SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ 22 ૨૦ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૫-૭૧ આમંત્ર્યા હતા. ત્યારે કરેલા પ્રવચનમાં ભાઇએ કરેલાં જૈન પરસ્પર વિરોધી અનેક વિધાનએ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજને હચમચાવી મૂકેલો, જૈન સમાજને ધર્મગુરુઓની પકડ અને શ્રીમંત શેઠીયાઓની નેતાગીરીમાંથી ઉગારવાને તેમને સૂર પણ જૈન-ખાસ કરીને સાધુ - સમાજને ઘણે ખળભળાવી ગયે, પરિણામે અમદાવાદ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘે ભાઈને સંઘહાર મૂક્યા. તે સમયે બીજી બાજ ગાંધીયુગને મધ્યાન્હ તપતો હતે. એને આદર્શ રાષ્ટ્રવાદી પ્રકાશ ભાઈને અસર કર્યા વગર રહે? ૧૯૩૦થી ૧૯૩૨ ના ગાળામાં ભાઇ તો એના કસુંબી રંગથી પ્રેરાઈને બે વાર - બધુ થઈને દોઢ વર્ષ – જેલમાં પણ જઈ આવ્યા હતા. આ ભૂમિકાએ પહોંચેલા ભાઇને સંઘ - બહિષ્કારને તે શું ભય હોય? એ તો એ સંઘર્ષને સામેથી આમંત્રે એવા હતા, અને જુઓ તો ખરા આ પ્રતિકારનું ઍવું સુખદું પરિણામ બેત્રણ માસમાં જ આવ્યું! અમદાવાદના યુવકોએ શતાવધાની શ્રી ધીરજલાલ ટેકરશી શાહની નેતાગીરી હેઠળ ભાઈને અમદાવાદ બોલાવીને બહુ મોટે પાયે સ્વાગત-સન્માન કર્યું. તે વખતે તે ઘેર ઘેર આ જ ચર્ચા ચાલતી અને જરૂર પડે તે ઘરના વડિલોની ઈચ્છા વિરુદ્ધ થઈને પણ યુવાને ભાઈને પોતાને ઘેર જમવા આમંત્રણ આપતા હતા. પછી આખા ગુજરાતને સૌરાષ્ટ્રમાં સ્થળે સ્થળે એમનું બહુમાન થયું હતું. અને આમ ભાઇની નીડરતાને ઘણું પ્રોત્સાહન મળ્યું. અને જૈનધર્મના પ્રચલિત દૂષણ અને મિથ્યાચાર સામે એમનાં લેખે અને ભાષ ને પ્રવાહ જોરથી વહેવા માંડયો. ભાઇની આ વિચારધારાનું મુખ્ય માધ્યમ હતું-યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર “પ્રબુદ્ધ જૈન”—હાલનું “પ્રબુદ્ધ જીવન” તા. ૧-૧૧-૧૯૩૧ ના રોજ “પ્રબુદ્ધ જૈન” ને નામે શરૂ થયું હતું. જો કે તે પહેલા તા. ૩૧-૮-૨૯ થી તા. ૧૧-૮-૩૧ સુધી યુવક સંઘે શ્રી જમનાદાસ અમરચાંદ ગાંધીને પ્રમુખપદે એક સાપ્તાહિક પત્રિકા ચલાવેલી. એ ઉપરાંત રાષ્ટ્રિય ચળવળના સંદર્ભમાં ભાઇએ સને ૧૯૩૦ માં “ઉપનગર સત્યાગ્રહ પત્રિકા” પણ ચલાવેલી અને તા. ૧-૧-૩૪ થી તા. ૧-૮-૩૭ સુધી ભાઈએ “તરુણ જૈન” પણ ચલાવેલું. પણ પત્રકાર તરીકેનું ભાઇનું મુખ્ય વ્યકિતત્વ ખીલ્યું “પ્રબુદ્ધ જૈન”માં. તે શરૂ થયા બાદ તા. ૯-૯૩૩થી તા. ૧-૫-૩૯ સુધી સંજોગોવશાત એ બંધ રહ્યું. સને ૧૯૩૯માં યુવક સંઘનાં દ્વાર કઇ પણ ફીરકાના જેને માટે ખુલ્લાં મૂકતું બંધારણ યુવક સંઘે સ્વીકાર્યું. અને તા. ૧-૫-૩૯ થી “પ્રબુદ્ધ જૈન” નવેસરથી ચાલું થયું. તે અરસામાં ગુજરાતના અગ્રગણ્ય લોકકવિ શ્રી ઝવેરચંદ મેઘાણીનો ભાઈ પર પત્ર ઘણો પ્રેરક હતા. તેમણે લખેલું: આવા સાહિત્યશિરોમણિના સ્નેહભર્યા આશીર્વાદ મેળવવા એ કંઈ ઓછું ભાગ્ય છે? એ પત્રને અક્ષરશ: સાચો પાડતું હોય તેમ ત્યારથી તે આજ સુધી એ “પ્રબુદ્ધ જેન” (અને પછીનું “પ્રબુદ્ધ જીવન”) એ ભાઇના જીવન - ઘડતરની મુખ્ય અભિવ્યકિત અને વિચારવિકારાનું પ્રેરકબળ બન્યું છે. છેલ્લાં બત્રીશ વર્ષથી એકધારું એક જ કક્ષાએ સદાય નિમયિત ચાલતું આ પાક્ષિક એક પણ જાહેર ખબર લીધા વગર ટકી રહ્યાં છે. જેમ જેમ ભાઈની વિચારવિકાસની ક્ષિતિજો વિસ્તરતી ગઇ તેમ તેમ “પ્રબુદ્ધ જૈન”નું વિષનું ક્ષેત્ર માત્ર જૈન સમાજને જ નહીં, પણ જીવનના સમગ્ર ક્ષેત્રને સ્પર્શતું ગયું. પરિણામે તા. ૧-૫-૫૩ ના રોજ “પ્રબુદ્ધ જૈન” “પ્રબુદ્ધ જીવન બન્યું. આ નામપરિવર્તન ભાઇની સાધક ભૂમિકાની વ્યાપકતા પણ સૂચવે છે જ. પિતાના પ્રાણ કરતાં પણ વધુ પ્રિય એવા આ પાક્ષિકને ભાઇએ “અસત્યો સામેની એમની પ્રતિકારયાત્રાનું સતત સાક્ષી” તરીકે ઓળખાવ્યું છે. એમાં થતી વિવિધ સામાજિક વિષય પરની નીડર આલોચનાએ સમાજવિષયક ગુજરાતી સાહિત્યમાં ‘પ્રબુદ્ધ જીવન’ને આગવું સ્થાન અપાવ્યું છે - “હરિજનબંધુ' બંધ થતાં એ નીતિનું આજનું એક અદ્વિતીય પાક્ષિક તરીકે ‘પ્રબુદ્ધ જીવન’ સ્થાન ભેગવી શકે ખરૂં! પછી તે “પ્રબુદ્ધ જીવન” સાથે ‘મુંબઈ જૈન યુવક સંઘના દરવાજ, પણ મેકળા થયા અને જેનેતરાને પણ તા. ૩૧-૭-૫૪ થી એમાં પ્રવેશ મળતો થયો. જૈન - જૈનેતર સર્વ સંસ્થાઓમાં ભાઇને સક્રિય રસ હોવાથી આવા નાના વર્તુલની સીમા કયાં સુધી ટકી શકે? પ્રબુદ્ધ જીવન માં સામાજિક સિવાયના વિષયમાં એક મોટું આકર્ષણ બનેલાં ભાઈનાં પ્રવાસવર્ણને, વ્યકિતચિત્રો અને સામાન્ય તથા અસામાન્ય વ્યકિતની કેટલીક મૃત્યુને (કે જેના લખનારની મૃત્યુનોંધ લખતાં આજે કલમ કંપે છે!). પ્રવાસપ્રેમ તે એમના પ્રાણ સાથે અદ્રેતરૂપે સંકળાયેલો. હીમાલયના મહાપ્રેમી એવા એમણે પાંસઠ વર્ષની વય બાદ તે નૈનીતાલથી બાગેશ્વર, અમરનાથ, બદ્રિનાથ - કેદારનાથ, ગંગોત્રી, જમનોત્રી પગપાળા યાત્રા અને દાર્જીલીંગ, સીમલા વિગેરે શીખરે સાથે પ્રત્યક્ષ મૈત્રી કરેલી. એ પર્વતપ્રવાસમાં હોય ત્યારે એમનામાં ગમે તેટલું ચાલવાને થાક તે બાજુએ રહ્યો, પણ નવું ચેતન, નવી તાજગી ને બાલસહજ ઉત્સાહ ઝળકતે. એ યાત્રામાંથી ઇશ્વરને ચોપડે જીવનનાં પાંચ વર્ષ ઉમેરાવીને જ ત્યાંથી પાછા આવતા. આને બ જ લાભ “પ્રબૂદ્ધ જીવન” હોશે હોંશે મેળવી લેવું અને તેને પીરસવું. બીજી બાજુ અંકમાંની ભાઇની પ્રકીર્ણ નોંધમાં ગાંધીયુગનું સચોટ દર્શન પણ થતું. પ્રબુદ્ધ જીવન”ની જેમ પર્યુષણ વ્યાખ્યાનમાળા’ પણ ભાઇના તેમજ યુવક સંઘના જીવનનું એક વિશિષ્ટ પામ્યું હતું. આ વ્યાખ્યાનમાળા સને ૧૯૩૨થી શરૂ થઇ. વચ્ચે થોડો વખત બંધ રહી. પરંતુ વધુ વ્યવસ્થિતરૂપે સને ૧૯૩૬થી આજ સુધી એકધારી વિકસતી, ઉત્તરેત્તર સમૃદ્ધ ને અત્યંત લોકપ્રિય થતી આવી છે. સામાન્ય રીતે પર્યુષણ દરમ્યાન ધર્મપ્રિય લોક ઉપાશ્રયે જઇને સાધુ સાધ્વીનાં એનાં એ જ નિપ્રાણ પ્રવચને ટેવ મુજબ’ સાંભળ્યાં કરતાં. ધર્મના આ સાંકડા અને વ્યાપક કરવા ભાઈએ એ પરમ્પરાને પણ પડકારી. અને ધર્મજ્ઞાનનાં વિશાળ દ્વાર ખોલતી બીજી સમાંતર વ્યાખ્યાનમાળા શરૂ કરી. જીવનદર્શનની તમામ ક્ષિતિજોને સ્પર્શતી આ વ્યાખ્યાનમાળામાં જૈન તેમજ જૈનેતર શ્રોતા - સમુદાયને ખૂબ રસ જાગે. પંડિત સુખલાલજી (ભાઇના અત્યંત પ્રિય જ્ઞાની મિત્રોના કહેવા મુજબ આ વ્યાખ્યાનમાળાના જ્ઞાનસભર વકતાઓ અને એમના સર્વરપર્શી વિષયની યાદી જોતાંવેંત જ એનું અભૂતને ઉચ્ચ કેટીનું વૈવિધ્ય રામજાય એમ છે. હિન્દુ, મુસ્લિમ, પારસી, ખ્રિસ્તી વિગેરે સર્વે પંથેનાં વિશિષ્ઠ અધિકૃત વકતાઓ વ્યાખ્યાનમાળાને જ્ઞાનની પરબ બનાવતા. - રાણપુર, તા. ૧૯-૭-૩૯ પ્રિય ભાઇ, ....... મને આ સાહસ એટલા માટે ગમ્યું કે તમારા જેવા વિવેકશીલ વિચારકને પોતાના અમસ્થા વેડફાઈ જતા વિચારોને શબ્દબદ્ધ બનાવવાની હવે ફરજ પડશે. ને સમાજને સાહિત્યને - એમાંથી કેટલાંક મોતી મળશે. તમે સાચા ઝવેરી તે ચિંતન-પ્રદેશના છે. મારૂં કોઇ પણ કાવ્ય કે લખાણ લેવામાં તમારે મારી મંજૂરીની જરૂર ન જ હોય. ઉલટાના તમે મને એટલું ગૌરવ આપે છે. મૂંઝવણ એટલી કે નવું કશું જ ફાજલ પાડી શકું એમ નથી. - તમને લેખનપ્રવૃત્તિ કરવાનો મોકો મળ્યો એથી હું મનમાં ને મનમાં અત્યંત હર્ષ અનુભવું છું. કેમ કે આ આરચારણને એ માર્ગે જીવનને ભાર પણ હળવો થઈ શકશે અને જીવન જીવવાના પ્રયોજનમાં એક નવું કૌતુક ને નો રસ ઉત્પન્ન થશે. લિ. સ્નેહી ઝવેરચંદના વંદન
SR No.525956
Book TitlePrabuddha Jivan 1971 Year 32 Ank 17 to 24 and Year 33 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1971
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy