SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૧-૭૧ પ્રબુદ્ધ જીવન પરમાનંદભાઈ સન્નિષ્ઠ કઠોપનિષદ કહે છે, પોતાના સુકૃતનું ત પીવા જીવ મનુષ્ય લોકમાં આવે છે. વેદાન્ત તત્વજ્ઞાન અનુસાર મનુષ્ય યોનિમાં જન્મ થાય એ પોતે જ સુકૃતનું પરિણામ છે. અને તેમાં યે ‘શુચિ અને શ્રીમત્’માનવના કુળમાં જન્મ મળે તેમાં સુકૃતની માત્રા વધારે, સર્વસામાન્ય હિન્દુ પરિભાષામાં આને ઉજળાં પ્રારબ્ધકર્મનું ફળ કહેવામાં આવે છે. પરિભાષા ગમે તે વાપરો, પરમાનંદભાઈ જન્મજાત સુકૃત માણસ હતા, સ્વ-ભાવથી તે ઊંચી કોટીના જીવ હતા, એ ભાવને તેમણે પોતાની રહેણીકરણીથી ભવ્ય બનાવ્યો, પૂણ્યની જે મૂડી લઈને આવ્યા હતા તે અનેકગણી વધારીને વિદેહ થયા છે. અમય - વ્યવહારિક જીવનને તેમણે પરમાર્થપરાયણ જીવનમાં પલટાવી નાખ્યું હતું. આપણા જેવા એમના ગુણાનુરાગીઓની શુભેચ્છાઓથી નિરપેક્ષ રીતે સદ્ગતિના અધિકારી બનીને તેઓ ગયા છે. પરમાનંદભાઈ અને મારો પ્રશ્ન પરિચય જરા બરછટ હતો. એક મુકાબલા જેવા એ હતા; અને બધી જ આક્રમકતા મારા પક્ષે હતી. પણ એ મુકાબલાને અન્તે પરસ્પર સદ્ભાવ કેળવીને અમે છૂટા પડયા હતા. તે— યશ મહદઅંશે એમના હતા, પ્રસંગ આવા હતે. સાલ તે બરાબર ખુદ નથી, પણ ારે દિવ્યંગત મુનશીજીએ ભવનના વિદ્યાધામના પટાંગણમાં,કોઈક નિમિત્તે ઉદ્યાન સમારંભ યોજ્યો હતો. આપણા લોકોની આદત પ્રમાણે બહુ ઓછા આમંત્રિતા સમયસર આવ્યા હતા. મુખ્ય મહેમાનાના સ્વાગતની વ્યગ્રતામાં અફળાતા સંચાલકોની ઉપેક્ષા વચ્ચે પરમાનંદભાઈ એમનાં પત્ની સાથે એક દૂરના ટેબલ પર અટુલા બેઠા હતા. ઉપેક્ષિત છતાં તેઓ છેક જ સ્વસ્થ હતા; એટલું જ નહિ પણ આસપાસની પ્રવૃત્તિઓનું રસપૂર્વક નિરીક્ષણ પણ કરતા હતા. એમની જીવપ્રતિષ્ઠા અને પ્રસન્ન મુદ્રાએ મને આો. તેમના ટૅબલ પાસે જઈ મેં કહ્યું, ‘હું રવિશંકર મહેતા, હિન્દુસ્તાન-પ્રજામિત્ર’ ના તંત્રી, આપ . ‘પરમાનંદ કુંવરજી કાપડિયા.' ઊભા થઈને મારી સાથે સસ્મિત હાથ મિલાવતાં તેમણે કહ્યું, ‘આવા બેસેને’! તેમના એ સ્મિત પાછળનો કૌતુકનો ભાવ તરત જ હું જોઈ શક્યો હતો. નકામી વાતચીત માટેની સમાન ભૂમિકા મારી વચ્ચે ઓછી હતી. એટલે ઘેાડીક ક્ષણેા પછી ઘડિયાળ પર નજર કરીને મે” મમરો મુકયો, ‘આપણે પૌર્વાત્યોકોને જીવન અને સમયની ખાસ કિંમત નથી હોતી' એવી પશ્ચિમી લોકોની ટીકા તમને સાચી નથી લાગતી ?” સમારંભના નિયત સમય પર લગભગ અર્ધા ક્લાક વીતી ગયા હતા, એટલે આસપાસની ઓછી હાજરી પર નજર ફેરવીને એમણે એટલે જ સસ્મિત જવાબ આપ્યો, ‘વાત સાવ ખોટી તે નથી લાગતી, હોં !' અમારી વચ્ચે ફરી મૌના પડદો પડી ગયો. તે હટાવવા મેં” ફરીને તે વેળાના માગ આક્રમક મિજાજનું પ્રદર્શન કર્યું. ‘તમે અવલેકિન માટે મોકલેલા તમારા ‘પ્રબુદ્ધ જૈન ’ના બેએક અંકો મે' જોયા, તમે સુધારક છે એ સારી વાત છે, પણ સામયિકનું નામ તમે જરા આડમ્બરી નથી રાખ્યું ?” “કેમ, તમને એમ કેમ લાગ્યું?” અણગમાને બદલે જિજ્ઞાસાની ભાવ મુખ પર લાવીને તેમણે પૂછ્યું. બુદ્ધતા પોતે જ નિરૂપાધિકતાનો પર્યાય લેખાય, અને તેમાં તમે તો વળી પ્રબુદ્ધ; તેની સાથે ‘જૈન’ ઉપાધિના મેળ ગણાય ખરા ?” • 47 ૪૫ ‘અમે એવી કોઈ ઝીણવટમાં તે નથી ઊતર્યા ' સહજ નિખાલસતાથી તેમણે કહ્યું, ‘અમે તા પ્રબુદ્ધ શબ્દ જાગૃત જેવા ગણીને યોજ્યો છે; જૈન દર્શન બરાબર છે, પણ નાના આચારને જે ધાર્મિક વિધિ - નિષેધાએ જકડી લીધા છે, તેને દેશ - કાળને અનુરૂપ બનાવવાને આ પ્રયાસ છે.' તેના કાંઈ ઉત્તર હું આપું તે પહેલાં તેમણે ઉમેર્યું, ‘તમે તો આમ સામ્યવાદી જેવા ગણાવને! છતાં તમને આવાં જુનવાણી તત્વજ્ઞાનમાં પણ આટલા રસ છે તે જાણીને મને ઘણો જ આનંદ થયો.' મારી આક્રમકતાના તડોતા જવાબ આપવા હોત તો પરમાનંદભાઈ ત્યારે, અમને ઘણા ગાંધીનિષ્ઠ માણસા કહેતા તેમ ‘(રણછેડદાસ) લાટવાલાના કલમ ઘસડુએ’ ક્ડી શક્યા હોત- એમ કરવાની લાલચ તેમણે નિવારી તેમાં પરમાનંદભાઈની સ્વભાવગત સૌમ્યતા તે હતીજ, પણ તે સાથે સામેના માણસની વૈચારિક હેસિયતની સમજદારી પણ હતી. તેમનાં એ નિખાલસ નિરૂપણે અને અનુદ્ધ ગર વાક્યે મારી માનસિક આક્રમકતાને ઓગાળી નાખી; અને મારી અહંતાને ઘેાડી પંપાળીને, સામાજિક સંપર્કોમાં આપણા બધાની વચ્ચે જે અહંકારયુક્ત વ્યક્તિત્વોની વાડો રહેતી હાય છે તેયે અમારા બેની વચ્ચે તે તેમણે કાયમને માટે દૂર કરી, તે પછીથી ત્રણેક દાયકાના સમયગાળામાં અમારી વચ્ચેના પ્રાસંગિક સંપર્કો પરસ્પર સદ્ભાવ તેમ જ બેધ ભાવ ભર્યા રહ્યા. મારે એવો ખ્યાલ છેકે પરમાનન્દભાઈના સમાગમમાં આવનાર બીજા સહુ કોઈને પણ એમના વિશેનો અનુભવ આવા જ રહ્યો હશે. zgh dog #akw વર્ષો પહેલાં એ પ્રસંગ હજુ ગઈ કાલે જ બન્યો હાય એટલા તાજો મારા સ્મરણમાં રહેવાને એકથી વધુ કારણે છે. એ ના પ્રસંગમાં પરમાનંદભાઈનું જે વ્યક્તિત્વ મને પ્રતીત થયું તેથી વિશેષ અથવા જુદું કંઈ મને આટલા વર્ષોમાં જાણવા મળ્યું નથી, જાણવા – જણાવવા જેવું લાગ્યું નથી. અને મારા એ પ્રથમ સંસ્કારને આ બધાં વર્ષો દરમ્યાન ‘પ્રબુદ્ધ જૈન’ અને ‘પ્રબુદ્ધ જીવન'ના લગભગ નિયમિત વાચનનું સિંચન થતું રહ્યું છે. એ પત્રના જેટલું એકધારૂ સાત્વિક અને સુવાચ્ય વાચન મને બહુ ઓછાં સામયિકોમાં જોવા મળ્યું છે. પરમાનંદભાઈનું જીવન અને કર્તવ્યૂ અલબત્ત, બહુક્ષેત્રીય હતું, એ વ્યકિતત્વને ઘણાં પાસાં હતાં, પરંતુ એમના વિશેનું મારૂં સર્વોપરી આક્લન ‘પ્રબુદ્ધ જીવન' ના લેખક-સંપાદક તરીકેનું જ રહ્યું છે. મારી સમજ પ્રમાણે પરમાનંદભાઈનું એ સ્વર્ક્સ અથવા સ્વભાવ નિયત કર્મ હતું. છેલ્લાં કેટલાંક વર્ષોથી તે એ લગભગ સર્વાંશે નિરાગ્રહી, નિષ્કામ કર્મ હતું, અને તેટલે અંશે તે જગન્નિયંતાની સતત અર્ચના જેવું હતું. ‘સત્ય, શિવ, સુદર’ એ પરમાનન્દભાઈની ભાવાસકિતના શબ્દો હતા. એ ભાવા તો ઘણા ગહન છે, પણ જેમ ‘પ્રબુદ્ધ ’ની બાબતમાં તેમ આ ભાવાની બાબતમાં પણ પરમાનંદભાઈની ઉપાસાની ભૂમિકા વ્યાવહારિક હતી. નિર્મળ બુદ્ધિને પ્રતીત થાય તેવા સ્વરૂપે સત્યની તેમની અઢગ નિષ્ઠા હતી. આથી તેમના આશયમાં શિવત્વ સંચર્યું હતું, વાણીમાં સુન્દરતાની પૂર્વભૂમિકા જેવી વિશદતા અને અનુ ગકરતા. પરમાનંદભાઈ મારી માફ્ક વિશાળ પરિચિત સમુદાયને એક સન્નિષ્ઠ પુરૂષ તરીકે યાદ રહેશે, ૨. વિ. મહેતા
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy