________________
તા. ૧૬-૫-૭૧
પ્રબુદ્ધ જીવન
‘મુંબઈ આવા તેા જરૂર મળજો’
એમના જીવનના ઊંડાણને પામી શકું એવા ધનિષ્ઠ સંબંધ મારે શ્રી પરમાનંદભાઈ સાથે હતા એમ તે હું ભાગ્યે જ કહી શકું એમ છું. મુંબઈની ઉપલી ધારાસભામાં હતો ત્યારે કુમારવાળા શ્રી બચુભાઈ રાવત પાસે આવ્યા હશે અને મારી એમની સાથે અચાનક મુલાકાત થઈ હશે ત્યારથી માંડીને એ સ્વર્ગસ્થ થયા ત્યાં સુધીમાં મારી અને એમની વચ્ચે વધારેમાં વધારે પાંચ-સાત મુલાકાત થઈ હશે. પણ કેવી મુલાકાત ! ખાસ્સા કલાક બે કલાક બેસીએ અને ચાલુ પ્રશ્નો ઉપર અને સનાતન પ્રશ્નો ઉપર વિચારોની આપ-લે કરીએ. મુલાકાતને અંતે એમને આનંદ થતા જ હશે, કારણ એ જ્યારે અમદાવાદ આવે ત્યારે અચૂક મને ખબર આપે, મારે ત્યાં જમવા આવે અને અલક-મલકની વાત કરી છૂટા પડે. મને તે આનંદ થતા હતા, કારણ જેટલા સમય એ અહીં રહેતા તે સમયમાં હું એમને બે ત્રણ વાર જરૂર મળતા અને એમની સાથે ચર્ચાએ કરી એક પ્રકારની વૈચારિક વિશદતા મેળવતા.
એમની બે લાક્ષણિકતાઓ મને ખૂબ ગમી છે. એક હતી ગાળ ગાળ વાતા ન ચલાવી લેવાની એમની આવડત અને બીજી વિચારની જે ભૂમિકા ઉપર તમે સંમત થયા હ। ત્યાંથી તમને ચલિત ન થવા દેવાની એમની આવડત.
અમારો પહેલવહેલા પરિચય થયા ત્યારે લેકશાહીની ચર્ચાઓ ઠીક ઠીક થતી. પ્રશ્નના ઉકેલે અમુક સમયમર્યાદામાં ન લાવી શકાય તેા લોકોને લાકશાહી ફાવે ખરી ! મતાધિકાર આપીને રાજકીય સમાનતા આવ્યા પછી આર્થિક અને સામાજીક સમાનતા લાવતાં કેટલેા સમય જવા જોઈએ? એ તે। એમજ ચાલે, બધે લાકશાહીઓમાં થેાડી ઢીલાશ, થેાડા વિલંબ તે! હાવાના જ એમ હું કહું તેા એ તરત કહેતા કે આપણે લેાકશાહીનું વિશુદ્ધ સ્વરૂપ અહીં વિકસાવવું જોઇએ અને ઓછામાં ઓછા સમયમાં વધારેમાં વધારે માણસાને લાકશાહીની હૂંફ પહેોંચી જાય એ રીતે વ્યવસ્થા કરવી જોઈએ. એ ચર્ચામાંથી લેાકશાહી પણ સમાજવ્યવસ્થા માટેનું પૂર્ણ સ્વરૂપ નથી, લાકશાહીને પણ એની આગવી મર્યાદાઓ હોય છે એવા નિર્ણય ઉપર અમે આવ્યા હતા અને એમાંથી લેાક્શાહીની મર્યાદાઓ ઉપર વ્યાખ્યાન આપવાનું પણ એમણે મને આમંત્રણ આપેલું. (એ વ્યાખ્યાન કદી અપાયેલું જ નહિ કારણ તે વખતે હું મુંબઈ જઈ નહાતા શકયા.)
ગયા વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં એમણે મને થાડા વ્યાખ્યાન વિષયો જણાવવાનું સૂચવ્યું અને મેં ત્રણ ચાર વિષયો લખ્યા પણ ખરા, એમાંથી તત્ત્વજ્ઞાન વિ. સત્ત્વજ્ઞાન ” એ વિષય એમણે પસંદ કર્યો, પણ સત્ત્વજ્ઞાનથી હું શું સમજું છું અને શું કહેવા માગું છું એ જાણવા માટે એમણે મને બે કાગળા લખેલા. જ્યારે હું મારો અર્થ પૂરેપૂરા સ્પષ્ટ કરી શકયો ત્યારે જ એમણે એ વિષય સ્વીકાર્યો અને વ્યાખ્યાન વખતે ઓળખાણ આપતાં ‘દામ્મુભાઈ આ વિષયને નવી દષ્ટિથી સમજાવવા માગે છે’ એમ પણ કહ્યું. એમના અવસાનના એક અઠવાડિયા પહેલાં એ મારે ત્યાં જમવા આવેલા ત્યારે બે કૉંગ્રેસની એકતાની વાતા થયેલી. એમણે એવી એકતા થવી જોઈએ અને હવે સંસ્થા કેંગ્રેસ પોતાના જુદા ચાકો રાખે એને કંઈ અર્થ નથી એવા વિચાર જણાવેલા, મે' માટે વિચાર સ્પષ્ટપણે જણાવેલા નહિ એટલે એ એમ સમજેલા કે હું પણ એમના વિચાર સાથે સંમત છું. પછી અમે બે મિત્રાએ અને મેં - એકતાની વાર્તાને વિરોધ કરતું નિવેદન બહાર પાડેલું તે એમના વાંચવામાં આવ્યું અને એમણે મને તરત જ ફોન કર્યો. ‘તમે તા એકતાની વાતમાં સંમત થયા હતા અને આ નિવેદન તા કંઈ જુદી જ વાત કરે છે. મે કહ્યું : ‘મેં તે દિવસે મારા વિચારે જણાવેલા જ નહેાતા, કાલે આપને મળીશ ત્યારે આપણે એ વિષય ઉપર ચર્ચા
BR
કરીશું' અને અમે દોઢ ક્લાક ચર્ચા કરી...મારી વાત હું એમને ગળે ઉતારી શક્યા એને મને સંતેષ થયો. મેં કહ્યું : વડા પ્રધાન ઈન્દિરાબહેન એકતાની વાત ચાલુ કરે એના કંઈ અર્થ છે. ઇતિહાસમાં કોઈ રાજકારણીને ન મળે એવી ભવ્ય જીત એમને મળી છે. એ એમ કહે: ‘મિત્રો, હું કહેતી હતી કે મારી રીતે જ યોગ્ય છે અને કૉંગ્રેસને બચાવવી હોય તે હું કહું છું તે જ રસ્તે સ્વીકારવા પડશે. તમે મારી વાત ન માની. કંઈ નહિ. હવે તે તમને ખાતરી થઈ ગઈ હશે કે પ્રજા કોની વાત માને છે. આપણે તે આપણા કાર્યક્રમ અમલમાં મૂકવા છે અને મારી રીતે. જે ભાઈઓ અને બહેના બહાર રહ્યાં હાય તે જરૂર આવીને આ કાર્યક્રમમાં મદદરૂપ થઈ શકે છે. એમના સ્વમાનને વાંધો આવે એવું કશું જ અમારા તરફથી નહિ થાય એમ કહેવાની ભાગ્યે જ જરૂર છે.’· આ સિવાય બીજા કોઈ પણ સ્થાનેથી કે બીજી કોઈ પણ વ્યકિત તરફથી એકતાની વાત થાય તે એમાં બીજી ગંધ આવે એ સ્વાભાવિક છે.
પછી તો અમે યોગ ઉપર, પુનર્જન્મ ઉપર અને રાજકારણ ઉપર ઘણી ઘણી વાતેા કરી અને છુટા પડયા. અને ‘મુંબઈ આવ તે જરૂર મળજો.' એ એમનું છેલ્લું વાકય કદી કામિયાબ થશે જ નહિ એવી તે વખતે શંકા પણ નહોતી આવી.
અને છતાં જે થવાનું હતું તે થયું. જે સ્વસ્થતાથી એ જીવ્યા એ જ સ્વસ્થતાપૂર્વક એમણે દેહત્યાગ કર્યો.
શબ્દાંજલિ
( પરપરિત હરિગીત )
કેટલું ઓછું ફરી જલ્દી તમે થાકી ગયા!!!? લાખ મિત્રો આપનાં અહિંયા રહ્યાં ને લાખ કામા છે પડયાં
सर्वेऽपि सज्जनः कश्चित् सरल: विरलो जन । પ્રાણીમાત્ર તરફ સાચી સજ્જનતા બતાવનાર આવા સરળ માણસે ખરેખર વિરલ જ હોય છે.
દાનુભાઈ શુકલ
એટલે તા આપના સ્વજનોની સાથ સહુ મળી સાથે રહ્યાં
જિંદગી આખી કર્યાં તોય કેટલાં ધુરાં અને કંઈ કેટલાં બાકી રહ્યાં......
કેટલું ઓછું ફ્રી જલ્દી તમે થાકી ગયાં !!!?
33
પથ કેટલા લાંબા સહજમાં આપ કાપીને ગયા
હાથતાળી દે લીધું નિર્મમ બની મુખ ફેરવી
ના સ્હેજ રોકાઇ રહ્યાં સંતોષ લેવા એટલા
૩૧
જે રહ્યો કે ચિહ્નચરણનાં
આપ છો આંકી ગયા
કેટલું ઓછું ફ્રી જલ્દી તમે થાકી ગયાં!!!?
ખમાં આવી ગયા એ કાળથી
ટક્કર તમે લીધાં કરી
ને જિંદગીને કોઈ મૃત પેય શી આપે સતત પીધાં કરી
દિલ મુલાયમ કો શિશુસમ કેટલું કોમળ હતું, તે—
અકાળે કાળથી પાકી ગયાં.
કેટલું ઓછું ફરી જલ્દી તમે થાકી ગયાં ! ! ! ? સુશીલા ઝવેરી