SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૬-૧૯૭૧ કરે કે બીજું કોઈ કરે. એટલા જ માટે સમાજવાદમાં વિશ્વાસ રાખનારી તમામ સમાજવાદી પાર્ટીઓનું સંગઠન કરવાનું અમે વિચારી રહ્યાં છીએ. આપણને ઇન્દિરાજી સફળ ન થાય તેમાં રસ નથી; પણ જો તેઓ નિષ્ફળ જાય તો આપણી પાસે વિકલ્પ તૈયાર હોવા જોઇએ. એટલે નવી કોંગ્રેસને મોટી બહુમતિ મળી તેનાથી મને તો કોઇ પણ જાતની ચિન્તા કે ભય નથી. પ્રબુદ્ધ જીવન આજે પૂર્વના તમામ આડ્રો-એશિયન દેશોમાં એક નવા જ પ્રકારની જાગૃતિ આવી રહી છે. સમાજવાદ શબ્દ આપણે ત્યાં એક રાજકીય લેબલ બની ગયો છે, જેના વિના કોઇની દુકાને માલ વેચાતો નથી. પણ માત્ર સમાજવાદી કહેવડાવવાથી સમાજવાદી ક્રાન્તિ આ દેશમાં આવવાની નથી. ઉજળા કપડા પહેરવાવાળા પૈસાદારા કરતાં મેલાં કપડાવાળા ગરીબ વધારે ઇમાનદાર છે એમ હું મારાં અનુભવ પરથી કહું છું. થાાંક જ વખત પર લાકસભાનાં સભ્યોનું દૈનિક મચ્છુ ા. ૩૧થી રૂા. ૫૧ કરી નાંખ્યું. શ્રી મસાનીએ એના વિરોધમાં ઠરાવ પેશ કર્યો તેા બહુમતીએ ઉડાવી દીધા. હવે આમાં સમાજવાદ કર્યાં આવ્યો? શા માટે કોઈપણ માણસને બેફામ ખર્ચ કરવાની છૂટ હોવી જોઇએ? ખર્ચ પર સીલીંગ મૂકવીજ જોઇએ. તે જ દેશમાં બચતરોકાણ વધી શકે. ગરીબા આ વાતા મેટ નારાં લગાવવાથી નહીં સમજે, પણ આપણા આચરણથીજ સમજશે. ડૉ. ગજેન્દ્ર ગડકર મારાં મિત્ર શ્રી સી. સી. (ચીમનલાલ ચકુભાઈ શાહ) મને છેલ્લા ત્રણ વરસથી તમારી આ વ્યાખ્યાનમાળામાં આવવાનું કહ્યા કરતાં હતાં. પરંતુ અનુકૂળતા પ્રાપ્ત થતી નહોતી. આ વખતે અનુકૂળતા પ્રાપ્ત થઇ, અને મારાં એ પરમમિત્ર પ્રત્યેના મારો ધર્મ બજાવવા હું આજે અહીં આવ્યો છું. આપ જાણો છે તેમ રાજકારણથી હવે હું તન અલિપ્ત છું. એક સામાન્ય નાગરિક તરીકે જ હું આપની સમક્ષ ચૂંટણી પહેલાંના બનાવા અને હવે પછી બનનારા સંભવિત બનાવા વિષે મારાં વિચારો રજૂ કરીશ. ૧૯૪૭માં આપણને રાજકીય આઝાદી મળી ત્યારે આપણને લાગ્યું કે આપણા મામ પ્રશ્નોનું નિરાકરણ હવે હાથવેંતમાં છે. પરંતુ રાજકીય આઝાદી એ સાધ્યુ નથી; માત્ર સાધન છે. રાજકીય આઝાદી દ્વારા આપણે સામાજિક ન્યાયની પ્રાપ્તિ કરવાની હતી, ૧૯૫૧માં આપણું બંધારણ ઘડાઇ ગયું અને પહેલી કોંગ્રેસ સરકાર કેન્દ્રમાં તેમજ રાજ્યોમાં આવી ત્યારથી ૧૯૬૪ સુધી આપણે ત્યાં નેહરુ યુગ હતો. પં. નેહરુના સમય દરમ્યાન આપણે જે સિદ્ધિઓ મેળવી છે તેના પ્રત્યે આપણે દુર્લક્ષ કરી શકીએ નહીં. આપણા દેશમાં લોકશાહીના મૂળ ઊંડા નંખાયા હેય તો તે નહેરુના કારણે છે. અનેક દેશી રાજ્યોનું વિલીનીકરણને સરદાર વલ્લભભાઇના પ્રયાસો દ્વારા દેશની એકતા સધાઈ એ એક બીજી સિદ્ધિ છે. એક મહાન દેશ તરીકે ભારતે પેાતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્રીજી વાત એ છે ૐ Judiciary નું ગૌરવ પ્રસ્થાપિત થયું. અને ચાથું ઔદ્યોગિક ક્ષેત્રે પંચવર્ષીય યોજનાઓ દ્રારા પ્રગતિના મંડાણ થયાં. આમ છતાં જે થવું જેઇનું હતું અને ન થયું એવી પણ કેટલીક બાબતો બની. એક તો, કોંગ્રેસ પક્ષને absolute સl હાવાને કારણે દેશમાં ભ્રષ્ટાચાર પાંગરતો ગયો. અને પક્ષની નેતાગીરીમાં Complacency આવા લાગી. આઝાદી અગાઉ જે વચના આપવામાં આવ્યા હતા અને સામાન્ય પ્રજાજનમાં જે આશાઓ જન્મી હતી તે નિષ્ફળતામાં પરિણમી. વચનો અને આચરણ વચ્ચે નું અંતર વધતું રહ્યું. બીજું લેાકશાહીમાં જે Federal Conventions સ્થપાવા જોઇએ તે સ્થપાયા નહીં. નેહરુની પ્રતિભા એવી સર્વોપરી હતી આધુિ ૭૧ કે વિરોધ પક્ષને સત્તા પ્રાપ્ત કરવાની કોઇ તક નહીં રહી અને પરિણામે વિરોધ પક્ષામાં એક પ્રકારની નિરાશા પેદા થઇ. ૧૯૬૪ થી ૧૯૬૭ ના ગાળા દેશમાં હિંસાના અતિક્રમણના ગાળો હતો. ઠેરઠેર કોમી રમખાણે અને જાત-પ્રાંતના ઝઘડા ચાલતાં રહ્યાં. ૧૯૬૭ની ચૂંટણીઓ હું માનું છું કે દેશમાં સૌ પ્રથમ “મુકત ચૂંટણીઓ” હતી. સામાન્ય માણસ કોંગ્રેસના રાજ્યથી અસંતુષ્ટ હતા અને પરિણામે અર્ધ ભાગના રાજ્યોમાં બિનકાગ્રેસી સરકારો અતિત્વમાં આવી. જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર કાયમ રહી—પણ ઘટેલી બહુમતી સાથે. ૧૯૬૭ પછી પાટલીબદલુઓના યુગ શરૂ થયો. Crossing of floors અને Toppling of Governments જેવા શબ્દોની ભારતે અંગ્રેજી સાહિત્યને પહેલી જ વાર ભેટ આપી. ત્યારપછી ૧૯૬૯માં કોંગ્રેસનું વિભાજન થયું અને ૧૯૭૧ની ચૂંટણીમાં પ્રજાએ નવી કોંગ્રેસને સંપૂર્ણ બહુમતી આપીને એક શાણપણવાળું પગલું લીધું છે. આજે રશિયા કે અમેરિકા જેવા દેશા પણ ભારતની અવગણના કરી શકે એમ નથી-બલ્કે, તેઓ પણ આપણા પ્રત્યે હવે માનની નજરે જુવે છે. કારણકે આપણે ત્યાં એક સ્થિર અને મજબૂત સરકાર સત્તામાં આવી છે. જો કે સ્થિર સરકાર કેંન્દ્રમાં હોવી એ પણ, મેં આગળ જણાવ્યું છે તે પ્રમાણે, એક સાધન છે-સાધ્ય નથી. આપણુ સાધ્ય તે દેશની એકતા અને ગરીબી-બેકારી નિવારણ છે. આપણી સરકારે હવે તરત જ એ દિશામાં કામે લાગી જવું જોઇએ કે જેથી દેશના સામાજિક અને આર્થિક માળખામાં ઝડપી પરિવર્તન આણી શકાય. આપણે ત્યાં મજબૂત અને તંદુરસ્ત Federal પ્રણાલિકાએ પ્રસ્થાપિત થવી જોઇએ. તેના માટે બંધારણમાં કઇ મેટા ફેરફારો કરવાની જરુર નથી. હમણાં હમણાં લોકો બંધારણમાંથી “મૂળભુત અધિકારો”ની કલમ નાબૂદ કરવાનું કહી રહ્યાં છે. પરંતુ હું માનું છું કે બંધારણના હેતુ એવા હતા કે મૂળભૂત અધિકારો અને વિશાળ જૈનસમુદાયનું હિત એ બે વચ્ચે બને ત્યાં સુધી ઘર્ષણ પેદા થવા ન દેવું જોઈએ. પરંતુ જો એવું ઘર્ષણ અનિવાર્ય બને તો મૂળભુત અધિકારને જતો કરવો જોઇએ અને લોકોનું હિત જળવાવું જોઇએ. આજે આપણા દેશમાં સંકુચિત નાતજાતની, પેટા ન્યાતની, પ્રાંતવાદની, મનોવૃત્તિએ ફૂલીફાલી છે. હું દેશનાં ખૂણેખૂણે ફર્યા છું ને મેં મરાઠી માણસે જેયાં છે, ગુજરાતી ૉયાં છે, પંજાબી કે તામીલ તેલુગુ જોયાં છે પણ કયાંય મને કોઈ ભારતીય જોવા મળ્યો નથી, ધર્મના અવલંબન પર ઘડાયેલું નાતજાતનું માળખું એ સમાજની એકતાને તોડી નાંખે છે; સમાજનું તે એક નંબરનું દુશ્મન છે. હું પોતે કોઇપણ રૂઢિગત અર્થમાં ધાર્મિક રહ્યો નથી. દેશની એકતા માટે જુદી જુદી વફાદારીઓનું Harmonious જોઇએ, સંસ્કૃતમાં જેને માટે સમન્વય એવા શબ્દ છે. synthesis ac સ્વ. ડૉ. આંબેડકરે બંધારણસભામાં કરેલા પ્રવચનમાંથી એક સુંદર અવતરણ ટાંકીને હું મારૂં વકતવ્ય પૂરૂ કરૂં છું. kk .........Political democracy cannot last unless there lies at the base of it social democracy." tr .........On the 26th of January 1950, we are going to enter into a life of contradictions. In politics we will have equality and in social and economic life we will have inequality. In politics we will be recognising the principle of one man one vote and one vote one value. In our social and economic life, we shall, by reason of our social and economic structure, continue to deny the principle of one man one value. How long shall we continue to live this life cf contradictions? How long shall we continue to deny equality in our social and eroi.omic life? If we continue to deny it forilong, we will do so only by putting our political democracy in peril. We must remove this contradiction at the earliest possible moment or else those who suffer from inequality will blow up the structure of political democracy which this Assembly has so laboriously built up." સંકલન : સુબાધભાઈ એમ. શાહ
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy