________________
તા. ૧૬-૧-૧૯૭૧
પ્રબુદ્ધ જીવન
૨૦૩
બત આવી. મેં કહ્યું. “શિક્ષકનો કાંતવાવણવાનાં કામમાં ગાંધી- જીથી હું કમ નહિ છતાં મેં શિક્ષક કહ્યું. બ્રાહ્મણને દેહ મુદ્ર વાસના માટે નથી; તપશ્ચર્યા માટે છે; કામ માટે છે. મર્યા પછી આનંદ મેળવવા માટે છે.”
આમ વાતચીતમાં બાર વાગી ગયા. અમે તે વાણીના અમૃતપાનમાં મગ્ન હતાં, પણ પૂ. વિનોબાજીએ યાદ દેવરાવ્યું. “અગ્નિમીડે પુરોહિતમ‘બાર વાગ્યા. ભાગે. ભાગ. ભાગે. જઠરાગ્નિ શાંત કરી આમ કહી અમને જમવા મોકલી દીધા.
(૮) સેવક–ચિત્તક વિનોબા વિનોબાજી સાંજે Sup*rvision માટે નીકળ્યા. મીઠી દાંટ આપતા જાય. રડો - ખડા ક્યરે સૂકું પાન ઉપાડતા ઉપડાવતા જાય. પાણી ઈટાવતા જાય. પરિકમ્મા ચાલુ હતી, ભરત - રામ મંદિરની આસપાસ પાણી છટાવીને જાણે પાણી ચડાવવા ન માંગતા હોય છતાં વાત્સલ્યથી પૂછયું, ‘ઉત્સાહ આતા હૈ કિ થક ગઇ ?” મેં કહાં, ‘બાબાજી, આપ કે પાસ આ કર થકાન ઊતર ગઇ.’ હા, તે દિવસને ઉત્સાહ અનેરે હતો. થાકનું તે નામ જ ન હતું. કામકાજ બાબત કુટિરમાં જઇ વાત્સલ્ય ભાવથી બધાને કહે, “દેખો હમારી લડકી થક ગઇ.” “દખે કોઇ કહે કિ બારિસ નહિ હૈ તે ઇતના પાની કહાં સે આયા? ‘તુમ કહના બાબા નક્ષત્ર બરસામાં | ગમે તેમ પણ તે દિવસે તો તે પળ પૂરતું તે મારી શકિતમાં જાણે બાબા- નક્ષત્ર વરસી ચૂકયું હતું.
આમ ત્રીજો દિવસ આવી પહોંચ્યો. નિયમ મુજબ સહસ્ત્રનામ બાદ પ્રશ્નોત્તરી થઇ. આગલા દિવસનું અનુસંધાન લઇ તેમણે જવાબ આપવા શરૂ કર્યા.
(૯) સત્યનિષ્ઠા “ભગવાને બધાને અક્કલ આપી છે. મારે ભાગે ડી આવી છે. મારાથી વધુ અક્કલ ગાંધીને હતી. હું તે ભેળો ને શ્રદ્ધાવાન. શરીર નબળું થયું છે. મોટાં કામ બીજાને આપું છું. મારું મગજ ઠેકાણે હોય ત્યારે વિચારું છું, બોલું છું. હાથની તાકાત કમ તેથી વધુ તાકાતવાળા પાસેથી કામ છે. તેમ જ ચિન્તનની શકિત જેની વધારે હોય તેણે વિચારવું.
‘અન્ય વેવમ અજાનન્ત: શુ વાલ્પ ઉપાસતે’
“આંધળા પાછળ દેખત મુકામે પહોંચે’ ‘હિતૈષી જાણીબુઝીને ખેટે માર્ગે નહિ રાખે. આજે સંતતિપૂર્વે કરતાં વધારે નથી. અર્થવાસના ને લોભ વધ્યા છે. ષિ પણ ગૃહસ્થ થયા છે. પિરા - છોકરાં) વધુ છે કારણ મરે છે છાં. તેમના બાલસખા બાલુભાઈને બતાવીને કહે, “બાલુભાઈ જેવા પહેલાં ય મરતા ન હતા ને આજે ય મરતા નથી. પહેલાનાં ભણતરમાં પાઠ પાઠ કરી “પીઠ” કરવાનું રહેતું. સ્વર ચૂકે અને અનર્થ થતો તેમ છતાં ૧૨ વર્ષે ભણવાનું પતી જતું. અભંગ મોઢે કરવા, ઘોડે ચડવું, વૃક્ષ પર ચઢવું, તરવું, મરોડદાર અક્ષર કાઢવા વિ. બધું આવી જતું. આજે ૨૨ વર્ષ સુધી ભણે જ રાખે. ૧૬ વર્ષે પુત્ર મિત્ર બને તેને અર્થ એ કે પિષણની જવાબદારી માતાપિતા પર નહિ. ૧૯ વર્ષના મહારાષ્ટ્રીય સેનાપતિએ અહમદ શાહના વખતમાં ૬૦,૦૦૦ ની સેના સામે યુદ્ધ કર્યું હતું. આજે ૨૧ વરસે વૉટ આપવાની લાયકાત આવે. જ્ઞાનેશ્વરે ૧૬ મે વર્ષે જ્ઞાનેશ્વરી ગ્રંથ લખે.
“અત્યારે ૩૩ ટકા માર્કસ વડે પાસ ગણાય. ઘરને રસ જો ૧૦૦ ભાખરીમાં ૩૩ જ સારી શકે ને બાકીની જલાવી નાખે તે એવા રસેયાને રાખીશું?
“સત્યમ વદ ધર્મ ચરે’ પણ શક્ય હોય ત્યાં સત્ય બેલીશું તેમ કહીએ તે ચાલે? ઠસાવીને શીખવું જોઇએ. નિરૂપોગી જ્ઞાન વિસરાઇ જવાનું” . આમ એક કેળવણીકારનુંચિન્તનું સાંભળી છૂટા પડયા ને ભર - બપોરે બે વાગે જ્યારે સૌ આરામ કરી રહ્યા હતા ત્યારે તેઓ તે એ જ તડકાની લીલી ટોપી પહેરી ઘાસ નદ
વાનું કામ કરી રહ્યા હતા. હું અચાનક જઈ ચડી તે કહે, “તુમ ધૂપ મેં કર્યો આઇ? હમ તે ધુપ કે આદી હૈ!”
. ' મેં કહ્યું: ‘જી, બમ્બઇ મેં ધૂપ કહાં મિલતી હૈ?” ત્યાં તો તેમણે કહ્યું, દેખે કલ પાની છાંટકા કામ કિયા થા વહ અરછા થા”. કામ કરતાં કરતાં મારા કામનું નિરીક્ષણ કર્યું અને કહે, “ગુજરાતીમાં આને શું કહે?” હું ચમકી ગઇ. એટલે ફરી પૂછ્યું, ‘આને દાતરડું કહે ને? કઈ વાર હાથમાં લીધું હતું?” મેં કહ્યું, ‘ના’ તેમણે કહ્યું, દાંતરડાથી કામ લેતાં સંભાળવું જોઇએ, નહિ તે હાથ કપાઈ જાય.”
(૧૦) પથદર્શક : સાંજે મેં પણ માર્ગદર્શન માંગ્યું, પૂછ્યું. “હમ શહર કે શિક્ષક લાગ જીસ પરિસ્થિતિ મેં કામ કરતે હૈ ઉસ મેં આપ કા ખાસ માર્ગદર્શન ચાહિયે.” તેમણે કહ્યું, “શહરવા કે લિયે એક હી આદેશ હૈ કિ રાત કે આઠ દાંટે સૈયા કરે તો દિમાક ઠિકાને રહેગા. મૌન રખના.’ આઠ બજે કે બાદ ચિત્ર, સીનેમા, વ્યાખ્યાન સબ બંદ, એક દાંટા ધ્યાન કરના ! ઐસે નવ ઇંટે * બિસ્તર કે ઉપર બિતાએ તે ભી હર્જ નહીં !”
પવનાર ધામનું જેવું સમયસમયનું સાત્વિક સૌંદર્ય તેવું જે સમય સમયનું મૈત્રી, કરુણા ઉપેક્ષા, મુદિતા દર્શાવનાર, પૂ. બાબાજીનું સ્વરૂપ. નીકળવાનો દિવસ આવી ગયો. વહેલી સવારની પ્રાર્થના બાદ અને બાળકોબાજીના ઉપનિષદ્રના વર્ગ પછી સૂર્યનાં | કિરણમાં ફરી આશ્રમના સાત્વિક સૌંદર્યનું ધ્યાન ધરી રહી હતી. મન ભરીને લહાણ લૂંટી રહી હતી ત્યાં પુન: લીલી ટેપી દેખાઈ. તુરત ત્યાં જઇ પહોંચી. તેઓ કાંકામાંથી ઘાસ નીંદવાનું કામ કરી રહ્યા હતા. જ્ય જગત’ ઝીલી પાસે બેસી ગઈ અને તેમણે પૂછ્યું, “બમ્બઇ મેં જાકર ક્યા કહેગી? બાબાપાગલ હો ગયે હૈ! કંકર બીનતે હૈ”... હું ચૂપ રહી એટલે કહે, “બમ્બઇ મેં ક્તિની ગન્દગી હૈ.
હરેક પ્રકારકી ગન્દગી હૈ! લોગ ફ ટપાથ પેસેતે હૈ! મેરે હાથ મેં રાજ્ય હતું તે મેં કહ ૬ કિ ગંવાલા કેઇ બમ્બઇ મેં નહી ચાહિયે ! શહરવાલે મેં સે કપાસ લેતે હૈ ઔર મિલ બનાતે હૈ, ગન્ના (શેરડી) લે જાતે હૈ ઔર “સૂગર ફેકટરી” બનાતે હૈ! બમ્બઇ વાલે ઈસ પ્રકાર –વવાલો કે લૂંટતે હૈ ઔર બમ્બઇવાલે કો પરદેશવાલે લૂટતે હૈ! મેં બમ્બઇ મેં પરદેશી માલ લાને કી મના ફરમા ! બમ્બઇવાલો સે ગાંવ કે ધંધા કે છિન લેને કા બન્દ કરી દુ”!
આથી મેં પૂછયું “ કયા શહર ઔર ગવ કે સમન્વય કા કોઇ ઉપાય હી નહીં હૈ?” એમણે કહ્યું, “ખેર, ઇસ ચર્ચા કે લિએ યહાં અવકાશ નહીં ! યહાં તે સફાઈ ચલતી હૈ! છટિયાં મેં યહાં આયા કરે! દસ-પન્દ્રહ દિન યહાં રહ્યા કરે! યહાં સે જ્ઞાન લે જાઓ! બમ્બઈ મેં ભી ધાર્મિક વૃત્તિયાંવાલે સજજન હૈ!” હું વિચારમગ્ન હતી, ત્યાં દાતરડું હાથમાં લઇ ચાલતા ચાલતા મુંબઇના શિલ્પીઓ બાબાની માટી ઊભી ચાલતી શિલ્પકૃતિ કરી રહ્યા છે. ત્યાંથી પસાર થયા અને સ્વહસ્તે સ્વપ્રતિમાની નીચે લખ્યું. પવનારની બહેનેએ આ જોઈ પૂછ્યું. “કેમ બાબા ‘જય જગત’ નહીં? જવાબમાં અભિમાનથી માત્ર ## ત્રણ વાર ઉચ્ચાર કરીને કહે, ‘ સંમતિસૂચક શબ્દ છે. અને નિર્મળ હાસ્ય હસી રહ્યા.
મારા મનમાં પ્રશ્ન થઈ ગયું કે આ એ જ વ્યકિત, એ જ વિભૂતિ, એ જ પ્રતિભા છે જેના વિશે મારા મનના ખ્યાલ હતા કે એ કોઇ સાથે કશું ખાસ બોલતા જ નથી. એમણે પોતે પણ પિતાને પરિચય જ્યાં “એક જડભરત’ તરીકે આપ્યો હતો. શું આ એ જ છે? નિર્મળ વાત્સલ્યની રમૂજભરી મૂર્તિનું દર્શન અને ચિતનપૂર્ણ વાર્તાલાપને રોજનીશીમાં ઉતારવાનું કાર્ય કરતી હું આજે પણ વિસ્મય અનુભવું છું. આ સત્ય કે સ્વપ્ન? જીવનભરનું ભાથું શું આ સાથે ગાળેલી અલ્પ - ધન્ય પળેમાં બંધાઇ ગયું નથી! સમામાં
પુષ્પ જોષી