________________
પ
ત્યાં જૂના મિત્રાને યાદ કરી મળી લેતાં અને નવા મિત્રા મેળવતા. જૅની જે વિશિષ્ટતા હોય તેને ઓળખતા અને તેની શકિતના ઉપયોગ કરતાં. તેઓ એકબીજાનો પરિચય કેળવવાના મણકાની માળા જેવા હતા.
પ્રબુદ્ધ જીવન
૧૯૫૬ માં હું મુંબઈ છેડી અમદાવાદ આવી ત્યાર પછી પુત્ર દ્વારા અમારા આ સ્નેહસંબંધ જળવાઈ રહ્યો હતા. તેઓ અમદાવાદ આવે ત્યારે અચૂક મળે. નિરાંતે આવે, સાથે જમે, અવનવી વાતાની છણાવટ કરે. તા. ૨-૪-૭૧ ના રોજ મારા કુટુંબ સાથે તેમણે જમણ લીધું ત્યારે કોને ખબર હતી હવે આ મેળાપ છેલ્વા નિવડશે. તેમની ગુજરાતની છેલ્લી મુલાકાત દરમ્મયાન તેઓ યાદ કરીને કેટલાય મિત્રોને મળી ગયા હતા. આ તેમની છેલ્લી મુલાકાત બનશે, તેવું કોણે ધાર્યું હતું?
પરમાનંદભાઈનું અવસાન ૭૮ વર્ષની પાક્ટ વયે થયું છે તે ખરૂ, વય વધતા શારીરિક મર્યાદા આવે તે પણ ખરૂ, માનસિક અસ્વસ્થતા પણ આવે છતાં તેમણે પેાતાના કાર્યને ન્યાય આપવા અંત સુધી ખૂબ જ નિષ્ઠા અને ખંતપૂર્વક પ્રયાસ કર્યો છે. કયારેક તેઓને એક ચિન્તા સતાવતી કે મારી આખા કામ ન આપે અગર મારૂ શરીર અટકી પડે તે મારે શું કરવું ? સમય કેમ જાય ? તેમની આ વ્યથા પરમાત્માએ સાંભળી અને ખાસ કોઇ વ્યાધિ વગર પ્રભુએ તેમને ઉપાડી લીધા. પરમકૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ પે તેવી પ્રાર્થના. સુનંદાબહેન વારા
પ્રજાજીવનના આરાગ્યના રક્ષક
સ્વ. પરમાનંદભાઈ પ્રજાજીવનના અંતરઆત્માના ચોકીદાર હતા. એટલું જ નહીં, પણ તેથી વિશેષ પણ હતા. તેઓ માત્ર દોષ જ પકડી પાડતા એમ નહિ, પણ તેમની ગુણગ્રાહકતા પણ એટલી સતેજ હતી. જાહેરજીવનની તંદુરસ્તી જાળવવા માટે જરૂરી બાબતે ની તેમની પાસે અંદરની કોઠાસૂઝ હતી. તેઓ ચિન્તનશીલ તે હતા જ, પણ સતત કર્મશીલ પણ હતા. રાજકીય નેતાઓ, ધર્માચાર્યો, પંડિતા, સાહિત્યકારો, કલાકારો, ચિન્તકો, ધનપતિઓ, સામાન્ય માનવી તરીકે રહીને અસામાન્ય ગુણો પ્રગટ કરતા લેક-આ સૌના ગાઢ સંપર્કમાં તેઓ આવ્યા હતા. તેમ છતાં તેમણે કોઈ મત, સંપ્રદાય કે પક્ષની કંઠી બાંધી ન હતી. અને એ રીતે એક પ્રકારના વિવેકપૂત તાટસ્થ્ય અને માનવતાથી ભરપૂર અને સંવેદનશીલ હૃદયના સુયોગ તેમના જીવનમાં, તેમની વાણીમાં, તેમનાં લખાણામાં જોવા મળતાં, આથીજ તેમના અભિપ્રાયોનું એક વિશિષ્ટ વજન ગુજરાતના જાહેર જીવનમાં પડતું હતું. માનવમૂલ્યો વિશેની તેમની નિષ્ઠા દઢમૂલ, બુદ્ધિપૂત અને આચારનિષ્ઠ હતી. આથી તેમનાં લખાણામાંથી એક પ્રકારની વિશદતા, નિર્ભીકતા, નિર્દંભ, નિર્દશતા પ્રગટ થતાં. આમ છતાં તેઓએ કદી એક સામાન્ય નાગરિકથી વધુ ઊંચી કક્ષા પરથી બાલવાના દાવા કર્યો નથી. નેતાગીરી માટેના પ્રાપ્ત થયેલા બધા સંયોગા તથા તકો તેમને ચલિત કરી શકયાં નથી.
લગભગ પચાસ વરસના તેમના જાહેરજીવનમાં તેમણે સમાજજીવનના કેટલાય પ્રશ્ના પર મૌલિક વિચારો પ્રગટ કર્યા છે. ભલભલા વૈચારિક ક્ષેત્રના ધુરંધરાના વિચારો સામે પણ તેમણે બરાબર બાથ ભીડી છે. છતાં વ્યકિતગત રાગદ્વેષથી પર રહી શકયા છે. તેમના અત્યંત આદરણીય એવા શ્રી કાકાસાહેબના વિચારોને પણ તેમણે પડકાર્યા હતા, તે જાણીતી વાત છે. જૈન સંપ્રદાયની રૂઢિચુસ્તતા ને વૈચારિક અનવસ્થાની સામેની તેમની જેહાદ પણ એટલી જ જાણીતી છે. તેઓ પોતાની ભૂલા પ્રત્યે પણ એટલા જ જાગૃત હતા. તેવી ભૂલ કોઈ નાના માણસ બતાવે તે તરત જ તેને સ્વીકાર કરતાં તેમને સંકારા ન થતા.
આપણા રાષ્ટ્રમાં લોકશાહી જીવનપદ્ધતિનાં મૂળ ઊંડાં નાખવાં
58
તા. ૧૬-૫-૭૧
હાય તા વૈચારિક ક્ષેત્રે કેવી વ્યક્તિઓની દોરવણી મળવી જોઈએ એના ઉત્તરમાં સ્વ. પરમાનંદભાઈનું નામ પહેલી હરોળમાં નિ :સંકોચપૂણે મૂકી શકાય.
એક બાજુથી જાહેરજીવનમાં પડેલા મહારથીઓ જેવા લાગતા નેતાઓના વિચારમાં ને વર્તનમાં કેટલી કૃપણતા છે, તે જોઈને નિરાશા થાય છે, તો બીજી બાજુથી પરમાનંદભાઈ જેવી વ્યકિતઓ પણ કાળે કાળે ઉત્પન્ન થાય છે, તે જોઈને ફરી આપણા દેશના ભાવિ વિશેની આશા બળવત્તર બને છે.
મૂળશંકર મો. ભટ્ટ
ચુવામૂર્તિ પરમાન દભાઈ
સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે ક્રાન્તિ લાવવાના પરમાનંદભાઇએ યુવાકાળમાં જે આરંભ કર્યો, તે કામ તેમણે જીવનના અંત સુધી ખરા દિલપી બજાવ્યું. ઉંમરની વૃદ્ધિ તેમના ઉત્સાહ અને વિચારોને કદી શિથિલ કરી શકયા નથી. જીવનભર યુવાન રહેલા પરમાનંદભાઇ આપણી સ્મૃતિમાં પણ સદા યુવાન જરહેશે. સ્વતંત્ર વિચારશકિત, દઢતા, નિર્ભયતા અને જીવનની તાજગી તેમણે ઠેઠ સુધી જાળવી રાખ્યા. તેમના સફળ અને લોકપ્રિય જીવનનું આ જ ખરું રહસ્ય છે.
સત્યમાં અખંડ શ્રદ્ધા ધરાવનાર પરમાનંદભાઈને લાભ કે સ્વાર્થ કંદી સ્પર્શી શકયા નથી. આ કારણે તેમના વિચાર અને વાણી બંનેમાં સત્યનું તેજ અને સામર્થ્ય હતા. હમણાં હમણાં તેમની તબિયત થોડી લૂંછડી હતી પરંતુ વૃદ્ધાવસ્થાની શિથિલતા કે સમાધાનવૃતિ તેમનામાં જણાતાં નહોતા.
સૌ જીવો પ્રત્યે સમભાવ કેળવવાના પુરુષાર્થ કરનાર મારા આ મિત્રે મને થોડા સમય પહેલા પત્રમાં લખેલું:
“મને લાગે છે ત્યાં સુધી વિચારોની બાબતમાં હું જે હતો તેમાં આજે લેશમાત્ર ફરક પડયો હોય એમ મને લાગતું નથી. હું હતો એવા જ સમીક્ષક આજે છું. અસત્ય, દંભ, પાખંડ-આ સામે જે ધૃણા હતી તે જ ધૃણા અથવા તો અણગમા આજે પણ છે; આમ છતાં મારામાં એક ફેર દેખાય છે; પહેલાં જુદા પડતા વિચારોના કારણે તેવા વિચારો ધરાવતી વ્યકિત વિષે પણ એટલા જ અણગમા—અંતર–મન અનુભવતું હતું. આજે વિચારો અનેં વ્યકિત વચ્ચે હું ફરક કરું છું. વિચારો વિષે અનાદર હોવા છતાં તે વિચારો ધરાવતી વ્યકિત વિષે મારું મન અનાદર કે અણગમા અનુભવતું નથી. માનવી માત્ર માટે મારું દિલ પ્રેમ-પ્રભાવિત રહે છે. આને ઘડપણની અસર કહેતા હો તો તે અસર કે નબળાઇમને કબૂલ છે. અન્યથા આદર સન્માનની કોઇ ભૂખ જાગી હોય એમ મને તે મારા માટે લાગતું નથી.”
આજીવન રૂઢિ-વિચ્છેદક રહેલા પરમાનંદભાઇએ જયાં જયાં જે લોકોએ રૂઢ પર પરાનું ખંડન કી નવનિર્માણ કરવાનું સાહસ કર્યું છે તેમને પ્રોત્સાહન આપી પ્રશંસાથી વધાવ્યા છે. થોડા વખત પહેલા તેમણે મને લખ્યું હતું: “મારી પ્રકૃતિ પર પરા-ઉચ્છેદક રહી છે.”
આ સહજ પ્રકૃતિ તેમની ક્રાન્તિકારી પ્રવૃત્તિઓની પીઠિકા બની રહી. રૂઢિ અને પરંપરાવાદને કારણે જડ બની ગયેલા સામાજિક જીવનને તેમણે પોતાના નવા દષ્ટિકોણથી ઢંઢોળી જાગૃત કર્યું; સાધુસમાજમાં પ્રવેશેલી પોકળતા અને શુષ્કતા સામે તેમણે જબરું આંદોલન જગાણું ; બાળદીક્ષા સામે તેમણે સાધુ સમાજને ચેતવણી આપી નવા વૈજ્ઞાનિક દષ્ટિકોણ નમ્રતાપૂર્વક સમજાવ્યો. આ માટે તેમને ચુસ્ત સાધુએ તથા રૂઢ જૈનસમાજ તરફથી ઘણું સહન કરવું પડયું પરંતુ સામાજિક સુધારકોમાં એમનું નામ અગ્ર હરોળમાં રહેશે. પોતાના જીવન અને કાર્ય દ્વારા તેમણે જે એક નવી