________________
૩૨
પ્રબુદ્ધ જીવન
ગુણગ્રાહી પરમાન ભાઈ
૧૯૪ની સાલ અને કદાચ ઓકટોબરના દિવસેા હતા. રાજ વહેલી સવારૅ પંચગીનીના ટેબલલેન્ડ ઉપર હું પહેોંચી જતા. સૂર્યોદય જોવાનો - માણવાનો એ જ ચસકો. એમાંયે કોઈ પહાડોમાં હોઉં ત્યારે તે એનું વ્યસન બની જતું.
‘કોણ છે ભાઈ? એકાએક પાછળથી કોઈ બેલનું સંભાળાયું. મે નજર ફેરવી. ખાદીના ટૂંકા પાયજામા, અડધી બાંયનું. ખમીસ. હાથમાં લાકડી; સાવ આછા વાળ, પણ ગાળ ગાળ મુખ ઉપર નમણુક હાસ્ય.
ક્યારેક એમને જોયા હેાય એવા અણસારો પહોંચ્યો. મારું નામ ઠામ કહ્યું.
‘ઓહ! અમદાવાદથી આવે છે! સૂર્યોદય જોવા રોજ આવે છે, નહિ? બે ત્રણ દિવસથી નોંધું છું, કોઈ મારા જેવા ઉગતા સૂર્યને ખૂજનારો છે ખરો !' હસીને ‘ઉગતા સૂર્ય ઉપર હળવા ટાક્ષ કર્યો.
મેં જવાબ આપ્યો, ‘ઊગતા સૂર્યની જેમ મને તે અસ્તાચળે વિરમનું સૂર્યબિંબ જોવું પણ ગમે છે, જેમકે આબુના સનસેટ પેઈન્ટ ઉપરથી—’
‘લખા છે કે શું?”
“ના !’
‘ચિતરા છે?'
ચિત્રકાર થવું હતું પણ એ સ્વપ્ન તો કયારનું યે આટોપી લીધું. પરંતુ આપ ?–’
ઓળખાણ આપી.
“ઓહ! તેં તે મેં આને વિભાઈને ત્યાં જોયા હશે ... રવિભાઈ-રવિશંકર રાવળ...' મેં સાશ્ચર્ય જણાવ્યું. આ અમારો પ્રથમ પરિચય.
તે પછી તે પંચગીનીમાં પાંચસાત વાર મળ્યા હોઈશું. ત્યારે હું લખતા નહતા... એટલે કે લેખક બન્યો નહતા. કયારેક માત્રનિષ્ફળ લેખક જેમ વિવેચક બને તેવીજ રીતે લગભગ નિષ્ફળ ચિત્રકાર હું ચિત્રકલાવિવેચક રૂપે ક્યારેક અમદાવાદ - મુંબઈના કોઈ કોઈ સામાયિકોમાં કલકત્તાના ચિત્રપ્રદર્શનોના રિવ્યુ લખતા.
મુ. પરમાનંદભાઈનો એ પણ મનગમતો વિષય. એમની ક્લાકાર પુત્રીની વાત કરી. મુંબઈ જવાનું થયું ત્યારે એમને ઘેર આમંત્ર્યો, શાંતિનિકેતન નેં કવિગુરુને યાદ કરીને ‘રાદનભરા એ વસન્ત’ ગીતને સંભાર્યું.
કેટલી બધી બાબતેમાં એમને રસ છે એના પરિચય તે પછી ધીરે ધીરે વધતો ચાલ્યો. ગીતાબહેન અને સૂર્યકાન્ત એ એક વધારાની સાંકળ. ૪૨ ની લડતના દિવસેામાં સૂર્યકાન્ત પરીખ સાથે સંબંધ થયેલા, ગીતાબ્ડનના કાવ્યો કુમારમાં વાંચવાનું બનતું. બચુભાઈ રાવત સાથે પણ એક વાર પરમાનંદભાઈને ત્યાં ગીતાબહેનની બીમારી વેળા નાની સરખી કાવ્યસાહિત્યની ગાઠી બેસી ગયેલી. નિખાલસ અભિપ્રાય ઉચ્ચારતા પરમાનંદભાઈ કયારેય આનાકાની ન અનુભવે. અને જ્ઞાનપ્રાપ્તિની પિપાસા પણ અજબ! ‘લેવી નાના પાસથી પણ ચાતુરીની વારતા’ એટલી હદે એ ખુલ્લાં મનનાં વડીલ હતા.
કલકત્તામાં પણ મળવાનું ઘણી વાર બન્યું છે. ક્લકા આવ્યા હાય તે જ દિવસે સંદેશા મેલાવે, ‘હું આવ્યો છું, ક્યારે મળીશું?” અને બેએક કલાકની બેઠક તો જામીજ જાય. ચિત્રકલા, નાટક, સાહિત્ય લેખન ઉપરાંત સામાજિક પરિસ્થિતિ અને બંગાળના જાતજાતના
તા. ૧૬-૫-૭૧
*
આંદોલનોની વિગતા જાણવામાં-ચર્ચવામાં-પણ એમને કેટલા રસ છે એનો અંદાજ એમની કલકત્તાની છેલ્લી મુલાકાત વેળા થયા.
મારી પાસેથી વચન લીધું, ‘આ વેળા મુંબઈ આવે ત્યારે ચોક્કસ ઘેર આવા જ હવે. આ વડીલને એવાઈડ કરો તે ન ચાલે...' ને મે' ખાતરી આપી. મનમાં વસવસો હતો જ, પરમાનંદભાઈ જેટલું વાત્સલ્ય પીરસે છે, તેના હું પૂરતો પડધા નથી પાડતા.
છેલ્લા ડીસેંબરમાં મુંબઈ હતો. સમયની ઠીક ઠીક મારામારી હતી. મારા મિત્ર મહેન્દ્ર ભગત સાથે-દસ મિનિટ માટે પણ એમને મળી આવું એવા ભાવથી-બાબુલનાથ પહોંચ્યો. દસ મિનિટને બદલે ખાસ્સા સમય ગાળ્યો, જાતેજ રાજ ઈંજેક્શન લેતા હોય, તે સમયે પણ એ નિત્યનિયમ પતાવતા હતા, ને વાતો કરતા જતાં હતા. મહેન્દ્ર તા એમના પરિવારના બીજા સભ્યોથી પણ પરિચિત. ત્રણેએ કયાંય સુધી ગપસપ મારી.
‘હવેથી જયારે મુંબઈ આવે ત્યારે શિવકુમાર, દસ મિનિટ માટે પણ ઘેર આવવાનું રાખજો. તમારી સાથે વાતો કરવી ગમે છે...’ એમની એવી લાગણીને જવાબ મેં ખાતરીપૂર્વક આપ્યો ને અમે છુટા પડયા.
હવે?
‘કેસૂડા’ ના એક અંકમાં પરમાનંદભાઈને એક નિબંધ અમે પ્રગટ કર્યો હતો, ‘ઉનાળાની મધુરતા !' એવા આનંદની વાત પરમાનંદભાઈ જેવા સર્વગુણગ્રાહી જ લખી શકે. એમનું મને સૌથી મોટું સ્મરણ કદાચ આ જ રહેશે. પરમાનંદભાઈ ગુણગ્રાહી હતા. નાન સરખો પણ ‘ગુણ’ એ ખૂણે ખાંચરેં જુએ તા એને આત્મસાત કરી જ લે... એમને એવા વારસા આપણે જાળવી શકીશું?
શિવકુમાર જેષી ભાઈ
સતત જાગૃત પરમાન
જાણે કે હું કોઈ ખીણમાં ધકેલાઈ ગયો ન હોઉં, વીજળીની બત્તીઓ! ઘરની અને રસ્તાની આર્ચીતી બંધ થઈ ગઈ ન હોય, એવી લાગણી અનુભવી, જયારે મેં આપણા સદા હસતા ચહેરાવાળા અને સાથીના હાથને વ્હાલના ઉમળકાથી દબાવનાર પરમાનંદ કુંવરજી કાપડિયાના અવસાનના સમાચાર એકાએક સાંભળ્યા.
સ્વ. પરમાનંદભાઈ સ્વતંત્ર વિચારક હોઈને પોતાની કલમ કોઈની શેહ નીચે ન આવતાં ચલાવતા રહેતા; પ્રગતિશીલ તા હતા. જ પણ પ્રેમભરી ટીકાઓ સમાજહિતાર્થે કરતા રહેતા એવા એક નિર્ભય
પત્રકાર હતા.
૩૧
રત્ન-પારખુ હતા એટલું જ નહિ પણ સમાજની સર્વ પ્રવૃત્તિઆમાં-રાજનીતિ, કેળવણી, સમાજશાસ્ત્ર, ધર્મનીતિ, અર્થશાસ્ત્રવગેરેમાં ઊંડો રસ ધરાવતા હતા અને તેમાં ઊડાં ઉતરતા હતા. લલિતકલાઓના ઉપાસક તરીકે પણ મે તેમને જોયાજાણ્યા છે.
આવા સ્નેહી મોટાભાઈ સમા અમને છેડી ગયા એની ખાટ અમને તો સાલશે જ પણ સમાજ એમની ખોટ કેમ પૂરી કરશે? એમણે એક ત્યાગી ગૃહસ્થી તરીકે પોતાનું અનુકરણીય જીવન વીતાવ્યું, સુગંધ વેરી ગયા છે. એ પમરાટ સૌના ઉત્સાહ–આનંદ વધારા ; એમણે પ્રબુદ્ધ જીવનવાટ પકડી તે ચીલે ચાલવા પ્રયત્ન કરીને જ એમને સાચી શ્રદ્ધાંજલિ અર્પીએ, પ્રભુએ તે એમને પેાતાના શરણમાં લઈ જ લીધા છે.
જયપુર
ગોકળભાઇ દોલતરામ ભટ્ટ