SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ 22 ૨૨૬ ' પ્રબુદ્ધ જીવન તા. ૧૬-પ-૭૧ - હોય તે કોઇપણ સંસારીની સાધના સંપૂર્ણ રીતે વિકસી શકે છે. આ બધી કાળાસર અને વિભાવસહજ પરમ આનંદથી ભાઇની જીવનયાત્રા કરીનપ્રાવી ગાગળ વધી રહી હતી. એમની જિંદગીના પૂર્વ વિરાણી ઉત્તર વિભાગ પ્રસંગોથી ભરપૂર નહોતે. પરંતુ એમના વિચારવિકાસ ને અનુભવસમૃદ્ધિ તો સદાય પ્રગતિ કરતી હર્તી અને સાક્ષી “પ્રબુદ્ધ જીવન છે.” અને રાને ૧૯૫૪માં એમના 'પ્રબુદ્ધ જીવનનાં વૈવિધ્યપૂર્ણ અસંખ્ય લેખે અને નિબંધમાંથી કેટલાક લેખ પસંદ કરીને સંગ્રહ રૂપે પ્રગટ થયા. તેનું નામ પણ ભાઇએ પિતાનાં સતત સાધનાના આદર્શો–“સત્યં શિવ સુંદરમ” રાખેલું. ઇશ્વરનું પણ આ એક અનુપમ સ્વરૂપ છે ને? આ પહેલા સને ૧૯૫૪માં સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી એમને “યુગ દર્શન” નામનું માસિક શરૂ કરવાનું સૂચવાયું. એના તંત્રી તરીકે ભાઇએ કામ હાથમાં લીધું. એને જ્ઞાનસભર બનાવવાના ભાઇના મનોરથો સાકાર થતાં જતાં હતાં. પરંતુ સંસ્થાની આર્થિક ખેંચને લીધે છ માસ બાદ “યુગ દર્શન” બંધ કરવું પડયું. છતાં ટૂંકા ગાળામાં એ પ્રજા સમક્ષ સુંદર સુચિપૂર્ણ સામાયિકનું ઉદાહરણ મૂકવું ગયું. ત્યાર બાદ ભાઇ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી નિમાયા. પરંતુ “પ્રબુદ્ધ જીવન” દ્વારા આત્મદર્શન ઝંખતા એ આજીવન વિદ્યાર્થીની સત્યસાધના તે ચાલું જ હતી. એમાં એમણે “અંત: કરણના આદેશ વિરુદ્ધ કયાંય બાંધછોડ કરી નહોતી કે કયાંય વ્યકિતગત વેર નહોનું વહે.” પછી ભલેને સામે આચાર્ય રજનીશજી હોય કે બીજું કેઇ. મતભેદ ખરે, પણ મનભેદ નહીં—એ જ એમનું જીવનસૂત્ર હતું. આ પ્રબુદ્ધ જીવન માં રાષ્ટ્રીય ધોરણે ચર્ચાતા પ્રશ્ન દ્વારા એક રીતે રાષ્ટ્રના ઇતિહાસનું પણ સુરેખ પ્રતિબિમ્બ ઉપસી આવે છે. ૧૯૪૭ની આઝાદીથી માંડીને ૧૯૧૩ પછીના ભૂદાન યજ્ઞ જેવી અનેક પ્રવૃત્તિઓ એમના ચિત્તનના વિષય બની છે. એમની સર્વોદય કે ભૂદાન વિષયક નોંધ તે વિનોબાજીને મને પણ ઘણી મહત્ત્વની બનતી હતી. વિનોબાજીને માટે ખૂબ શ્રદ્ધા હોવા છતાં એમનું કહેવું ન સમજાય ત્યારે ભાઇ જાહેર રીતે જણાવતા. સને ૧૯૫૫માં ભાઇએ વિનાબાજી સાથે પદયાત્રામાં ફરીને ભૂદાન તથા અન્ય વિષયો પર સુંદર ચર્ચા-વિચારણા કરી. ભાઈના રીર્વોદય ચિતનથી આકર્ષાઈને આજના પીઢ તેમ જ યુવાન સર્વોદય કાર્યકરે પણ એમના મિત્રો બન્યા હતા. ભાઇના ચિન્તન-મનનને લાભ આકાશવાણી પણ ક્યારેક લેતી. અને રેડિયો પર મહાવીર સ્વામી, શ્રીમદ્ રાજચંદ્ર વિગેરે પર એમના વાર્તાલાપ આવતી. ભારતમાં પ્રજાકિય સરકાર સ્થપાતાં સને ૧૯uપમાં મુંબઈ રાજય વિધાનસભા પૂનામાં ભરાઇ ત્યારે “બાળદીક્ષાવિરોધી બિલ” પસાર થાય તે માટે પ્રભુદાસ પટવારી દ્વારા ભાઇએ પાછો પ્રયાસ કર્યો. પોતે એ માટે પુના જઈને ઘણું મથ્યા. પરંતુ શ્રી કસ્તુરભાઈ શેઠ તથા શ્રી મેરારજી દેસાઇનું અનુકૂળ વલણ ન હોવાથી આ બિલ લેક–અભિપ્રાય જાણવા પર મુલતવી રખાયુંતે છેક આજ સુધી! સને ૧૯૬૪માં 'પ્રબુદ્ધ જીવનને રજત–મહોત્સવ ઉજવાયો તે ભાઇની જીવનયાત્રામાં પણ સીમાચિહ્નરૂપ બની રહ્યો. કેટલાય મહાનુભાવોના કહેવા મુજબ “પરમાનંદભાઇ અને પ્રબુદ્ધ જીવનબેઉને એકબીજાથી જુદા વિચારવા જ અશકય છે.” ભાઈની નિઃસ્વાર્થ સેવાની કદર રૂપે મુંબઈ જેન યુવક સંઘે તા. ૨૫-૧૨-૬૯ ને રોજ સંઘના નવા સભાગૃહને “ શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહ” તરીકે જાહેર કર્યું. (જો કે ભાઈને આવું બહુ માન જરાય પસંદ નહોતું) અને તા. ૮-૩-૭૦ ને રોજ લાયન્સ કલબ રાજકોટ વેસ્ટ તરફથી ભાઈનું દેશના સાંસ્કૃતિક ઘડતરમાં મહત્ત્વના વિચારક તરીકે સન્માન થયું. જીવનયાત્રામાં આગળ વધતાં વધતાં ઘડિક વિરામ કરતાં પોતાના દષ્ટિબિંદુમાં થયેલા પરિવર્તન વિશે સને ૧૯૬૮માં કલકત્તામાં એક પ્રવચનમાં ભાઈએ કહ્યું કે, “આગળનાં વર્ષોમાં મેં પ્રગટ કરેલા ધાર્મિક ને સામાજિક વિચારે અને અભિપ્રામાં આજે પણ કોઈ ફેરફાર થયું નથી, પરંતુ તેના અપાતા મહત્ત્વમાં ફરક પડયો છે. કેમ યા સંપ્રદાયના નાના વર્તુળમાં પૂરાયેલું મન આજે દેશના અને સમગ્ર વિશ્વના પ્રશ્ન ઉપર કેન્દ્રિત થાય છે. સંપ્રદાયભાવની સીમા ઓળંગીને મન ધીમે ધીમે સર્વધર્મસમભાવ તરફ ઢળતું જાય છે.” આ યાત્રાની સમાપ્તિ થાય એ પહેલા આવા ચિન્તકે મૃત્યુ અંગે પણ સહજભાવે વિચારે જ, પણ ભાઇએ અનેક પ્રવાસે મિત્રસમૂહ સાથે જેલા ને હૃદયપૂર્વક માણેલાં. એમણે આ યાત્રાના આવા ચિતનમાં પણ મિત્રોને સહચિન્તક બનાવ્યા અને પ્રબુદ્ધ જીવને ના વાચને એ સમૂહ ચિત્તનના સહભાગી બનાવ્યા હતા. રાને ૧૯૭૦ ની આખરમાં “આજની જીવનસાંધ્યામાં ભાદ્રપદની સંધ્યાનાં રંગરોશનીને અભાવ કેમ જણાય છે?”—એ પ્રશ્ન પર સમવયસ્ક જ્ઞાની મિત્રોની પત્રમાળા આપી. આમાં સ્વામી આનંદ, રવિશંકર રાવળ, કાકાસાહેબ, શંકરલાલ બેન્કર, હરભાઈ ત્રિવેદી વિગેરેએ ભાગ લીધેલ. જો કે આ જ મૃત્યુને ખૂબ હળવા મને જોતાં પણ એમને આવડતું હતું. શ્રી હરભાઇ ત્રિવેદી સાથે પિતાના મૃત્યુથી લગભગ એક મહિના પહેલા જ “મૃત્યુદેવની દોસ્તી કરવા જેવી છે, આપણે એ વિશે નિરાંતે ગપ્પાં મારીશું! “એવી વાત એમણે કરી હતી. મને પણ કોઈ વાર કહેતા કે “હું બધાને કહ્યાં કરું કે મારું મૃત્યુ થવાનું છે. ત્યાર બાદ તમે આમ કરો, તેમ કરજો–અને ખરેખર મૃત્યુ થઇ જાય તે કેવું? મને મૃત્યુની આગાહી થઈ હતી–એમ બધાં જરૂર કહે, નહીં?” મૃત્યુ કરતાં પણ માંદગીની ગંભીરતા ઘણોને વધુ મૂંઝવતી હોય છે. જયારે ભાઇએ તો એ પણ ખૂબ મજાથી પચાવી લીધેલી. વર્ષોથી શરીરમાં ઘર કરી રહેલા ડાયાબિટીસ અને બ્લડપ્રેસર તે એમને કોટે પડી ગયેલા. બ્લડપ્રેસર ખૂબ વધતાં ચક્કર આવે ત્યારે પણ એમની પ્રસન્નતા સરતી નહીં, બબ્બે એ બોલી ઊઠતા કે “આજે મને ખાત્રી થઇ કે પૃથ્વી ખરેખર ગોળ ફરે છે!"-એમના આ પરમાનંદ સ્વરૂપને આથી વધુ તો શું પુરા જોઇએ? એ તે મૃત્યુ નામની 'નવ-યાત્રા માટે તૈયાર જ હતા. એટલું જ કે મૃત્યુ આવીને એમને લઈ લે ત્યાં સુધીની જિંદગી-એકે એક પળને એમને હિસાબ ચૂક વ હતા. એમના પ્રાણ સમા “પ્રબુદ્ધ જીવન”ની એક પણ લીટીને વૃદ્ધાવસ્થા કે મૃત્યુ કંપાવીને નબળી ન પાડી શકે તેની જ એમને ખૂબજ ચિન્તા હતી. આખરી દિનેમાં મારી સાથેની એક ચર્ચામાં પણ તેમણે જીવનના આખરી દિન સુધી એમની લેખનશકિત . નહીં વિરમે તેની “ચેલેજ” મનભાવો દ્વારા સ્વીકારી લીધેલી. અને...અને થયું પણ એવું જ!મૃત્યુની આગલી સાંજે “પ્રબુદ્ધ જીવન”ના બત્રીસમા વર્ષને છેલ્લો અંક પૂરો કર્યો, પ્રફ તપાસ્યા અને શાંતિલાલભાઈને સેપતા બલ્યા, “આ આપણે છેલ્લે અંકને?” કેને ખબર હતી કે આ “છેલ્લે” અંક કહેનારા હવે પછીની સાંજ પહેલા તે કઈ અનંત યાત્રાએ ઊપડી ગયા હશે ! સને ૧૯૭૧ની તા.૧૫મી એપ્રિલથી એમને છાતીમાં અવારનવાર થોડે દુ:ખાવો થતો અને તેને લગતી તબીબી સારવાર અપાતી હતી. પરંતુ એ દુ:ખાવે એકાએક કે ઇ ગંજીર પરિણામ લાવશે તેની તે તા. ૧૭મી ની સવાર સુધી કે ઇને કલ્પના પણ નહોતી અને માત્ર બેત્રણ મિનિટના ભારે શ્વાસ લઈને તા. ૧૭-૪-૭૧ સવારે નવ વાગે એ ચિરનિદ્રામાં પોઢી ગયા! એકાદ વર્ષ પહેલા એમણે શ્રી રવિશંકર રાવળને પત્રમાં લખેલું કે “આપણે ભાગે જે જીવન આવ્યું, તે અમુક અંશે પણ અર્થસભર કર્યું છે, એવા સંતોષ સાથે મારે તેમ જ તમારે આખરી વિદાય લેવાની ઘડી નજીક આવતી જાય છે. વિશેષ આયુષ્ય એવી કર્તવ્યપરાયણતા સાથે પૂરું થાય એવી મારી પ્રાર્થને ચાલતી હોય છે.' એ સત્યસાધકના માંગલ જીવનદર્શને મૃત્યુને પણ કેવું ભવ્ય બનાવી દીધું ! ક્યાંય વેદના નહીં, કયાંય મૂંઝવણ કે વસવસે નહીં, ચહેરા પર છવાઇ ગઇ ફકત કે ઇ સાર્થક જીવન જીવ્યાની પ્રસન્નતા! ખરે જ એમણે અનંત મનની ભાષામાં કહી દીધું કે: મૃત્યુ છે ફૂલની શૈયા, મૃત્યુ છે પથ ઉજ્વલ, મૃત્યુ ના જિંદગી- અંત, મૃત્યુ અમૃત મંગલ! ગીતા પરીખ
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy