SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૫-૭૧ પ્રબુદ્ધ જીવન ભાવનાશીલ સજ્જનની ચિરવિદાય બે ત્રણ વર્ષ ઉપર મુ. પરમાનંદભાઇ તેમનાં દીકરી ગીતાબહેનને ત્યાં અમદાવાદ આવ્યા હતા. આવ્યા હતા થૅાડો વખત આરામ કરવા પરંતુ સાથે સાથે તેમના મનમાં સતત પ્રબુદ્ધ જીવન’ અને જૈન યુવકસંઘના કાર્યની રટણા રહેતી. તેથી પર્યુષણ વ્યાખ્યાનમાળા અંગે કે ‘પ્રબુદ્ધ જીવન’ના લેખા અંગે તેમની કામગીરી ચાલુ જ રહેતી. આને અંગે અનેક સંપર્કો અને મુલાકાતો પણ તે પતાવી લેતા. એક બપોરે હું તેમને મળવા ગઇ. ‘પ્રબુદ્ધ જીવન' સંબંધી, શિક્ષણ સંબંધી, આધુનિક જીવનનાં મૂલ્યો સંબંધી અનેક વાતચીત થઇ. માત્ર આ એકાદ કલાકની જ મુલાકાતે તેમણે મારી સાથે મમતાના નાતા બાંધી લીધા. Plain living અને H gh thin king નેt ગઇ. પેઢીના મૂર્તિમંત આદર્શ મને તેમના ચારિત્ર્યમાં ચરિતાર્થ થતા જોવા મળ્યો. તેએ કહેતા કે “મારે ઘણી દીકરીઓ છે,” અને એ ઘણીમાં મારું નામ પણ તેમને હૈયે નોંધાઇ ગયું. ત્યારથી ‘પ્રબુદ્ધ જીવન' દ્વારા અમે એકબીજાના સંપર્કમાં રહ્યા. શીળું, પારકાને પેાતાનાં કરી લેવાની કળવાળુ વ્યકિતત્વ, બાંધી દડી, ખાદીના સ્વચ્છ સાદો પોશાક અને ચશ્મા પાછળ ચમકતી મેધાવી વહાલસાયી આંખોથી એ સામાનું હૃદય જીતી લેતા. તેમના જીવનની એક લાક્ષણિકતા મારા હૈયે વસી ગઇ, તે હતી તેમની પ્રગતિશીલતા. જમાનાને ઓળખીને તેની સાથે તાલસેકદમ પગ ઉપાડવાના તેમના સ્વભાવને કારણે જ યુવાન પેઢીની મૈત્રી તે કેળવી શકયા હતા. જૈનસમાજ માટે પોતાની ભાવનાને બુદ્ધિ અને ક્લમથી કામગીરી શરૂ કરી એના વર્તુળને વધારે ને વધારે વિશાળ કરી તેમણે બૃહદમાનવજીવન સુધી પહોંચાડી એ તેમની વિશેષતા. જૈન સમાજનું મુખપત્ર બની રહેવાને બદલે સમગ્ર માનવજીવનને સ્પર્શનું મુખપત્ર બની રહેવામાં જ ‘પ્રબુદ્ધ જીવન’ના ઉત્તરશત્તર વિકાસ થયેલા છે. એ વિકાસયાત્રા એ તેના તંત્રીના માનસની પૂણ વિકાસયાત્રા હતી. એ જ રીત તેમણે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પણ અપનાવી. ગઇ પર્યુષણ વ્યાખ્યાનમાળા વખતે તેમની સાથે લાંબા પત્રવ્યવહાર થયા. પરિણામે તેમની પાસેથી મમતા અને વાત્સલ્ય મેળવ્યાં. વૃદ્ધત્વને સાહિજક રીતે અપનાવી લેતા એ ચિરયુવાન આત્માની એ છેલ્લી મુલાકાત હશે એમ કયાં જાણ્યું હતું? આજે તે એ સંસ્મરણા વાગેાળવાં રહ્યાં. મુ. પરમાનંદભાઇનો ક્ષરદેહ આપણી વચ્ચે નથી. પરંતુ તેમના આત્માની મહેક ધરતીને પહેલી વર્ષાથી પ્લાવિત કરીને રેલાતી સાડમની પેઠે આપણા અંતરને સ્નેહપ્લાવિત કરે છે. તેમની ભાવના અને આકાંક્ષાઓને અનુરૂપ ‘પ્રબુદ્ધ જીવન’ સતત પ્રગતિશીલ રહે તે તેમની સાચી અંજલિ છે. તેમનું જીવન આપણા જેવા અનેકને માટે પ્રેરણાદાયી નીવડો. તેમની મનોકામના પ્રમાણે સતત કાર્યરત અને સેવાભાવી જીવન તેમણે વ્યતીત કર્યું. એવા મહાનુભાવને માટે તો એટલું જ કહી શકાય કે:— “મૃત્યુને જીતી જીવને, જીવનને જીતી મૃત્યુમાં સાંકડી સીમ. તોડીને, સ્વયં શાશ્વત એ થયા.” માનવદેહના તો આખરે અંત છે જ, પરંતુ આવું મંગલ મૃત્યુ અને શાન્ત અંતિમ પળેા ભગવવાનું વિરલાને લલાટે જ લખાયું હોય છે. તેમને માટે “મંગલમંદિર” ના દ્રાર સદૈવ ખુલ્લું જ હાય. તેમના કાર્યોની પર પરાને જીવંત રાખી તેમના જીવનની સુવાસને સવ મહેંકતી રાખીએ. સુસ્મિતા હેડ co ૨૯ સનિ વિચારકની વિદાય બસની એક લાંબી કતાર હતી, ત્યાં એક સૌમ્ય અને વયોવૃદ્ધ ખાદીધારી આવી પહોંચ્યા. તેમણે બસની કતારમાંથી કોઇ એકને પૂછયું : ‘તમે કાટમાં જાઓ છે?” પેલા સજ્જને હા કહી. ‘તે મારું એક કામ કરશે’? ‘શું?” બસની કતારમાંના સજ્જને પૂછશું. ‘આટલું મેટર જરા પ્રેસમાં પહોંચાડી દેશે! સરનામું કવર ઉપર છે.' એ સૌમ્ય અને વયોવૃદ્ધ માણસ હતા શ્રી. પરમાનંદ કાપડિયા. એમના આત્મજ સમા ‘પ્રબુદ્ધ જીવન માટેની સામગ્રી પ્રેસને સમયસર પહોંચે એ માટે તેઓ ઘણીવાર આટલી હદે કાળજી લેતા હતા. ‘પ્રબુદ્ધ જીવન’નું ૩૨ વરસ સુધી એકધારૂ સંપાદન કરનાર અને એની સામગ્રી માટે ૭૮ વરસની વયે કોઇ પણ શ્રમ લેવા તૈયાર એવા શ્રી પરમાનંદ કાપડિયાના હમણાં દેહવિલય થયા ત્યારે એક હરતીફરતી સંસ્થા આપણી વચ્ચેથી વિલય પામી હોય એવા અનુભવ ઘણા બધાએ કર્યો. આપણે ત્યાં વિચારપત્રો વધુ નથી એવી ફરિયાદ ઘણા વખતથી રહ્યા કરે છે; વિચારપત્રની વિભાવના પણ ધીરે ધીરે વિસરાઈ જતી હોય એમ લાગે છે—એમ છતાં ગયા દાયકામાં જ શ્રી. ગટુભાઇ ધ્રુવના અવસાન સાથે બંધ પડેલ ‘જયોતિર્ધર’ તથા શ્રી પરમાનંદ કાપડિયાએ બત્રીસ વરસ સુધી જેને સૂત્રસંચાર કર્યો હતા એ ‘પ્રબુદ્ધ જીવન’ જેવાં પત્ર, વિચારપત્રો કેવા હોઇ શકે એની યાદ આપી શકે છે. સામાજિક, રાજકીય, સાહિત્યક અને બીજા ઘણા સ્તર પર ઘટનાઓને નિરપેક્ષ રીતે અને એક જ ત્રાજવા પર મૂલવનાર પામાં ‘પ્રબુદ્ધ જીવન’નું સ્થાન હતું; તમને પરમાનંદમાઇના અભિપ્રાય સાથે મતભેદ હોઇ શકે; કોઇ વાર એમના મૂલ્યાંકનના ધારણ વિશે પણ તમે એમનાથી જુદા પડી શકો, પણ એમની નિષ્ઠા વિશે કયારેય કશું પણ કહી શકાય નહીં. એટલે જ બહુ ઓછી વ્યકિત માટે વાપરી શકાય એવું ‘સંનિષ્ઠ’ વિશેષણ કોઇ પણ સંકોચ વિના શ્રી પરમાનંદ કાપડિયા વિશે ઉપયોગમાં લઇ શકાય. તમે એમની જોડે સંમત થતા નથી એમ તેઓ જાણે ત્યારે કયારેય તમને જુદી પાંગતના ગણી તેઓ અવગણના નહીં કરે. એ તમારી સામે બેસશે-તમારી જોડે ચર્ચા કરશે. પેાતાનું દષ્ટિબિંદુ સમજાવવા મથશે, તમારૂ દષ્ટિબિંદુ સમજવા મથશે. આમ એ સુધારક હતા, પણ સુધારકનું ઝનુન એમનામાં ન હતું, એમની પાસે ઔદાર્યના એક સવિશેષ ગુણ હતા. ‘પ્રબુદ્ધ જીવન’ માટે ઉપયોગી એવી કોઇ સામગ્રી કોઇ વ્યકિત પાસેથી મળી શકે એમ છે એવું તેઓ જાણતા ત્યારે એ ગમે તેવી નાની વ્યકિત હોય, તો પણ તેની પાસે સામે ચાલીને માગણી કરવામાં નાનમ અનુભવતા નહીં. અને ગમે તેવી મોટી વ્યકિત જોડે પેાતે અસંમત થતા હોય, તે એ વિશે ખુલ્લેઆમ લખતાં તે ક્લેમ સંકોચતા નહીં. સમાજસુધારાની એમની પ્રવૃત્તિઓમાં પણ સાહિત્યદષ્ટિ હંમેશાં રહેતી. પર્યુષણનું જૈન સમાજનું પર્વ તેમણે સર્વધર્મસમન્વયનું પર્વ બનાવી દીધું હતું અને ત્યારે વિચારકો અને કવિઓ પાસેથી કવિતા, સાહિત્ય, જીવન વગેરે વ્યાપક વિષયો પર તેઓ પ્રવચનો યોજતા હતા. આ શ્રેણી માટે વકતાની પસંદગી કરવામાં પણ તેઓ જે ડ્રામ ઉઠાવતા તે આદર્શ હતા. કોઇક વકતા સારું બોલે છે એમ સાંભળે તે જાતે એને સાંભળવા જાય, અને પછી પોતાના અભિપ્રાય બાંધે. એમનું પોતાનું ગદ્ય તેમના બે પ્રગટ થયેલાં પુસ્તકોમાં જ નહીં, પણ પ્રબુદ્ધ જીવનના સાતસે ઉપરના અંકોમાં વેરાઇને પડ્યું છે. આ ચિન્હનાત્મક ગદ્યમાંથી સ્થાયી મહત્ત્વના લખાણોને ગ્રંથસ્થ કરીને જ એમનું સાચું તર્પણ કરી શકાય. હરીન્દ્ર દવે
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy