________________
ર૦
૩૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૭
:
મહામાનવ પરમાનંદભાઈ પ્રબુદ્ધ જીવનમાં દોઢેક વર્ષ પૂર્વે ‘નિરામિષાહાર” વિષયક લેખ છાંપવા લીધે ત્યારે સતે મને ધન્યવાદ આપતા વિનંતિ કરી. “આવો જ સાત્વિક લખાણો વારંવાર મોકલી આપે.” આ અમારે પહેલે સંબંધ. આજે તેમને અંજલિ આપતા બે સુખદ પ્રસંગે રજૂ કરવા પ્રેરાયો છું.
ગુજરાતની જેમણે “સતી પેયક વાનગીએ” નામના પુસ્તક દ્વારા અજોડ સેવા કરી છે એવા બુઝર્ગ ગાંધીવાદી સીધા-સાદા મુરબ્બી ચંદુલાલ કાશીરામ દવેની અશીંત્યદપૂર્તિ પ્રસંગે મેં એક નાનું-શું મિલન (ગયે મે મહિને) યોજયું હતું. શ્રી જતિલાલ ના. માનકર ઉપરાંત પરમાનંદભાઈને પણ મેં વકતા તરીકે આમળ્યા હતા. તેમણે ચંદુલાલભાઈની સેવાનિષ્ઠા વિષે ઉલ્લેખ કરીને છેવટે કહ્યું “.. મારા પરમ મિત્ર ચંદુલાલભાઈ હજુ બાકી રહેલા વીશ વર્ષ પૂરાં કરે- જરૂર કરશે, પરંતુ જીવનના અંત સુધી તેઓ કાર્યપરાયણ રહી શકે એવું સેવાગ્યે તથા સ્વસ્થતા તેમને ઈશ્વર બક્ષે એમ પ્રાણું છું..” કેટલી બુદ્ધિગમ્ય પ્રાર્થના! સદ્ગત પોતે છેલ્લા દિવસ સુધી કાર્યરત રહ્યા અને અંતિમ ઘડીએ પણ સ્વસ્થ હતા- એ સ્વયોજીત અંત ન કહેવાય?
એક અન્ય પ્રસંગ: ગયે વર્ષે પર્યુષણ વ્યાખ્યાનમાળા ગોઠવાતી હશે તે અરસામાં (હું વારંવાર બહારગામ જતો હોવાથી) અમે ફોન પર પૂછયું “. તમે મુંબઈમાં જ છો ને?. જુઓ, તમારું નામ મારી પાસે ગજવામાં છે. જો કોઈ સંજોગોમાં એકાદ વકતા ન આવી શક્યા તો તમે સહકાર આપશેને?. તમારું હારશાસ્ત્ર વિષયક પ્રવચન વગર નોટિસે રાખી લઈશ.” સમાજના વડીલસમાં આવા અગ્રણી આગેવાનના આ મમતાભર્યા શબ્દો હવે તે સુખશ્ચરકે સ્મૃતિમાં, જાણે જડાઈ ગયા છે.. A મારા જેવા અનેક લઘુ કાર્યકર્તાઓ માટે સદ્ગતનું જીવન - તેમના આચાર-વિચાર, વાણી-વર્તન માર્ગદર્શક થઈ રહેશે.
અંતમાં સદ્ગત પરમાનંદભાઈએ પાળી-પષીને પ્રગતિને પંથે પ્રસારેલી પ્રવૃત્તિઓ પૂરતું પોષણ પામે એવી અપેક્ષા રાખીએ.
: : : ડૅ. વસંતકુમાર ન. જાઈ
સ્વજનની વસમી વિદાય - પરમાનંદભાઈના અચાનકે દેહવિલયથી અમે સ્વજન ગુમાવ્યા છે. આંગળીના વેઢે ગણી શકાય એટંલા અમારા સ્વજનેમાં શ્રી પરમાનંદભાઈ એક હતા-અદ્ભુત હતા.
એવા સ્વજનના ચાલ્યા જવાથી જીવનમાં ન પુરાય એવી ખેટ પડી છે. તેઓ અમારી સવારની ‘ટી-સેશનના મુખ્ય મહેમાન હતા. "લેગભગ દર ત્રીજે-ૉાથે દિવસે તેઓ આવતાં. તેમની સાથે નાની માટી અનેક વાતે “કારેલાનું શાક બાળકને ફરજિયાત ખાતાં શીખવવું કે નહીં?” ત્યાંથી માંડીને સામાજિક, રાજકીય અને આધ્યાpયક થતી રહી વાત થતી. તેમાં વાસ સાથે ગમ્મસ છવ શાયરી
અમારા કુટુંબના તેઓ પ્રેમાળ વડીલ હતા. તેમની પ્રેમાળ છોયામાં અમારા જીવનનો છોડ ઉછરતાં હતું, પાંગરતું હતું. તેમની વાણીના સિચનથી એમને જીવનનું બળ મળતું હતું.
એમનું પ્રાણ-પંખી ઊંડી ગયું છે. પણ એમના ગીતે વર્ષો સુધી એમની પ્રવૃતિઓ દ્વારા સંભળાયા કરે, કાળની ગતિ સાથે અનેક જને પોતાની રીતે ગાયા કરે, દૂર દૂરથી એ પોતાને સાદ એમાં પુરાવ્યા કરશે. એમણે ચાલુ કરેલી પર્યુષણ વ્યાખ્યાનમાળા અને પ્રબુદ્ધ જીવન’ બન્ને દીર્ધાયુથી થાવ. અનેકના હૃદયમાં ચિરાંકિત થયેલી આ બન્ને પ્રવૃતિ ફફલ, વિસ્તરે એ જ અભ્યર્થના.
આ જ એમનું સાચું તર્પણ થશે. તે દ્વારા એમના આત્માને સાંત્વન મળશે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે.
નીરુબેન સુબોધભાઈ શાહ.
માલિકવિચારક, સુધારક અને ચિન્તક
શ્રી પરમાનંદભાઈના અચાનક અવસાનના સમાચાર વર્તમાનપત્રોમાં વચિીને ભારે આઘાત થયો. કેટલાક સમય થયાં તેમનું સ્વા
ધ્ય નરમ તો રહેતું હતું, પણ આપણી વચ્ચેથી તેઓ આટલી જહદી - ચાલ્યા જશે એની કલ્પના નહોતી.
પરમાનંદભાઈ સાથે પ્રથમ પ્રત્યક્ષ પરિચય આશરે ત્રીસેક વર્ષ પહેલાં જન્મભૂમિ ટ્રસ્ટના ઉપક્રમે “યુગદર્શનમાસિકના તેઓ તત્રી થયા ત્યારે થયું હતું. એ માલિક તે થોડોક સમય ચાલીને બંધ થઈ ગયું પણ સંપાદક તરીકે પરમાનંદભાઈની મૌલિકતાની છાપ
એમાં સતત વર્તાતી હતી. " “પ્રબુદ્ધ જન’ અને ત્યારબાદ “પ્રબુદ્ધ જીવન' ના સંપાદક તરીકે તેમનું કાર્ય સર્વવિદિત છે. એક મૌલિક વિચારક, સુધારક અને ચિન્તક તરીકે તેઓ આ સામયિક દ્વારા વાચકોને સતત મળતા રહેતા. મુંબઈમાં પર્યુષણ વ્યાખ્યાનમાળાના તેઓ મુખ્ય યોજક હતા. એ વ્યાખ્યાનમાળામાં મારે પણ એકાદવાર જવાનું થયું હતું. વ્યાખ્યાનમાળાની, પ્રત્યેક વર્ષના વકતાઓ અને વિષયોની આજનામાં પરમાનંદભાઈની વ્યાપક જીવનદષ્ટિ વ્યકત થતી હતી. ' - જ્યારે વડોદરા આવવાનું થાય ત્યારે પરમાનંદભાઈ મારા ઘરની મુલાકાત લેવાનું ભાગ્યેજ મૂકતા. મુંબઈમાં મારું ઉતરવાનું એમના નિવાસસ્થાનની પડોશમાં જ– ગંગાદાસની વાડીમાં–આથી ત્યાં પણ અમારો સત્સંગ ઠીક ઠીક થ. છેક છેવટના દિવસ સુધી તેમણે પોતાની જીવનદષ્ટિ કેવી વિશદ અને તાજગીભરી રાખી હતી અને બીજા અનેક મિત્રની જેમ હું પણ સાક્ષી હતા. તેઓ હવે આપણી વચ્ચે નથી એ ખ્યાલ જ અડ લાગે છે. પણ નિયતિ આગળ સૌ નિરુપાય છીએ. | ‘પ્રબુદ્ધ જીવન' એ શ્રી પરમાનંદભાઈનું જીવંત સ્મારક છે. તેમની અનુપસ્થિતિમાં પણ પ્રબુદ્ધ જીવન’ ચિરંજીવ બને અને ઉત્તરોત્તર ઉત્કર્ષ પામે એવી વ્યવસ્થા મુંબઈ જન યુવક સંઘના કાર્યકર્તાઓ દ્વારા થાય એવી આપણે આશા રાખીએ.
ભેગીલાલ જ. સાંડેસરા . દરેક પરિચિતના આત્મીયજન : નીડર છતાં વિવેકશીલ પત્રકાર અને લોકપ્રિય વ્યાખ્યાનમાળાના આયોજક એવા સમાજસુધારક મુ. શ્રી. પરમાનંદભાઈ વિષે ઘણું લખી શકાય. અહીં હું તેમના એક વિશિષ્ટ ગુણને ટૂંકમાં ઉલ્લેખ * કરવા માગું છું. તે હતી તેમની આત્મીયતા. આ ગુણ હોવો તે બહુ સારું છે તેમ બધા સ્વીકારે છે છતાં બહુ થોડા આગેવાનોમાં આ ગુણ જોવા મળે છે. કુટુંબના માર્ગદર્શક વડીલ ચાલ્યા જાય અને જે ખેટની લાગણી અનુભવાય તેવી લાગણી આજે અમે અનુભવીએ છીએ.
પ્રાર્થનાસમાજ લત્તામાં લેંઘે અને ઝભ્ભો પહેરીને આ યુવાન વડીલ ખરીદી કરવા નીકળી પડતા ત્યારે તેમને ઘણીવાર ભેટો થઇ જતે. સ્વજન પ્રથમ પૂછે તેમ ખબરઅંતર પૂછે. ઘરે પણ આવે, બેસે-ઘરે બનાવેલ નાસ્તાની વાનગી ચાખે પણ ખરા. ઝવેરીના નાતે મારી પત્નીને તેના દાદા અને પિતા જેઓ પણ ઝવેરી હતા તેમના સમાચાર ‘અચૂક છે. પછી 'પ્રબુદ્ધ જીવન’ના લેખે અને નોંધ વિશે ચર્ચા થાય. પ્રશંસા અને ટીકા સમભાવે સાંભળે અને ઘણી શાંતિથી જવાબ આપે.
સમાજસેવાની સાથે સાથે આધ્યાત્મિકતા તરફ તેમને ખેંચાણ રહ્યા કરતું. પૈસે કે પદ, સેવા કે સંસ્થા જેવા બહારના અવલંબન વિના પણ સાચે આનંદ (bliss) અનુભવતી વ્યકિતઓ હોય છે. એના ' સંદર્ભમાં શ્રી કિશનસિંહ ચાવડા, શ્રી રેશહિત મહેતા, શ્રી કૃષ્ણમૂર્તિ
જેવાને વારંવાર સાંભળવા, સમજવાની ૭૮ વર્ષે પણ શ્રી પરમાનંદભાઈને ઈચછા રહ્યા કરતી તેમ તેઓ કહેતા.
મનુભાઈ ખાંડેરિયા