________________
તા. ૧૬-૬-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
દીધું છે અને ઉદ્યોગમાં પડયા છે. ફીટટાઈટ નટસ બેલ્ટસ કુ. નામની શરૂ કરી જે આજે એક સફળ અને વિક્સતી કંપની છે. છતાં તેઓ શેરબજારના પ્રમુખસ્થાને ચૂંટાયા તે યોગ્ય થયું છે. કારણકે શેરબજાર ક્રેકટીમાંથી પસાર થઇ રહ્યું છે. વાયદાને વેપાર બંધ છે ત્યારે, તેમની શકિત અને કુનેહને બજારને લાભ મળે તે માટે તેમની ચૂંટણી થઈ છે. શ્રી કાન્તિલાલ ઈશ્વરલાલ જેઓ પણ શેરબજારના પ્રમુખ ચૂંટાયા હતા, તેમની પેઠે ભાઈ લાલદાસ પણ જૈન સમાજના એક શકિતશાળી વ્યકિત છે. શ્રી ઘનશ્યામભાઈ ઓઝા
છેલ્લી લોકસભાની ચૂંટણીમાં, રાજકોટ વિભાગમાંથી, સ્વતંત્ર પક્ષના પ્રમુખ શ્રી મીનુ મસાણીને હરાવી, શ્રી ઘનશ્યાભાઈ ઓઝા ચૂંટાયા તે તેમની લોકપ્રિયતા બતાવે છે. આ બેઠક, ચારપક્ષી મેરચાએ પ્રતિષ્ઠાની બેઠક બનાવી હતી અને પિતાનું બધું બળ તેના ઉપર કેન્દ્રિત કર્યું હતું. શ્રી આઝા, સૌરાષ્ટ્ર ગુજરાતના યોગ્ય પ્રતિનિધિ છે. દી જાહેર જીવન અને પ્રજાસેવાથી આદરણીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. સૌરાષ્ટ્ર ધારાસભાના ૧૯૪૮ થી ૫૬ સુધી સભ્ય અને છેલ્લાં પાંચ વર્ષ પ્રધાન હતા. ત્યાર પછી બે વર્ષ મુંબઈ ધારાસભાના સભ્ય હતા. પછી ૧0 વર્ષ લોકસભાના સભ્ય રહ્યા. કેટલીક અગન્યની કમિટીના સભ્ય અથવા ચેરમેન રહ્યા છે. રાજકીય ક્ષેત્રે વિશાળ કામગીરી ઉપરાંત સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે બહોળો અનુભવ છે. ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટ અને સિન્ડીકેટના વર્ષોથી સભ્ય છે. મજુર અને હરિજન પ્રવૃત્તિમાં તેમને ખાસ રસ છે. સંગીતને શેખ છે. વિદેશને બહોળા પ્રવાસ કર્યો છે. વર્તન માન કેન્દ્રિય પ્રધાન મંડળમાં ગુજરાતના તેઓ એક માત્ર પ્રતિનિધિ છે. શ્રી ઘનશ્યામભાઈ પિતાની જવાબદારીભર્યા નવા સ્થાનમાં સફળતા પ્રાપ્ત કરશે તેમાં કોઈ શંકા નથી. તેમને આપણા અભિનંદન અને શુભેરછા છે.
ચીમનલાલ ચકુ ભાઈ
સાક્ષી હોવા જોઈએ. તેને બદલે એ કેસ પૂરો થયા પછી મલ્હોત્રાની ધરપકડ થઈ. મલ્હોત્રા શું ખુલાસે કરે છે તે જોવાનું રહે છે. તે પણ એકરાર કરી, સજા નોતરશે કે ગુન્હાને ઈન્કાર કરી, પુરાવો માગશે. મહોત્રા સામેના કેસનું જે થાય તે, પણ આ ભેદી ઘટનાની પૂરી, સ્વતંત્ર અદાલતી તપાસ (Judicial inquiry) નહિ થાય ત્યાં સુધી પ્રજાને સંતોષ નહિ થાય. આવી તપાસની માગણીનો અત્યારે તે શ્રી ચવ્હાણે ઈન્કાર કર્યો છે. તો પછી શંકાના વાદળ વિખરાશે નહિ. બજેટ
જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે, ચૂંટણી પછીનું પહેલું બજેટ, શ્રી ચવ્હાણે રજૂ કર્યું. તેને બહુ આવકાર મળ્યું નથી. ૨૨૦ કરોડના નવા કરવેરા નાખ્યા છે. કોઈને કરવેરા ભરવા ગમતા નથી તે કારણે બજેટને આવકાર ન મળે તે સમજી શકાય છે, પણ કરવેરા નાખવા છતાં આવકાર મળે એવું ગયા વર્ષનું ઈન્દિરા ગાંધીનું બજેટ હતું. રાહત આપવી જોઈએ ત્યાં રાહત આપી હતી અને બહુ સમજણપૂર્વક, ભાર, ઉપાડી શકે એવી રીતે કરવેરા નાખ્યા હતા. રામાજવાદની બહુ વાતે પછી, આ બજેટમાં સમાજવાદની દિશામાં લઈ જતાં કોઈ અસરકારક પગલાં નથી. રાબેતા મુજબના (on traditional line) કરવેરા છે. દેખીતી રીતે, પૈસાવાળા ઉપર વધારે બોજો પડે છે. પણ સામાન્ય માણસ ઉપર ઓછો બોજો નથી પડે. એ ખરું છે કે પ્રમાણિક હશે તેવા ધનવાની સંપત્તિ ઓછી થશે અને તેટલે દરજજે સંપત્તિની અસમાનતા ઓછી કરી એમ કહેવાય. એ પણ ખરું છે કે પ્રમાણિક હશે એવાઓને મોટી આવક હોય તો પણ બચત ઘણી ઓછી રહેશે. તેટલે દરજજે આવકની અસમાનતા ઓછી કરી એમ કહેવાય. પણ અસામાનતા સાચી રીતે ઓછી કરવી હોય તો, ઉત્પાદન વધે, રોજી મળે, સામાન્ય માણસની આવક વધે, મોંઘવારી ઓછી થાય, તેવા પગલાં લેવા જોઈએ. એ બજેટમાં તેવા પગલાં ઓછા દેખાય છે. લાંચરૂશ્વત ઓછી થાય, રાજતંત્ર કાર્યક્ષમ ( efficient ) બને, ઉડાઉ ખર્ચ ઘટાડે, સરકારી તંત્રમાં પ્રજાના નાણાંને દુર્ભય ( waste ) અટકે–આ બધું થવાને બદલે, આવાં અનિષ્ટો વધતાં દેખાય છે. કોઈ અર્થશાસ્ત્રીની દષ્ટિએ નહિ પણ એક સામાન્ય જન તરીકે બજેટની જે છાપ પડી તે જણાવું છું. એમ કહેવાય છે કે બહુ વધારે પડતા કરવેરા હોય તો કામ કરવાની પ્રેરણા (incentive ) ન રહે, કરચોરી વધે, કાળાં બજાર વધે. આમા સત્ય છે. પણ હકીકતમાં સમાજમાં નવી દષ્ટિ આવે તો જ એ અનિષ્ટો દૂર થાય. ગમે તે ભેગે અને માર્ગે પૈસે મેળવો કે સંપત્તિ વધારવી તેવી તૃષ્ણા રહે ત્યાં સુધી આવા અનિષ્ટ રહેવાનાં અને વધવાનાં. જીવનની જરૂરિયાતો ઓછી કરી, સાદાઈથી રહેવું અને ખોટા ખર્ચા બંધ કરવા અને કાળાં નાણાંના જેરે, લખલૂટ ખાટા ખર્ચા કરવા તે સમાજને દ્રોહ છે એવી ભાવના જાગવી જોઈએ. મહારાષ્ટ્ર ધારાસભાના એક સભ્ય શંકરરાવ માહિતેને ત્યાં લગ્નપ્રસંગે જે બન્યું અને તે પ્રસંગે શ્રી ચવ્હાણ અને બીજા નેતાઓ હાજર રહે, તે અક્ષમ્ય બનવું જોઈએ. શ્રી લાલદાસ જમનાદાસ વોરા
શ્રી લાલદાસ જમનાદાસ વોરા મુંબઈ શેરબજારના પ્રમુખ ચુંટાયા તે માટે તેમને અભિનંદન આપું છું. તેમના પિતા શ્રી જમનાદાસ ખુશાલદાસ સ્થાનકવાસી સમાજના સેવાભાવી કાર્યકર્તા હતા. તેમની પેઢી જમનાદાસ ખુશાલદાસની કુ. શેરબજારની આગેવાન પિઠી છે. ભાઈ લાલદાસને શેરબજારનું ઊંડું જ્ઞાન છે. દેશના અર્થતંત્રમાં શેરબજારનું શું સ્થાન હોવું જોઈએ તેના તેઓ અભ્યાસી છે. લગભગ ૧૫ વર્ષથી લાલદાસે શેરબજારમાં સીધું કામકાજ છોડી
“ચૂંટણી થઈ ગઈ : હવે શું?”
વસંત વ્યાખ્યાનમાળા
(શ્રી મુંબઈ જૈન યુવક સંઘની ત્રીજા વર્ષની વરાંત વ્યાખ્યાન- માળા આ વરસે એપ્રિલની ૧૨, ૧૩, ૧૪ અને ૧૫-એમ ચાર દિવસ તાતા ઓડીટોરીયમમાં યોજવામાં આવી હતી. આ ચારે દિવસ ભરચક હાજરી રહી હતી અને ચારે વકતાનો વિષય હતો:- “ચૂંટણી થઈ ગઈ. હવે શું?” લોકસભાની મધ્યાવધિ ચૂંટણીના સંદર્ભમાં ભિન્નભિન્ન દષ્ટિબિંદુ ધરાવતા વકતાઓએ ચૂંટણીના પરિણામેની જુદી જુદી રીતે સમીક્ષા કરી હતી. સ્વતંત્ર પક્ષના અગ્રણી મીનુ મસાણી, સ્ટેટ્સમેનના એક વખતના મંત્રી અને પીઢ પત્રકાર શ્રી પ્રાણ પરા, સંયુકત સમાજવાદી પક્ષના આગેવાન શ્રી એસ. એમ. જોશી અને મુંબઈ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ વડા ન્યાયમૂર્તિ ડે. ગજેન્દ્રગડકર – અનુક્રમે ચારે દિવસના વકતાઓ હતી. દરેક ત્યાખ્યાનને અંતે રસપ્રદ પ્રશ્નોતરી થઈ હતી. સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહ ચારે દિવસની સભાના પ્રમુખ રથાને હતાં. આ ચારે વ્યાખ્યાનની ટૂંકી નોંધ નીચે આપવામાં આવી છે. –તંત્રી)
શ્રી મીનુ મસાણું આપણે ચૂંટણીના પરિણામોની જો નિરાંત જીવે સમીક્ષા કરીએ તો જણાશે કે કુલ મતદાન થયું તેના ૪૩.૬૪ ટકા મતો –એટલે કે કુલ મતદારોના ૨૩.૯૧ ટકા મતો શ્રીમતી ગાંધીના પક્ષને મળ્યા. છે; અથવા, એમ કહી શકાય કૈ દર ચાર મતદારે એક જણે નવી કોંગ્રેસને મત આપ્યો છે. એટલે કે, એક લઘુમતી સરકાર અત્યારે રાજ્ય કરે છે.
વાસ્તવિક રીતે જોઇએ તે, આપણે ત્યાં જે રીતે ચૂંટણીઓ
'