________________
તા. ૧૬-૧-૧૯૭૧
બબુ
આ જગતમાં પ્રાણીમાત્ર, પછી તે શત્રુ હોય કે મિત્ર, તે સર્વ પ્રત્યે સમભાવે વર્તવું એટલે જ કહ્યું છે:ખામેમિ સવ્ય જીવ્ર, સ જીવા ખમંતુ મે મિણી મે સવભૂસુ, વેર મજઝ ન કેણઈ
હું સર્વ જીવોને ક્ષમા આપું છું, સર્વ જીવો મને ક્ષમા આપે, સર્વ પ્રાણી પ્રત્યે મારી મૈત્રી હો, કોઇ પ્રત્યે વેરભાવ ન હો!
. વર્તમાનમાં મહાન માનવતાવાદી છે. આલ્બર્ટ સ્વાઇન્કરે . આવી જ ભૂમિકાથી ‘અહિંસા ધર્મ સ્વીકાર્યો અને Reverence for life એમ કહ્યું. - આત્મા શુદ્ધ, બુદ્ધ, રૌતન્યસ્વરૂપ છે. પણ કર્મમળથી આચ્છાદિત છે. આ મળ દૂર કરવા સંયમ અને તપની સાધના છે. અસંયમી જીવનમાં હિંસા છે. કામભાગમાં હિંસા છે. સંયમ અહિંસાનું બીજું સ્વરૂપ છે. પ્રમાદ અને આસકિત હિંસાનું મૂળ છે. અપ્રમત્ત
અને અનાસકત ભાવ તથા સતત જાગ્રતિ સંયમ અને અહિંસાના પિષક છે. તપથી કર્મક્ષય થાય છે. તપ અગ્નિ છે. કર્મમળને બાળી નાખે છે. જૈન ધર્મમાં આંતરબાહા તપ ઉપર બહુ ભાર મૂકયો છે. ભગવાન મહાવીર દીર્ધાતપસ્વી તરીકે જાણીતા છે. જૈન ધર્મની સાધના કાંઇક કઠોર છે. અહિંસાને જીવનધર્મ તરીકે સ્વીકારે તેને માટે અપરિગ્રહ અનિવાર્ય છે. પરિગ્રહ મેળવવામાં અને તેના સંગ્રહમાં હિંસાને જ આશરો લેવો પડે છે. જૈન ધર્મનું એક બીજું પ્રધાન લક્ષણ અનેકાંતવાદ છે. ભગવાન મહાવીરની વિચારધારાની આ વિશેષતા છે. સત્યનિષ્ઠ વ્યકિતમાં મહાગ્રહને અવકાશ નથી. સત્યને અગણિત પાસા છે. મતાગ્રહમાં માનસિક અને બૌદ્ધિક હિંસા કે બળજબરીનું તત્વ છે. અનેકાંતમાં સહિબષ્ણુતા અને સમભાવ છે. જૈન ધર્મમાં મુખ્યત્વે નિવૃતિલક્ષી અને વૈયકિતક છે. પ્રવૃતિલક્ષી લોકસંગ્રહ કે કર્મયોગ પ્રત્યે તેનું વલણ એછું રહ્યું છે. અલબત્ત, જે વ્યકિત કોઇની હિંસા ન કરે, સર્વથા સંયમી જીવન સ્વીકારે તે કોઈને દુ:ખ કે પરિતાપનું કારણ જ ન થાય. પણ સક્રિય કરુણા, અન્યનું દુઃખનિવારણ, એ પ્રત્યે ઉપેક્ષાભાવ રહે. પણ અંતર-કરુણા અને પ્રાણીદયા સદા રહે.
હવે બુદ્ધ ધર્મ વિશે વિચારીશું.
ભગવાન બુદ્ધની પ્રતિભા અને તેમને ધર્મમાર્ગ કરો માનવીનું શરણ છે. પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીએ યથાર્થ કહ્યું છે કે સિદ્ધાર્થ ગૌતમે માનવતાના વિકાસમાં જેટલો અને જેવો ફાળો આપ્યો છે તેટલો અને તે ફાળે બીજા કોઈ એક ધર્મપુરુષે દુનિયાના ઇતિહાસમાં આપ્યો નથી. ભગવાન બુદ્ધ વિશ્વવ્યાપી સ્થાન પ્રાપ્ત કર્યું તે તેમના માનવતાવાદી વિચારને લીધે છે. બુદ્ધનું મહાભિનિષ્ક્રમણ જન્મ, જરા, વ્યાધિ અને મૃત્યુથી પીડાતી માનવજાતિને જીવનમાં સ્થિર સુખ પ્રાપ્ત થાય તેવો માર્ગ શોધવા માટે હતું. પોતાની જીવનસાધનાને બુધ્ધ સ્વમુખે, મધુર અને હૃદયંગમ ભાષામાં કહી છે. તે સમયના પ્રચલિત બધા માર્ગે તેમણે જાતે અજમાવી જોયા. ધ્યાન અને યોગની સાધના કરી. પણ તેથી મળતી સિદ્ધિઓથી તેમના મનનું સમાધાન ન થયું. તે સમયના કામણ અને તાપસ વર્ગની કઠોર દેહદમનની સાધના કરી જોઈ. તેથી પણ સંતોષ ન થયો. તત્વજ્ઞાનના અંતિમ પ્રશ્ન, જીવ, જગત, તેની ઉત્પત્તિા, ઇશ્વર, આત્મતત્વ વિગેરે પ્રશ્નના વિવાદમાં તેઓ ઊતર્યા નહિ. તેમણે કહ્યું, “આવા પોપટિયા વાદવિવાદનો અંત ન આવે.” બુદ્ધ બધી વાતમાં મધ્યમ માર્ગ સ્વીકાર્યો. તેમણે એવા પ્રશ્નોની છણાવટ લોકો સમક્ષ કરી કે જે લોકોના અનુભવમાં આવી શકે તેવા હોય અને જે વૈયકિતક તેમજ સામાજિક જીવનની
જીવન
૨૦૫ શુદ્ધિ તેમજ શાંતિમાં નિર્વિવાદપણે ઉપયોગી થાય. અનુભવની - ભૂમિકા ઉપર રહી બુદ્ધ નિહાળ્યું કે દુનિયામાં દુ:ખ છે, ક્લેશ છે,
વેર છે. આ બધામાંથી મુકિત કેમ મળે ? પરલોકમાં સુખ મેળવવામાં તેમને રસ ન હતો. આ જીવનમાં માનવીને સાચું સુખ સાંપડે એવો ક વ્યવહારુ માર્ગ છે તે જ તેમણે વિચાર્યું અને બતાવ્યું. આ માર્ગ એટલે ચાર આર્યસત્ય અને અષ્ટાંગ માર્ગ.. તેની મુખ્ય ચાર ભાવનાઓ: મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા. માણસના સુખ દુ:ખને આધાર તેના મન ઉપર જ છે. આ ચાર ભાવનાઓને બુદ્ધ બ્રહ્મવિહાર કહ્યો અને તેમાં જ માનવજાતનું તેમણે શાશ્વત સુખ જોયું. આ વ્યવહારુ મધ્યમાર્ગ ધર્મ બુદ્ધના આર્ષણનું મુખ્ય કારણ છે. આ ઉપદેશ બુદ્ધ હૃદય સસરા ઊતરી જાય તેવા દર્શો અને ઉપમાઓથી આપ્યો છે. બુદ્ધના ધર્મમાર્ગમાં સમગ્ર જીવસૃષ્ટિ સાથે પ્રેમમૂલક વૃત્તિ કેળવી, સૈની સાથે સમાનભાવે વર્તવું એ પાયાની વસ્તુ છે. જે ચાર વૃત્તિઓને બુદ્ધ બ્રહ્મવિહાર કહ્યો, તેનું મહત્વ ધર્માનંદ કૌસમ્બીએ આ રીતે સમજાવ્યું છે.
' “માતા જેમ ધાવણ વડે છારાનું મૈત્રીથી, પ્રેમથી, પાલન કરે છે, તેને દુઃખ થાય ત્યારે કરણાથી તેની સેવા કરે છે, પછી વિદ્યાભ્યાસાદિકમાં તે હોંશિયાર થાય એટલે મુદિત અંત:કરણથી થાબડે છે અને ત્યારપછી તે સ્વતંત્રપણે સંસાર શરૂ કરે અથવા પિતાના મતથી વિરુધ્ધ વર્તે ત્યારે તેની ઉપેક્ષા કરે છે, કદી તેને દય કરતી નથી અને તેને મદદ કરવા હંમેશ તૈયાર રહે છે. તે પ્રમાણે મહાત્મા આ કોષ્ઠ મનોવૃત્તિથી પ્રેરિત થઈને જનસમુહનું કલ્યાણ કરવા તત્પર હોય છે.”
ભગવાન બુદ્ધની સાધના એટલી કઠોર નથી. અલબત્ત, તેમાં સંયમ, કામગથી વિરતિ, ચિત્તશુદ્ધિ, સંસારિક સુખની અસારતા અને ક્ષણભંગુરતા વિગેરે બધું છે. તેમાં પણ શ્રમણ સંસ્કૃતિની નિવૃત્તિલક્ષી દષ્ટિ છે. પણ સક્રિય કરુ ણાનું તત્વ વિશેષ હોઇ,, પ્રવૃત્તિલક્ષી સામાજિક કલ્યાણને માર્ગ - મહાયાન વધારે વિકાસ પામે. બુધ્ધના વ્યવહારુ ઉપદેશને સાર નીચેની ગાથામાં રહેલો છે:
નહિ વેરાને વેરાનિ, સમ્મન્તી ધ કદાચન
અવેરેન ચ સમ્મતિ, એસ ધર્મો સનતને II અહીં, કદી પણ વેરથી વેર શમનું નથી. અવૈરથી, પ્રેમથી શમે છે. આ જ સનાતન ધર્મ છે.
અંતમાં બુદ્ધનાં વિચારસ્વાતંત્ર્યની સર્વોપરિતા દર્શાવતા પ્રખ્યાત વચને યાદ કરું છું.'
“હું લોકો, જે કાંઈ કહું છું તે પરંપરાગત છે એમ જાણી ખરું માનશે નહિ. તમારી પૂર્વપરંપરાને અનુસરીને છે એમ જાણીને ખરૂં માનશે નહિ. આવું હશે એમ ધારી ખરું માનશો નહિ. લૌકિક ન્યાય છે એમ જાણી ખરું માનશો નહિ. સુંદર લાગે છે માટે ખરું માનશે નહિ. તમારી શ્રદ્ધાને પોષનારું છે એવું જાણી ખરું માનશે. નહિ. હું પ્રસિદ્ધ સાધુ છું, પૂજ્ય છું એવું જાણી ખરૂં માનશે નહિ. પણ તમારી પોતાની વિવેકબુદ્ધિથી મારે ઉપદેશ ખરે લાગે તે જ
તમે તેને સ્વીકાર કરજો, તેમજ એ સૌના હિતની વાત છે એમ ' લાગે તે સ્વીકાર કરો.”
આ જગતે અને માનવજાતે સુખને માર્ગે જવું હોય તે ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધને આ ધર્મ–માર્ગ અપનાવ્યું જ છૂટ છે. અન્યથા વિનાશ છે. '
- . ચીમનલાલ ચકુભાઈ શાહ