________________
3
પ્રબુદ્ધ જીવન.
તા. ૧૬-૫-૭૧
બબાણ વર્ષો જૂની. ૧૯ર૮ આ
સ્વતંત્ર ચિન્તક પરમાનંદભાઈ
પૂ. પરમાનંદભાઈના અવસાનના સમાચાર મળતાં મને ઘણે આઘાત લાગ્યો છે. મને કલ્પના પણ નહોતી કે એમને અંત અત્યારે આવી શકે. ઊલટું, દિલમાં અત્યારથી અપેક્ષા હતી કે પર્યુષણના પ્રસંગે મળીશું, અને અત્યારથી જેની ચર્ચા મારે એમની સાથે કરવી હતી એવી કેટલીક વાત મનમાં નોંધી રાખી હતી. એટલે એચિંતા આ સમાચાર મળતાં મારા દિલને બહુ ખિન્નતા લાગી છે.
.
ના
અંત
પાસની. મામાદેવી
જ
શકે. ઊલટું, દિલમાં અત્યારથી .
જેમની સાથે તત્વની ચર્ચા કરવી ગમે અને જેમને અભિપ્રાય પૂછીને પોતાના અભિપ્રાયેની ચકાસણી કરવી ગમે એવા તેઓ હતા. આજે તો એવા ખૂબ ઓછા લોકો રહ્યા છે. એમના વિચારે સ્વતંત્ર ને મૌલિક હતા, ને એ એમના વ્યકિતત્વનું ભારે આકર્ષણ હતું. ઘણી વખત મને કોઈ પ્રશ્ન ઊભું થતાં, આ વિશે પરમાનંદભાઈ શું માનતા હશે? એ જાણવાની ઇચ્છા થતી, અને એમની સાથેની વાતચીતમાં તેમ જ “પ્રબુદ્ધ જીવનમાંનાં એમના લેખો અને ‘પ્રકીર્ણ નેધ' દ્વારા એમના વિચાર જાણીને હું સંતોષ મેળવતે. એમના એ વિચારે સ્વતંત્ર ને મૌલિક હોવા છતાં એવા સમતોલ અને વિવેકપૂર્ણ હતા કે ભાગ્યે જ એમાં મતભેદ દર્શાવવાને પ્રસંગ આવ્યો હોય.
એમનું બીજું લક્ષણ પોતે જે જોયું હોય અથવા વિચાર્યું હોય એ બીજાની આગળ નીડરપણે રજૂ કરવાનું વલણ હતું. બીજા બોલે તે પહેલાં બેલવાની હિંમત ખૂબ ઓછા લોકોને હોય છે. સ્વ. પરમાનંદભાઇમાં એ હિંમત પૂરેપૂરી હતી. પેતાની મેળે વિચાર કરે, અને એ વિચાર પછી નિખાલસતાથી દર્શાવે. પૂરે વિચાર કર્યા વિના કોઈ દિવસ ન બોલે, પણ પૂરો વિચાર કર્યા પછી બેલવાને ડર ન રાખે. એ મૌલિકતા અને એ નીડરતાને લીધે મને એમને માટે ખૂબ માન હતું.
ત્રીજું લક્ષણ એમનામાં હતું તે બીજાના વિચારો જાણવાની ઇરછા અને બીજાઓના અભિપ્રાયને માન આપવાની તૈયારી. પોતે સ્વતંત્ર વિચારક હતા, તે પણ બીજાઓના વિચારે જાણવા હંમેશ આતુર રહેતા. એમાં એમની મેટાઈને વિવેકશકિત દેખાઈ આવે છે.
વિદ્યા–અથી પરમાનંદભાઈ
પરમાનંદભાઇ સાથે ઓળખાણ વર્ષો જૂની. ૧૯૨૮ આસપાસની. મામાદેવીના મંદિર પાસે એમની ઝવેરાતની પેઢી. ધંધા અર્થે બે-પાંચ વાર મળવાનું થયું હશે. ચિત્ત પર એ ટાણે એમની એક સજજન ઝવેરી તરીકેની છાપ પડેલી એ આજ સુધી અકબંધ જળવાઈ રહી છે. પછી બાર વરસ બહારગામ રહેવાનું થયું. ૧૯૪૨માં પાછો મુંબઈ આવ્યો ત્યારે રહેવાનું થયું. ચિપાટી રેડ પર, મારું અને પરમાનંદભાઇનું નિવાસસ્થાન એક જ મહોલ્લામાં. અઠવાડિયામાં બે-ચાર વાર રસ્તામાં ભટકાઇ જઇએ. ગોષ્ઠી કરતાં ભેળા ચાલીએ. સજજન સાથે તે સાત પગલાં ભરીએ એટલે મૈત્રી. એમ ભાઇબંધી થઈ ગઈ. ૧૯૫૦ થી હું સાહિત્યક્ષેત્રે રસ લેતે થયો અને ભેરુબંધી વિકસી. અંતરની ગૂઢ વાત કરી શકીએ એટલે નિકટને પરિચય થઈ ગયો. એમાંથી પરમાનંદભાઈના અંતરંગનાં કેટલાંક રૂપાળાં સ્વરૂપે જોવા મળ્યાં.
પરમાનંદભાઈ સજજન હતા --નખશીખ સજજન. કામઢાઆળસ સાથે એમને આડવેર. સાદગીપ્રિય. એમના વ્યકિતત્વમાં કયાંય ડોળ કે આડંબરનું નામનિશાન નહિ. જેવા કુટુંબપ્રેમી, એવા જ મૈત્રીના ભૂખ્યા. સત્યવકતા. અંતરની વાત નિખાલસપણે નીડરતાથી રજૂ કરવામાં માનનારા. છેતરપિંડી કે દંભ જાણે એમના હાડમાં જ નહિ, જાતસંશોધન એ એમને મોટામાં મોટો શોખ. પોતે કયાંક ભૂલ તો નથી કરી બેઠાને? એ એમને ચિત્તાને વિષય. નિજાનંદી. રત્ન તેલવાને ઝીણે ત્રાજવે સાચજૂઠને તેલ કરવાની ટેવવાળા. જ્યાં અસત્યની, દંભની, ગેરઇન્સાફની, છેતરપિંડીની કે અંધશ્રદ્ધાની ગંધ આવે ત્યાં એમણે અવાજ ઊઠાવ્યો જ હોય. પણ એ વિરોધમાં સાચકલાઈને રણકે સે ટકા. મીઠાશ જાળવીને કડવી વાત કહેવાની એમનામાં કુનેહ. ખેલદિલ. પોતે ભૂલ કરી બેઠા એવું લાગે કે તરત જ નિરાંકચ એકરાર કરી મનના અજંપાને ધોઈ નાખે. કોઈની શેહમાં દબાય નહિ અને કોઈને પેતાની શેહમાં આંજી નાખવાને એમને અભરખે નહિ. નિ:સર્ગ અને પ્રવાસના રસિયા. વ્યવસ્થા અને શિસ્તના પૂરા આગ્રહી, અને છતાં સમય પારખીને બીજાની મર્યાદા સમજીને બાંધછોડ કરવા જેટલા ઉદારચિત્ત.
પણ પરમાનંદભાઈને જે આગ ગુણ મને સ્પર્શી ગયે તે એમને “વિદ્યાર્થીગુણ’ ભારેના જિજ્ઞાસુ. પ્રગતિ સાથે કદમ મિલાવીને ચાલનારા. જબરા જ્ઞાનતરસ્યા. કયાંયથી, કોઇની પણ પાસેથી કંઇ જાણવાનું મળે તે એ વિનમ્ર વિદ્યાર્થીની હેસિથતથી શીખવાની એમની તાલાવેલી આશ્ચર્યજનક હતી. જેવા જ્ઞાનપિપાસુ, એવા જ સમાજવત્સલ. જૈન સમાજને લાગેવળગે છે ત્યાં સુધી તે તેઓ વિલીન થતા જતા પંડિતયુગ અને પાંગરતા પ્રયોગશીલ યુગ વચ્ચેના સંસ્કાર વિનિમયના કદાચ એક માત્ર વાહન હતા.
જાતસ્ય હિ ધ્રુવે મૃ:- એ ખરી વાત. પણ આવા સજજન મિત્ર, હંફાળા સ્નેહી અને દંભવિહીન સમાજસેવક સદેહે અવસાન પામે છતાં યે લોકહૈયામાં તે જીવતા જ રહે છે. એમની ખોટ પછી આસાનીથી પુરાતી નથી. પરમાનંદભાઇ જીવતાં જ એટલા શાંતિપ્રિય હતા કે એમના આત્માને પરમાત્માના પરમધામમાં અશાંતિ સંભવે જ નહિ. '
રસિક ઝવેરી
એમની અંતિમ ઘડી સુધી તેઓ સ્વસ્થ ને સભાન રહ્યા, એમાં એમની એ કાયમની જાગૃતિને સંકેત છે. તેઓ અંત સુધી વિચાર કરતા રહ્યા, અને એ વિચારેને લાભ ને માર્ગદર્શન નમ્રતાથી ને ઉદારતાથી ઘણાને આપતા રહ્યા. * છેલ્લા ચાર વર્ષથી હું એમના નિકટના પરિચયમાં આવ્યો હતો, ને એમની મિત્રતાથી મારું જીવન અનેક રીતે સમૃદ્ધ બન્યું હતું. પ્રબુદ્ધ જીવન’ હું ત્યારથી નિયમિત રીતે ને દર વખત પૂરેપૂરું વાંચતો આવ્યો છું. અને “પર્યુષણ વયાખ્યાનમાળા” માં ભાગ લઈને એ દિવસની પવિત્રતા, મંગળમયતા ને સાધનાને અનુભવ કરીને હું મારી પોતાની જાતને ભાગ્યશાળી ગણતો આવ્યો છું. એ ઋણ માટે અને સવ. પરમાનંદભાઇ સાથેનાં એ અવારનવારનાં મિલને, વાતચીત અને પત્રવ્યવહાર માટે હું મારા દિલમાં એમનું મરણ હંમેશ તાજું રાખીશ; અને આજે એમને સાચા માનથી ને આદરથી અંજલિ આપીને સાંત્વન અનુભવું છું. એમના સંસ્કારેને વારસે ને પ્રેરણા આપણા સમાજમાં રહે એ એમનું કોષ્ઠ સ્મારક હશે. એ મારા દિલની આશા ને પ્રાર્થના છે. એમના ગયાના દુ:ખની વચ્ચે એમનું એ કાર્ય ને એ સ્મરણ આપણા માટે આશ્વાસનરૂપ રહેશે.
ફાધર વાલેસ