________________
૪૨
પ્રભુદ્ધ જીવન
બહુલક્ષી વ્યકિતત્ત્વ
શ્રી પરમાનંદભાઈની મેં ઘણીપ્રશંસા સાંભળેલી, તેમનાં ઉપકારક કાર્યો અને સમાજના અનિષ્ટો અને કુરિવાજોને. સતતપણે, નીડરતાથી અને સ્પષ્ટતાથી પડકારવાની નૈતિક હિંમત અને તૈયારીથી હું સારી રીતે માહિતગાર હતા, પણ સંજોગાવશાત, ખાસ કરીને અમે બન્નેના ભિન્ન ભિન્ન કાર્યક્ષેત્રાને લીધે તેમના પ્રત્યક્ષ પરિચયમાં આવવાનું ઘણાં વર્ષો સુધી બની શક્યું ન હતું, પરંતુ એકવાર એમના સમાગમમાં આવ્યા ત્યારપછી છેવટ સુધી એમની સજજનતા, સંસ્કારિતા અને નિસ્પૃહી સ્નેહભાવ મને મળતો રહ્યો, તેને હું મારૂં અહોભાગ્ય સમજું છું.
• ઘણાનું વ્યક્તિત્વ એવું હોય છે કે તેની સારીમાઠી અસર બીજા ઉપર થતાં વર્ષો લાગી જાય છે, જ્યારે બીજા ઘણાઓની બાબતમાં એમ બને છે કે તેઓના વ્યક્તિત્વની છાપ બહુ સહેલાઈથી અને ટૂંકા સમયમાં પડી શકે છે. કોઈ વ્યકિતના ખરાબ ગુણાની અસર થતાં સાધારણ રીતે બહુ વાર નથી લાગતી, પણ પેાતાના ઔંસ્કારી જીવનની છાપ બીજા ઉપર બહુ જ થોડાં વર્ષોના સહવાસમાં પાઠવી બહુ મુશ્કેલ છે. અને તે પણ કોઈ પણ જાતના સજાગ પ્રયત્ન કર્યા વગર, સ્વાભાવિક સરળતાથી તેમ કરવું તે એથી પણ વધારે દુષ્કર છે, અને જે એમ કરી શકે છે તેને માટે માનની લાગણી ઊપજ્યા વગર રહે નહિ. શ્રી પરમાનંદભાઈ એક આવી વિશિષ્ટ વ્યકિત હતા એમ હું નિર્વિવાદ કહીં શકું છું.
સને ૧૯૬૮ ના એપ્રિલ માસમાં હું માંદગીમાં સપડાયો અને મારે હોસ્પિટલને આશરો લેવા પડયા. તે વખતે એક દિવસ શ્રી પરમાનંદભાઈ મારી ખબર પૂછવા આવ્યા, ત્યારપછી, હું પથારીવશ રહ્યો ત્યાં સુધી નિયમિત તેઓશ્રી મને મળવા આવતા. તે કારણે એમની મિત્રભાવની વૃતિને હું આજે પણ યાદ કરૂં છું. તે મુલાકાતો વખતે જુદા જુદા પ્રશ્નોની ચર્ચા થતી, તેમાં તેમની તીક્ષ્ણ બુદ્ધિ, વિશાળ વાંચન, સમાજના પ્રશ્નોની ઊંડી સૂઝ અને ધર્મપરાયણતા આગળ તરી આવતાં હતાં.
શ્રી પરમાનંદભાઈનું વ્યકિતત્વ બહુલક્ષી હતું. સોલિસિટરના વ્યવસાયમાં દાખલ થઈ એમણે જીવનની શરૂઆત કરી અને તે છેાડીને હીરાના વેપારમાં પડયા અને એ ક્ષેત્રે સફળતા મેળવી, એટલી સિદ્ધિથી કોઈ વ્યકિત સંતોષની લાગણી અનુભવી શકે પણ શ્રી પરમાનંદભાઈ અદમ્ય ઉત્સાહ અને શકિતથી પેાતાનું કાર્યક્ષેત્ર વિસ્તારતા ગયા અને તે એટલે સુધી કે એમના જવાથી એક વ્યકિતની જ નહિ પણ એક મહાન સંસ્થાની ખોટ પડી હેાય એવું લાગે છે.
✩
શ્રી પરમાનંદભાઈ સાથે પૂ. પંડિત સુખલાલજી દ્વારા પરિચય થયું એવું મને સ્મરણ છે. તેમણે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા માટે મને ૧૯૬૦માં -( વર્ષ બરાબર યાદ નથી) અત્યન્ત સદ્ભાવપૂર્વક આમંત્રણ આપ્યું, જે મેં સહર્ષ સ્વીકાર્યું. અને એ રીતે ત્યાંનાં સ્વજન્મ અને સ્નેહીઓ સાથે મારો પરિચય થયો. શ્રી રમાનંદભાઈ અમને સૌને તેમને ઘરે પણ લઈ ગયેલા. આ કોઈ અલગ પ્રકારની વ્યકિત છે એવા ખ્યાલ એ વખતે જ મને આવેલા. મારા પિતાશ્રીને તેમણે કહ્યું: “તમારે બે પુત્રીઓ જ છે. મારે પણ પાંચ પુત્રીઓ જ છે. પુત્ર નહીં હાવા બાબતમાં કયારેક ઓછું આવે છે ખરું ? આમ બને વડીલોએ થોડીક વાત કરી અને બન્ને એવા નિર્ણય પર આવ્યા કે દીકરો અને દીકરી બન્ને એક જ છે અને ક્યારેય કશુંક ખૂઢ છે. એવું લાગ્યું નથી. શ્રી પરમાનંદભાઈ અને તેમનાં પૂત્ની વિજ્યાબહેન બન્નેના સ્વભાવ અત્યન્ત માયાળુ. તેઓ મમત્વપૂર્વક દરેક સાથે માર્ગ પરિચય કરાવતાં હતાં. પહેલે જ પરિચયૅ મને સમસ્ત વાતાવરણ
તા. ૧૬(૫-૭૧
એમના વિશે મનમાં આવી લાગણી પ્રકટે છે તે જ તેમના સામાજિક અને ધર્મપિયોગી કાર્યોની સફળતા અને અસરકારકતાની પારાશીશી છે.
તેમના જીવનકાર્ય વિષે ઘણું કહેવાયું છે અને કહેવાશે. તેમાં તેમની સામાજિક ઉન્નતિ માટેના પ્રયત્નાની, એક સિદ્ધહસ્ત લેખક તરીકેની, અને એક તત્વચિંતક તરીકેની ગણનાપાત્ર સિદ્ધિઓને અવશ્ય ઉલ્લેખ થયો છે અને થશે. સામાજિક, ધાર્મિક અને રાજકીય વિષયૅાની તલસ્પર્શી ચર્ચા કરી એ વિષયો પરત્વેના સાચા દૃષ્ટિબિંદુ અંગે કમત કેળવવા માટેના સતત પ્રયત્ન કરવા માટે ‘પ્રબદ્ધ જીવને’ ગુજરાતી સમાજમાં અને ખાસ કરીને જૈનસમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે, એનો યશ શ્રી, પરમાનંદભાઈને ફાળે જાય છે. અમ કહેવામાં અતિશયોકિત નથી કરતા એમ મને લાગે
છે. વષૅસુધી આ પાક્ષિકનું સંચાલન સંભાળીને તેઓએ તેને એક ઊંચી કક્ષાના પાક્ષિક તરીકે આગળ લાવ્યા છે. એની દ્નારા એમણે વર્ષોસુધી સમાજ અને ધર્મના વિષયો ઉપર સ્પષ્ટ અને સરળ ભાષામાં પેાતાના વિચારો રજૂ કર્યા છે. તે તથા તેમના બહાર પડેલા લેખોના સંગ્રહમાંથી તેમની ઉચ્ચ કક્ષાની વિચારધારા જ નહિ પણ તે સચેટરૂપે રજૂ કરવા માટે જરૂરી એવી તેમની કાબેલ પત્રકાર તરીકેની શક્તિઓનો પરિચય મળે છે.
પણ એમની બધી પ્રવૃત્તિમાં એમના ધર્મપરાયણતાના ગુણ આગળ તરી આવતા હતા. જૈનધર્મની ફિલસૂફીના તેઓ ઊંડા અભ્યાસી હતા પણ તે ધર્મના પ્રચલિત ચાચરણમાં તેમને કેટલાક તત્વ અનિચ્છનીય લાગ્યાં ત્યારે તે વિશે પોતાના વિચારો રજૂ કરતા જરા પણ અચકાયા ન હતા. જૈનધર્મને અનુસરતા હતા માટે એ જ એક ધર્મ સાચા એવા સંકુચિત મનાભાવ કે ગ્રહ તેમણે કદી બતાવ્યો ન હતા, એટલું જ નહિ પણ બધા જ ધર્મના સારાં તત્વોને સમજવાની અને તેને ગ્રહણ કરવાની હંમેશાં કોશિશ કરતા રહ્યા હતા.
આવી વ્યક્તિ આપણી વચ્ચેથી, કાળક્રમે વિદાય લે ત્યારે તાત્કા લીક શેક અને દુ:ખની લાગણી ઊપજે તે સ્વાભાવિક છે. પણ સ્વ. પરમાનંદભાઈ એમના મિત્રો અને વિશાળ પ્રશંસકો પાસેથી કંઈક વધારે મેળવવાના અધિકારી છે. એમના પ્રવૃત્તિભર્યા જીવનમાં જે નિ:સ્વાર્થ કર્તવ્યપરાયણતાની સૌરભ તેમણે ફેલાવી છે, એ સાચી સંસ્કારિતાનાં સ્ત્રોત તેમણે વહેતા મૂક્યો છે તેને વિસ્તારવા અને અસ્ખલિતપણે વહેતો રાખવામાં કંઈક અંશે પણ મદદરૂપ થવાય તે તેથી તેમના આત્માને ખરેખરા આનંદ થશે - અને એમની સ્મૃતિને સમજદારી પૂર્વકની યથાર્થ અંજિલ આપ્યાનાઆપણે સંતોષ અનુભવી શકીશું . બાબુભાઈ એમ. ચીનાઈ
અમૂલ્ય સંસ્કાર વારસા
✩
ચિરપરિચત અને પ્રેરણાદાયી લાગ્યું અને ઉત્સાહના અનુભવ સાથે મે ત્યાંથી રજા લીધી.
ત્યાર પછી પરમાનંદભાઈ પ્રત્યેક પર્યુષણ વ્યાખ્યાનમાળા પ્રસંગે નિમંત્રણ પાઠવતા રહ્યા, પણ કોઈને કોઈ મુશ્કેલીને કારણે આટલા વર્ષોમાં ફરી એક જ વાર હું તેમનું નિમંત્રણ સ્વીકારી શકી. ત્યારે મેં વિષય જરા ભારે સૂચવ્યા હતા. “તત્વજ્ઞાનમાં વાદ - વિવાદની પદ્ધતિ,” જેને માટે પારિભાષિક શબ્દ ‘કથા’ છે. તેમણે મને વિષયમાં ફેરફાર કરવા સૂચવ્યું અને કેટલાક વિષય સૂચવ્યા પણ ખરા, જેમાં લાકોને વધારે રસ પડે. પણ મને એ વિણ્યો ખૂબ ચર્ચાઈ ગયેલા લાગ્યા – ગીતા, બુદ્ધ, મહાવીર, તેથી મેં લખ્યું કે મૂળ વિષય જ મને ઠીક લાગે છે. તેમણે ઉદારતાપૂર્વક આ સ્વીકારી લીધું અને સદ્ભાગ્યે કોઈ વાંધા આવ્યા નહીં.
આ બે પ્રસંગાની વચ્ચે એક વખત અહીં ચંદ્રનગર સેસાયટીમાં શ્રી મકરંદ બાદશાહને ત્યાં પૂ. આનંદમયી મા પધારવાનાં હતાં તે વખતે શ્રી પરમાનંદભાઈ મળ્યા હતા. તે પ્રસંગે પણ તેમની
૧૧