SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૬-૧૯૭૧ પ્રબુદ્ધ જીવન વણી કરવી. હદની બહાર જ્યારે ખાધપુરણ થાય ત્યારે ભાવે ફુગાવો થવા માંડે એ સાદી વાત તે દરેકે નાણાપ્રધાન સમજે છે એટલે એ પાપ બને એટલું ઓછું કરવું જોઈએ એ પ્રકારની એમની પિતાની ફરજનું ભાન એમને હાય જ છે પણ તેમ છતાં ય એમની દશી जानामि धर्मम् न च मे प्रवृित्त : । TTTTઘર્મન્ ર ને નિવૃત્તિ : 1 જેવી હોય છે. શું કરવું જોઇએ તે હું જાણું છું પણ તે કરી શકો નથી. શું ન કરવું જોઈએ તે પણ જાણું છું પણ અટકી શકતો નથી.) અને નાણાપ્રધાન બેફામપણે ખાધપૂરણ કર્યું જ જતા હોય છે. એનું સૌથી મોટું કારણ એ હોય છે કે જયારે કેંઈ પણ નાણામંત્રી એક રૂપિયા વધુ કર ઉઘરાવવાની વાત કરે ત્યારે ભારે શોરબકોર મચી જાય છે. પણ જ્યારે એ એક રૂપિયો ખાધપૂરક પદ્ધતિથી ઊભા કરવાની વાત કરે ત્યારે કે ઈ ઉહાપોહ કરતું નથી એટલે સ્વાભાવિક રીતે જ નાણાપ્રધાને વિરોધપક્ષના તેમજ પોતાના પક્ષના વિરેધની બીકે ખાધપૂરણ તરફ વધુ ને વધુ ઢળતા હોય છે. શ્રી. ચવ્હાણે પિતાના અંદાજપત્રમાં રૂા. ૨૨૬ કરોડની ખાધ આજથી જ બતાવી દીધી છે. પણ વર્ષ પૂરું થતાં એ ખાધ રૂ. ૩૫૦ કરોડથી રૂા. ૪૦૦ કરોડ સુધી પહોંચી જાય તે સંભવ છે. પરિણામે ભાવોને ફુગાવે જોર પકડશે. ચીલા ચાતર્યા નથી ફુગાવાનું એક અગત્યનું પરિણામ એ આવતું હોય છે કે જેમ ફેંગા વધે તેમ સરકારને પિતાને ખર્ચ પણ વધે. કેન્દ્રીય અને રાજ્ય સરકારે બન્નેનાં ખર્ચ સાથે ગણી લઇએ તે દર વર્ષે એ ખર્ચ લગભગ રૂ. ૮,૫૦૦ કરોડ જેટલું થતું હોય છે. ભાવમાં પાંચ ટકા વધારે થાય તે પણ સરકારનું ખર્ચ રૂા ૪૦૦ કરોડ જેટલું વધી જાય અને પરિણામે સરકારની ખાધ પણ વધતી જાય. એટલે દર વર્ષે બજેટ વખતે માટી ખાધ જ વરતાયા કરે. એમાંથી બચવા જેમ ખાધપૂરણ વધુ કરે તેમ બજેટની ખાધ વધતી જાય, અને બજેટની ખાધ વધતી જાય તેમ ખાધપૂરણ વધતું જાય. આવું વિષચક્ર આપણે ત્યાં છેલ્લાં પંદર વર્ષથી ચાલ્યા કરે છે. આપણા ફુગાવાની પાછળ કરવેરા નહિ, પણ ખાધપૂરક પદ્ધતિ છે. આની વિષમતા એ છે કે આ બધી ધમાલ આયોજન અને બીજાં વિકાસલક્ષી કામ માટે કરવામાં આવે છે અને છતાં એ કામ માટે વપરાતાં નાણાંની ખરી કિંમત તે ઘટતી જ જાય અને આયોજનમાં કરવા ધારેલાં કામે પૂરી થતાં નથી. કહેવાને મુદ્દો એ છે કે સારા કામ માટે પણ ખાધપૂરક પદ્ધતિ - અમર્યાદિત ખાધપૂરક પદ્ધતિ - વજર્ય ગણાવી જોઈએ. પણ કમનસીબે શ્રી. ચવ્હાણે આ બાબતમાં જૂની ઘરેડે ચાલ્યા છે. આ - બિલાડીની ડોકે કોણ ઘંટ બાંધે? શ્રી. ચહાણ કેંગ્રેસ પક્ષના ખાસ ટેકેદારો એવા શ્રીમત ખે તેની શેહમાં તણાયા છે તે એક બીજી કમનસીબી છે. દરેક પંચવર્ષીય યોજનામાં ખેતી તેમ જ સિંચાઈ માટે કુલ ખર્ચના પાંચમાં ભાગ જેટલી રકમ સામાન્ય રીતે ફાળવવામાં આવતી હોય છે. અત્યાર સુધીના આયોજનની વીસ વર્ષ દરમ્યાન આથી લગભગ ૬,૫૦૦ કરોડ રૂપિયા ખેતીના વિકાસ માટે ખર્ચવામાં આવ્યા છે. આટલી મોટી રકમ ખેતી અને સિંચાઈ પાછળ ખર્ચાય એમાં કોઈ બેટું નથી. ખેતી તે આપણા અર્થતંત્રને પામે છે. આ રોકાણના પરિણામે ખેતીમાંથી ઉત્પન્ન થતી વાર્ષિક આવક આજે લગભગ રૂા. ૨૦,૦૦૦ કરોડ સુધી પહોંચી ગઈ છે. આમ છતાં, આ આવકના એક ટકા જેટલી રકમ પણ કરવેરા તરીકે ઉઘરાવાતી નથી. ખેતીમાં રોકાયેલા લોકો પાસેથી વધુ કરવેરા ઉઘરાવવા જોઈએ એ વાત સૌ સ્વીકારે છે પણ આ વાતને અમલ કરવા કોઈ તૈયાર નથી. ભારતના બંધારણની રૂએ ખેતી ઉપર કરવેરા ઉઘરાવવાને અધિકાર રાજ્ય સરકારોને છે-કેન્દ્ર સરકારને નહીં. આથી આ પ્રશ્ન વધુ ગુંચવાય છે કારણ કે મોટા ભાગના રાજ્યોના પ્રધાન અને મોટા ભાગના ધારાસભ્યો શ્રીમંત ખેડૂત હોય છે. એટલે ખેતી પાસેથી વધુ ફાળે લેવાની વાતે સૌ કરે પણ હકીકતમાં તે દિવસે દિવસે એ ફાળે ઓછા થતા જાય છે. પરિણામે સરકારની વિકાસલક્ષી તેમ જ અન્ય પ્રવૃત્તિઓ માટે જોઈતાં નાણાં ઊભા કરવાને લગભગ બધે ભાર દેશની માત્ર ત્રીજા ભાગની શહેરી વસતિ ઉપર આવી પડે છે. ખેતીમાં રેકાયેલી બે - તૃતિયાંશ જેટલી વસતિ કરવેરાની જવાબદારીમાંથી સાવ બાકાત રહે છે. આ સ્થિતિ લાંબે વખત ટકી શકે નહિ. ટાળી શકાય તે દંભ - શ્રી. ચવ્હાણના બજેટ સામે મારે મોટામાં મોટો વાંધો એ છે કે તે બે મોઢાવાળું બજેટ છે. કરવેરા દ્વારા નાણાં ઊભાં ન કરીએ ને વિકાસને રામરામ કરવા જોઈએ એ વાત હું સ્વીકારું છું. વધુ કરવેરા સામે વિરોધ કરવાનું આર્થિક દષ્ટિએ તાર્કિક નથી. પણ કરવેરા એવી રીતે નાખવા ન જોઈએ કે જેને લઈને ભારતના નાગરિકોને બે જુદી જુદી લાકડીએ હાંકવામાં આવે. સાચી વાત એ છે કે આ બજેટ પ્રમાણે ભારતની પ્રજાના બે વર્ગ છે: એક વર્ગ છે મારાતમારા જેવા શહેરી નાગરિકોને અને બીજો છે પ્રધાન અને શ્રીમંત ખેડૂતોને, સમાજવાદ લાવવા માટે સંયમ મારે - તમારે પાળ, પણ પ્રધાનોને એ બંધનમાંથી સાવ મુકત રાખવા. આમ, બે ધારણવાળું આ બજેટ છે. શ્રી. ચવ્હાણે એમના બજેટ પ્રવચનમાં કહ્યું: “હું મક્કમપણે માનું છું કે કરવેરાનાં સાધનને એવી રીતેં ઉપયોગ કરવો જોઈએ કે જેથી મોટા પગાર આપવાનું અશકય બને, કેમકે આવા પગાર સમાનતાવાદી સમાજનાં ધોરણો સાથે સુસંગત નથી.” આમ કહી, તેમણે પગારદારે, મેનેજર અને ધંધાદારીઓની આવકો પર ભારે કરવેરા નાખ્યા. મેનેજરોની મુસાફરીના ભથ્થા ઉપર પણ તેમણે સારે એ કપ મૂકો. ચીનમાં જોવા મળે છે તેમ, વડા પ્રધાનથી માંડી સામાન્ય મજૂર સુધીના સૌ એકસરખાં કપડાં પહેરવાના હોય તે શ્રી. ચવ્હાણની નીતિને આપણે હૃદયપૂર્વક વધાવી લેવી જોઈએ. શ્રી. ચવ્હાણે પ્રધાનની ગુપ્ત રાગવડે, પ્રવાસ ખર્ચાઓ વગેરે વિશે મૌન સેવી, પિતાની સમાનતાવાદની વકીલાતને એક ટાળી શકાય તેવા દંભમાં ફેરવી નાખી. ઘેડા સમય પહેલાં, માજી ઈન્કમટેકસ કમિશનર શ્રી. એન. દાંડેકરે એવી ગણતરી કરી હતી કે જો પ્રધાનોને મળતાં મેટાં મકાને, નેકરો, પટાવાળાએ, એરકન્ડીશન્ડ ગાડીએ, વીજળી, પાણી, ફર્નિચર અને મિજબાની-ભથ્થાને ગણતરીમાં લઈએ તો દરેક પ્રધાનની ખરી આવક દર મહિને ૪૦ હજાર રૂપિયા જેટલી થાય છે. (હમણાં જ આપણા ઉગ્ર સમાજવાદી પ્રધાન શ્રી. બહુગુણાએ કબૂલ કર્યું કે કેટલાક પ્રધાનનું માત્ર સ્થાનિક ટેલિફોનનું ખર્ચ મહિને ત્રણ હજારથી વધુ છે.) આમ, આપણા પ્રધાનની આવક મેટી કંપનીના મેનેજર કરતાં લગભગ ત્રણ ગણી છે. પ્રધાનને ૧૦ હજાર રૂપિયાની આવક થાય એ સામે મને ખરેખર કોઈ વાંધો નથી. મારો મુદ્દો એટલે છે કે આ આવક પર, મારી અને તમારી આવક પર જેટલા કરવેરા છે તેટલા કરવેરા પડવા જોઈએ. આવી જ લહેર શ્રીમત ખેડૂતોને છે. શ્રી. ચવ્હાણના બજેટે આ બે વર્ગને સ્પર્શ કરવાની હિંમત નથી કરી અને અર્થ એ થયે કે આપણે ત્યાં એક નવા રાજવી વર્ગ ઊભા થઈ રહ્યો છે. એ કરતાં ય વધુ સ્ફોટક વસ્તુ એ છે કે, આવે રાજકીય દંભ કાયદા પાળના નાગરિકના નહિ પણ નકસલવાદીઓના હાથ મજબૂત ૧૧-૬-૭૧ વાડીલાલ ડગલી સાભાર સ્વીકાર આદર્શ ગૃહસ્થાશ્રમ: લેખક: સ્વ. છોટાલાલ જીવનલાલ માસ્તર વિશ્વવંદ્ય'. પ્રકાશક: શ્રી દેવચંદ્રજી પ્રકાશન મંદિર - લંબડી (સૌરાષ્ટ્ર) કિંમત રૂા. ૧-૦૦. ઉપાસના: રચયિતા તથા પ્રકાશક: શ્રી બંસીલાલ કાંતિલાલ શાહ (ખંભાતવાળા) ૧૫, નવનિધાન, જૈન દેરાસરની પાસે, દાલતનગર રેડ નં. ૯, બોરીવલી - પૂર્વ મુંબઈ - ૬૬, કિંમત - ૯૦ પૈસા. આપમેળે વહેરાતાં અકસ્માત : પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન: શિશુવિહાર, કૃષ્ણનગર, ભાવનગર, કિંમત ૦-૩૦. ભકતકવિ શિવજીભાઇ દેવશી - મગનબાબા સ્મરણ - માધુરી: પ્રકાશક : શ્રી શિવજીભાઇ કલામંદિર ટ્રસ્ટ, - ઉત્તરાધ્યયન - સૂત્ર: એક પરિશીલન. લેખક ડૉ. સુદર્શનલાલ જૈન: પ્રકાશક: સેહનલાલ જૈન ધર્મ પ્રચારક સમિતિ, અમૃતસર, પ્રાપ્તિસ્થાન: પાર્શ્વનાથ વિદ્યાશ્રમ, શોધ સંસ્થાન, વારાણસી - ૫, કિંમત: રૂા. ૨૫-૦૦. શ્રીમદ્ અને ગાંધીજી: (પ્રતિભા પરિચય): સંગ્રાહક શ્રી પુણ્યવિજ્યજી (જજ્ઞાસ), પ્રકાશક: સ્વ. નગીનદાસ ગિરધરલાલ શેઠની મિલકતના ટ્રસ્ટીઓ વતી શ્રી. જમનાદાસ પી. શેઠ, પ્રાપ્તિસ્થાન: ભેગીલાલ ગિરધરલાલ શેઠ, ૩૪, મેરબી હાઉસ, ગોવા સ્ટ્રીટ, કેટ, મુંબઈ - ૧. પિસ્ટેજ ૦-૧૫. - શ્યામ સુધારસ: સંપાદક : શ્રી ઉજજવળકુમારી આર્યાજી, પ્રકાશકપ્રાપ્તિસ્થાન: સમતાબેન મથુરાદાસ. કિંમત: વિના મૂલ્ય.
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy