________________
પર
પ્રબુદ્ધ જીવન
સુધારકની મનોદશા સર્વદા સમાધાનની ધરતી ઉપર બાંધછોડ કર્યા કરીને પ્રસન્નતા અનુભવે છે. સમૂળી ક્રાંતિ અથવા મૂળગત પરિવર્તન સુધી પહોંચવાની એની ક્ષમતા હોતી નથી. સુધારકની મનોવૃત્તિનું પ્રધાન કાર્ય જ્ઞાનસંગ્રહ કરીને, ઉદાર સમન્વયની ભૂમિકા ઉપર રમતા રહીને, સાંપ્રત સ્થિતિને તે તે સમયની જરુરિયાત હોય તેટલી સુધારવા મથતા રહેવામાં સફળતા અથવા પોતાના પુરુષાર્થની ફ્લશ્રુતિ માને છે. પરમાનંદભાઇ કયારેક અકળાઇને વ્યગ્ર અને વ્યથિત થઇને, સુધારકની ભૂમિકાથી આગળ એક કદમ વધીને, પરિવર્તનને પગથિયે ચઢવાની ધારણા સેવે છે. પરંતુ સલામતિનિષ્ઠ બુદ્ધિ, એમને ધારણાસેવનથી આગળ વધીને આચરણના અમૃત સુધી પહોંચવા દેતી નથી. એટલે પરમાનંદભાઇના મનોવિહાર ઘણા ઉદાર, વિશાળ અનેં અનેકવિધ રહ્યો છે. એમને મળીએ, એમની સાથે વાત કરીએ તો એમની બહુશ્રુત બુદ્ધિની ક્રીડાથી કદાચ મુગ્ધ થઇએ. પરંતુ તરતજ એવી લાગણી થાય કે મૂલત પરિવર્તન ભણી કદમ ઉઠાવવાની એમની તૈયારી નથી. આને કારણે એમના અંતરમાં અંતિમ વરસામાં કંઇક વિષાદ અને સંઘર્ષ વર્તાતા હતા.
અમારી અડધી સદીની મૈત્રીમાં એ જેમ મારી જીવનયાત્રાના સાક્ષી રહ્યા છે તેમ એમની જીવનયાત્રા નિહાળવાનું સદ્ભાગ્ય મને મળ્યું છે. મારા જીવનમાં થયેલા કેટલાક મૂળગત પરિવર્તન અને સ્થપાયેલા કેટલાક મહત્ત્વના સીમાચિન્હો એમને ગમતા. એની કદર પણ એ' કરતા. પરંતુ સલામતિનિષ્ઠ, એમની બુદ્ધિ એમને પાતાને મૂલગત રૂપાન્તર તરફ એક પગલું પણ ભરવા દેતી નહોતી. L : ક્યારેક અકળાઈને અને વિકળવિહ્વળ થઇને એમને કંઇક નવું પગલું ભરવાની ઉત્કટ ઇચ્છા થતી, ત્યારે સમાધાનમાં સાંત્વન શોધનારી એમની બુદ્ધિ, જિજ્ઞાસાની ઉત્કટતાના અગ્નિ ઉપર આશ્વાસનના છંટકાવ કરીને કોઇ બિનસલામત કે ઉગ્ર પગલું ભરતાં શકતી. બુદ્ધિની મર્યાદા એમને સમજાતી નહોતી એમ નહતું. પરંતુ એ મર્યાદામાં એમને સલામતિ અને નિર્ભયતા લાગતાં. એટલે સુધારકની સલામત ભૂમિકા ભજવવામાં એએ પેાતાની પૂરેપૂરી શકિત વાપરીને જીવનમાં કશુંક વિધાયક કર્યાને સંતોષ પામતા.
આટલું હાવા છતાં પરમાનંદભાઇ એક સૌજન્યશાળી સ્નેહી મત્ર તરીકે ઘણાં મિત્રના જીવનમાં ઉજજવળ સ્થાન પામ્યા હતા. ઘણી દુ:ખી બહેન એમની આગળ પેાતાની વેદના ઠાલવવામાં સાંત્વના લેતી; અનૅ પામતી પણ ખરી. અમારી લાંબી મિત્રતામાં અમારી વચ્ચે કદીય મનદુ:ખ નહોતું થયું. એમાં પરમાનંદભાઇની ઉદારતા અનેં એમને નિરામય સ્નેહ જ કારણભૂત હતાં. પ્રત્યેક પરિસ્થિતિ કે પ્રસંગમાં તે તે વસ્તુના મૂળ સુધી પહોંચીને એને સમજવામાં એમની તત્ત્વનિષ્ઠ બુદ્ધિ કદી થાકતી નહીં. પણ એમનાં રાલાહ, નિરાકરણ કે નિરસનની દષ્ટિમાં કદીએ મર્યાદાનું ઉલ્લંધન થવા ન દેતા. વ્યથિત થતા ત્યારે પળવાર ઉદ્દામ થઇ જતા, પરંતુ પાછા પોતાની મૂળ ભૂમિકા પર આવીને ઠરતા. પેાતાની આ સુધા૨કમનોદશાને એએ કયારેક ક્રાંતિના આંગણા સુધી લઇ જતા ખરા. પણ પાછા સમન્વય કે સમાધાનની ભૂમિકા પર પોતાના વિચારવિમાનને ઉતારી દેતા. એટલે એમના સમગ્ર જીવન ઉપર દષ્ટિપાત કરતાં એવી સહ્રદય લાગણી થાય છે કે પરમાનંદભાઇ એક સ્વજન, સ્નેહી, મિત્ર, ધર્મપ્રેમી અને સમાજસુધારક હતા. ધર્મનિષ્ઠ સમાજસુધારણા અને નીતિનિષ્ઠ વ્યકિતસુધારણાની એમની જીવનભૂમિકામાં એઓ મૃત્યુ સુધી એકનિષ્ઠાથી ઝઝુમ્યા અને જીવ્યા. એમણે કર્યું એટલું કામ પણ એક માણસના જીવનની કેટલી મેઢી સાર્થકતા છે! જેમાંદગી કે માંદગીના બિછાનાની વિવશતા અને અસહાયતાથી એએ હંમેશા ડરતા અને અનિચ્છનીય ગણતા, તે એમની પ્રાર્થના પ્રભુએ સાંભળીને પળવારમાંજ એમને મૃત્યુની બાથમાં લઇને નવા જીવન તરફ આગળ કર્યાં. આમ તે એએ પાકી વયે ગયા, પરંતુ એક સહદય અને સ્નેહી મિત્ર ગુમાવ્યાનો રજ થાય છે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે.
કિશનસિંહ ચાવડા
s
તા. ૧૬-૫-૧
ક્રાન્તિકારી વિચારક
પરમસ્નેહી શ્રી. પરમાનંદમાઇના અચાનક અવસાનના સમાચાર સાંભળી દિલને ભારે આઘાત લાગ્યો છે.
ઘેડા સમયથી એમની તબિયત સારી રહેતી નહોતી; પરંતુ નિયમિતતા અને સાદી રહેણીકરણી વડે તેએ બિમારીને દૂર રાખવા પ્રયત્ન કરતા હતા. તેઓ આમ અચાનક વિદાય લઇ લેશે એની તો કલ્પના પણ નહોતી.
શ્રી. પરમાનંદભાઇ એક મૌલિક અને ક્રાન્તિકારી વિચારક હતા. સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, આર્થિક—વિભિન્ન વિષયોમાં તેમને ઊંડો રસ હતો. જવલંત સમસ્યાઓનું તેઓ મનન કરતા હતા. તેમના વિચારો સ્પષ્ટ હોઇ વિવિધ વિષયોની તેઓ વેધક આલાચના કરતા હતા.
Downloa
ધર્મ અને સમાજમાં આધ્યાત્મિકતાના નામે ચાલતા ભ્રષ્ટાચાર અને દંભ પર તેમણે આકરા પ્રહારો કર્યાં છે. વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા હોવા છતાં તેમના દિલમાં ક્રાન્તિકારીની તમન્ના અને તારુણ્યના જુસ્સા હતા. પ્રૌઢ સમ્યજ હોય કેયુવાન વર્ગ હાય, સૌને તેઓ સરખા ભાવથી આદર કરતા.
નવી અને પુરાણી લેાકપ્રથાઓના સન્વય કરીને તેમણે તેને એક નવું જ સ્વરૂપ આપ્યું. પર્યુષણ વ્યખ્યાનમાળા એને એક જવલંત દાખલા છે, જેમાં તેમણે યુવાન લેાહી અને પ્રબુદ્ધ ચિંતક વર્ગ બંનેનું સમર્થન કર્યું. એમનું આ કાર્ય સમાજ તથા ધર્મ માટે અત્યંત ઉપયોગી સિદ્ધ થયું છે.
‘પ્રબુદ્ધ જીવન’ દ્વારા તેમણે ઉચ્ચ વિચારોના પ્રચાર કર્યાં, ‘પ્રબુદ્ધ જીવન’ પરમાનંદભાઇની કુશળ દષ્ટિ, ડહાપણ અને ઊંડાં ચિંતનના પડઘા પાડતું એક જીવંત પ્રતીક છે.
આવી સજજન વ્યકિતના અવસાનથી કેવળ ગુજરાતના જૈન સમાજને જ નહિ પરંતુ રાષ્ટ્રીયતા અને માનવતાના દષ્ટિકોણથી વિચારવાવાળા વ્યાપક સમાજને એક ઘણી મોટી ખોટ પડી છે.
ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ સુધી પરમાનંદભાઇના જે પ્રશંસકો અને મિત્ર છે તે સૌને તેમની પ્રેમાળ મૂર્તિનું વિસ્મરણ થઇ શકે તેમ નથી. સમાજસેવા, રાષ્ટ્રીય જાગરણ અને જીવનના સર્વ ક્ષેત્રે આમૂલ પરિવર્તન તેમના આ મહાન કાર્યની મશાલ સદા જલતી રહે એ અભ્યર્થના સાથે મારી વિનમ્ર અંજલિ !
પૂર્ણચન્દ્ર જૈન
ક્રાંતિના
મશાલચી
શ્રી પરમાનંદભાઈના પિતાશ્રી કુંવરજીભાઈ ભાવનગરના પ્રતિષ્ઠિત—ધર્મનિષ્ઠ, સાધુમુનિરાજના સંસારી અંતેવાસી સમા- જૈન ધર્મના મહાન અભ્યાસી વિદ્વાન અને પ્રસારકસભાના પ્રાણ હતા.
આપણા પરમાનંદભાઈએ કળા વિહીન ધાર્મિક જીવન'ની લેખમાળાથી ક્રાન્તિની ચિનગારી ફેલાવી. યુવક સંઘની સ્થાપના કરી—જૈન સમાજને અંધશ્રાદ્ધામાંથી મુકત કરવા જેહાદ જગાવી. તેમની ક્લમે ઘણા ઘણા ચમકારા સર્જાય. કોઈની પણ શેહમાં આવ્યા વિના પોતાની આગવી શૈલીથી ભલભલા મહારથીઓની કડક આલાચના નિર્ભયતાપૂર્વક કરી. પર્યુષણ વ્યાખ્યાનમાળા એ તેમનું રાન અને તે દ્વારા હજારો યુવક યુવતીઓને નવીન ચેતના આપી, નવા નવા સુપ્રસિદ્ધ વ્યાખ્યાતાઓને નિમંત્રી નવ નવા વિષયો શોધી કાઢવાની તેમની ખાસ દષ્ટિ હતી. જીવનની અંતિમ ઘડી સુધી સંસ્થાની પ્રગતિની અને જીવનની અંતિમ ઘડી સુધી વિકાસની ચિન્તા રાખી રહ્યા. હજી વસંત વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાના ગૂંજી રહ્યા છે ત્યાં તે તેઓ મૃત્યુશૈયામાં પોઢી ગયા. તેમના ચિન્તનાત્મક લેખો અને પ્રબુદ્ધ જીવનની કટારોની યુવાન હૃદયા ઉપર ઘણી ઊંડી છાપ હતી. તેઓ ક્રાન્તિના મશાલચી હતા અને એ ક્રાન્તિની મશાલ ઝગમગતી રહે તેવી તેમની ભાવના અમર બનાવીએ એજ તેમને માટે સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. મહુવાકર