય તે ઈરાદે યાહ્યાખાનની સરકારે ૮ પત્રકાર પૂર્વ બંગાળ મેકલ્યા. છૂટથી તેમને બધે ફરવા દીધા અને જે બન્યું હતું તે જોવા દીધું. પિતાના જ માણસો છે. એમ માની લશ્કરી અમલદાએ વિના સંકોચે બધું બતાવ્યું અને શું બન્યું છે તે જણાવ્યું. આઠમાંથી સાત પત્રકારોએ સરકારી આદેશ મુજબ અહેવાલો મોકલ્યા. માસ્કર જો જે જોયું તેથી ભારે આઘાત અનુભવ્યો અને અંતરમાંથી અવાજ ઊઠ કે સત્ય હકીકતની દુનિયાને જાણ કરવી. તેથી મે માસની ૧૮મી તારીખે તેઓ લંડન પહેરિયા અને પિતાને અહેવાલ આપવાની તૈયારી બતાવી–એક શરતે કે પોતાની પત્ની અને બાળકો કાંચી હતા તેમને તેઓ લંડન લઈ આવે અને પોતે પણ લાંડન આવી જાય પછી જ એ અહેવાલ છાપ. સન્ડે ટાઈમ્સ શરત કબૂલ કરી. પિતાની અને કુટુંબની સલામતીને એક જ માર્ગ હતો કે પાકિસ્તાન કાયમ માટે છોડવું. મુસીબતે પત્ની અને બાળકોને લંડન પહોંચાડયા અને પછી, પોતાને જવાની મનાઈ હોવા છતાં, ગમે તેમ કરી નીકળી આવ્યા. ત્યાર પછી સન્ડે ટાઈમ્સમાં તેમણે નજરે જોયેલ મહાવિનાશને દીલ કંપાવનાર અહેવાલ છપાયો. જે હવે ઈન્ડિયન એકસપ્રેસના ૧૮મી જૂનના અંકમાં પૂરો પ્રગટ થયા છે. હીટલરે યહુદીઓ ઉપર અત્યાચારો કર્યા, તેના કરતાં જરાય ઉતરે નહિ, તેવી હેવાનિયત પાકિસ્તાની લશ્કરે પૂર્વ બંગાળની પ્રજા ઉપર કરી છે. હિન્દુઓ, અવામી લીગના આગેવાનો અને કાર્યકર્તાઓ, પ્રેફેસરે, વિદ્યાર્થીઓ અને પંજાબી સરમુખત્યારી સામે જેણે અવાજ ઉઠાવ્યો એવા મુસલમાનોને વીણી વીણીને માર્યા છે. ગામડાઓ બાળી નાખ્યા છે. માકરેનહસે સવાલ કર્યો છે કે શું આ સંહાર લીલા અટકશે 2471? Will the killing Stop?
વિયેટનામના યુધ્ધ વિયેટનામની પ્રજાની ખાનાખરાબી તો કરી છે, પણ અમેરિકાની પ્રજાને ઓછું નુકસાન થયું નથી. હજાર યુવાને મરી ગયા, ઘાયલ થયાં, અબજો ડૅલરને ધુમાડો થશે. પણ