SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪. પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૫-૭૧ ભાવિક ગુણ છે એમ હું આ પ્રસંગે જોઈ શક્યું. પછી અમારે નિકટને સંબંધ થશે ત્યારે અનેક પ્રસંગે એમની નમ્રતાનું મને દર્શન થયું હતું. નીડરતા અને નમ્રતા આ બે વિરોધી જણાતા ગુણેને અદભુત સમન્વય તેમનામાં થયો હતો; તેમના વ્યકિતત્વની એ - ખાસિયત હતી. આ મંત્રશકિત દ્વારા સર્પનું ઝેર ઊતરી શકે છે એમ શ્રી કેદારનાથજીનાં મંતવ્ય અને અનુભવ હતાં. મારે માટે બુદ્ધિપૂર્વક એ સમજવું મુશ્કેલ હતું. કેદારનાથજી સાથેની વાતચીતમાં મેં મારી શંકાઓ અને મારા દષ્ટિકોણ રજૂ કર્યા હતા. વિવેશીલ પ્રજ્ઞાવાળા પરમાનંદભાઈને અંધશ્રદ્ધા ને વહેમ પ્રત્યે સ્વાભાવિક સૂગ હતી. કેદારનાથજી સાથેની મારી વાતચીત વાંચી મારી શંકાએ એ પરમાનંદભાઈની પણ શંકા હતી તેમ તેમને લાગ્યું. અમે મળ્યા અને એ વિશે નિખાલસપણે ચર્ચા કરી. પૂજય કેદારનાથજી પ્રત્યે અમને બન્નેને પૂજયભાવ હતો અને છતાં મંત્રશકિત દ્વારા સર્પનું ઝેર ઊતરી શકે એ માનવા માટે અમારી વિવેકબુદ્ધિ તૈયાર નહોતી. હું એ સમજવા માટે મથતા હતા પણ સમજાતું નહોતું. પરમાનંદભાઈએ મારી અને કેદારનાજીની વાતચીત પ્રબુદ્ધ જીવન” માં છાપી અને પૂરક નેધમાં સ્પષ્ટ રીતે લખ્યું: “બુદ્ધિગમ્ય નહિ એવી અનેક બાબતે અને અનુભૂતિઓને તેમની ‘વિવેક અને સાધના'માં નાથજી ઈન્કાર કરે છે–આવી છાપ એ પુસ્તક વાંચતાં મારા જેવા અનેક ઉપર પડેલી છે. આ ઈન્કાર સાથે ગૂઢ એવી મંત્રશકિતને સ્વીકાર સુસંગત લાગતું નથી. હું એટલું જ નમ્ર ભાવે સૂચવવા માગું છું કે કાં તો આ અસંગતિને તેઓ ખુલાસો કરે અથવા તે તેમણે કરેલા વ્યાપક ઈન્કારનું પુન : સંશાધન કરે.” ત્યાર પછી પરમાનંદભાઈ અને શ્રી કેદારનાથજીને મળવાનું થયું. કિદારનાથજીએ પરમાનંદભાઈને કહ્યું કે પૂરક નોંધ લખતા પહેલાં મારી સાથે વાતચીત કરવી જોઈતી હતી અને ઉતાવળી નધિ લખતાં પહેલાં ચર્ચા કરી હતી તે સારું. પરમાનંદભાઈને કેદારનાથજીની આ વાત બરાબર લાગી. પોતાની વિચારનિષ્ઠાને વળગી રહીને પરમાનંદભાઈએ પછીના અંકમાં લખ્યું: “પૂજય નાથજી સાથે વર્ષોજને ઊંડે સદભાવ અને સનેહભર્યો મારો સંબંધ છે. અમારી બન્ને વચ્ચે કોઈ એક યા અન્ય બાબતમાં વિચારસામ્ય હાય યા ન હોય, એમ છતાં વસ્તુતત્ત્વને વિચારવાનું અમારા બન્નેનું ધારણ લગભગ એકસરખું રહ્યું છે. આ વિષય અંગે કાંઈ પણ લખવા પહેલાં મારે તેમને પ્રત્યક્ષ મળવું જોઈતું હતું. તેમને મળ્યા બાદ આ વિષયમાં મને યોગ્ય લાગે તે લખવાને મારે હક યા અધિકાર અબાધિત હતો. આમ છતાં તેમને પ્રત્યક્ષ મળવાને બદલે, એક પ્રકારની બૌદ્ધિક પ્રગભતાને વશ થઈને, પ્રતિપડકારને ભાવ દાખવતી ને લખી નાખવામાં મેં ઉતાવળ કરી હતી અને જેમના વિશે મારા દિલમાં પૂજયભાવ હતા તેમના પ્રતિ મેં કાંઈક અવિનય આચર્યો હતો એમ આજે લાગે છે.” આ પ્રસંગમાં પરમાનંદભાઈની વિચારનિષ્ઠા, નીડરતા અને નમ્રતાનું એકસાથે દર્શન થાય છે. તેમના સાચા વ્યકિતત્વની ઝાંખી થાય છે. એક વાર પરમાનંદભાઈની જોડે વ્યવસાયની વાત નીકળતા મેં તેમને સિમત કરતાં કહ્યું હતું, “વ્યવસાયની દષ્ટિએ આપણે એકજ નાના છીએ. અમે અમારા રોકઠામાં રહીને પરીક્ષા કેન્દ્રી શિક્ષણકાર્ય કરીએ છીએ; તમે ‘જેન યુવક સંઘ” પર્યુષણ વ્યાખ્યાનમાળાની થેજના અને ‘પ્રબુદ્ધ જીવન’ની પ્રવૃત્તિઓ દ્વારા જિંદગીભર સમાજસુધારક અને સંસ્કારપષક વિચારસામગ્રી ‘પ્રબુદ્ધ જીવનમાં આપીને ઘણી મૂલ્યવાન સેવા કરી છે. પ્રબુદ્ધ જેન’ માંથી ‘પ્રબુદ્ધ જીવન’ નામકરણ કરવામાં તેમની ઉદાર અને વિવેકશીલ દષ્ટિ જ રહી હતી. પર્યુષણ વ્યાખ્યાનમાળાનું બીજારે પણ પરમાનંદભાઈએ કર્યું, એટલું જ નહી; પણ તે માટે સતત સિંચન અને પરિશ્રમ કરતા રહીને તે વૃક્ષને સુદઢ ને સુફળપ્રદ બનાવ્યું છે તે એક ઐતિહાસિક હકીકત છે. આ વટવૃક્ષની માટુંગા, ઘાટકોપર, વિલેપારલે વગેરે સ્થળમાં વડવાઈઓ ઊગી તેમાં પરમાનંદભાઈના પ્રેરણાભર્યા પુરુષાર્થને જ વિજય છે. એમની અખંડ આરાધનામાંથી વિકસેલું આ વટવૃક્ષ સંસ્કારચિતનની છાયા આપતું રહેશે. પર્યુષણ જેવા પવિત્ર ઉત્સવ પ્રસંગે યોગ્ય વ્યાખ્યાનમાળાઓ જીને લેકશિક્ષણના કાર્યની દિશા ઉઘાડી તે પરમાનંદભાઈનું પુનિત સ્મારક જ છે એમ હું માનું છું. અમૃતલાલ યાજ્ઞિક અમારા પૂજ્ય પ્રિય દાદા કોઈ પણ વૃદ્ધ વ્યકિતને વિવેકથી દાદા કહીએ અને પૂજ્ય પરમાનંદભાઈને ‘દાદા' હીરને તેમાં ઘણા ફેર હતું. જેમનું વાત્સલ્યઝરનું મુખ જોઈને ઉમળકાભેર ‘દાદા’નું વહાલામું સંબેધન ક્રવાનું મન થાય તેવા તો પરમાનંદભાઈ જ. મારા નાના પૂ. દીપચંદભાઈના તેઓ પરમ મિત્ર અને મોટાભાઈ સમાન હતા. મોટે ભાગે એ સવારે સાત-સાડા સાતની આસપાસ અમારે ત્યાં અમારાં બધાંની ખબર પૂછવા આવી ચડતા. તેઓ જ્યારે આવે ત્યારે અમારા ઘરમાં વડીલ આવ્યાને આનંદ પ્રસરી જતા. અમે બને ભાઈ બહેન હાજર ન હોઈએ તે તરત જ અમારા વિશે પૂછપરછ કરે અને અમે દોડતાં એમની પાસે જઈને ઊભા રહીએ કે હસતાં હસતાં અમારો વાંસે થાબડે અને અમારી સાથે થોડી વાત કરી લે. તા. ૨૭ મીએ સવારે લગભગ દસેક વાગે અમારા વડીલને દાદાના સ્વર્ગવાસના સમાચાર મળ્યા. મારા નાના દીપચંદભાઇ છે. એ સાંભળીને ધ્રુસકે ને ધ્રુસકે રડી જ પડયા. અમે એમને એ રીતે રડતાં કોઇ દિવસ જોયા નહોતા. પિતાનું અત્યંત નિક્તનું સ્વજન ગુજરી ગયું હોય તો જ માણસ આમ રડે. મારા નાના ભાઇ અમિતાભે નિર્દોષભાવે પૂછયું: “મમ્મી, પરમાનંદકાકા શું કામ ગુજરી ગયા?” તેને જવાબ આપવાને બદલે બધાંની આંખે આંસુથી ઊભરાવા લાગી. અમારા ઘરમાં એક જાતની શેક અને ગમગીનીની લાગણી પ્રસરી ગઈ. મારાં વડીલોની સાથે દાદાના અંતિમ દર્શન કરવા હું અને મારે નાનો ભાઈ ગયાં હતાં. અમે દાદાને પગે લાગ્યાં. તેમને સૂતેલા જૉઇને એમ જ થતું હતું કે તેઓ સૂઈ ગયા છે અને હમણાં જ જાગશે અને અમને જોશે એટલે તરત વાત કરશે. પરંતુ એ આશા ફળે તેમ નહોતી. અમે પર્યુષણ વ્યાખ્યાનમાળા કે બીજા જાહેર પ્રસંગે પણ દાદાને ઘણી વાર જોયા છે. મિત્ર અને સંબંધીઓથી એ વીંટળાયેલા હોય કે મોટા સાથે તે વાત કરતા હોય તે પણ અમારા જેવાં બાળકો જો તેમની પાસે જઈ ચડે તે તેઓ ઉમળકાભેર અમારો ખભે હલાવીને, અમને થાબડીને બેલાવે. દાદામાં એવું તે શું હતું કે એ બધાંને ગમતાં અને બધાં એમને ગમતાં? અમારું નાનકડું મગજ એને શો જવાબ આપે? પરંતુ એટલું તો જરૂર સમજાય છે કે તેમને મને કોઈ પારકાં કે પરાયાં નહોતાં. બધાં જ તેમના સ્વજન જેવાં હતાં અને તેથી જ એમનાં જવાથી પિતાના સ્વજન ગુમાવ્યા જેટલો શેક બધાંના મુખ પર દેખાતે હતે. મારા નાના ભાઇને તો દાદા જિંદગીભરનું સંભારણું આપી ગયા.કારણકે તેનું ‘અમિતાભ' નામ દાદાએ જ પાડ્યું હતું. અને “અમિતાભ' થવાના આશીર્વાદ પણ આપ્યા હતા. '' દાદા ગયા, પરંતુ અમારા મનમાં તેમની વહાલપની છાપ કાયમ માટે મૂકતા ગયા છે. કુ. શૈલા રમણલાલ શાહ (ઉ. વર્ષ ૧૩) *
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy