________________
તા. ૧૬-૧૨-૭૧
પ્રબુદ્ધ જીવન
ખૂબ ઝળકતાં પરિણામા સાથે શાળાના બધા અભ્યાસ પૂરો કરતાં મેટ્રિક થઇ અને એકવીસ વર્ષની વયે ‘ગોલ્ડ મેડલ' સાથે એ ડૅાકટર (એમ. બી. બી. એસ) થઇ ગઇ. અને ડૉકટર થતાં સુધીના બધા અભ્યાસ એણે સ્કોલર થઇને કર્યો. પછીનાં દીકરી મિતાબહેન બી. એ. (ઇતિહાસ સાથે) અને છેલ્લી હું (ગીતા) તત્વજ્ઞાન સાથે એમ. એ. થઇ. આ સાથે સાથે મારામાં રહેલી કાવ્ય અને સંગીતની વિશેષ અભિરુચિને ખીલવવા પણ એમણે બધી રીતે પ્રોત્સાહન આપ્યું. (આટલી તકો મળ્યા પછી જો એનું યોગ્ય પરિણામ ન આવે ત અમારી પાત્રતા એટલી ઓછી !)
ભાઈનું આ વાત્સલ્ય માત્ર પોતાનાં સંતાનો કે પૌત્ર-પૌત્રી પૂરતું જ મર્યાદિત ન્હોતુ, અમારા જેવા અનેક યુવકો ને યુવતીઓના વિકાસમાં એ એટલા બધા રસ લેતા કે આજે સૌ એમનેં ઊંડા પિતૃત્ ૠણથી સંભારે છે. એવી એમની ‘વસુધૈવ કુટુમ્બકમ'ની ભાવના હતી. અભ્યાસ ઉપરાંત પેાતાનાં સંતાનોને તથા આવા અનેક યુવાન મિત્રાને યોગ્ય જીવનસાથી શેમી આપવા માટે પણ એ ઉત્સુક રહેતા. અને આ યોગ્યતાના એમના માપદંડ પણ આગવા જે હતા. એટલું નિ:શંક કહું કે એમની આ પસંદગી અમને સદા સંતાકારક લાગી છે.
આવા વ્યાપક પ્રેમભાવ સાથે જ એમના સ્વભાવનું બીજુ ઉદાત પાસું હતું-નિર્દ થ નીડરતા! સત્ય ખાતર ભલભલાં સાથે દુશ્મનાવટ વહોરનાર ભાઇમાં વ્યકિતગત રીતે કોઇ માટે સ્હેજ પણ ડંખ ન્હોતા એથી અંતે તેા આ ‘દુશ્મનાવટ’માંથી પ્રેમનું રસાયણ જ નીતરનું હતું. અભ્યાસકાળ પૂરા છતાં એમના વાંચવામાં ચાર્લ્સ મેકેનું નીચેનું કાવ્ય આવ્યું
“You have no cnemies, you say ?
Alas, my friend thy boast is poor.
He who has mingled with the fray, Of duty, that the brave endure
Must have nale foes. If you have none, Small is the work that you have done.
You have hit no traitor on the hip,
You’ve dashed no cup from the prejeured lip. You've never turned the wrong to right, You've been coward in the fight.'
આ કાવ્યના ભાવાર્થ એવા છે કે સત્યશોધક વીર પુરુષને એમનાં કર્તવ્યા બજાવતાં દુશ્મનો થાય જ. જો તું એમ કહે કે “મારે કોઈ દુશ્મનો યા નથી” તે। તેમાં જીવનસંગ્રામ માટેની તારી ભીરુતા કાયરતા જ દેખાય છે.
ભાઇએ કહેલું કે, “આ કાવ્ય પાછળ રહેલી વિચારસરણી મારા સમગ્ર જીવન માટે પ્રેરણારૂપ જ બની રહેલ છે અને તેમાં સૂચવાયેલા અન્યાય, અધર્મ, અસત્ય અને દંભના પ્રતિકારને મે મારો જીવનધર્મ માન્યો છે. આ કાવ્યમાં વર્ણવેલી શત્રુતા કઇ વ્યકિત સામે નહીં, પણ ધર્મમય કાર્યો સામે છે... જીવનનો ઉત્કર્ષ ચાહનારે પ્રતિકારથી દૂર રહેવાનું નથી, પણ તેના પડકારને પ્હોંચી વળવાનું છે. પ્રતિકાર-શૂન્ય સાધુતા કેવળ નિર્માલ્યતાની નિશાની છે.'
આ છે એમના જીવનમંત્ર! એની પ્રેરણા નીચે સનૅ ૧૯૨૮ માં નવેમ્બર માસમાં એમણે શ્રી રતીલાલ કોઠારીની આગેવાની નીચે શ્રી મુંબઈ જૈન યુવક સંઘની સ્થાપના કરી. ડૉ. વ્રજલાલ મેઘાણી, સ્વ. મણિલાલ માકમચંદ શાહ વિગેરે સાથીએ પણ આ શુભકાર્યમાં પ્રથમથી સાથે હતા. આ જ રીતે સને ૧૯૨૯માં એમણે બીજો સંઘ પણ સ્થાપ્યો. એમાં પણ અન્ય મિત્રો સાથે ભાઇ મંત્રી તરીકે હતા. તા. ૩-૫-૧૯૨૯ના રોજ બેઉ સંઘ એક થયા. આ સંઘના
21
મુખ્ય આશય એ સમયની જૂનવાણી વિચારણા અને ત્યારે ખૂબ જોર પકડી રહેલી બાલદીક્ષા સામે જેહાદ પોકારવાના હતા. ભાઇના
૧૯
શબ્દોમાં કહું તો આ યુવક સંઘે ત્યારની સ્થિતિચુસ્તતા, જૈન સમાજની ‘રાષ્ટ્રવિષયક ઉદાસિનતા, માત્ર બાલદીક્ષા જ નહીં, પણ સર્વપ્રકારની અયોગ્ય દીક્ષા, તેમ જ એ સમયના સાધુઓની શિથિલતા, દભ અને પાખંડ સામે બળવાખાર આંદોલન ચલાવ્યું. દેવદ્રવ્યનો યોગ્ય ઉપયોગ, સ્ત્રી – પુરુષ સમાનતા, ફરજિયાત વૈધવ્યપાલનના વિરોધ, અસ્પૃશ્યતાના વિરોધ,—આ યુવક સંઘનાં કાર્ય
ક્ષેત્રા હતાં. આમાં બાળદીક્ષા - આંદોલને ત્યારના સમાજજીવન પર ઘણી તીવ્ર અસર કરી. તેને લીધે જાગતી સામાજિક અથડામણા કયા૨ેક ! જીવનમરણનો પ્રશ્ન બની રહેતી. આ સંઘર્ષ દરમ્યાન ૧૯૩૬ માં જૈન યુવક પરિષદના પ્રમુખપદેથી ભાઇએ કરેલા ભાષણને લીધે વિરોધીઓ તરફ્થી પત્થરાજી પણ થયેલી ને ઘેર બા પર ભાઈના ખૂનની ધમકી આપતા પત્રો પણ આવતા. પણ એથી ડળ્યા વગર ભાઇ પેાતાની આંતરપ્રતીતિને વળગી રહ્યા. અને બાએ એમને ટેકો આપ્યા કર્યો.
*
આ આંદોલનને પરિણામે વડોદરા રાજ્યે તે બાળદીક્ષા - વિરોધી કાયદો પણ પસાર કર્યો હતો. પણ બાકીના જૈન સમાજ એટલે જાગૃત હતા. પરંતુ ત્યારે ગુજરાતના થનગનતા યુવકવર્ગને ભાઇની ચિનગારી સ્પર્શી ગઇ હતી. અને સને ૧૯૩૬ માં અમદાવાદ ખાતે જૈન યુવક પરિષદ ભરાઇ તેમાં તેમણે ભાઇને પ્રમુખપદે
સત્યાગ્રહ આંદોલન સમયે