SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧--૧૯૭૧ ૯૭૧ પ્રમુજ જીવન આમાં વાસ્તવિક પરિસ્થિતિની ઉપેક્ષા છે: ઓછામાં ઓછી રાજસત્તા હોય અને સમાજ, સ્વાશ્રયી અને સ્વસંચાલિત હોય એ એક સમય હતો. અત્યારે રાજસત્તાએ જીવનના બધા ક્ષેત્રે ઉપર ભરડો લીધો છે. અત્યારે આવી કેન્દ્રિત રાજસત્તાના અનિષ્ટો કેમ ઓછા કરવા અને રાજકારણને બને તેટલું શુદ્ધ કરવું તે પ્રત્યે લક્ષ આપવું પડશે. સત્તાભૂખ્યા, સ્વાર્થી બંધાદારી રાજકીય વ્યકિતઓને સ્થાને કોઈક નિસ્વાર્થ સેવાભાવી વ્યકિતઓના હાથમાં રાજ્યની ધૂરા હોય તેમ કરવું પડશે. રાજકારણની આભડછેટ ઓછી કરવી પડશે. રાજસત્તા અને લોકશકિત પરસ્પર વિરોધી બળે નહિ, પણ પૂરક બળો બને તે તરફ ધ્યાન આપવું પડશે. જ્યપ્રકાશજીએ વિશ્વાસપૂર્વક કહ્યું કે પંડિત જવાહરલાલ નેહરુ, પછી હું જો આ દેશના વડા પ્રધાન બનવા માગત તે મને કોઈ રોકી શકે તેમ ન– હોતું. જયપ્રકાશજીના સ્વાર્થત્યાગ પાસે આપણું મતક નમે છે. એમના જેવી કેટલીક વ્યકિતઓ દેશની ચોકીદાર Sentinels હોય તે આવકારદાયક છે. પણ બધા જે સારા માણસો રાજકારણથી ભાગી જશે તે પ્લેટોએ ૨૫૦૦ વર્ષ પૂર્વે કહ્યું હતું તેમ ખરાબ માણસના શાસનના ભાગ બનવાને દંડ આપવું પડશે. વર્તમાન રાજકારણમાં સારા માણસને સ્થાન મળવું બહુ અઘરું છે. પણ ત્યાં જ લેકશકિત જાગ્રત કરવાની જરૂર છે. રાજસત્તાન અનિષ્ટ સામે સત્યાગ્રહ માટે પણ તૈયાર રહેવું પડે. આ દેશના માણસે સત્તાસ્થાને છે માટે પરદેશીઓ કરતા સારા જ છે અને પરદેશીઓ સામે સત્યાગ્રહની જરૂર હતી, વર્તમાન સરકાર સામે નહિ, એ ખ્યાલ બરાબર નથી. આર્થિક વિકેન્દ્રીકરણનો વિચાર પણ ફેર તપાસવો પડે તેમ છે. વિકેન્દ્રીત અર્થરચના એટલે ખાદી, ઘાણીનું તેલ, તાડગોળ કે હાથે બનાવેલ સાબુ, એટલું જ નહિ. ઉદ્યોગીકરણના મહાઅનિષ્ટો જાણીતા 29. Urbanisation Hiel Gr4d 4dl, Social Disintegration, Erosion of cultural Pattern, Environmental Pollutions, આ બધામાંથી બચવું છે. પણ ઈલેકટ્રીસીટી ગામડાઓ સુધી પહોંચી છે. નાના ત્રિ, ગૃહઉદ્યોગો આપી શકે તેમ છે. આ બધાને લાભ લેવો પડશે. પંચવર્ષીય યોજનાઓમાં આ બધાને અસરકારક રીતે સમાવેશ થઈ શકે. પાયાને સવાલ, માણસની સ્વાર્થવૃત્તિ અને પરિગ્રહમોહ ઓછા થાય અને સમાજકલ્યાણની ભાવના, ત્યાગ અને અપરિગ્રહની દષ્ટિ સબળ થાય એ છે. કાયદાથી જ માણસ નીતિવાન થતો નથી. માણસને ભ્રષ્ટાચાર વધે તેમ કાયદાઓ વધે, એ વિષ- ચક્રમાંથી છૂટવું જરૂર છે. ભૂદાન - ગ્રામદાન આંદોલનનું સૌથી મહત્વનું કાર્ય આ છે. પણ માત્ર સમજાવટથી માણસ સ્વાર્થ છોડતે નથી. એ કાયદે પણ સફળ ન થાય તે મર્યાદિત સત્યાગ્રહ કદાચ અસરકારક થાય. ભૂદાન-ગ્રામદાન કાર્યમાં ઘણા સેવાભાવી બહેને અને ભાઈઓ જોડાયા છે. આ દિશામાં તે સારું પરિણામ લાવી શકે. સર્વોદય સંમેલનની કાર્યવાહી ઉપરથી મને સૂઝતાં વિચારોને માત્ર નિર્દેશ કર્યો છે. ટીકાની દષ્ટિએ નહિ, પણ મુકત વિચારણા માટે, ભૂદાન આંદોલનને પ્રત્યક્ષ અનુભવ મને નથી એટલે મારી કઈ ભૂલ થતી હોય તો ક્ષમા માંગું છું. ચીમનલાલ ચકુભાઈ છે “બુંદ સમાની સબદમેંઆ (ભજનસંગ્રહ) પ્રકાશક : રાજેશ ગાંધી, બાલાસિનોર નવયુવક સંઘ, ૧૧૮-૧૨૦, અરદેશર દાદી સ્ટ્રીટ, વી. પી. રેડ, મુંબઈ-૪. એક પ્રાચીન દુહે છે કે, “બ્દ સમાની ખૂંદ મેં સો જાને સબ કોઈ, બ્દ સમાની સબદ મેં જાને બિરલા કોઈ.” આ દૂહામાંથી પ્રસ્તુત ભજનસંગ્રહનું શીર્ષક લેવામાં આવ્યું છે. શિવબુંદમાં જીવવૃંદ સમાયેલું છે. એ શિવબુંદ સંતોષી વાણીરૂપે પ્રગટ થયા કરે છે. સંતની એવી વાણી આ ભજનસંગ્રહમાં આપવામાં આવી છે. આ પ્રકાશન સ્વાન્તઃ સુખાય છે. ' મુંબઈના બાલાસિનોર યુવક સંઘના સ્વાધ્યાય વર્તુળના સભ્યોએ પોતાના આધ્યાત્મિક વિકાસ અર્થે તે પ્રસિદ્ધ કર્યો છે. સ્વાધ્યાય મંડળની આ પ્રવૃત્તિને ખુબ અભિનંદન ઘટે છે, શ્રી ભગેશ અને તેમના સહયાત્રીઓ આવા બીજા રાંગ્રહ બહાર પાડે એવી ઈચ્છા રહે છે. સાધારણ ભજનસંગ્રહ જોવા મળે છે તેનાથી આ નિરાળા પ્રકાર છે. આ સંગ્રહ પછવાડે એક દષ્ટિ રહેલી છે. અહીં કેટલાંક ભજનમાં સચરાચર વ્યાપી રહેલા પરમ તત્વની અનુભૂતિને ઉલ્લાસ અને કવચિત, મસ્તી પણ, કેટલાકમાં કબીરસાહેબની “સહજ સમાધિર્મના અનુભવને ગંભીર આનંદ, કેટલાકમાં ગુરુકૃપા પામ્યાને સંતોષ તે કેટલાકમાં ઊર્ધ્વ ગતિ કરવાને તલસાટ, ઝંખના વયકત થાય છે. આ પ્રકારના અનુભવોના પાયામાં અને તની ભાવના રહેલી છે. તેમાં “વૃન્દાવની” ભકિતધારાનાં ભજને નથી. એ ધારાનાં જૂનાં પ્રતીકો પણ આ ભજનમાં જણાતાં નથી. ગંભીર પ્રકૃતિના ઉપાસકોને – અનાહતને નાદ સાંભળવા મથતા. જીવોને – આ સંગ્રહ" પ્રેરણાદાયી થઈ પડશે. એમાં જૂનાં પ્રતિષ્ઠિત અને ચલણી ભજને સાથે વર્તમાન સંત કે કવિઓની ભજનના પ્રકારની કૃતિઓ આપવામાં આવી છે, એ એક નવીનતા છે. સંતોની વાણીને પ્રવાહ યુગે યુગે કેવો અખલિત વહ્યા કરે છે, તેનું આથી સહર્ષ ભાન થાય છે. કેટલાંક ભજને માટે જુદી જુદી કલમે લખાયેલા “આસ્વાદ” ભજનોનું હાર્દ ગ્રહણ કરાવે છે. દરેક આસ્વાદમાં ભકતકવિની દષ્ટિ રહેલી દેખાય છે. કેટલાંક ભજન-સૂરદાસ અને તુલસીદાસનાં મુખ્યત્વે અનુવાદ આપવામાં આવ્યું છે, તે જરૂરી છે. અર્થ સમજવામાં તે ઉપકારક લાગે છે. “અર્થબોધ” પણ તેટલે જ ઉપયોગી છે. કેટલાક અપવાદ બાદ કરતાં એકંદરે ભજનની પસંદગી પાછળની દષ્ટિ ઊંચી રહેલી જણાય છે. આ સંગ્રહ જેમને માટે તૈયાર કરવામાં આવ્યા છે તેમને અવશ્ય ઉપકારક નીવડશે એમ કહી શકાય. * શ્રેયસ, અમદાવાદ-૧ - લીના મંગળદાસ આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા પૂરકનોંધ આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા ઓગસ્ટ માસની ૧૮ મી તારીખથી ૨૫મી તારીખ સુધી–એમ આઠ દિવસની ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે. નીચેના વ્યાખ્યાતાઓના નામ નક્કી થઈ ચૂકયા છે: ફાધર વાલેસ, પ્રિન્સિપાલ રામજોશી, શ્રી અનિરુદ્ધ બ્રહ્મભટ, શ્રી મૃણાલિની દેસાઇ, શ્રી પુરુષોત્તમ માવલંકર, શ્રી નથમલજી ટાંટિયા, શ્રી કલ્યાણમલજી લોઢ, શ્રી ઉષા મહેતા અને શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, સ્થળ:-- ભારતીય વિદ્યાભવન. સમય:- સવારના ૮-૩૦ આઠે દિવસની સભાઓનું પ્રમુખસ્થાન દર વરસની જેમ વિદ્વર્ય પ્રાધ્યાપક શ્રી ગૌરીપ્રસાદ . ઝાલા સંભાળશે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ આ ભજન સંગ્રહ શ્રી ઈન્દિરાબહેન કડકિયાએ મને મોકલાવ્યા છે તેમાં એક નોંધપાત્ર હકીકત તેમણે જણાવી છે તે પ્રત્યે ધ્યાન દોરું છું. આ સંગ્રહમાં નવ ભજને શ્રી રાજેન્દ્ર મહનાના છે, જે પ્રથમ જ પ્રગટ થાય છે. ઈન્દિરાબહેન જણાવે છે કે શ્રી રાજેન્દ્ર મહન્ત બાળવયથી અધ્યાત્મચિન્તનના માર્ગે છે, વડોદરા પાસેના રેણુના એક મંદિરના મહંતે તેમને દત્તક લીધા, પણ આવી જંજાળ તેમણે છોડી દીધી અને પછીથી એકાંતમાં રહે છે. આ નવ ભજને તેમની ૧૮ વર્ષની ઉમર થઈ તે પહેલાના લખેલા છે, ત્યાર પછી લખવાનું પણ બંધ કર્યું છે. આ તેજસ્વી મરમી જીવનયાત્રી, યુવાન વયે હાલ ૩૦ વર્ષ-ચિન્તનમાં લીન છે.' -તંત્રી
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy