SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ પ્રબુ જીવન તા. ૧૬-૬-૧૯૭૧ - - - - - - - - - ઉંમતી તૂટવા લાઇ ઉતા હતા કે થઈને કોંગ્રેસ ના થાય છે એ રીતે જ બિનકશાહી છે. ચૂંટણીની આનાથી વધારે લેકશાહીવાળી એવી બીજી ઘણી પદ્ધતિઓ છે. દાખલા તરીકે, એક પદ્ધતિ લીસ્ટ સિસ્ટમ કહેવાય છે. જેમાં મતદારે જુદી જુદી વ્યકિતઓને નહીં પણ એક પક્ષે ઊભા રાખેલા તમામ ઉમેદવારને સંયુકત મત આપવાનું હોય છે. દરેક પક્ષ પિતાના ઉમેદવારનું લીસ્ટજ બહાર પાડે ને આખેઆખા લીસ્ટને મતદાર પિતાને મત આપી શકે. આવી પદ્ધતિઓ ઓછી ખર્ચાળ હોય છે. ૧૯૪૮માં જયારે હું બંધારણસભાની ડ્રાફટિંગ કમિટી પર હતું, ત્યારે પણ મેં ચૂંટણીની આપણી ચાલુ પદ્ધતિ પર સખ્ત લડત આપી હતી. જે આપણે ત્યાં લીસ્ટની પ્રથા હોત, તે શ્રીમતી ઇન્દિરા ગાંધીને ૩૫૦ના બદલે ૨૫૦થી વધારે બેઠકો લોકસભામાં મળી ન હોત અને તે તેઓ કદાચ વડા પ્રધાન પણ ન હોત. એક તો, શ્રીમતી ગાંધીની વ્યકિતગત પ્રતિભાને પ્રભાવ -પર્સનાલીટી કટ - ચૂંટણીમાં નાણાએ ભજવેલ ભાગ, અને કેન્દ્રમાં સ્થિર સરકાર રચાય તેવી લોકોની ઇરછા- ઉપરાંત લોકશાહી મરચા પાસે કૈઇપણ જાતના એકમતે ઘડેલા પ્રોગ્રામને અભાવ – આ કારણોને લઈને જ શ્રીમતી ગાંધીની જીત થઈ છે. મેં તો ત્રીજી જાન્યુઆરીએ જ્યારે કેટલાક એસ.એસ.પી.વાળાઓએ સંસ્થાકોંગ્રેસ તથા જનસંઘના પ્રમુખને સમજાવીને તેમનું ધાર્યું કરાવી લીધું ત્યારે જ માની લીધું હતું કે મોરચે ચૂંટણી હારી જ ગણે છે. એક પક્ષ તરીકે તેમ છતાં સ્વતંત્ર પક્ષ જોડાણમાં ન છૂટકે કાયમ રહ્યો હતે-“ન મામા કરતાં કાણે મા સારે” એમ સમજીને. એક પરિણામ સારું આવ્યું છે કે હવે શ્રીમતી ગાંધીને કઈ પણ બહાનું બતાવવાપણું રહ્યું નથી. નવી સરકાર પ્રજને સંપૂર્ણ પણે જવાબદાર બની છે. અત્યારે સરકાર પાસે બે મુખ્ય કાર્યો છે. એક તે, દેશમાં કાયદો ને વ્યવસ્થા સંપૂર્ણપણે જાળવવાનું અને બીજું દેશનું - તંત્ર ખેરવાઇ ન જાય તે જોવાનું. તેમાં પણ મુખ્ય બે વાત કરવાની છે: ભાવવધારાને રોકવાની અને બેકારી નિવારવાની. આ બંને બાબતે– એક સાદી સમજની વાત છે તે પ્રમાણેઉત્પાદન વધારવા પર નિર્ભર છે. જેને માટે વધુ બચતે, વધુ ડી રેઠાણ, સખ્ત પરિશ્રમ, હડતાળ નિવારણ – વગેરે માટે અનુકુળ એવી તકો ઊભી કરવી જરૂરી છે. હવે પછીના બે વર્ષમાં જે આ બધું નહી બને તો આજે સિલેનમાં જે બની રહ્યું છે તે ભારતમાં પણ બનશે. શ્રીમતી ભંડારનાયકે જે વચનો ચૂંટણી વખતે આપ્યાં હતાં તે તેઓએ સિદ્ધ કરી બતાવ્યા નથી એટલે ત્યાં આંતરિક યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આપણે ત્યાં પણ સરકાર જે તેની નીતિઓ બદલશે નહીં તે હવે પછીનાં બે વર્ષમાં કે જ્યારે ચૂંટણીમાં મળેલા વિજયની હોહા શમી ગઈ હશે અને હારતેરા સુકાઈ ગયા હશે અને ત્યારે પણ જે. ભૂખ અને બેકારી ચાલુ ને ચાલુ હશે, તે ભૂખ્યા લોકો ચેકસજ હિંસાને માર્ગ લેશે. શું આપણે એવી પરિસ્થિતિ પેદા થવા દૈવી છે શ્રી પ્રાણુ ચોપરા - તામિલનાડુ અને તેલંગણને બાદ કરતાં બીજે બધે સ્થાનિક વગવાળા પક્ષો ખતમ થઈ ગયા છે. આ વખતે લોકોએ ગામડાંના નાગરિકોએ પણ–દેશના આર્થિક પ્રથાને ખ્યાલમાં રાખીને મતદાન કર્યું છે. શ્રીમતી ઈન્દિરા ગાંધી ખૂબ સાવચેતીપૂર્વક દેશનું સુકાન સંભાળી રહ્યાં છે. તેઓ હાલ કોઈ ઉદ્દામવાદી પગલાં લેવા આતુર નથી તે તેમના વચગાળાના અંદાજપત્ર વખતના પ્રવચન પરથી અને પ્રધાનમંડળની રચના પરથી જણાય છે. સમગ્રપણે વિચાર કરતાં સરકારી નીતિઓમાં સહેજ ડાબી તરફનો ઝોક રહેશે. એમ થતાં શાસક પક્ષ હજીય અસ્તિત્વ ધરાવતાં જમણેરી બળાનો સાથ ગુમાવશે, પણ ડાબેરી બળે ને વધુ સાથ તેને સાંપડી રહેશે. *. સામાન્ય પ્રજાજન જાણે છે કે દેશના પ્રશ્નોને ઉકેલ તત્કાળ આવી જવાને નથી. થોડાં વરમાં આ પ્રશ્નને ઉકેલ નહિ આવે તો પણ પ્રજા સરકારને ઉખેડી તે નહિ જ નાખે એમ મનાય. સામાન્ય મતદાર એટલો સુજ્ઞ છે કે સરકાર પક્ષે આ પ્રશ્નોના નિવારણ માટે પ્રમાણિક પ્રયાસો થયા છે કે નહિ, તે તે જોશે. શ્રી એસ. એમ. જોશી ચૂંટણી વખતે કેટલાક લોકોએ કહ્યું કે “ઈન્દિરા ગાંધી રાઈ હૈ, નઈ રોશની લાઈ હ.” આ નવી રોશનીના કિરણે ગરીબની ઝૂંપડી સુધી કયારે પહોંચશે એ હું કહી શક્તો નથી. વાસ્તવમાં, આપણે વિચારવાને આ તરીકે જ ખરો નથી. દેશને માટે કોઈ એક વ્યકિતનું મહત્વ નથી. વ્યકિત મહાન હોઈ શકે, પણ આખરે એની શકિતઓની મર્યાદા હોય છે. આપણને જો સાચેસાચ લોકતંત્રમાં શ્રદ્ધા હોય અને તંત્ર દ્વારા દેશની ગરીબી દૂર કરવી હોય તે લોકજાગૃતિ દ્વારા, લોકશિક્ષણ દ્વારા જ આ કામ થઈ શકે. આ કામ પાયાનું છે. - ૧૯૬૭માં અવિભાજીત કોંગ્રેસની બહુમતી તૂટવા લાગી ત્યારે જ સ્વ. ડો. લોહીયા કહેતા હતા કે બધા સમાજવાદી પક્ષોએ એકત્ર ઘઈને કોંગ્રેસની સામે દેશને માટે વિકલ્પી સરકાર રચી શકે એ મજબુત પક્ષ બનાવવું જોઈએ. આમ તો બધા પક્ષો દેશનું ભલું કરવાની તમન્ના રાખે છે પણ ભલું કઈ રીતે થશે તે વિશે મતભેદો પ્રવર્તે છે. આમ તે અમારા સંયુકત સમાજવાદી પક્ષમાં પણ મતભેદો છે. કેટલીક બાબતે વિષે હું પણ મારાં સહકાર્યકરો સાથે સહમત. ન હતો તે માટે પણ બહુમતી નિર્ણય માથે ચડાવ પડ્યો હતો. ' આપણે જાણીએ છીએ કે પં. નેહરુ અને સરદાર પટેલ વચ્ચે પણ કેટલાક મતભેદે હતા. પરંતુ વર્ધામાં ગાંધીજીએ જ્યારે પં. નેહરુને પોતાના વારસદાર તરીકે જાહેર કર્યા ત્યારે (હું તે સભામાં 'હાજર હત) તેમણે કહ્યું હતું કે અત્યારે ૫. નેહરુ મારી વાત માનતા નથી, પરંતુ “he will speak my language after my death.” - આજે સમય ઝડપથી બદલાતું જાય છે. જેના વિચાર, જની વયવસ્થા હવે ચાલશે નહીં. જે ક્રાંતિ લાવવી હશે તે લોકોની શકિત જગાવવી પડશે. ગાંધીજીએ લોકોની શકિત જગાવવાનું મહાન કાર્ય કર્યું ત્યારે આઝાદી આવી. બંગલા દેશમાં આજે એક અભૂતપૂર્વ વાત બની રહી છે. લોકશકિતનું આ જબરૂં આંદલન કઈ રીતે કચડી શકાવાનું નથી. આપણે ત્યાં પણ કરડે લેકે ગરીબ છે. સ્વાભાવિક રીતે જ એમને મોટી હોટલમાં રહેનારા ને પૈસાને વેડફી નાંખનારા અમીરોની ઈર્ષ્યા થાય છે. ગરીબેને પણ પોતાની સ્થિતિ સુધારવાની ઈચ્છા છે. ચૂંટણી અને લોકસભા કઇ પક્ષ માટે ગરીબી હટાવવાનું સાધન નથી. ચૂંટણીની પણ અગત્ય છે. પણ ચૂંટણીમાં હારી ગયા એટલે સર્વસ્વ લુહૂંટાઇ ગયું એવું કાંઇ નથી. લોકજાગૃતિ વડે જ દેશની એકતા જળવાશે. હિસાવી તે કશું થશે નહિં. હું તો માનું છું કે ગાંધીજી જીવતા હતા ત્યારે તેઓ જેટલા Relevant હતા એથી પણ વધારે તે આપણા દેશ માટે આજે Relevant છે. ગાંધીજી કહેતા #: Work your way siently into the hearts of the people." ઇન્દિરાજીની જીત થઇ છે અને તેમની સરકાર Left-of the centre રહેશે એ વાત સાચી છે. આપણે ત્યાં જેવી ગરીબી છે એને લઈને દેશની કેઇપણ સરકાર એનજ રહે. કેટલાક લોકો માને છે અને મેં છાપામાં વાં. તે પ્રમાણે શ્રી મસાની પણ આ જ પ્લેટફોર્મ પરથી એમ કહી ગયા કે બે વર્ષમાં ઈન્દિરા ગાંધી કશું કરી નહીં બતાવે તે બળવો થશે. હું એમ કહું છું કે જો એવું બનવાનું હોય તો અત્યારથી જ એવી તૈયારી કરવી જોઈએ કે જેથી તેમ બનું અટકાવી શકાય અને આપણને પાછળથી નિરાશ ન થાય. કારણકે દેશને પ્રાણપ્રને ગરીબીનું–બેકારીનું નિવારણ એજ છે. પછી તે ઈદિરાજી
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy