________________
૨૪
બુદ્ધ જીવન
શ્રી પરમાન ંદભાઈ વિશે શું કહેવું?
***
શ્રી પરમાનંદભાઈ વિષે એક શબ્દમાં કહેવું હોય તે શું કહેવું? સત્યનિષ્ઠ ખરા જ પરંતુ સત્ય શું એ પ્રશ્ન વિષે વિવાદ રહે જ. 'સમભાવી પણ ખરા. પરંતુ કયા અર્થમાં? સાચું-ખોટું બધું જ સમભાવે જુવે એવા નહિ, પરંતુ વિરોધી પ્રત્યે પણ ઉદારતા દાખવી શકે અને તેને ન્યાય આપી શકે એવા, એમ કહી શકાય કે તેઓ કોઈના શત્રુ ન હતા. રૂઢિવાદીઓ તેમના તિરસ્કાર કરતા પણ તેમણે તે તિરસ્કારની ભાવના નહિ પણ મૈત્રીભાવના કેળવી હતી એટલે અજાતશત્રુ તેમને કહી શકાય. પણ તે અર્થમાં કે તેઓ પોતે કોઈના શત્રુ થયાન હતા. તેમને તે ઘણા પોતાના શત્રુ માનતા. કારણ તેઓમાં તેમને જે ટાણે જે ખરુ-ખોટું લાગ્યું હોય તે કહી દેવાની ટેવ હતી. અને ઘણા એવા હોય છે જે સત્ય અને હિતકારક વાતને પણ સ્વીકારી શકતા નથી, પત્રકાર હતા પણ આજનું પત્રકારિત્વ જે સ્તર ઉપર પહોંચ્યું છે તે સ્તરનાં નહિ. એક નિશ્ચિત ધ્યેયને વરેલા. એટલે આજની પત્રકારોની દુનિયાએ તેમને પત્રકાર માન્યા નહિ,
સુધારક ખરા પણ ક્રાંતિકારી નહિ. વાળી-ઝૂડીને બધું જ સાફ કરી દેવામાં તે માનતા નહિ પણ સત્ય, શિવ અને સુંદરના ઉપાસક હતા એટલે ક્રાંતિકારી કેમ કહેવાય? ગૃહસ્થ હતા એટલે સાધુ. તે કેમ કહેવાય ? પણ સાધુતા તેમનામાં હતી એ તેમના પરિચિત કહી શક્શે; ઘણા વર્ષોથી વ્યાપારથી નિવૃત્તિ લીધી હતી અને માત્ર મુંબઈ જૈન યુવક સંઘ અને તેના મુખપત્ર પ્રબુદ્ધ જીવનને સમૃદ્ધ કરવામાં પેાતાની સમગ્ર શકિત વાપરતા. તેઓ સત્સંગી હતા. પણ સ્વામિનારાયણ સંપ્રદાય કે એવા કોઈ સંપ્રદાયમાં બદ્ધ નહિ. જયાં પણ સત્પુરુષ હેવાનું તેમને જણાય ત્યાં પહોંચી જઈ તેમના લાભ લેવા પ્રયત્ન કરતા અને જ્યાં સુધી કોઈ દોષ ન દેખાય ત્યાં સુધી ભક્તિભાવે સત્સંગનો લાભ લેતા. પરંતુ દોષ દેખાય તા કહી દેવામાં અચકાય નહિ. તેવા હતા અને પછી ઉપેક્ષાભાવ ધારણ કરતા. છતાંય જે ગુણ હોય તે ગુણના તે પ્રશંસક રહી શંકતા એ તેમની વિશેષતા હતી. તેઓ પરિવ્રાજક હતા-કદાચ એ વાત એવી છે જેમાં કાંઈ વિવાદને અવકાશ નથી. પરંતુ પરિબ્રાજકનો અર્થ તીર્થયાત્રિક એવા કરવા કે મુસાફરી ? મારી દષ્ટિમાં તીર્થયાત્રિક અને મુસાફર બન્ને. કુદરતી સ્થળોને આનંદ તેઓ જે પ્રકારે લઈ શકતા તેમાં તેમનામાં રહેલા મુસાફરના જીવ દેખાય, અને સત્પુરુષ કે સંત તીર્થની યાત્રા આત્માના સૌંદર્યની વૃદ્ધિ માટે કરતા તેમાં તેમનામાં રહેલા યાત્રિક કે તીર્થયાત્રિકના જીવ સ્પષ્ટ
(પાના ૨૩ થી ચાલુ)
હસતાં કહે- “હવે હું રાજી થયો.” મેં કહ્યું, “કેમ ભાઈ શું થયું?” તેઓ કહે, “પેલા ભાઈએ તમારા વિરોધમાં લેખમાળા શરૂ કરી છે તેથી. હવે તમારી ખરી કિંમત થઈ. જેના જીવનમાં વિરોધ નથી તેના જીવનનું મૂલ્ય શું?”
વિરોધથી તેઓ ફરવાને બદલે પોતાના સત્ય વિચારો નિર્ભયતાથી રજૂ કરીને વિધાને પેદા કરતા હતા. ઈ. સ. ૧૯૩૬માં અમદાવાદમાં જૈન યુવક પરિષદના પ્રમુખપદે તેએ ચુંટાયા તે સમયે તેમણે સમાજની સામે ક્રાંતિકારી વિચારો રજૂ કરી જૈન સમા
જમાં ખળભળાટ જગાડયા અને બાળદીક્ષાના ભયંકર વિરોધ કર્યો. તેમના ક્રાંતિકારી વિચારાને લીધે જ તેમને સંઘ બહાર પણ કરવામાં આવ્યા હતા. રૂઢિચુસ્તએ તેમને ધર્મવિરોધી તરીકે જાહેર કર્યાં હતા અને એમાંજ તેમના જીવનની ખરી ચમક, તેજસ્વિતા અને સાચું મૂલ્ય રહેલું છે. તેમનામાં એટલી બધી નિર્ભયતા હતી કે જો કોઈ તેમની પાષાણ પ્રતિમા બનાવે અને મને પૂછે કે-તેનીનીચે શું લખવું? તે હું કહું કે- “મૂર્તિમંત નિર્ભયતા.”
ઈ. સ. ૧૯૨૯ માં તેમણે જૈન યુવક સંઘની સ્થાપના કરી, ૧૯૩૯માં “પ્રબુદ્ધ જીવન” શરૂ કર્યું અને પર્યુષણપર્વ વ્યાખ્યાનમાળા તથા વસ્તૃત વ્યાખ્યાનમાળા દ્વારા તેમણે સમાજને જાગૃત અને પ્રગતિશીલ રાખવા માટે સતત પ્રયત્ન કર્યો છે. ‘પ્રબુદ્ધ જીવન’ અને વ્યાખ્યાનમાળા દ્વારા તેમણે સમાજમાં એક સ્વચ્છ નિર્મળ સંસ્કાર
26
૧૬-૫-૭૧
થતો. યાત્રાનો આનંદ તેઓ એકલા અને સહયોગીઓ સાથે લેના એટલું જ નહિ પણ કોઈએ કરેલી યાત્રાનું રસપાન સ્વયં કરતા અને પ્રબુદ્ધ જીવન દ્રારા કરાવવામાં આનંદ લેતા. નાસિતક જેવા ગણાય છતાં આધ્યાત્મિક તે તેઓ જરૂર હતા. અને આધ્યાત્મિક બાબતમાં રસ ધરાવતા એટલું જ નહિ પણ યથાર્થમાં આધ્યાત્મિક જીવન જીવવા પ્રયત્નશીલ હતા. વ્યવસ્થિત તર્કપૂર્ણ ભાષામાં તેઓ લખતા હતા એટલે લેખકોની કોટિમાં તેમને મૂકી શકાય. મતભેદ હોય છતાં મનભેદ થવા દેતા નહિ આથી તેમનું મિત્રમંડળ વૃદ્ધિગત જ રહેતું.
પ્રબુદ્ધ જૈનમાંથી પત્રનું નામ પ્રબુદ્ધ જીવન કરનાર શ્રી પરમાનંદભાઈને કદાચ તેઓ જૈન થવાનું પસંદ નહી કરતા હોય એમ કાઈ. માની લે પણ વસ્તુસ્થિતિએ તે જૈન ઉજજવલ કેમ બને એ માટેના જ એ પ્રયત્ન હતા, જૈન વિચારકને તે વાડામાંથી મુકત કરી સર્વગ્રાહ્ય બનાવવા પ્રયત્નશીલ હતા. અથવા તે એમ કહેા કે ‘જૈન’ નહી પણ માનવતાવાદમાં તેઓ માનતા. અને વસ્તુસ્થિતિએ સાચા જૈન એ સાચા માનવ નથી તે બીજું શું છે? આથી સંપ્રદાયના કોઈ પણ તખલ્લુસ વિના વિશુદ્ધ માનવતાવાદી દૃષ્ટિકોણ એમના હતા એમ કહી શકાય. અને એ કારણે જ જૈનસંઘે એમને એકવાર જૈનસંઘની બહાર પણ મૂકેલા. પરંતુ જૈનસંઘના સંકચિત વાડા કરતાં વિશાળ માનવસંઘ તેમને પ્રિય હતા. આથી એ બહિષ્કારની તેમણે પરવા કરી નહિ. પરિણામે તેમના મિત્રમંડળમાં જૈન અને જૈનેતરને કોઈ ભેદ રહ્યો ન હતો. કાંય પણ કોઈ સારું એટલે કે માનવજાતને ઉન્નત કરનાર કાર્ય જોતા તે! તે કાર્ય અને કાર્યકર્તાના પ્રશંસક અને મિત્ર બની જતા,
જે ગામ કે શહેરમાં જાય ત્યાં મિત્રાને મળવાનો અવશ્ય પ્રયત્ન કરતા અને ચર્ચા-વિચારણા રસપૂર્વક કરતા. આથી તેમનું મિત્રમંડળ વધતું જ રહે તે સ્વાભાવિક હતું. નેતા છતાં નમ્રતા ભારોભાર હતી એટલે તેમને મળનાર વડિલ સાથે નહિ પણ એક મિત્ર સાથે વાત કરતા હાય એમ અનુભ કરતા.
આવા શ્રી પરમાનંદભાઈને ગુમાવીને આપણે જે ખેટ કરી છે તે પૂરી શકાય તેવી નથી. એ નામ પ્રમાણે પરમાનંદરૂપ હતા. એવા પરમાનંદરૂપ ગયા તે આપણને શું સંતાપ આપી જાય? આપે તે નહીં પણ સંતાપની લાગણી આપણામાં જાગે તે સ્વાભાવિક છે. દલખુંખ માલવણિયા
સરિતા વહેતી મૂકી હતી. અને તે વડે અનેક કુટુંબામાં નિર્મળ રસ, આનંદ અને જ્ઞાનના પ્રકાશ ફેલાવ્યો હતો. અને આ બંને સાધના વડે ભાષા અને સાહિત્યની મહાન સેવા કરી.
તેઓ એક સાંસ્કાર સંપન્ન અને સંનિષ્ઠ સમાજસેવક હતા. તેમનામાં જ્ઞાન મેળવવાની અપાર જિજ્ઞાસા હતી. અને સાથે સાથે મેળવેલું જ્ઞાન બીજાઓને આપવાની એટલી જ ઉત્સુકતા પણ હતી. સમાજને સુમાર્ગે વાળવા માટે તેઓ સતત ચાર થી પાંચ દાયકા સુધી સમાજના માર્ગદર્શક બની રહ્યા.
તેમનું હ્રદય અત્યંત કરુણાશીલ હતું. ગિરનાં જંગલમાં સિંહને બતાવવા માટે થતી પાડાની હિંસા રોકવા માટે, અને વિદેશ મોકલાતા ચકલીનાં માંસને અટકાવવા માટે તેમણે “પ્રબુદ્ધ જીવન” માં જે લેખી લખ્યા હતા તેમાં તેમના ચિત્તની ઊંડી કરુણાશીલતા અને તેમનાં અણુ અણુમાં વસેલી અનુકંપાના દર્શન થાય છે.
તેમનાં વ્યકિતત્વ વિષે કવિની ભાષામાં કહેવું હાય તો— वदनं प्रसादसदनं सद्यं हृदयं सुधान्मुचो वाचः । करणं परोपकरणं येषां केषां न ते वंद्या ॥
ૐ શાંતિ:, શાંતિ:, શાંતિ:
પ્રસન્ન મુખમુદ્રા, દયાર્દ્ર હૃદય, અમૃત ઝરતી મધુર વાણી અને પરોપકારનાં કાર્યો, એ હતું શ્રી પરમાનંદભાઈનું સૂક્ષ્મસ્વરુપ. આવા પુરુષો વિશ્વ માટે સદા વંદનીય બની રહે છે.
મહાસતીજી શ્રી ઉજજવલકુમારીજી