________________
24
૪૦
પ્રબુદ્ધ જીવન
-
તા. ૧૬-૫-૭૧.
કેટલા મૂઢ છે! જયાંસુધી આ વ્યકિતપૂજા, વીરપૂજા અને પુણ્ય- લાભ મેળવવાની વૃત્તિ આ દેશમાંથી સમાપ્ત નહીં થાય ત્યાં સુધી ભારતનું ભાવિ ઉજજવલ નથી.
સાહિત્ય અને કલા વિશે ચર્ચા નીકળતાં તે કહે “આ નવીન સાહિત્યકારો બહુ વિચિત્ર પ્રયોગ તરફ વળ્યા છે. એ લોકો એવી કવિતાઓ લખે છે કે મારાતમારા જેવા શિષ્ટજનેને પણ સમજવી મુશ્કેલ છે. ચિત્રકલામાં યે Modern art - આધુનિક કલાને નામે આ લોકોએ એવું બખડજંતર ઊભું કર્યું છે. ચિત્રને માથા મોઢાનું ઠેકાણું જ ના મળે. અહીં માથું ટીંગાડે તે
ત્યાં પગ ટીંગાડે. કશાને મેળ જ ન મળે. આ બધું ગણાય મેડ આર્ટ. મને તે ઘણીવાર લાગે કે આવા લોકોને ગાંધીજી જે કોઈ ફૂટકારનારે માણસ નીકળવો જોઇએ. નવા કવિઓ અને નવા ચિત્રકારમાંથી આમ જનતાને ખપમાં આવે એવું સમજાય તેવું કંઇ છે ખરું? નરસિંહરાવથી માંડીને મુનશી સુધી બધાને ગાંધીજીએ એ જમાનામાં ઝપટમાં લીધેલા. ત્યારે સાહિત્ય ઠીક દિશા પકડેલી. આજે ય સાહિત્યક્ષેત્રે પશ્ચિમનું અંધ અનુકરણ કરનારાઓએ સાહિત્ય અને કલાની – Modernism આધુનિકતાને નામે દુર્દશા કરી છે. શિષ્ટ - બ્રશિષ્ટ - અતિરિાષ્ટ લોકોને માટે જ જાણે માત્ર સાહિત્ય અને કલા છે. સામાન્ય માણસની તે ભારોભાર ઉપેક્ષા સેવાઇ રહી છે.”
હરિજન આશ્રમમાં એકવાર ભેગા થતાં સમાજસુધારણા અંગે ચર્ચા નીકળેલી. “ગાંધીજીના ગયા પછી જાણે સમાજસુધારણાને ક્ષેત્રે મડું મૂકાઇ ગયું છે. વિનેબાજી તે આર્થિક કાન્તિમાં જ ચકચૂર છે. એમને બીજી વાતે પ્રસ્તુત લાગતી નથી, અસંગત લાગે છે. જુઓને, પરઠણ, ખાટા ખર્ચ, વિક્રયપ્રથા, બાળદીક્ષા, બાળલગ્ન, વિધવાવિવાહ આદિ કેટલાયે સવાલ સામાજિક ક્ષેત્રે છે. એના તરફ ભણેલાગણેલા લોકો ખાસ વિચારતા હોય તેવું દેખાતું નથી. એનું સાહિત્ય પણ ખાસ પ્રગટ થતું નથી. નદાશંકરથી માંડીને ગાંધીજી સુધી કૂલેલીફ,લેલી સમાજસુધારણાની હિલચાલ લગભગ નષ્ટપ્રાય થઇ ગઇ છે. આ બધા વિશે સામાજિક આન્દોલન જગાવવાની ખૂબ જરૂર છે. સર્વોદય કાર્યકરે અને રચનાત્મક કાર્યકર્તાઓએ એના માટે પ્રજામતને અનુકુળ કરવા ચળવળ કરવી જ જોઈએ. વિનોબાજીને પણ આ વિશે ચર્ચા - વિચારણા કરીને સભાને કરવા જોઇએ. .સ્વરાજની લડત ચલાવતા ચલાવતાં ગાંધીજી ક્રાન્તિનાં વિવિધ પાસાંઓની કદીયે ઉપેક્ષા કરતા ન હતા. ઘણીવાર તે ગૌણ લાગતાં આ કાર્યોમાંથી મુખ્ય કામને જ ખૂબ બળ મળતું. હોય છે.” - પશ્ચિમ ભારતની પદયાત્રા નિમિત્તે મારે એકાદ વર્ષ માટે મુંબઈ શહેરમાં રહેવાનું થયેલું. વાલકેશ્વર અને ભૂલેવરના વિસ્તારમાં હતા ત્યારે અમારે બનેને અવારનવાર મળવાનું થતું. એકવાર દરિયાકાંઠે ફરતાં ફરતાં અમે એક સ્થાને બેઠા. અને સહજભાવે તે દિવસે ‘જના પછી દૂર એ ગીત મારાથી ગવાઇ ગયું. અને અમે સહજ ધ્યાનમાં ગરકાવ બની ગયા. ઊઠતાં ઊઠતાં પરમાનન્દભાઇ કહે, “જુએ, પેલે સૂર્ય તે ડૂબી ગયો. આાશમાં નાના નાના તારા ચમકાવા લાગ્યા છે. ગાંધીજી ગયા. બુદ્ધ–મહાવીર-ઇશુખ્રિસ્ત પણ ગયા ... વિનોબાજી પણ જશે. નાનકડા તારાઓની જેમ આપણે યથાશકિત જતને અજવાળ અજવાળતાં સમાજમાં અજવાળું રેલાવવાનું છે. બસ, એટલું બળ આપણને બધાને મળે એવી પ્રાર્થના આજે સહજભાવે થઇ ગઇ છે. ...” ૨ાને એ ચાલી નીકળ્યા. મુકામ પર પાછા વળતાં અને મધુર ગીતના શબ્દો હૈયામાં જતાં હતા. આજે રાગત પરમાનન્દભાઇની જીવન-પરિમલ માણતાંમાણતાં એ જ શબ્દો દિલમાં પુન:પુન: ગૂંજી રહ્યા છે.
“જીવન કા બલિ યજ્ઞ મેં દેકર,
સારે જહાં મેં સુગંધ ભરકર, ચન્દન જૈસા જીવન બિતાના, જના પંછી દૂર દૂર સે આયે દૂર હૈ જાના, જાના પંછી દૂર દૂર..
પૂ. હરીશ વ્યાસ
પરમાનંદભાઈનાં વ્યક્તિત્વનાં બે આગવાં પાસાં
મા જૈજિ: તમા મનમાન ઠર નહિ અને આત્માને સ્થિર કર--આ, અર્જુને વિરાટના ભયગ્રસ્ત પુત્ર ભૂમિંજયને કહેલું વાક્ય મને, જયારે જયારે શ્રી પરમાનંદભાઈને મળવાનું થતું ત્યારે યાદ આવતું. નિર્ભિકતા અને આત્માની રિથરતા એ બન્ને એમના વ્યકિતત્વના આગવાં પાસાં હતાં અને જે કઈ એમના સંસર્ગમાં આવતું તેમને એ પાસાંઓ દષ્ટિગોચર થયા વિના રહેતાં નહિ.
મારે તે એમના સંસર્ગમાં આવવાનું વારંવાર થતું, કારણ તેઓ જન્મભૂમિ પરિવારના વડીલ હોવા ઉપરાંત એક પત્રકાર પણ હતા અને પત્રકાર તરીકે મારી સાથે ઘણી બાબતેની ચર્ચા પણ તેઓ કરતા. વિજ્ઞાન હોય કે આધ્યાત્મવાદ હોય, વેપાર વાણિજય હોય કે બીજું કાંઈ હેય. બધી બાબતમાં તેમને રસ પડતો, અને એ બાબતો અંગે “પ્રબુદ્ધ જીવન” ના વાંચકોને જણાવવાની તેમને તમના રહેતી. એક વખત મારા ટેબલ ઉપર યુરોપિયન કે મને માર્કેટ અંગેનું એક પુસ્તક પડેલું જોયું અને તરત તેમને વિચાર આવ્યો કે “પ્રબુદ્ધ જીવન”ના વાંચકોને આ અંગે માહિતી આપવી જોઈએ. તેમણે મને યુરોપિયન કોમન માર્કેટ અંગે લેખ લખાવવાને આગ્રહ કર્યો અને મેં શારીરિક તકલીફને કારણે લેખનપ્રવૃત્તિ ઓછી કરી હોવા છતાં એમને એ લખી આપે. કારણ કે પરમાનંદભાઈને હું કદી ના પાડતો નહિ. એમના સમાજઉદ્ધારના કાર્યમાં યત્કિચત પણ હિસ્સેદાર થવાનું સદ્ભાગ્ય મળતું હોય તે શા માટે ન લેવું? - આવું જ “એલ-૮” ના ચન્દ્રયાન અંગે પણ થયું હતું. ચંદ્રની પ્રદક્ષિણાર્થે ગયેલાં આ યાનના સમાચારે બે ત્રણ દિવસ લાગલગાટ વાંચીને, પરમાનંદભાઈમાં રહેલે પત્રકાર એકદમ ઉરોજીત થઈ ગયે હતું અને એક દિવસ પરમાનંદભાઈ સવારે, અચાનક જ કાર્યાલયમાં ઉપસ્થિત થયા. કહે કે મારે આ “એપેલે–૮”નું બધું સમજવું છે. મેં એમની સાથે વિરતારથી ચર્ચા કરી અને એ પછી “પ્રબુદ્ધ જીવન’ માટે એ અંગે એક લેખ પણ વિસ્તારથી લખી આપ્યો. કહેવાનું તાત્પર્ય એ “પ્રબુદ્ધ જીવન” ના વાચકોને બને એટલી સારી વાચનસામગ્રી પૂરી પાડવા માટે જે કાંઈ મહેનત કરવી પડે તે કરતાં તેઓ અચકાતા નહિ. એમની આ નિષ્ઠા એમણે પત્રકારિત્વને એક ‘મિશન” તરીકે (અને નહિ કે વ્યવસાય તરીકે) અપનાવ્યું હતું તેને આભારી હતી.
મારી સાથે એમને સંબંધ બે પત્રકાર વચ્ચે હોય એના કરતાં સવિશેષ હતાકારણકે એમના વ્યકિતત્વમાંથી જે આત્મીયતા નીતરતી તેની અસર સામા માણસ પર થયા વિના રહેતી નહિ. એકાદ વર્ષ પહેલાં હું સખ્ત રીતે બીમાર હતા અને ત્રણેક અઠવાડિયાં હોસ્પિટલમાં અને પછી ઘેર ખાટલામાં લાંબો સમય રહેવું પડેલું. પરમાનંદભાઈને મેડે મોડેથી આ વાતની ખબર પડી ત્યારે મને તેમણે ઠપકો આપેલ. “ભલાભાઈ, મને ખબર પણ ન કરી”
એમ તેમણે કહેલું. આ શબ્દોમાં જ એમની આત્મીયતા નીતરતી હતી. - મને તો લાગે છે કે એમના સંસર્ગમાં આવનાર બધાને અને કેટલા બધા ભિન્ન ભિન્ન વર્ગોના નાના મોટા માણસે એમના સંસગમાં આવ્યું છે!—એમની આ આત્મીયતાની અસર વધતે ઓછે. અંશે થઈ હશે. એમના સ્વભાવની આ મૂલગત સૂજનતાને કારણે કોઈનું અનિષ્ટ કરવાનું વિચાર તો તેમને આ જ નહિ હોય એટલું જ નહિ પરંતુ પિતાની શકિત અનુસાર બધાનું બને એટલું કલ્યાણ કરવાની ભાવના તેમણે સદાય સેવી હશે એમ કહેવામાં કશી અતિશયોકિત નથી. ગીતાજી કહે છે કે: જf@ જયા નારિજ સુરત તાત છત્તિ-જે કલ્યાણ કરવાની ભાવના સેવ હોય છે તેની કદી દુર્ગતિ થતી નથી. આ માનદંડ પ્રમાણે સદ્ગતિના અધિકારી પરમાનંદભાઈ જેવા, આજની દુનિયામાં આપણને કેટલા મળે?
મનુભાઈ મહેતા