________________
૪૪
બુદ્ધ જીવન
☆
અપ્રતિમ
જિજ્ઞાસુ ક
૧૯૬૪ના એ દિવસે હતાં. મારો આનંદનિકેતન આશ્રમ વડોદરાથી પણ ૭૫ માઈલ ઉંડે છેટાઉદેપુરના જંગલામાં આવેલા છે. શ્રી પરમાનંદભાઈ સાથે મહાબત તે ઘણાં વખતથી હતી. અમારી પ્રવૃત્તિ અંગે યુવક સંઘમાં બાલવા ગયો ત્યારથી ઘનિષ્ટતા વધી. ખૂબ ચર્ચા-વિચારોની આપ-લે મુંબઈમાં અમે કરેલી. પણ પોતે ઉમરે રંગપુર જેટલા ઉંડાણમાં આવશે તેવું તે કોઈ માને જ કેમ ? પોતે ૧૯૬૪માં આવ્યા જ. અમારી સાથે ત્રણચાર દિવસ રહ્યાં.
આ
એમના પ્રશ્નો, પ્રશ્નો પાછળની ચિવટ, પ્રશ્નો અને પરિપ્રશ્નોની જીજ્ઞાસાભરી પૃચ્છા; આ બધું ભાગ્યે જ એક વ્યકિતમાં એક સાથે સંભવી શકે. અમારે ત્યાં એ દિવસેામાં એક કેનેડિયન બહેન Miss Donna Shield હતી. તે તે આ બધું સાંભળીને મને એક વખત કહેવા લાગી. “ભાઈ, તમે ખોટું ન લગાડો તો મને તમારા આ બુઝર્ગ મિત્ર અંગે કાંઈક શંકા જાય છે. તમને જે રીતે બધું પૂછે છે અને વળી મને પણ જે રીતે તમારા અંગે સવાલો કરે છે તે સાંભળીને મને લાગે છે કે આ માણસ સી. આઈ. ડી. વિભાગમાંથી આવ્યા હોવા જોઈએ- વિગેરે.” હું એ બહેનની શંકા ઉપર હસ્યો. શ્રી પરમાનંદભાઈ અંગે મેં એ બહેનને ખૂબ કહ્યું. છતાં એના ચહેરા ઉપરથી શંકાના એ ભાવે દૂર થયેલા ન લાગ્યા. ઘેાડાજ વખત પછી ‘પ્રબુદ્ધ જીવન’ માં અમારાં કાર્ય અંગેના લેખા શરૂ થયાં. મેં એ બહેનને બતાવ્યા, ત્યારે એ ખૂબ રાજી થઈ. પ્રબુદ્ધ જીવનમાં અમારા આદિવાસી વિસ્તારના કામેા અંગે લખાયેલા લેખો વાંચીને કેટલાક સ્નેહીઓના પત્રા મળ્યા. એમાં શ્રી છગનલાલભાઈ જોષી, પૂ. બાપુજીના એક વખતના મંત્રી અને સૌરાષ્ટ્રના જાણીતા રચનાત્મક આગેવાનના પત્રનો ઉલ્લેખ કરવા યોગ્ય ગણાશે. શ્રી છગનભાઈએ લખ્યું: “હરિવલ્લભભાઈ, તમારા કામ અંગે શ્રી પરમાનંદભાઈના પ્રબુદ્ધ જીવનમાં લેખા વાંચીને આનંદ થયો. એમને ખે દેખ્યો અભિપ્રાય તમારા કામની ટીકા કરનાર ભલભલાની આંખો ઉઘાડી દેશે. શ્રી પરમાનંદભાઈ જેવા કડક પરીક્ષકનું પ્રમાણપત્ર મેળવવા બદલ તમને અભિનંદન આપું છું.” વિગેરે.
ઉપરના લખાણનો મારો આશય વાંચકો સમજી શકશે. શ્રી પરમાનંદભાઈના વિચારો સાથે સંમત ન થનાર પણ એટલું તે એમના વિચારો અંગે માને કે એમણે ખૂબ ચિવટ, સમજણ અને અધ્યયન પછી જ વિચાર રજૂ કર્યો હશે.
આ ઉંમરે એમનામાં રહેલી તણાઈને શુંભે તેવી જિજ્ઞાસાવૃત્તિ ભગવાન આપણ સૌને આપે, એજ પ્રાર્થના !
સમાજસુધારા, પ્રગતિશીલ વિચારો, ધર્મને સમજવાની એમની પોતાની વૃત્તિ, આચાર્ય રજનીશને વખાણવા અને વખાડવા જેટલી નીડરતા અને શ્રી વિમળાબેન ઠકાર જેવી મહાદૂષીવિને પોતાના તરફ આકર્ષવી અને એના આધુનિક—પણ આધ્યાત્મપ્રચુર વૈજ્ઞાનિક વિચારોને વહેતા મૂકવાનું કામ કોઈ એક જ વ્યક્તિ સમગ્ર રીતે કરી શકી હોય તો તે હતાં આપણાં બહુાત, નીડર, નિખાલસ, તાતા તીર જેવા તેજસ્વી અને અપ્રતીમ જિજ્ઞાસુ પુરુષ શ્રી પરમાનંદભાઈ!
પ્રબુદ્ધ જીવન એમની પરંપરાને ચાલુ રાખી વિકસાવશે, એવી પ્રાર્થના !
હરિવલ્લભ પરીખ
શ્રી પરમાનંદુભાઈના પત્રો અંગે
સ્વ. શ્રી પરમાનંદભાઈ કાપડિયાના પત્રાનો સંગ્રહ પ્રગટ કરવાની દષ્ટિએ એમના સર્વ સ્નેહીઓને વિનંતિ છે કે એમની પાસે આવેલા સ્વ. પરમાનંદભાઈના વિશિષ્ટ પત્રા નીચેને સરનામે મેકલે- જો કોઇને આ પત્રો પાછા મેળવવાનો આગ્રહ હશે તો તેમને એ . પત્રોનું કામ પ્રત્યે પાછા મેકલવામાં આવશે. તંત્રી.
સરનામુ: ગીતા સૂર્યકાન્ત પરીખ, પાટડી એસ્ટેટ, એલિસ બ્રિજ, અમદાવાદ - ૬ ...
46
તા. ૧૬-૫-૭૧
4 પ્રબુદ્ધે જાગરુક
પરમાનંદભાઈ
પરમાનંદભાઈ હવે આપણી વચ્ચે નથી એ સત્ય પર જાણે વિશ્વાસ જ બેસતા નથી. સૂર્યસમું તેજસ્વી અને કર્મરત એમનું જીવન હતું. આરામ લેવાનું એમના સ્વભાવમાં જ નહોતું. પ્રખર વિચારશકિત ધરાવવા સાથે એમનું દિલ કુસુમ જેવું કોમળ અને માનવતાથી ભર્યું ભર્યું હતું. મુંબઈ જૈન યુવક સંઘ અને ‘પ્રબુદ્ધ જીવન' સાથે પરમાનંદભાઈ એકાકાર બની ગયા હતા. મુંબઈ જેવી વિશાળ અને વિલાસી નગરીમાં તેમણે પોતાના વ્યકિતત્વનું તેજ સતત રેલાવ્યું. જીવનના અંત સુધી તેઓ તપસ્વી રહ્યા.
લગભગ વીશ વર્ષ પહેલાં વર્ષાથી પ્રકાશિત થતાં ભારત જૈન મહામંડળના ‘જૈન જગત'નું હું સંપાદનકાર્ય સંભાળતા હતા ત્યારે તેમના પરિચયમાં આવવાનું માર્ચે બન્યું. તેઓ મારા માર્ગદર્શક હતા અને વિચારોની ક્રાંતિમાંથી મને ઉગારી લેતા હતા. તેમના પરિચયમાં આવનાર નાના મોટા સૌની તે માયાપૂર્વક સંભાળ રાખતા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી ‘પ્રબુદ્ધ જીવન’ મારે ત્યાં નિયમિત આવે છે. એના વાંચનથી મને ખૂબ જાણવા મળ્યું છે. ‘પ્રબુદ્ધ જીવન' તે કાણે જ ગુજરાતી ભાષા તરફ આકર્ષણ વધ્યું છે.
અવિરત પરિશ્રમ વડે પરમાનંદભાઈએ ‘પ્રબુદ્ધ જીવન' ને વિકસાવ્યું છે, સંક્ષિપ્તમાં કહું તો ‘પ્રબુદ્ધ જીવન’ એ જૈન સમાજનું એકમાત્ર તેજસ્વી અને બિનસાંપ્રદાયિક પાક્ષિક છે. એના ઉચ્ચ ધાર ણને સદા જાળવી રાખવા પરમાનંદભાઈએ પોતાની જાત સમર્પી દીધી હતી, વિચારશીલ અને બુદ્ધિશાળી વર્ગ ‘પ્રબુદ્ધ જીવન’ માટે ખરેખર ગર્વ લઈ શકે એવું તે જ્ઞાનસભર પાક્ષિક છે. એની વિશેષતા એ છે કે એ કેવળ જૈન સમાજ પૂરતું જ મર્યાદિત નથી. ધર્મ, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ગજનીતિ, સર્વોદય, ગાંધીવિચાર, ગ્રામદાન આંદોલન વગેરે અનેક વર્તમાન પ્રશ્નોની તેમાં છણાવટ કરવામાં આવે છે. બીજી કોઈ પત્ર પત્રિકાઓ વાંચવાને બદલે ‘પ્રબુદ્ધ જીવન' નું વાંચન પર્યાપ્ત થઈ પડે છે.
પરમાનંદભાઈએ કોઈથી પણ ડર્યા વગર પોતાના વિચારો ખુલ્લા દિલથી પ્રગટ કર્યાં છે; પરંતુ તેઓ વિવેક અને વિનમ્રતા કદી વીસરી નથી ગયા. એમની શૈલી તેજસ્વી હતી. તેએ સત્યનિષ્ઠ અને તસ્થ આલોચક હતા. આચાર્ય તુલસી હોય કે આચાર્ય રજનીશ હોય, કોઈથી પણ પ્રભાવિત બનીને ઢીલી સમાધાનવૃત્તિ તેમણે કદી બતાવી નથી. પૂર્વગ્રહ અને દુરાગ્રહથી મુકત હોવાને કારણે તેમની સાથે મતભેદ ધરાવનારાઓમાં પણ તેમનું આદરભર્યું સ્થાન હતું.
પોતે તપીને બીજાને તાજગી અને જીવન આપતા સૂર્ય જેવા પરમાનંદભાઈ હતા. સતત કાર્યપરાયણ પરમાનંદભાઈનું સ્થાન જૈતજૈનેતર સમાજમાં કેટલું મહત્વનું હતું તેને તેમને તો કદી ખ્યાલ પણ નહીં આવ્યો હોય. એમની પ્રવૃત્તિએ અનેક લોકોને પ્રેરણા આપી છે. વર્તમાન જૈન પત્રકારિત્વના ઈતિહાસમાં એમનું નામ સોનેરી અક્ષરે લખાશે.
જ્યારે જ્યારે હું મુંબઈ ગયો છું ત્યારે તેમને મળ્યા વગર રહ્યો નથી. પોતાના સમય આપીને એમણે મારી સાથે ઘણી વાર્તા કરી છે.
‘પ્રબુદ્ધ જીવન’ એ એમનું શ્રેષ્ઠ સ્મરણ છે. આ પત્રિકાની જ્ઞાનજ્યોત સદા જલતી રહી પેાતાને પ્રકાશ પાથરે, એ જોવાની જવાબદારી હવે તેમના સાથીઓની છે. ‘હરિજન બંધુ’ સાથે ‘પ્રભુ 'જીવન' ને જરૂર સરખાવી શકાય તેમ છે.
આવા મહાન આત્માની ચિરવિદાયથી સમાજને ઘણી મેટી સેંટ પડી છે. એમની વિચારધારાને પ્રજજવલિત રાખવાની પ્રભુ આપણને શકિત આપે એ પ્રાર્થના સાથે હું સદ્ગત આત્માને મારી નમ્ર શ્રદ્ધાંજલિ અર્ધું છું.
જમનાલાલ જૈન (સર્વ સેવા સંઘ પ્રકાશન, વારાણસી)