SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ત, ૧૬-૬-૧૯૭૧ ભૂમિકા તૈયાર કરવાનું કામ થયું છે. હવે પુષ્ટિ–Consolidation–નું કામ શરૂ થાય છે. અત્યાર સુધી માંગણી થતી કે આદર્શ ગ્રામ- દાનને - રામરાજને એક નમૂને બતાવે. હવે એ નમૂને તૈયાર કરવાનું માથે લીધું છે. તે માટે જયપ્રકાશજી મુસહરીમાં ઘણું નાખી બેઠા છે. બીજા આગેવાન કાર્યકર્તાઓએ સહરસામાં થાણું નાખ્યું છે. વિનોબાજીએ કહ્યું કે બધું કામ છોડી મુહરી અને સહરસા પહોંચી જાવ. કાર્યકર્તાઓએ કામને ન્યાય નથી આપ્યો, તેમનામાં આત્મવિશ્વાસ નથી, પૂરતી સંખ્યામાં નથી, કામ અતિ કઠીન છે, આ બધામાં સત્યને અંશ છે. પણ વર્તમાન પરિસ્થિતિ માટે આ પૂરો જવાબ નથી. હકીકતમાં, કાર્યકર્તાઓને દોષ દેવાને બદલે, ભૂદાનના પાયાના વિચારો અને માન્યતાઓ પુનર્વિચારણા માગે છે. ભૂદાન અદિલન અગે, ચર્ચાને એક મુખ્ય વિષય એ રહ્યો છે કે તેમાં પ્રતિકાત્મક સત્યાગ્રહને સ્થાન શું? લોકોને સમજાવીને કામ લેવું, તેમનું માનસપરિવર્તન કરવું, જાતે કષ્ટ સહન કરીને સમજાવવા તે બરાબર છે, પણ તેથી વિશેષ અસરકારક અથવા જલદ પગલાને કોઈ સ્થાન ખરું કે નહિ? દાદા ધર્માધિકારીએ કહ્યું કે ઘણા લેકોને એ આક્ષેપ રહ્યો છે કે, વિનોબાએ ગાંધીને પ્રતિકારને માર્ગ છોડી દીધું છે. વસંતરાવ નારગેલકરે કહ્યું કે ગાંધીપ્રણીત સત્યાગ્રહ અને વિનોબા પ્રણીત સત્યાગ્રહમાં ફરક છે અને તેને લીધે જ આંદલનને આજ સુધી ધકકો પહોંચ્યો છે. જ્યાં સમજાવટથી પરિણામ ન આવે ત્યાં કયાં સુધી ધીરજ રાખી શકાય? કોઈ સીધા પગલા લેવા જરૂરના ખરા કે નહિ? ભૂમિપત્ર સહી કરી જમીન ન આપે, મેટી જમીનના માલિક હોય અને કોઈ ભૂદાન ન કરે, ગ્રામદાનમાં જોડાય નહિ, ગ્રામરાભાને સહકાર ન આપે, એવાએની સામે અહિરાક પ્રતિકાર વિના બીજો શું ઉપાય છે? . રામમૂર્તિએ કહ્યું કે ગ્રામદાન માટે સંમતિ આપ્યા પછીયે લેકે જમીન આપવામાં, ગ્રામકોષ કાઢવામાં ઘણી ટાળટાળ કરે છે. પણ તેમણે કહ્યું કે આ બધી ટાળંટાળ એ તે એક સર્વસામાન્ય માનવીય કઠીનાઈ છે. તેમને કહેવાને ભાવાર્થ Natural Human Weakness or Selfisness. કાર્યકર્તાઓ અધીરા થાય તેમાં નવાઈ નથી. લોકોની - ભૂમિહીનેની પણ ધીરજ ખૂટે. ભૂદાન - ગ્રામદાન અદિલનના મુખ્ય આગેવાનો પ્રતિકારાત્મક સત્યાગ્રહને અસ્થાને ગણતા હોય તેમ લાગે છે. તેઓ એમ માનતા જણાય છે કે આવા સત્યાગ્રહથી ગામની એકતા જોખમાય, સંઘર્ષ થાય, Confrontation -મુકાબલો ન થાય. તેઓ re-approachment -પુનર્મિલનની પદ્ધતિને વધારે આવકારે છે. પાયાને પ્રશ્ન એ છે માનવીયા sál-ulsS- Human Weakness er selfis: nessa સમજાવટથી દૂર કરી શકાય કે કોઈ અહિંસક પ્રતિકાર અથવા દબાણની જરૂર ખરી? દાદા ધર્માધિકારીએ પ્રશ્ન મૂકો કે જ્યાં જનતા પોતે પણ અન્યાયમાં સામેલ હોય, ત્યાં શું સત્યાગ્રહ થઈ શકે? એટલે તમારે સત્યાગ્રહ જનતાની વિરૂદ્ધ હશે કે લેક સંગ્રહને માટે હશે? તેમણે સવાલ પૂછયે, મૂળભૂત પ્રશ્ન છે કે શું જનતાને ચૂંટાયેલે પ્રતિનિધિ અને સત્યાગ્રહી સામસામા આવી જશે? વળી બીજો મુદ્દો ઊભો કર્યો. સત્યાગ્રહ કોણ કરી શકે? ધીરેનબાબુએ કહ્યું કે જેમણે સત્ય સ્વીકાર્યું છે, તે જ સત્યાગ્રહની પાત્રતા ધરાવે છે, તે સિવાય નહીં. એટલે કે જે ખેડૂતેએ જાતે ભૂદાન કર્યું છે, એવા મેટા અને મધ્યમ વર્ગના ખેડૂતે જ સત્યાગ્રહ કરી શકે. તે પછી કાર્યકર્તા શું કરે? આમ સત્યાગ્રહ અથવા અહિંસક પ્રતિકાર સંબંધે ભૂદાનકાર્યકરો અને આગેવાનોમાં તીવ્ર- મતભેદ જણાય છે. ગાંધીજીએ મિલ્કત અંગે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત રજુ કર્યો ત્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે ધનવાને સમજાવટ થી–Persuasion ન માને તે તમે શું કરશે? ગાંધીજીએ કર્યું હતું કે અસહકાર અને સત્યાગ્રહ બધા ક્ષેત્રે કામિયાબ છે. દરેક માણસ પોતાની ફરજ સમજી યોગ્ય વર્તન કરે એવું બનવાનું નથી. Man's selfishness or irrationality is a basic fact. તેને લેકમત, કાયદાનું, હિંસક અથવા અહિરાક પ્રતિકારનું દબાણ અનિવાર્ય બને છે. ભૂદાન, ગ્રામદાન, ઝામરાજ, માત્ર Persuasion ઉપર જ આધાર રાખી, કેટલેક 'દરજજે સફળ થાય ? એક બીજો પાયાને મુદો રામરદ્રિરાવ ગોરાએ રજૂ કર્યો.. સર્વોદય કાર્યકરે રાજકારણમાં સીધી રીતે ભાગ લેવાથી દૂર રહ્યાં છે. શ્રી ગેરાએ કહ્યું કે આપણે તાત્કાલિક કાર્યક્રમ રાજનીતિમાં સક્રિય રસ લેવાને હવે જોઈએ. ઈમાનદાર અને સારા નાગરિકોએ રાજનીતિમાં સક્રિય રસ લઈ રાજકારણને શુદ્ધ અને ઉપયોગી બનાવવું જોઈએ. સરકારમાં પાટીબાજી અને ઠાઠમાઠની જે પરંપરાઓ છે તેના વિરોધમાં તરત સત્યાગ્રહ કરવો જોઈએ. પંચાયતમાં દાખલ થઈ વિકેન્દ્રીકરણને અમલમાં લાવવા પ્રયત્ન કરો. આ વિવાદાસ્પદ મુદ્દે છે અને વિચારણા માગે છે. પણ સૌથી પાયાને મુદ્દો તે લેકશાહી વિશેની વિનેબાજી અને તેમના સાથીઓની માન્યતા છે. રાજસત્તાને સ્થાને લેકસ, સ્થાપવી છે. લોકો પોતે પ્રત્યક્ષ રીતે ગ્રામસભા મારફત પિતાને બધ કારભાર સંભાળી લે એ રાચી લોકશાહી છે. વર્તમાન લોકશાહી Representative Democracyal cu HIZLEMEU છે તેમાં શંકા જ નથી. પણ જે પ્રકારની લોકશાહીની વિનોબાજી અને જ્યપ્રકાશજી કલ્પના કરે છે, તે શકય છે? જયપ્રકાશજીએ કહ્યું છે કે જાતે જવાબદારી ઉપાડીને કામ કરવાની લોકોને ટેવ જ પડી નથી. ધીરેનબાબુએ કહ્યું છે કે “ઇતિહાસના પ્રારંભથી જ જનતાએ કયારેય પતે થઈને પોતાનું કામ કર્યું નથી, હંમેશા કોઈ રાજા, ગુરુ, પુરોહિત, સેવાસંસ્થા, સંત-મહાપુરુષ, જનતાના પ્રશ્નોને ઉકેલતા રહ્યા છે. જનતાએ બહુ કર્યું તે તેમની પાછળ ચાલી છે. આજે આપણે કહીએ છીએ કે જનતા પોતાની મેળે કાર્ય કરે. આપણે બહારની નેતાગીરી અને જમાતનું નિરાકરણ કરવા . માંગીએ છીએ એટલે કે જે વાત ઈતિહાસમાં કદી થઈ નથી તે આપણે કરવા ઈચ્છીએ છીએ.” જ્યપ્રકાશ નારાયણે કહ્યું કે આ અદિલનને કોઈ એક નેતાનથી. લોકોને એમ કહી શકાય છે કે હવે તમે તમારું ભાગ્ય તમારા હાથમાં લેશે તે જ ઉગારો થશે. વાત તે ઉપરથી સારી લાગે છે. પણ ઈતિહાસમાં જે કોઈ દિવસ બન્યું નથી તે હવે બનશે? અને નથી બન્યું તે તેનાં કારણે પણ તપાસવા જોઈએ. હકીકતમાં લોકશાહીને આ કાંઈક ખાટે ખ્યાલ છે. Leadership has a definite place in democracy. People need to be guided and led. દરેક વ્યકિત એટલી બુદ્ધિશાળી અને નિસ્વાર્થ થાય કે પિતાને ધર્મ સમજી, પોતાની ફરજ બજાવે અને , સમાજનું કલ્યાણ કરે, એ સ્વપ્ન છે. This kind of spiritual anarchy is utopian. વર્તમાન જગતને વિજ્ઞાન દિશા અને વાહનવ્યવહારમાં જે સાધને આપ્યા છે, (Means of ' Communication and transport) ahl isolated, autonomous, village communities ગ્રામસ્વરાજના સ્વતંત્ર ઘટકો શક્ય નથી. રાજસત્તા અને તેના કેન્દ્રીકરણના અનિષ્ટો સામે, જાગ્રત અને બને તેટલી સ્વાયત્ત લોકશકિતની જરૂર છે. પણ રાજસત્તા બિલકુલ ન હોય અને માત્ર લેકશકિતથી ગ્રામસ્વરાજ સિદ્ધ થાય એ માત્ર સ્વપ્ન છે. વિનોબાજીએ કહ્યું કે આપણે તે લોકનીતિ ઇચ્છીએ, રાજકારણથી મુકિત ઈચ્છીએ છીએ.
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy