SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૫-૭૧ પ્રબુદ્ધ જીવન શ્રેયાર્થીની સાધના “કેટલેા શક્તિસંપન્ન આત્મા! અને તેમ છતાં કેટલી બધી લાઘવતા ! કેટલી વિદ્રત્તા અને સાહિત્યસમૃદ્ધિ! અને છતાં આજીવન વિદ્યાર્થી !...એ સદાના સંશેાધક! કેટલી મેટી એની જીવનસાધના...!” ૧૯૪૭માં લેશાયર મેઘાણીને પૂ. પરમાનંદભાઈએ આપેલી આ અંજિલ એમને પેાતાને જ કેવી અક્ષરશ: લાગુ પડે છે. પરમાનંદભાઈનું જીવન એટલે એક શ્રેયાર્થીની સાધના ! એમણે ગાંધીજીના સત્યાગ્રહીની ક્લ્પનાને સાકાર કરી બતાવી, ભગવાન મહાવીરની અહિંસાને મૂર્તિમંત કરી બતાવી! ગાંધીજીની માફક એમની અહિંસા પણ હિંસા કે દ્વેષના અભાવ પૂરતી જ સીમિત ન રહેતાં, નાના મેટાં સૌ માટેનાં પારાવાર પ્રેમમાં વ્યકત થતી. આથી જ તેઓ અજાતશત્રુ હતા એટલું જ નહિ પણ આબાલવૃદ્ધ સૌના પરમ મિત્ર અને પ્રિય સ્વજન સમા પણ હતા. પરમાનંદભાઈમાં સાચા વૈષ્ણવના ઘણા ગુણાના સમન્વય સો હતા. એ બીજાનાં સુખમાં રાચતા અને દુ:ખમાં સહભાગી બનતા. એમને નહાતી કીર્દિની લાલસા કે નહોતા કોઈ પદવીને મેહ, સંસારમાં રહેવા છતાં એ સંન્યાસી સમા હતા. વ્યવહાર હોવા છતાં વૈરાગી હના. એમને ખેવના હાય તો એકજ હતી. બીજાએમાં રહેલી સુષુપ્ત શકિતઓને જગાડી એમને જીવનમાં આગળ લાવવાની! ઝવેરાતના ધંધા એમણે કરીને છેાડી દીધેલા પણ એને પાશ લાગ્યો હાવાથી એ સાચા ઝવેરીની માફક છૂપાં રત્નને શોધી એમનું ખરું મૂલ્ય આંકવામાં અનેરો આનંદ અનુભવતા. એમની જ્ઞાનપિપાસા અત્યંત તીવ્ર, અખંડ અને અણબુઝ. જીવનના છેલ્લા શ્વાસ સુધી તેએ ચર્ચાવ્યાખ્યાન દ્વારા જ્ઞાનામૃતનું પાન કરતા રહ્યા, પ્રશંસકો અને મિત્રોને કરાવતા રહ્યા. ગાંધીજીએ કહ્યું હતું કે પત્રકારત્વનો એકમાત્ર ઉદ્દેશ સત્યની શેધ અને સેવાના હોવા જોઈએ. પત્રકાર તરીકેની એમની લાંબી કારકીર્દિ દરમ્યાન પરમાનંદભાઈએ બાપુની આ ઈચ્છાને ચરિતાર્થ કરી. જીવનનાં બધાં જ પાસાંઓને સ્પર્શતા એવા ‘પ્રબુદ્ધ જીવન’ દ્વારા એમણે સમાજને પ્રગતિપંથે દોરવાને પ્રાણવાન પ્રયત્ન કર્યો, સાચે લાક્મત કેળવી લેકશાહીના ચાકીદાર બન્યા, ભૂલાતાં નૈતિક મૂલ્યોની પુન: પ્રતિષ્ઠા કરવાને પરમ પુરુષાર્થ આદર્યો. નિખાલસતા, નિરાભિમાનતા, ચિરપ્રસન્નતા અને ગુણગ્રાહિતા, વિનમ્રતા અને ભારોભાર સૌજન્ય. જેવા પરમાનંદભાઈના અનેક ગુણાનું સ્મરણ થાય ત્યારે સહજ પ્રશ્ન ઉદ્ભવે છે કે ‘શું ભૂલું? શું યાદ કરું હું ?” પ્રસંગેા તો અનેક યાદ આવે છે, પણ ફકત એકજ નાનકડા પ્રસંગનો ઉલ્લેખ કર. ‘પ્રબુદ્ધ જીવન’ માટે હું કંઈક લખતી રહું એવી પરમાનંદભાઈની પ્રબળ ઈચ્છા. અવારનવાર લેખ માંગ્યા કરે, હું ટાળ્યા કરું- (જેનું આજે મને અનહદ દુ:ખ છે) એક વખત મેં કંઈક લખ્યું. એમને ખબર કરી. પૂછ્યું “ભાઈ, લેખ તૈયાર છે, ક્યારે આવીને આપી જાઉં ? “એમણે એમની લાક્ષણિક ઢબે તરતજ જવાબ આપ્યો. “તમારે આવી નબળી તિબયતે કઈ અહીં આવવું નથી. હું જ તમારે ઘેર આવીને લઈ જઈશ.” હું વધુ કંઈ કહું એ પહેલાં ટેલિફોન બંધ કર્યો. અને હું પાછા જોડું એ પહેલાં પોતેજ લેખ લેવા માટે હાજર થઈ ગયા. હું કહેવા જતી હતી. “આ તા મારે શરમાવા જેવું થયું” પણ હું મારી લાગણીઓને વાચા આપું એ પહેલાં જ પરમાનંદભાઈ બાલ્યા, “જરાયે સંકોચન કરશે. મારે તે રસ્તામાં રસ્તા હતા અને વળી મારી તબિયત કેવી સરસ?” વિધિની કેવી વિચિત્રતા કે સારી તબિયતવાળા ચાલ્યા ગયા અને નબળી તબિયતવાળા હતા ત્યાં ને ત્યાંજ! સૌ એમના આત્માની ચિરશાંતિ માટે પ્રાર્થના કરે ત્યારે મને 35 ૩૩ સ્મરણધન ભાઈના પરિચયની પછીતે ચિનુભાઈ પટવાનાં સંસ્મરણા પણ તાજાં થાય છે. સુરતમાં અમે ચિનુભાઈના કુટુંબ ભેગાં પોંક ખાવા ગયા હતા ત્યારે ભાઈ પણ હતા. એ વાતને વર્ષો થઈ ગયાં. પછી તે ભાઈના મુંબઈના ઘરે પણ એમને મળવાનું થતું. એક વાર પર્યુષણ વ્યાખ્યાનમાળામાં મારા ય વાર્તાલાપ એમણે ગાઠવેલા. ધીમે ધીમે એમનાં અને અમારાં સંબંધેા ઔપચારિકતાની પાળ વટાવીને તરંગના થતાં ગયાં. સામાજિક કાર્યકર તરીકેની તેમની સુવાસને મેં પ્રત્યક્ષ પરિચય કરે. કોઈ પણ સામાજિક પ્રશ્નને ઊંડેથી, સહાનુભૂતિપૂર્વક સમજવાની એમની તીવ્ર ઉત્કટતાના મને જાતઅનુભવ છે. સામાજિક અન્યાયને નિષ્પક્ષતાથી અને ઝીણવટથી, પણ અંગત કટુતા વિના, નિહાળવાની એમની સૂઝને મે જાત અનુભવ કર્યો છે. અન્યાય પ્રત્યે વેર બાંધવા છતાં અન્યાયકર્તા સામે દ્વેષ નહિ રાખવાની વૃત્તિની ગાંધીદષ્ટિ ગાંધીજી જેટલી જ આરતથી એમણે કેળવેલી એવું મને એમની સાથેના પરિચય અને અનેક મુલાકાતમાં લાગેલું. માનવહિતનું કાર્ય કરનારાઓ માનવી પ્રત્યે વેરભાવ કેળવે છે અને એટલાં પ્રમાણમાં એમના હિતકાર્યમાં લગન અને સચ્ચાઈને રણકો બુઠ્ઠો થઈ જાય છે એવા અનુભવ આપણને ઘણી વાર થાય છે. સામાજિક હિતકારી અહિતને તુચ્છ ગણવાને બદલે અહિતકારીઓને હિચકારા ગણે છે અને પછી ન્યાયાધીશનું કાર્ય પોતાના હાથમાં લઈ અન્યાય મીટાવવાને બદલે અન્યાય કરનારાઓને મિટાવવાનું બીડું ઝડપે છે. એમાં ન્યાય અન્યાયની તુલનામાં જે આવાં ન્યાયાધિકારીએ ગે!શું ખાય ત્યારે તે પૂરો દાટ વળે છે. આવાં સામાજિક કાર્યકર્તા વ્યકિતઓને દંડતા થઈ જાય છે અને નિર્દોષોને ખેડા વળે છે. સામાન્યપણે સામાજિક કાર્ય કરોમાં ન્યાય અન્યાયની તુલનાશક્તિ વ્યવસાયી ન્યાયાધિશે જેટલી કેળવાયેલી હાતી નથી મને વ્યવસાયી તાલીમને અભાવે લેવાયેલા નિર્ણયોથી થતા અન્યાયના નુકસાનને ખાળવાની એમનામાં સૂઝ, કે વૃત્તિ પણ, હોતી નથી. આમ સમાજસેવાની પીછેાડી ધારણ કરનારાંએ કેટલાંય એમની સેવા આગળના ‘કુ ’ અક્ષરને અધ્યાહાર રાખતા થઈ જાય છે. આવાં ‘ હિતેચ્છુઓ ’ ની બહુમતીમાં ભાઈ અલ્પસંખ્યક જમાતના. ફાયદાકારક પણ ખોટી વાત સારી રીતે કહી કે લખી શકનાર અનેકની વચ્ચે સાચી વાત નીડરતાથી અને સસ્ચાટતાથી આલેખી શકનાર તરીકે ભાઈએ એક અનોખું સ્થાન જમાવેલું. સામાજિક અને રાજકીય, ધાર્મિક અને સંસ્થાકિય બધાં પ્રશ્નો પર એ વિચારીને જે સચેાટતાથી વિવરણ ને વિશ્લેષણ કરી શકતા તેવું કેટલા ઓછા કરે છે? ભાઈ જેવાં આપણી કને અનેક વિચારક, લેખક, સુધારક અને વિવેચક હેત તે? પણ વિરડી પ્રત્યેનું આપણું વહાલ પણ આપણે સહરામાં હોઈએ તે જ છતું થાય ને? ભાઈની પિછાન એ મારું કિંમતી સ્મરણધન છે. ઉષા મલજી સોજિનીદેવીએ બાપુજીને શ્રાદ્ધાંજલિ આપતાં કહ્યું હતું એ યાદ આવે છે “હે પિતા, તમે શાંતિમાં નહિ, અશાંતિમાંજ રહેજો કે જેથી અમે અમારા માર્ગ ન ચૂકીએ.” આપણે પણ કહીએ કે પરમપ્રિય પરમાનંદભાઈ, તમે જેમ જીવનમાં કદિ કદિયે જપીને બેઠા નથી સદા જાગૃત અને ચેતનવંતા રહ્યા છેા. એમ હવે પછી પણ ક્રાંતિ અને પ્રગતિનો ડંકો વગાડતા રહેજો કે જેથી તમે ચીંધેલી સમૂળી ક્રાન્તિ માટેના નવસમાજની રચના માટેના અમારા પ્રયત્નોમાં કયાંય કચાશ કે ઊણપ ન રહેવા પામે.' ઉપા મહેતા
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy