________________
તા. ૧૬-૫-૭૧
પ્રમુદ્ધ જીવન
ત્તિઓમાં તણાઇ જાત અને નવા યુગને માટે અનુકૂળ એવા સંસ્કૃતિ સંગઠનો ઊભા કરત. પણ પરમાનંદભાઈના વિશ્વાસ સંસ્થા ચલાવવા કરતાં સંસ્કારિતા ફેલાવવામાં વધારે હતો. સમાજ પેાતાની સંકુચિતતા છેડે, વ્યાપક રીતે વિચાર કરતો થાય, બૌદ્ધિક ઉદારતા કેળવે એટલે શ્રોતાઓ જીવનસમૃદ્ધ થવાના જ, પછી તેઓ અનેકાનેક સંરથાઆમાં અને પ્રવૃત્તિઓમાં દાખલ થવાના અને માનવકલ્યાણની વિશુદ્ધ પ્રવૃત્તિઓને પોષણ આપવાના. સરવાળે સમાજનું આખું વાતાવરણ વિશાળ, ઉન્નત અને પ્રાણવાન થવાનું. આ બધું એની મેળે થવાનું છે એ વિશ્વાસે પરમાનંદભાઇ પોતાના સંઘના મુખપત્ર “પ્રબુદ્ધ જીવનને અને પર્યુષણ પર્વની વ્યાખ્યાનમાળાને વળગી રહ્યા.
જેમ પરમાનંદભાઇ સાર્વભૌમ સહાનુભૂતિ હોવા છતાં પોતાની પ્રવૃત્તિ છેડી બીજાની પ્રવૃત્તિઓમાં તણાઇ જતા નહિ તેમ જ એમની સાથે સહકાર કરનાર કોઇને પણ જોખમમાં આવવાની કે તણાઇ જવાની બીક તે પેદા કરતા ન હતા. કોઇ પણ માણસ પાતાની શકિત, વૃત્તિ અને ઉત્સાહ પ્રમાણે જેટલે સહકાર આપે તેટલાથી પરમાનંદભાઈ સંતુષ્ઠ રહેતા હતા. અને તેથી જ અનેકાનેક સાથીએના પ્રસન્ન-સહકાર તેઓ મેળવી શકતા હતા, અને એવા સાથીઓની સંખ્યા વરસાવરસ વધતી જતી હતી.
આશ્ચર્ય છે કે યુવાવસ્થામાં ‘બી. એ.’ ‘એલ.એલ.બી.’ કર્યા છતાં પોતાના પિત્રાઇ ભાઇ મોતીચંદ સાથે સોલિસિટરના ધંધામાં કાયમના દાખલ ન થતા તેઓ ઝવેરાતના ધંધામાં ઊતર્યા. કેટલાક રૂઢિચુસ્ત જૈના માને છે કે ઝવેરાતના ધંધા અહિંસાધર્મને માટે વધારૅમાં વધારે અનુકૂળ છે. હું નથી માનતો કે આવી કોઇ ભ્રમણાને લઇને એમણે ઝવેરાતના ધંધા પસંદ કર્યો હોય. હું માનું છું કે આજીવિકા પૂરતું એ ધંધામાં જ ઓછે વખત આપીને પણ મળી શકે છે. અને જ્ઞાનની ઉપાસના કરવામાં કે સમાજની સેવા કરવામાં વધારેમાં વધારે વખત આપી શકાય છે, એ ખ્યાલથી જ એમણે એ નિરુપદ્રવી ધંધા પસંદ કર્યો હોય.
અને ગમે ત્યારે લાંબા વખત સુધી મુસાફરીએ જવા માટે પણ આ ધંધા એમને અનુકૂળ જણાયો હશે. હું તો માનું છું એક અથવા બીજી રીતની મુસાફરીના શેખ જેને બિલકુલ નથી એને સંસ્કારી વ્યકિત ગણાય જ નહિ. પરમાનંદભાઇએ સંસ્કારયાત્રાના આનંદ મેળવવાની એકકે તક ખાઇ નહિ હોય. યાત્રાને લીધે નવા નવા લોકો સાથે સંબંધ બંધાય છે. નવી નવી સંસ્થાઓના કાર્યોની માહિતી થાય છે. નવા નવા સવાલ ચર્ચવા પડે છે. અને આ રીતે માણસની બુદ્ધિ સૂક્ષ્મદર્શી અને દષ્ટિ વિશાળ થાય છે, સહાનુભૂતિ કેળવાય છે. પરમાનંદભાઇને જ્યારે જ્યારે મળીએ ત્યારે ત્યારે તેઓ પોતાની મુસાફરીના અનુભવો રસપૂર્વક કહેવાના જ.
આજકાલ જ્યારે જ્યારે હું મુંબઇ જતા ત્યારે ત્યારે એની જાણ થતા તેઓ મને આવીને અચૂક મળતા. અને પૂરી છૂટથી અસંખ્ય સવાલાની ચર્ચા છેડતા. એવી ચર્ચામાં એમની દષ્ટિની તાજગી જોઈ મને ઘણો આનંદ થતે અને લાભ પણ મળતો. અત્યંત સંસ્કારી અને સેવામય જીવન પસાર કરી. યુવાન તેમ જ સમવયસ્ક અનેકોને પ્રેરણા આપી પરમાનંદાઇએ ઉંમરના ૭૮ વર્ષે જિંદગીની છેલ્લી મુસાફરી ખેડી છે. હવે પછીનું જીવન કેવું થશે એ કોણ કહી શકે ? અત્યંત મીઠા સ્મરણાના રૂપમાં અસંખ્ય સ્નેહીઓના જીવનમાં તે ભાગ લેતા હશે. એ જ એમનું જીવન હવે પછી આપણે માટે રહ્યું છે.
કાકાસાહેબ કાલેલકર
7
શુ છેલ્લા જ મેળાપી ☆
સ્વ. સ્નેહી પરમાનંદભાઈ હજી હમણાં જ અમદાવાદમાં આવ્યા હતા અને મારે ઘરે પણ આવ્યા હતા. બપોરના વખત હતા, હું મારી બેઠકમાં વાંચનના કામમાં હતા. એવામાં બારણુ ઊઘડયું અને કોઈ ભાઈ સફેદ કપડામાં તેમાં પ્રવેશ્યા, આખની જોવાની શકિત થાડી ઓછી થવાથી કોઈ ભાઈ આવ્યા એમ જાણી શકયો. મેં મારા માથા ઉપર ગરમીથી બચવા કપડું બાંધેલું એટલે એ ભાઈ તરત જ બહાર જવા લાગ્યા, મેં કહ્યું કે જે ભાઈ હોય તે અંદર નજીક આવા એમ કહીને હું પોતે બેઠકમાંથી મારા મોટા ઓરડામાં આવ્યો કે તરત જ મેં કહ્યું કે આ તે પરમાનંદભાઈ છે. મને બરાબર દેખાયું નહીં એટલે પરમાનંદભાઈ કહે એ તે હવે અવસ્થાને લીધે એમ જ થાય. પછી તે અમે બેઠા, પાણી પીધું અને પછી વાત શરૂ કરી. હમણાં શ્રી વિનોબાજીએ એક બે ચર્ચાઓ ઊભી કરેલ છે એ બાબત પ્રથમ વાત કરી.
“વૈષ્ણવજન તે તેને કહીએ” એ ભજનમાં “વાચ કાછ મન નિશ્ચલ રાખે” એ કડીમાં આવતા ‘કાછ’ શબ્દના અર્થ કછોટા-લંગોટથાય છે એટલે તાત્પર્ય એ છે કે જેના કછોટો નિશ્ચલ છે તે વૈષ્ણવનું એક વિશેષ લક્ષણ છે. એ કડી ખાસ દઢ બ્રહ્મચર્યનું સૂચન કરે છે. હનુમાનજીને “વજર કછટાવાળા” એવું વિશેષણ આપવામાં આવે છે, એ પણ આ કડીના અર્થનું સમર્થન છે. આ બાબત શ્રી વિનોબાજી એમ કલ્પના કરે છે કે ‘કાછ નહિ પણ ‘કાય’ પાઠ હોવો જોઈએ, કોઈ લખનારે ‘કાય’ને બદલે “કાચ-કાછ” એમ લખી દીધું લાગે છે અને એ રીતે કાયને બદલે ‘કાછ’ પાઠ શરૂ થઈ ગયો છે. આ અંગે મેં પરમાનંદભાઇને મારા વિચાર જણાવતાં કહ્યું કે ‘કાછ’ પાઠ કોઈ રીતે જરા પણ અનુચિત નથી અને અર્ધદષ્ટિએ પણ બરાબર સંગત છે. બીજી વાત અહિંસાને લગતી છે. પવનારમાં રહેનાર કોઈ ભાઈ શેરડી વેચવા વર્ષી ગયા અને ત્યાં શેરડીને પડાવી લેવા કોઈ લેાકો આવ્યા એટલે તે ભાઈ એ લોકો પાછળ દોડયો અને તેમને છેટે તગડી મુક્યા. ૨ પછી એ ભાઈને વિચાર થયો કે બ્રહ્મવિદ્યામંદિરમાં રહું છું અને મેં આ શું ? આ બધી ચર્ચા પ્રબુદ્ધ જીવનમાં પરમાનંદભાઈએ કરેલી જ છે. આ ચર્ચાના પ્રાંગમાં મેં પરમાનંદભાઈને જણાવ્યું કે શ્રી વિનોબાજી આ સ્વાર્થસાધક હિંસાની પ્રવૃત્તિને ગીતાના આધાર બતાવીને અહિંસક કોટિની ગણાવે છે એ વિશેષ વિલક્ષણ છે. પ્રથમ તા એ કે જે ગીતાનો શ્લોક શ્રી વિનાબાજીએ બતાવેલ છે તે આ પ્રસંગમાં લાગુ જ થઈ શકતા નથી. એ શ્લાકમાં તે સ્પષ્ટ કહેલ છે કે એ શ્લાક તે જે વિતરાગ પુરૂષ હાય તેને જ લાગુ કરી શકાય છે. પ્રસ્તુતમાં તે શ્રી વિનોબાજી ખુદ વીતરાગ નથી તેમ પેલે શેરડી વેચનાર ભાઈ પણ વીતરાગ નથી. એટલે આ વાત બરાબર સંગત નથી. ઘણા વખત પહેલા હું ઉરુલીકાંચન ઉપચાર માટે ગયેલા, ત્યાં એક સજ્જને મને કહ્યું કે સ્રીસમાગમ પણ અનાસકતભાવે થઇ શકે છે. જો કે એ સજજને મને ગીતાના શ્લોકના આધાર તેા નહીં બતાવેલા પણ મને લાગ્યું કે એમના મનમાં પણ ઉંકત ગીતાના શ્લોક જ રમતો હશે. મેં પરમાનંદભાઈને કહ્યું કે આ અંગે મે” બે નોંધા મૈત્રીમાં મેકલી આપી છે. હજુ છપાઈ નથી તેમ મને પાછી પણ મજૂ નથી. એ સાથે શ્રી પરમાનંદભાઈને મે એમ પણ જણાવ્યું કે જો શ્રી વિનોબાજી જેવા અધિકારી પુરુષ ગીતાનો આવો ઉપયોગ કરતા હોય તે સાધારણ માણસ તા આવા અનુકૂળ ઊપયોગ કેમ ન કરે? પછી મેં શ્રી પરમાનંદભાઈને કહ્યું કે ઉતાવળ ન હોય તો થોડું વધારે બેસે તે બીજી વાત કરું. તેઓએ નિરાંતે બેસવાની વાત કરી એટલે મે' બીજી વાત પણ શરૂ કરી.
અમારી વાત પુરી થયા પછી શ્રી પરમાનંદભાઈ મારા પાડોશી શ્રી રસિકલાલભાઈ પરીખને મળવા ચાલ્યા ગયા. કાળ કેવા વિચિત્ર છે કે મારો અને શ્રી પરમાનંદભાઈના આ મેળાપ છેલ્લા જ. નિવડયો.
પંડિત બેચરદાસ દોશી