________________
20
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૭૧
I
nr.
એલ. એલ. બી. થયા ત્યારે... . માં સહી (articals sign) કરેલી, પણ એમના સચ્ચાઈના આગ્રહે એમના મનમાં વકિલાત સામે અણગમે જ ઊભે કર્યો. અંતે એ છોડીને તેઓ જરીના વેપારમાં પડયા. એમની સિદ્ધિ રીતરસમને એમાં પણ મેળ ન બેઠો. એટલે રસિકભાઈ ઝવેરી તથા ચંદુભાઈ ઝવેરી જેવા ઝવેરી-મિત્રોની સલાહથી એમણે ઝવેરાતને ધંધો શરૂ કર્યો અને ઘણાં વર્ષો સુધી ચલાવ્યો. પરંતુ એમના હૃદયનું વલણ સદાય સામાજિક ક્ષેત્રે માનવ હીરામેતી પારખવા પ્રત્યે જ રહ્યું. જૈન સમાજના દુરાગ્રહો ને ધનલાલસા પ્રત્યે અસંતોષ એમના મનને વાવી નાંખતે.
બીજી બાજુ અભ્યાસકાળ દરમ્યાન ભાઈનું કૌટુમ્બિક જીવન પણ નવો વળાંક લઈ રહેલું. આમ તે આઠ વર્ષની ઉમ્મરથી એ વઢવાણના પ્રતિષ્ઠિત કુટુમ્બમાં સગાઈના સંબંધે જોડાયા હતા- શ્રી ત્રિભુવનદાસ લાલચંદ માણકિયાનાં દીકરી વિજયાબહેન સાથે. વિજ્યાકહેન ત્યારે છ વર્ષના હતાં. ત્યાર પછી સને ૧૯૧૧માં અઢાર વર્ષની ઉમ્મરે ભાઈનાં લગ્ન થયાં. તે ગાળાની એક હકિકત રસપૂર્વક શ્રી રવિશંકર રાવળે નોંધી છે કે, “અમારામાંના કોઈને પણ લગ્ન પહેલાં ભાવિ પત્નીનું દર્શન, મિલન કે સંભાષણ થયું હોવાનું જાણ્યું ન્હોતું. બહુ જ થેડી યુવાન વધૂઓ લખવા જેટલું ભણતર પામી હતી, એટલે પ્રેમપત્રો લખવાની આવડત તો હોય જ કયાંથી? છતાં પરમાનંદ સુભાગી હતા. તેમને લગ્ન પહેલાં ભાવિ પત્નીના ભાવપૂર્ણ પત્ર મળેલા.” ચાલબત્ત એ પત્રો એકબીજાને પહોંચાડવા માટે વડીલેથી છુપી “એજન્સી”ની જરૂર પડતી. પણ એય મળી રહેતી!
અને સને ૧૯૧૧માં એ સુદઢ, સંસ્કારી અને સત્યષ્ઠિ લગ્નજીવનને આરંભ થશે. (હમણાં જ એ દીદી લગ્નજીવનની ષષ્ટિપૂતિ થઈ.) મેધીબહેનનાં કહેવા મુજબ, “વિજયા પરણીને અમારે ઘેર આવી ત્યારે તે કાચની પૂતળી જેવી સુંદર અને ભરાવદાર હતી.” આમ અમારાં બા (વિજ્યાબહેન) માં સૌદર્ય ને સંસ્કારિતા તો હતી જ. તે સંસ્કારિતાને વધુ વિકસાવવા માટે સાસરે કુંવરજી- ભાઈએ ભાઈની ઈચ્છા મુજબ સારી અનુકૂળતા કરી આપી. લગ્ન બાદ શરૂઆતનાં દસ વર્ષ તે ભાઈ અભ્યાસ તથા વ્યવસાય ખાતર મુંબઈમાં રહેતા હતા, તે દરમ્યાન બા ભાવનગરમાં ઘરકામમાં તથા વૃદ્ધ વડીલની સેવામાં ડૂબેલાં રહેતાં. પરંતુ એટલાથી સંતોષ નહીં પામતા, એમણે બાને (
વિજ્યાબહેનને સંસ્કૃતનો અભ્યાસ તથા વાંચન કરાવવા ખાસ શાસ્ત્રીજી રોકેલા. એમની સાથે ભાઈનાં બા, બહેન વિગેરે પણ ભણવા બેસતાં. એ વખતે બાએ સંસ્કૃતમાં કાલિદાસ વિગેરે સાહિત્યકારોને સરસ અભ્યાસ કરે..
આ સાથે સાથે બાએ જતે દહાડે ગાંધીજી વિગેરેના રચનાત્મક સાહિત્યનું પણ સારું વાંચન કર્યું હતું.
, સ્ત્રીશકિત વિકસાવવા માટે ભાઇને ઉત્સાહ કે હતો? માંધીબહેન એક પ્રસંગની યાદ આપે છે - એક વાર ભાઇએ બા, મેઘીબહેન તથા ચંદનબહેન (મતીચંદભાઇનાં પત્ની) વચ્ચે નિબંધ સ્પર્ધા ગોઠવેલી. આ સ્પર્ધા સારી થઇ અને પરિણામે ભાઇએ તટસ્થ ભાવે મોંઘીબહેનને પહેલું ઈનામ આપ્યું. એમની ઈનામની પસંદગી પણ કૈવી? 'કાદમ્બરી' નું પુસ્તક! જાણે કે તમે હજી પણ “વાંચતા રહો!” એ આદેશ સાથે જ ઇનામ આપતાં ન હોય?!
પછી તો એ બહેનની લેખનશકિત વધતાં બાએ વિલેપાર્લે માં બહેનની જાહેર નિબંધ હરિફાઇમાં પ્રથમ ઈનામ મેળવ્યું. નિબંધને વિષય હતે “બાળકને કેમ ઉછેરવા?” અને ઇનામમાં મળી સુખડની પેટી - જાણે કે “તમારા બાળઉછેરમાં પણ તમે સુખડ જેવી સુવાસ લાવો!- એ આશીર્વાદ ન આપતી હોય
. પછી પણ બાની લેખનશકિત કયારેક પ્રવાસવર્ણન તે કયારેક સામાજીક પ્રશ્નની ચર્ચા - વિચારણામાં પ્રગટ થતી રહી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અત્યારના કુલ - નાયક અને ભાઇના સનિષ્ઠ મિત્ર શ્રી હરભાઈએ કહ્યું છે કે “પરમાનંદભાઇમાં સ્ત્રી-સ્વાતંત્ર્ય અને સ્ત્રી - સંસ્કાર પર ઘણી ઉદાત્ત ભાવના ભરેલી હતી. એમની પ્રકૃતિ પ્રમાણે એ તમામ મિત્રામાં પોતાના વિચારોને પ્રચાર કરતા એટલું જ નહીં, પણ નજીકના મિત્રો પાસેથી કૅટલા અંશે એને અમલ કર્યો છે તેનો હિસાબ પણ માંગતા. મારી પાસે પણ તે હિસાબ માંગે અને હું તેમની પરીક્ષામાં સફળ થશે ન્હોત.” કેવી નિર્ભય નિખાલસતા !
સ્ત્રીશિક્ષણના એમના આગ્રહની દૈવે પણ કેવી કસોટી કરી છે. ઈશ્વરે એમને સંતતિમાં સાત દીકરીઓ જ આપી, અને પડકાર કર્યો કે, “વે, હવે પસાર થા મારી કસોટીમાંથી - તાકાત હોય તે!
અમને બા કહે છે કે, “તમારા જન્મ વખતે મને દીકરી જન્મી છે એમ જાણીને કેટલાક લોકો ખરખરે કરવા પણ આવતા હતા! પણ મેં, તમારા ભાઇએ કે બાપુજી (કુંવરજીભાઇ) એ કદી મનમાં સહેજ પણ ઓછુ આવવા દીધું નહોતું.” અને આજે પણ અમે છાતી ઠોકીને કહી શકીએ કે અમારી જીંદગીમાં અમારાં માતાપિતાએ કદી પણ અમને દીકરાથી ઓછા ગયાં નથી. કેળવર્ણી તથા અન્ય રીતે પિતપેતાની શકિતને વિકસાવવાની બધી જ તો ને અનુકૂળતા એમના તરફથી અમને સદાય મળતી રહી છે. અને તે અને તે પણ તદ્દન નિરપેક્ષભાવે!
પરિણામે એ જમાનામાં પણ સૌથી મેટાં દીકરી મધુરીબહેન ઈન્ટર આર્ટસ સુધી ઘણાં સારાં પરિણામે સાથે ભણ્યાં. પછી મેનાબહેનની ચાલુ શાળાકિય અભ્યાસમાં ઓછી શકિત જણાઇ, ત્યારે એક માનસશાસ્ત્રીની ઢબે ભાઈએ એમનામાં ચિત્રકલા પ્રત્યેની છાપી રુચિ ને શકિત શોધી કાઢી એને અભ્યાસ મુંબઇમાં કરાવીને એમાં પારંગત થવા માટે આજથી ત્રીસ વર્ષ પહેલા) ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર સંચાલિત શાંતિ - નિકેતનમાં મેકલ્યાં હતાં. (પાંચ વર્ષ માટે આથી મેનાબહેન “વિશ્વભારતી ”ને (ચિત્ર તથા હસ્તકલા સાથે) ડિપ્લેમાં મેળવીને સ્વાશ્રયી જીવન જીવી શકયો. ત્યાર પછીની બે દીકરીઓ કૂમળી વયે જ ગુજરી ગઇ. અને ત્યાર પછી ચારૂબહેન વળી નવા કોયડે ઊભે કર્યો. સાત વર્ષની વય સુધી તદન માંદલી ને રીસાળ ચારૂબહેનો ભણવા સામે કટ્ટર દુશમનાવટ દેખાડી. પછી એ ટાઇફોઇડની ભયંકર બિમારીમાં મૃત્યુ પામતી માંડ માંડ બચી.અને ત્યાર બાદ બા તથા ભાઇ મેન્ટેસરી પદ્ધતિ ની એમની હતી તેટલી સમજ મુજબ એના પર ભણવાનું જરા પણ દબાણ લાવ્યા નહીં. પરંતુ કોઇ બાલમાનસત્તાની ઢબે એનામાં એવી કુશળતાથી અભ્યાસરસ સીંચ્યું કે માત્ર સાત વર્ષમાં એ