SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ પ્રબુદ્ધ જીવન જૈનસમાજનુ પત્રકારિત્વ સૂનુ પડયું ✩ શનિવારે શ્રી પરમાનંદભાઇના અણધાર્યા સ્વર્ગવાસના સમાચાર જાણી હ્રદયને ખરેખર ચોંટ લાગી હતી; કારણ કે તેમની સાથે એ પ્રકારની ગાઢ મૈત્રીના મારે સંબંધ હતો. પરમાનંદભાઇના જવાથી જૈન સમાજનું પત્રકારિત્વ એક રીતે કહીએ તે! સૂનું પણું છે. એક સાચુલા પત્રકાર તરીકે તેમણે દાખવેલી સતત જાગૃતિએ, સાચું કહીએ તો, સમાજને કુંભકર્ણની નિદ્રાના ત્યાગ કરીને જાગૃત કરવા માટે અહોર્નિશ મથામણ કરી હતી અને કેટલેક અંશે તે કાર્યમાં તેઓ સફળતાને વર્યા હતા. જૈનસમાજને જાગૃત કરવા મથામણ કરનારા ભૂતકાળના પત્રકારોને યાદ કરીએ છીએ ત્યારે બે નામ મેખરે તરી આવે છે. બીજા ઘેાડા પત્રકારોનો ઉલ્લેખ જરૂર કરી શકાય, પરન્તુ મેાખરે તરી આવતા એ બેની તાલે તેઓ ભાગ્યેજ આવી શકે એ હકીકત છે. તેમાનાં એક એટલે “નહિતેષી” ના સંપાદક સદ્ગત નાથુરામજી પ્રેમી અને બીજા એટલે ‘જૈન હિતેચ્છુના મુખ્ય લેખક સદ્ગત વા. મે. શાહ. એ બન્ને પત્રકારોએ ઉગ્રતાભરી શૈલીને અપનાવીને તથા એરણ પર હથેાડો પડે અને તણખા ઝરે એવા ક્રાન્તિભર્યા શબ્દોના પ્રયોગા કરી કરીને સમાજમાં જાગૃતિનું સિંચન કરવાના તનતોડ પ્રયત્નો જીવનભર ચાલુ રાખ્યા હતા. પરન્તુ એ ક્રાન્તિભરી વિચારણાને પચાવી શકે એવી ભૂમિકાને એ સમયે સમાજ સ્પર્શી શકયો નહોતા તેથી એ પત્રકારોને વિરોધનો સામનો કરવામાં જ ઇતિકર્ત વ્યતા માનવી પડી હતી અને સમાજે મન મનાવ્યું હતું કે એમના પ્રયત્ન સફળતાને વર્યાં નહાતા. પરન્તુ કોઇ વસ્તુ નિરર્થક જતી જ જૈનધર્મના માર્ટિન લ્યુથર કેટલાંય વરસેના સંબંધ અને એમાંય છેલ્લા ત્રણેક વરસથી અમારા સંબંધમાં આત્મીય નિકટતા આવી ગઇ હતી. મહાવીર વિદ્યાલયમાં ભણતા હતા ત્યારે પરમાનંદભાઇને નજરે જોવાનો પ્રસંગ સાંપડયા હતા. અને તે વેળા મેં જે ધન્યતા અનુભવેલી તે આજ પાંત્રીસ વરસ પછી પણ અનુભવી શકું છું. તે વેળા જૈન સમાજમાં સુધારાને જબ્બર જુવાળ આવ્યો હતો. અમે ઇતિહાસમાં વાંચતા ખ્રિસ્તી ધર્મના સુધારાની ચળવળ અંગે, વળી માર્ટિન લ્યૂથરનું નામ વાંચતા તરત જ મારું મન તે વેળા પણ બાલી ઊઠતું કે પરમાનંદભાઇ તે જૈન ધર્મના માર્ટિન લ્યુથર છે, અને જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ સમજાતું ગયું કે પરમાનંદભાઇ કોઇ એક વાડાબંધીના સુધારક નહીં પરંતુ સમગ્ર વિચારપદ્ધતિને તર્કશુદ્ધ ઓપ આપનાર સમાજના ઘડવૈયા છે. કોઇની ય શેહશરમમાં તણાયા સિવાય પોતાને જે સાચું લાગ્યું તે સ્પષ્ટ રીતે વિચાર, વાણી કે વર્તનમાં કોઇપણ પ્રકારના દ્વેષભાવ રાખ્યા સિવાય તેમણે કહ્યું જ અને તેથી જ દેશભરના કેટલાય જૈન જૈનેતરોને એ સતત આકર્ષી રહ્યા. હમણાં એકાદ મહિના પહેલા અમદાવાદ આવેલા. અહીં આવે એટલે સમાચાર આપે જ. અને અમે એમને જ્યાં હોય ત્યાં મળવા જઇએ એના કરતાં અમને જ અમારા ઘેર એ મળવા આવે તેવા તેમના આગ્રહ અને મળવાનું ય કેવું? કોઈ ધર્માદા હોસ્પિટલમાં દાકતર અથવા ઘણીવાર તેા કે પાઉન્ડર જ નામ બેલતો જાય અને દર્દીની વાત સાંભળે ન સાંભળે ત્યાં તે શીશી ભરી દવા આપીને દર્દીને રવાના કરે તેમ નહીં, ઠીક ઠીક નિરાંત લઇને આવે. પહેલાંથી જણાવી દે. એમના બોધ વહ્યા જ કરે. અને ખૂબી તે એવી કે બાલવા તમને દે અને આપ્યા એ કરે. જેટલેા સમય બેસે તેમાં જીવન નર્યું મર્યું કરી મૂકે. અને જાય ત્યારે કાંઇક શૂન્યતા અનુ વવા લાગીએ. પણ એ તો ઘડીકનો સંગાથ અને ઘડીકના વિયોગ. હવે... ? હવે પરમાનંદમાઇ ગયા. આપણને ઉપલબ્ધ અધુરા જ્ઞાનથી જોઇએ તો સદાને માટે ગયા. પણ એમ જોવા જઇએ તો અનંતકાળ માટે તે આ પણ ઘડીકનો સંગાથ અને ઘડીકનો વિયોગ જ ને? ચીનુભાઈ ગી. શાહ 36 તા. ૧૬-૫-૭૧ નથી એવો કુદરતનો અટલ નિયમ છે એ ભૂલી જવા જેવું નથી. એ પુરોગામી પત્રકારોના પ્રયત્નોમાંથી પ્રેરણાના સારી સરખા સ્રોત પરમાનંદભાઇને મળવા પામ્યો હતો. મૂળે તો શરૂઆતની કારકિર્દી દરમિયાન ઉદારમતવાદના સિદ્ધાન્તને અપનાવનારા આપણા પરમાનંદભાઇએ છેલ્લા ત્રણ દશકા દરમિયાન ઉપરોકત બન્ને પત્રકારોની ઉગ્રતાભરી ઉદ્દામ વિચારશૈલીને સ્પર્શી લીધી અને ઉદારમતવાદના અંચળાને અળગા કરી દીધા હતા એમ તેમનાં સમયે સમયે લખાયેલાં લખાણા કહી રહ્યાં છે. એ માર્ગ જ એવા છે કે સમાજમાં અળખામણા થવાનું નિવારી ન શકાય. પરંતુ કોઇ પણ સંજોગામાં સમાજોત્થાનના પ્રયત્નોમાં તેમણે થોડી પણ આંચ આવવા દીધી નહાતી અને પોતે નક્કી કરી રાખેલાં ધ્યેયને પહોંચવા માટે તનતોડ પ્રયત્નો કરતાં કરતાં જ આજે તે ચિરનિદ્રામાં પોઢી ગયા છે. સાચી વાત તે! એટલી જ છે કે પરમાનંદભાઇએ હવે આપણી વિદાય લીધી છે એટલે તેમનાં અધૂરાં રહેલાં કાર્યને અપનાવી લઇને તેમના સહકાર્યકરોએ અને સંખ્યાબંધ મિત્રાએ એ કાર્યને આગળ ધપાવવા માટે કટિબદ્ધ થવાની જરૂર છે. યાદ રાખવા જેવું એટલું જ છે કે એમણે આદરેલું અને અધૂરું રહેવા પામેલું એ કાર્ય ચીલા ચાતરી ન જાય એ જોવાની ફરજ આપણા સહુની બની રહે છે. હૃદયને ચોંટ લાગી હાય ત્યારે એથી વિશેષ લખવાનું સૂઝતું નથી, પણ એટલું તે! કહી જ લઉં કે અધૂરાં રહેલાં એમનાં કાર્યને આગળ ધપાવવામાં જ રાદ્ગતને સાચી અંજલિ અપાઇ રહેશે એ નિર્વિવાદ છે. ત્રિભુવન વી. હેમાણી શ્રેષ્ઠ ચિન્તક પુરુષ મારી માન્યતા પ્રમાણે શ્રી પરમાનંદભાઈની વિચારધારા મહદ્ અંશે શ્રી કિશોરલાલ મશરૂવાળાની વિચારપદ્ધતિ સાથે મળતી આવે છે. પોતાની બુદ્ધિને સમજાય તે જ સત્ય [પાતાનું સત્ય એવી માન્યતા શ્રી પરમાનંદભાઈની હતી તેમ મને લાગે છે. માનવમનમાં સત્ય હંમેશાં સાપેક્ષ થઈ જતાં તે મર્યાદિત થઈ જાય છે. તેમ જાણવા છતાં, માનવમનથી સત્ય પડવાની આધુનિક પાશ્ચાત્ય વિચારસરણી આપણા દેશમાં કામ કરી રહી છે તેના તે પ્રબળ પુરસ્કર્તા હતા. પરંતુ આર્ય અને જૈન તેમજ બુદ્ધધર્મની ખાસ વિશિષ્ટતા તે મનથી પર ભૂમિકા ઉપર પહોંચી, પરતત્ત્વને જાણવાની જે દષ્ટિ છે તે ભૂમિકા ઉપર શ્રી પરમાનંદભાઈના પહોંચવાનો પુરુષાર્થ ન હતા. તે “મારે એક ડગલું બસ થાય” તેમાં માનનારા હતા. છતાં શ્રી વિમલા ઠકાર તેમજ શ્રીવિનોબા જેવા અને-રહસ્યવાદમાં માનનારા તરફ હંમેશાં જિજ્ઞાસાભાવે જોતા અને તેમાં રહેલાં સત્યને સન્માનવા તત્પર રહેતા. જૈન પર્યુષણ વ્યાખ્યાનમાળાની તેમની દેણ તદન નવા ચીલા રૂપ હતી. જૈન યુવક સંઘની રચના કરી ભવિષ્યની પ્રવૃત્તિનો પાયો એવા દઢ કર્યો કે તેમનું જીવંત સ્મારક “જૈન યુવક સંઘ” હવે પછી રહેશે તેમ હું માનું છું. ‘પ્રબુદ્ધ જીવન’ ને તેમની સમર્થ કલમની ખેાટ હંમેશને માટે પડી છે, પરંતુ તેઓશ્રી તેમના જીવનમાં બુદ્ધિશાળી ચિન્તકોની એવી મજબૂત ટીમ ઊભી કરી ગયા છે કે તેમનું કાર્ય ઘણા લાંબા કાળ સુધી ચાલુ રહેશે તેવી મને શ્રદ્ધા છે. આ શ્રેષ્ઠ ચિન્તક પુરુષને નમ્ર ભાવભરી અંજિલ આપી, શ્રી પરમાનંદભાઈનું તર્પણ કર્યાના ભાવ અનુભવી મારી જાતને કૃતાર્થ માનું છું શાન્તિલાલ. કે. મહેતા, ભાવનગર
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy